યથાર્થ ગીતા સાર — ૪
એટલે કીધું કે સનાતન આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા સાધકોનું મહાપુરુષોએ વિભાજન કર્યું છે. સ્વભાવ અને ક્ષમતાના આધારે ચારેય વર્ગોની અંદર એને વર્ણાશ્રમ કહેવામાં આવ્યો હતો. હવે ધીરે-ધીરે કરતાં ક્ષત્રિયત્વ ઉત્પન્ન થયું, પછી પણ આગળ આવતા ગયા ત્યારે બ્રાહ્મણત્વની શ્રેણીમાં એમને પ્રવેશ પ્રાપ્ત થયો.
તે વખતે કેવું હતું? વન-ટુ-વન ઉપનિષદની કક્ષાએ બંને આવી ગયા હતા. એક વખતનો એ શુદ્ર સાધક હતો, અત્યારે બ્રહ્મ સ્વરૂપની અંદર બિલકુલ ગુરુની સન્મુખ બેઠેલો છે, એમના સમીપ બેઠો છે, એમના સાનિધ્યમાં બેઠો છે અને ગમે ત્યારે હવે તદરૂપ થઈ જવાનો છે, એવી ક્ષમતા એણે હાસિલ કરી લીધી.
મન અને ઇન્દ્રિયોનો સંયમ
કેવી રીતે? તો કે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન. મન શાંત, બિલકુલ કોઈપણ સ્થિતિમાં શાંત. ઇન્દ્રિયોનું દમન એટલે એવું દમન નહીં કે આંખોને મીંચીને કે બસ હવે ગમે તે થાય, જોવું નથી, જોવું નથી! એવું નહીં. એ જોવાની, એ બાજુની વૃત્તિ જે જતી હતી, તેને ત્યાં રોક લગાવી દીધી એણે અને અંદરથી નક્કી થઈ ગયું છે કે હવે તો આવું ટીવીમાં જોવું જ નથી, પૂરું થઈ ગયું. ઘણાને ટેવ હોય છે ને અમુક જોવાની, પણ આ નક્કી થઈ ગયું કે ના, હવે તો આ નહીં જ જોવું. કેમ? તો કે આ બધું અશ્લીલ છે મારા માટે. જેના માટે જે હશે તે, પણ મારા માટે હવે તો પછી આ નહીં, એણે બંધ કરી દીધું ત્યાંથી. એનામાં જે ઇન્દ્રિયો હતી, તેની અંદર આવી રીતના કરી-કરીને નિરોધ કરવાથી એનામાં ક્ષમતા વધતી ગઈ, ઇન્દ્રિયો બળવાન બનતી ગઈ.
પહેલી વખત ક્ષત્રિયત્વ આવી ગયું છે. હવે વૃત્તિઓ તો રોજ દોડી રહી છે, પણ એ તરત એને રોક લગાવે. જેટલી વાર બહાર દોડે છે, દરેક વખતે રોકે છે—આવું નહીં કરવાનું, આવો વિચાર નહીં કરવાનો, આવો વિચાર નહીં જ કરવાનો. આવો વિચાર મને શોભતો નથી, આવો વિચાર મને આવવો જ ના જોઈએ. તો જેટલી વખત વિચાર આવે છે, એટલી વખત એ એને હથોડો મારે છે. એક ટાઈમ પછીથી એ પણ ખલાસ થઈ જાય, હવે વિચારો પણ આવતા નથી. વિચારો એ દિશામાં હતા, એના જે વિષયો હતા વિચારોના, તે પણ બદલાઈ ગયા.
હવે તો કે, બધો ટાઈમ મને બસ ગુરુજીના જ વિચારો આવે છે. એક ટાઈમ પેલી મૂઢ અવસ્થા કે સ્વભાવમાં જ બેસી રહેનારો હતો, એવું મન અત્યારે કહે છે કે ના, હું તો ગુરુજીના સાનિધ્યમાં બહુ આનંદમાં હોઉં. મારે હવે કશાની જરૂર નથી—રેશમી વસ્ત્ર પહેરવાની જરૂર નથી, કે મારે આ જે છે ને પહેરેલું એ બરાબર છે, સાદું છે ને સારું છે ને ચાલે છે. મારે સેવક-ચાકરોનીય જરૂર નથી. કેમ? તો કે હું ખુદ સેવા કરું છું ગુરુજીની, અને હવે તો એમાં મને બહુ આનંદ આવે છે. પાછું કેમ કે, થોડોક જરૂરી શરીર-શ્રમ પણ થઈ જાય છે, સાથે-સાથે આ આશ્રમની પણ શુદ્ધિ થઈ જાય છે. હું વાળી-ઝૂડીને સાફ કરી નાખું છું, જેથી અહીં જેટલા નેગેટિવિટી સાથે આવનારા માણસોએ કરેલા વિચારો હોય ને, તે બધા સાફ થઈ જાય, અહીંયા નહીં રહેવા જોઈએ. અને એ માણસો જે એવું છોડીને ગયા હતા ને, એ બધુંય સાફ થઈ જાય.
એવો વિચાર કરીને હું ઝાડુ ફેરવું છું.
કોઈ કહેશે કે, "યાર, તું તો ભયંકર સાયકોથેરાપી કરે છે." આ એ ઝાડુ ફેરવીને પેલો તો સાફ થતો જાય છે, બોલો! અને લેવા-દેવા વગર, પાછો જાણતો હોય કે ના હોય કે કોણ છે, તોય બસ આવો એનો ભાવ છે ને! અને માસ્ટરે શું કીધું હતું? એનર્જી ફોલોઝ અટેન્શન, એટલે ત્યાં આગળ બધું પહોંચી ગયું, બધું થઈ ગયું. આપણે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે, "જેવો ભાવ તેવો ફાવે." એમ કરતાં-કરતાં એ બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી ગયો. એનું એકધારું ચિંતન—મહારાજજીને શું જોઈએ છે, મહારાજજીને શું ગમશે? એક જ વિષય, બીજું કાંઈ નહીં.
એમ કરતાં-કરતાં ખબર પડી ગઈ છે કે આ મહારાજજી નથી, આ તો એમનું બોડી છે. અંદર પેલો જે છે, શું એમની વાત, શું એમનો વૈભવ, શું એની વાત! એક દાડો એને ઓહો એમ થઈ ગયું! બસ તે દાડે ઓળખાણ પડી ગઈ કે પરમાત્મા તો આ જ છે. કહે છે, "હું તો ક્યાં ખોળ કરતો હતો, મારી સામે બિલકુલ!" અને બસ તે દિવસથી એવો પલટો થઈ ગયો, એ બ્રહ્મત્વને પામી ગયો. એનામાં એ ભાવ ઉત્પન્ન થઈ ગયો કે બસ, આ જે છે ને તેના સાથે હું એકરૂપ, તદરૂપ. પેલો મહારાજ જે જાણતો હોય, એનો ભાવ કળી જ જાય, તરત ખબર પડી જાય, ફોટો પડી જાય. ત્યારે એને કહે છે કે, "ભાઈ, તથાસ્તુ."
આમ તથાસ્તુ થતું આવ્યું, તે ઉતરતું-ઉતરતું ઠેઠ અહીંયા આપણા ક્લાસમાં ઉતરી આવ્યું હતું. આવું તથાસ્તુ આવ્યું એટલે કેવા-કેવા આશીર્વાદો, કેવી-કેવી કૃપાથી આ બધું ગોઠવાતું હતું! આમાં મારું શું ને તારું શું? હું ને તું તો હતા જ નહીં ને કોઈ દાડો! એટલે અનુભવજ્ઞાન, આના લક્ષણો જે છે ને, એ સાધકમાં સ્વભાવભૂત રીતે, સાહજિકતાથી એકદમ પ્રગટે. એને માટે પ્રયત્ન નથી કરવો પડતો, બસ એમ જ. મેં એક ફોટો જોયો હતો—આવડી મોટી ટાઈલ્સની અંદર વચ્ચોવચ જે પેલો સાંધો હોય ને, તેમાંથી એક અંકુર ફૂટીને નાનકડું આટલું ફૂટેલું, એવું મેં જોયેલું. આપણને એમ થાય કે આટલી જગ્યામાં, આવા કઠોર ટાઈલ્સમાંથી ફોડીને બહાર નીકળે, તો એ બીજ કેવું પાવરફુલ હશે, કેવું હશે! પણ એવું થાય છે ભાઈ, મોટાભાગે તો એવું જ થાય. આવા અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશ પામે.
અનુષ્ઠાન એટલે સતત લાગેલો જ હોય, એની નિષ્ઠા ત્યાં જ હોય, એને અનુષ્ઠાન કહે છે.
આત્માની સર્વોપરિતા અને ઉપનિષદ વાણી
આ સિદ્ધિએ પહોંચતા તો તે બ્રાહ્મણ પણ રહેતો નથી, એનાથી પણ ઉપર ઊઠી જાય. હવે તો એ બ્રહ્મસ્વરૂપ થઈ ગયો. મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે, "આ આત્મા જ લોક, પરલોક અને સમસ્ત પ્રાણીઓનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, તારાગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પલ આત્માના જ શાસનમાં છે. તમારો આત્મા જ અંતર્યામી છે, અમૃત છે. આત્મા અક્ષર છે, તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે." એનાથી જુદું જે કંઈ છે, એ બધું નાશવંત છે, નશ્વર છે. આ લોકમાં જે કોઈ આ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ-યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તેના આ બધા જ કર્મો કેવા છે? નાશવાન છે, બધા ખતમ થઈ જવાના છે અને મર્યાદિત છે, એના ફળની પણ મર્યાદા છે. "આ આંબા પરથી આ વખતે સો કેરી મળી, બાકીની બધી પડી ગઈ કે નિષ્ફળ ગઈ, સીઝન સારી ના ગઈ," કહી પાછો બીજા વર્ષે રાહ જોયા કરે.
તમારો આત્મા અંતર્યામી, અમૃત છે. આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ, યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, આ બધા કર્મો નાશવાન છે. આ અક્ષરને જાણ્યા વિના કોઈપણ આ લોકમાં મૃત્યુ પામે છે, તો તે કેવો છે? દયનીય છે, એની દયા ખાવા જેવી છે, કૃપણ છે એટલે કે કંજૂસાઈ કરી ગયો છે. જે આ અક્ષરને જાણીને આ લોકમાં મૃત્યુ પામે છે, તે બ્રાહ્મણ છે. આવું યાજ્ઞવલ્ક્યે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેલું છે.
સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા—જોકે ઉચિત અને અનુચિત સાધના બધા કરતા હોય, કેટલીક સાધનાઓ તમને ઉચિત હોય અને પેલાને અનુચિત હોય. હવે એ તમારું અનુકરણ કરીને માંદો પડે, એ બરાબર નથી. પ્રત્યેકની પ્રકૃતિના ગૂંચવાડા પ્રમાણે, એણે પાડેલી ગૂંચોના પ્રમાણેની એની સાધનાઓ હોવાની છે. બધાને એકસરખી સાધના ના આપી દેવાય, નહીં તો પાછો ડખો થઈ જાય. બસ, બધાના પ્રિસ્ક્રિપ્શન અલગ-અલગ લખવાના!
એટલે સાધનામાં ઉચિત પ્રક્રિયા દ્વારા તમસથી રાજસ અને રાજસથી સાત્વિક ગુણોમાં ક્રમશઃ પ્રવેશ થતો જાય છે. છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય કે "હું બ્રહ્મ છું." તે સમયે બ્રહ્મના પ્રવેશ કરાવનારી બધી જ યોગ્યતાઓ તે સાધકમાં આવતી જ હોય છે. જે ક્ષણે બ્રહ્મમાં પ્રવેશ કરે છે, તે જ ક્ષણે એનામાં બ્રહ્મની બધી જ શક્તિઓ, પાવર, બધું જ આવી જાય છે—લક્ષણો, એવરીથિંગ! બસ, "હું બ્રહ્મ છું."
વાસ્તવિક સંઘર્ષ અને ગુરુકૃપા
પણ સમજીને, વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમપુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે કે જેમાં પછી કદી હાર હોતી નથી. પછી લોકો હાર પહેરાવ્યા જ કરશે, પહેરાવ્યા જ કરશે, થાકી જશો તોય પહેરાવ્યા કરશે! દાદા બિચારા થાકી જતા, મેં જોયેલું. લોકો હાર લઈને આવે અને એમાં છે ને, પેલી ફૂલોમાં કીડીઓ ચડેલી હોય, અને કીડીઓવાળો હાર પહેરાવે દાદાને! પેલા હાર પહેરાવે, અજાણપણે, અભાનપણે થતું હતું બધું આવું, પણ ફૂલોમાંથી આવી રીતના કીડીઓ બહુ નીકળે.
એક વખત સત્સંગની અંદર એટલી બધી કીડીઓ થઈ ગઈ, એ બધું જોયું તો આ દાદા આમ થોડી વાર કરે, પછી ખ્યાલ આવ્યો નીરુમાને. તેમણે પછી જોયું એટલે કહ્યું કે, "આ બધા હાર કાઢો, બધા હાર કાઢો." પછી એમણે ત્યાં ને ત્યાં બેઠા-બેઠા બધું કાઢીને આ બધું સાફ કર્યું. પણ દાદા એક શબ્દ ના બોલે! એ પતી ગયું એટલે બોલો, "પછી ક્યાં હતા ભાઈ આપણે? આગળ વાત કરો, તમે કંઈ પૂછતા હતા," એમ કરીને ચાલુ કર્યો પાછો સત્સંગ! જાણે કશું જ થયું નથી! પછી થોડું ઇન્ટરવેન્શન કરીને કીધું કે, "ભાઈ, હવે જે કોઈ આવે, તે આવા ફૂલોની માળા ન લાવે તો સારું, કારણ કે આવું થાય છે." એટલે હવે લોકો ચંદનની, સુખડની, મોતીની એ બધી માળાઓ લઈ-લઈને આવવાનું ચાલુ થઈ ગયા. 'ઉપાયં યદિ જાનાસિ કથયસ્વ પ્રભો'—મને કહી દો, એટલે લોકોએ તો પછી આ ચાલુ કરી દીધું. એવું થઈ ગયું કે એટલું બધું વજન થઈ જાય બિચારા દાદાને દિવસે-દિવસે, પણ હાર ના માને એમ!
"લોકો શું કહેશે?" એવો ભાવ પણ સાધનામાં સહાયક હોય છે ઘણી વખતે. આનાથી સાધનામાં લાગ્યા રહેવાની પ્રેરણા મળે. આટલા વખત તમે આ કરતા હતા ને એકદમ પછી બધું બંધ કરી દો, તો "લોકો શું કહેશે?" એમ કરીને છેવટે પેલો લાગેલો રહે, ધક્કો મારતાં-મારતાં પહોંચી જાય. અંદરથી થોડો કંટાળ્યો હોય, થાક્યો હોય, થોડો નિરાશ થઈ ગયો હોય—બહુ લાંબા ટાઈમથી આ કરવું, કંઈ દેખાતું નહીં પરિણામ—એમ પણ પછી લાગેલો રહે, લાગેલો રહે, લાગેલો રહે અને પછી એક દાડો ફટ દઈને બસ એનું પરિણામ આવી જાય.
ગાયત્રી ઉપાસના અને પ્રારબ્ધ મુક્તિ
એના માટે એક સરસ બહુ મોટી વાત હતી. આપણે ત્યાં એક બહુ સારા ગાયત્રી ઉપાસક, એમણે કરેલી વાત. તેઓ નગર બાજુ ક્યાંક રહેતા હતા અને ખૂબ ગાયત્રી મંત્રની તપશ્ચર્યા કર્યા કરે. પુરશ્ચરણ કરે. તો કોઈકે એમને, એમનો સાધક હતો એણે મને પૂછ્યું, "હું શું કરું?" તો કહે કે, "ભાઈ જો, આ ઉપાસના છે, આ સાધના છે, આવી-આવી રીતે કરવાની." પેલાએ પછી શરૂ કરી દીધું. ૧, ૨, ૩, ૪... ૧૧ ગાયત્રી પુરશ્ચરણ પૂર્ણ થઈ ગયા. ૧૧-૧૨ વર્ષ પણ થઈ ગયા. હવે થોડોક જરા ઢીલો પડ્યો હતો, થાક્યો હતો. ના એની આર્થિક પરિસ્થિતિ બદલાયેલી, ના એની જિંદગીની અંદર કોઈ ફેરફાર આવેલો, ને વર્ક પ્રેશર એવું ને એવું એ જમાનામાં હતું તો ખરું જ. એટલે મોડો પડે તો પેલા જરા એને એ કરે, ત્યાના સાહેબ વઢે એને પાછા. ૧૧ વર્ષ થઈ ગયા.
એક દિવસે આમ બેઠો-બેઠો વિચાર કરે, "૧૧ પુરશ્ચરણ થઈ ગયા, હવે આ ૧૨મું મારું ચાલે છે. આ વખત તો તું માતાજી કંઈક મેળ પાડે તો સારું, તું શક્તિ આપજે ને આ પૂરું કરાવજે, બાકી આપણું તો અહીં આવી રહ્યું લાગે છે." તો જો, આવા ટાઈમે કૃપા કેવી થાય! બહુ ટાઈમથી પેલા આવ્યા નથી, એમ કરીને પેલા જે ગાયત્રી ઉપાસક હતા તે પણ ઘેર ગયા. "કેમ બધું સારું ચાલે છે ને? બરાબર, બહુ સરસ." એમના આવવા માત્રથી પેલાને એટલો ઉમંગ-ઉત્સાહ થવા માંડ્યો કે પહેલાં જેમ જ જોશપૂર્વક એણે તો પાછું ફરી સાધના ચાલુ કરી દીધી. "ઘરે કોઈ દી આવ્યા નથી ને આ ગાયત્રી ઉપાસક આટલા મહાન, આટલા જાણીતા વિદ્વાન મારા ઘેર પધાર્યા છે, બહુ સરસ કહેવાય!" એટલે એનામાં ઓર જરા ભાવ આવી ગયો અને પછી ચાલુ રાખ્યું. તો ગાયત્રી ઉપાસના એણે ચાલુ ને ચાલુ રાખી.
એક રાત્રે સ્વપ્ન આવ્યું એને. સ્વપ્નામાં માતાજી એને પ્રગટ થયા અને પછી પૂછ્યું એણે. માતાજીએ તો આશીર્વાદ આપ્યા. પેલો આટલો બધો ખુશ થઈ ગયો, તો માતાજીને પૂછ્યું, "૧૧ પુરશ્ચરણ થયા ત્યાં સુધી તમે મારી સામે ના જોયું?" ત્યારે માતાજી એમ કહે છે, "તેં તો પેલું ચાલુ કર્યું ને તારો જન્મ થયો, તે પહેલાંથી હું તને જોતી આવી છું. મને ખબર જ હતી તું નાનો હતો ત્યારે કે આટલા વર્ષે તું આટલો થઈશ અને તું આ બધું કરીશ. પણ આ ૧૧-૧૧ પુરશ્ચરણ, આટલું તો મહાન પેલા ગાયત્રી ઉપાસક જે છે, તેમણેય નથી કર્યું એવું એ કહે છે, પોતે સ્વીકારે છે." માતાજી કહે છે, "એક કામ કર, તું આમ પાછળ જો." તો એણે સ્વપ્નામાં આમ પાછળ જોયું, તો ૧૧ મોટા ભડકા અને જ્વાળાઓ છે, એકદમ આમ ઉપર સુધી જતી. "આ શું?" તો કહે, "આગલા જન્મોની અંદર તે ૧૧ વખત બ્રહ્મહત્યા કરેલી હતી, પણ તારો કાળ બદલાયો અને તે આમના પાસેથી આ દીક્ષા લીધી, એનો સંજોગ થયો અને તે એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી.
અને એક્સેપ્ટ કર્યા પછી બરાબર લાગેલો રહ્યો, તો તારી સાધના ચાલતી હતી. એક પછી એક પુરશ્ચરણ પૂરા થતા હતા, હું રાજી થતી હતી કે હવે તું મુક્ત થઈ રહ્યો છે, તું મુક્ત થઈ રહ્યો છે. ૧૧ તારા બ્રહ્મહત્યાના પાપ પૂરા થઈ ગયા, તારું ૧૨મું ચાલ્યું અને જો, આજે હું સ્વપ્નમાં તને દર્શન આપીને તને આશીર્વાદ આપું છું, તારું કલ્યાણ થઈ ગયું છે, જા!"
એટલે આ વાત છે, સાધકને ઘણી વખતે સમજ પણ નથી પડતી હોતી કે પોતે કયા સ્ટેજમાં છે, કયા સ્તરમાં છે, શું થઈ રહ્યું છે એને. નો પ્રોબ્લેમ, બસ તું કર, કંઈક થશે. પેલા ગાયત્રી ઉપાસક નહીતર શું કરવા એના ઘરે જાય? પણ પ્રેરણા પેલાને એકદમ થઈ, "ઓહો, આ ભાઈ તો ૧૧-૧૧ પુરશ્ચરણ કરનાર છે, લાવ આજે તો મને જ જવા દે એમની પાસે, ઘણા ટાઈમથી દેખાયા નથી ને, હું એમને મળી આવું," કરીને ગયા. મોટા ઉપાસકને પાછો અહંકાર મોટો હોય, પણ તોય ગયા, જો! એ એમને પ્રેરણા કરનાર કોણ? એટલે આવી રીતના કરીને સાધકને ઉત્સાહ આપીને પણ, "લોકો શું કહેશે?" એવું કરીને પણ જો સાધનામાં લાગેલો રહે ને, તો એને ધીમે-ધીમે કરીને સરળતા થાય છે, સારું થાય છે.
ગીતાનો સંદેશ અને પરમાર્થ માર્ગ
સદગુરુદેવ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે, "ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ જાય, ટાઈમ આઉટ થઈ જાય બરાબર, અને બોડી છોડી દેવું પડે અને લક્ષ્ય સુધી પહોંચી ના શકાય, તો પણ તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ. ત્યાંથી પાછો આવીશ તો તને ફરી તક મળશે, દૈવી સંપદા હૃદયમાં સ્થિર થશે અને આ શરીરમાં રહેતાં- રહેતાં સંઘર્ષમાં સફળ થવાશે. તો સૌથી મહાન બ્રહ્મના મહિમાને તું માની શકીશ. જીતીશ તો સર્વસ્વ એટલે મહામહિત્વને પામીશ અને હારીશ તો દેવત્વ. તો તારા બંને હાથમાં લાડુ રહેશે કે લાભમાંય લાભ છે, પણ તારી હાનિમાંય લાભ છે, એ તને ખબર નથી પડતી પણ હું જોઉં છું. આ રીતે તું સુખ-દુઃખ, હાનિ-લાભ, જય-પરાજયને સમાન સમજીને યુદ્ધ માટે તૈયાર થા." બહુ સરસ એમણે દાખલો આપી દીધો.
સામાન્ય રીતે આ બધા કોમર્સવાળા, ચાર્ટરડ એકાઉન્ટન્ટ સાહેબોને શું કહેવાય આપણાથી કે, "હાનિ-લાભ સમાન છે," એમ કહીએ તો ઊભા થઈ જાય બે જણ કે, "આવું કેવી રીતે? નફો અને તોટો બે સમાન છે?" તો કે, "હા, એ પાના પર લખાય છે આમ અલગ એટલું પણ સમાન કેવી રીતે થયા કરે?" પણ એ વિદ્યા અમારી તે બેંકની અંદર છે, જેટલું નુકસાન થયું હોય ને એટલો લાભ અહીંયા આમ મૂકી દેવાનો એમાંથી કાઢીને, એટલે આમ બેલેન્સ કરી નાખે! અમને સમજણ જ ના પડે કે અમારો પગાર કેટલો વધ્યો-ઘટ્યો, સેટલમેન્ટ થઈ ગયું, અમને કંઈ ખબર ના પડે, અમારે એ બાજુ દ્રષ્ટિ જ ના હોય!
તો આવું બધું ચાલે, તો કહે છે કે સુખ-દુઃખ, હાનિ-લાભ, જય-પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થા. જે મુશ્કેલ પરિસ્થિતિ કે ગંભીરમાં ગંભીર રોગે તને હોસ્પિટલમાં ધકેલી દીધો હતો, જવા માટે મજબૂર કરી દીધો હતો, તે જ હોસ્પિટલની અંદર બાજુમાં રહેલા ખાટલાની અંદરની વ્યક્તિએ તમને બે શબ્દ કીધેલા હોય ફક્ત. મોટાભાગનો ટાઈમ ખાલી પડી રહ્યો હોય તમારી બાજુમાં, પણ એણે તમને એટલું બધું આપી દીધું હોય, તમારું કલ્યાણ થઈ ગયું હોય! તમને ખબર જ નથી કે આ તો ફલાણા સંત-મહાત્મા હતા અને એ તો માંદા નહોતા, તમને આપવા આવ્યા હતા! અને જ્યારે આખી વાતને તમે ઉપરથી જુઓ ને ખબર પડે ત્યારે કેવું રડવું આવે, બંધ જ ના થાય રડવું આવે! પછી, "મારી પર આટલી બધી કૃપા કરી પરમાત્માએ, મારા માટે આવા મહાન મોટા સંતને હોસ્પિટલમાં આવવું પડ્યું મારા નિમિત્તે!"
લોકોમાં ઘણું કરીને ભ્રાંતિ જ હોય છે કે જ્ઞાનમાર્ગમાં કર્મ એટલે કે યુદ્ધ નથી કરવું પડતું. જો, જ્ઞાનમાર્ગમાં પણ યુદ્ધ છે અને કર્મમાર્ગમાં પણ યુદ્ધ છે. યુદ્ધ તો કરવાનું જ છે અને સામે જ કરવાનું છે, કોની? વૃત્તિઓની સામે યુદ્ધ કરવાનું છે. તેઓ કહે છે કે, "જ્ઞાનમાર્ગમાં કર્મ નથી, હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, અહં બ્રહ્માસ્મિ, ગુણ ગુણમાં જ વર્તે છે," એવું બધું માનીને હાથ જોડીને બધા બેસી રહે કે "હું તો બ્રહ્મ છું." એમ યોગેશ્વર શ્રીકૃષ્ણના અનુસાર આ જ્ઞાનયોગ નથી. જ્ઞાનયોગમાં પણ તે જ કર્મો કરવાના હોય છે જે નિષ્કામ કર્મયોગમાં કરવામાં આવે છે, ફક્ત બંનેમાં બુદ્ધિનો, દ્રષ્ટિકોણનો તફાવત છે. પરંતુ કરવું તો બંને માર્ગમાં છે અને તે કર્મ પણ એક જ છે, અને બંને માર્ગોમાં એ એક જ કર્મ કરવામાં આવે છે, માત્ર કર્મ કરવાના બે દ્રષ્ટિકોણ જુદા છે.
હવે કર્મ શું છે એ કહેતાં પહેલાં તેની વિશેષતાઓ પહેલાં બતાવે છે કે, "આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ થતો નથી, સીમિત ફલરૂપી દોષ નથી." માટે આ નિષ્કામ કર્મનું, આ કર્મથી સંપાદિત ધર્મનું—નિષ્કામ કર્મ કરતાં-કરતાં જે સંપાદન કરેલો હોય એવા ધર્મનું—થોડુંક પણ સાધન જન્મ-મૃત્યુરૂપી મહાન ભયથી ઉગારી લે.
અનુભવ વાણી અને સાક્ષાત્કાર નો પ્રતાપ
૭૯ (૧૧૭૯)માં જ્ઞાનવિધિ થઈ ડિસેમ્બરમાં, થોડાક જ દાડામાં બસ હું પડ્યો, હોસ્પિટલાઈઝ થયો. એટલી આમ એમાંથી પસાર થયો છું હું કે તે હોસ્પિટલમાં પડ્યા-પડ્યા વિચારો આવે, "આ જ્ઞાન લીધું ને આવું થયું?" ત્યારે બહુ વિચારો આવ્યા. એક ટાઈમ એવો થઈ ગયો હતો કે આમ બસ ગમે તે રીતે હવે આ છૂટી જાય તો સારું, એટલો બધો ત્રાસ, એટલો બધો દુખાવો માથામાં આમ-તેમ! પછી એમ થાય કે આજે જે આટલા વર્ષે ૨૦૨૬ જોયું મેં, તો ફ્રોમ ૧૯૭૯ જે વખતે હોસ્પિટલમાં હતો, તો ડોક્ટરનું મોઢું મને જોવા જેવું થઈ જાય બિચારાને, એને બોલવાનું મન ના થાય. એટલો આમ શોકમાં આવી ગયેલો હોય જોઈને મને, કે આપણને કંઈ એને પૂછવાનું મન ના થાય કે, "થયું છે શું અને મને શું શું થયું છે?" એ કોઈને ખબર નહોતી પડતી. તને તો તું નસીબદાર છે, તારા બ્રેનમાં ક્લોટ થયો ને આટલો પકડાયો ને તારો ઉપાય થયો ને ઈલાજ થયો!
આટલા વર્ષો પહેલાં મને થયું અને કોઈને ખબર જ નહોતી પડતી એ વખતે કે મને થયું છે શું. અડધા કહે 'હિસ્ટરિયા' છે, અડધા કહે 'વાઈ' છે, પેલું કહે 'લકવો' થવાનો છે, એની તૈયારી છે, કંઈ જાત-જાતનો ભાત-ભાતનો! કેટલા દિવસે શું થશે કોઈને કંઈ ખબર નથી.
અને પછી સિલસિલો શરૂ થયો બાધા-આખડી, ભુવા-ભગત, આમ-તેમ બધી જાત-જાતનું. દરેક બચાવવાનો પ્રયત્ન તો કરે પણ અંદરથી બધા જ હારી ગયેલા એક સ્ટેજે, મેં જોયેલું, અનુભવેલું. આજે મેં ૨૦૨૬ જોયું, મને એમ થાય કે બોલો, આ જ્ઞાનનો પ્રતાપ અને આમાંથી આમ કેવો પાછો અકબંધ બહાર નીકળી શક્યો સારી રીતે! ૩૬ વર્ષની અદભુત નોકરી પૂરી કરી, અને આ આખી બેંકમાં તો કોઈને ખબરય નથી કે મને શું થયું હતું, બે-ચાર જણા જે જાણકાર હોય એના સિવાય. બાકી કોઈ નહીં, આ જ્ઞાનનો પ્રતાપ, જ્ઞાની પુરુષને વંદન કરવાનો પ્રતાપ! એટલે કૃપા તો ક્યારે થાય અને કેવી રીતે તમારી અંદર વર્ક કરતી હશે, એ ખબરય નહીં પડે તમને.
એટલે બુદ્ધિ છે ને, એ તો બહુ સીમિત છે, એની મર્યાદા છે, એનાથી આગળ તો એ કશું વિચારી-જોઈ શકતી જ નથી. એટલે એને તો અતિશય મહત્વ આપવા જેવું છે જ નહીં, કારણ કે નહીતર એ છેવટે અહંકારની જ પુષ્ટિ કર્યા કરશે. જે દાડે તમારી બુદ્ધિ આત્માની પુષ્ટિ કરવા માંડે, પરમાત્માની પુષ્ટિ કરવા માંડે, બસ તે દિવસે તમે બોલજો કે, "ધન્ય છું હું, ધન્ય છું, ધન્ય!"
એટલે કર્મ શું છે તે કહેતાં પહેલાં તેની વિશેષતાઓ બતાવી દીધી. હવે સંપાદિત ધર્મનું થોડુંક સાધન જન્મ-મૃત્યુરૂપી મહાન ભયથી ઉગારી લે છે તમને. ખબર નથી કે તમે જે કંઈ ધર્મનું આચરણ કરતા હતા—પોતાનો ધર્મ સમજીને, સ્વધર્મ સમજીને—તેણે તમને કેટલી વસ્તુઓમાંથી, ક્યાં-ક્યાંથી બચાવી લીધા છે! જો કોઈ મહાપુરુષ તમને દ્રષ્ટિ આપીને, સંજયને જેમ આપી હતી વેદવ્યાસે એવી રીતે, તમને જો એ બતાવે ને, તો હબકી જશો! અને આ પૃથ્વી પર એવો કોઈ નથી કે જેની પર કૃપા ના હોય આવી. એવા બધા સંતો-મહાપુરુષો 'નિત્યં ધ્યાયંતિ યોગિનો' સતત બધા બેઠા છે, એના આશીર્વાદરૂપ વર્ષા, એ શક્તિ ચાલે છે, આ બધું ચાલે છે. એને કોઈ જોતું નથી, એને કોઈ જાણતું નથી અને છાપું વાંચીને લોકો ભડક્યા કરે છે કે, "યુદ્ધ થયું છે," એને સત્ય માની લે છે, "આમ થઈ જશે ને આમ થઈ જશે," એને સત્ય માની લે છે લોકો.
બોલ્યા કરતા હોય બધું જાત-જાતનું. હવે પેલા ચેનલવાળા તો એવી રીતના જોર-જોરથી બોલતા હોય કે હમણાં બાજુમાં જ કંઈક થાય! એટલે પાંચ મિનિટ તમે જો એને સાંભળી બેઠા—ક્ષમા કરજો, એમની પણ એક પદ્ધતિ છે જીવનની, એમની તો રોજીરોટી એની પર—તો આ નિષ્કામ કર્મનું, આ... કર્મથી જે સાધન પ્રાપ્ત થયું હતું અને એનો તમે ઉપયોગ કર્યો, એનાથી મહાન ભયથી તમે ઓલરેડી બચી ચૂકેલા છો. તમે આ ધર્મને સમજો અને એના પર બે ડગલાં ચાલીને તો જુઓ. ઓલરેડી તમે ચાલ્યા છો ને ફાયદો થયો છે, પણ તમને હજુ ખબર નથી માટે આ કહેવું પડે છે.
પ્રકૃતિનું આવરણ અને સત્ય સંકલ્પ
તો અર્જુન, બીજનો નાશ થતો નથી. પ્રકૃતિમાં કંઈ જ ક્ષમતા નથી. પ્રકૃતિમાં સત્યને નિર્મૂળ કરી દઈ શકે એવું કોઈ શસ્ત્ર બન્યું નથી. સત્ય શું છે? બ્રહ્મ. બ્રહ્મ સત્ય છે, હું બ્રહ્મ છું, અને પ્રકૃતિ એ નિર્બળ છે. પ્રકૃતિને બળ કોણ પૂરું પાડે છે? પ્રકૃતિને બળવાન કોણ કરે છે? તું જ કરે છે, તેં જ પાવર પૂર્યો છે પ્રકૃતિમાં. બધું મિકેનિકલ, નિશ્ચેતન, ચેતન એ જ છે જેના આધારે આપ્યો આધાર. તે પાવર શેનાથી પૂર્યો? તારી બિલીફથી, તારા ભાવથી તેં પૂર્યો છે. તારી ભાવસત્તાનો તેં દુરુપયોગ કર્યો છે, એમાં આ બધું ચાર્જ થઈ ગયું, રાક્ષસ ખડા થઈ ગયા છે, ડાયનોસોર બધા ફરે છે રોડ ઉપર, એવી હાલત થઈ ગઈ છે ભલા માણસ! ભલા માણસ જેવા દેખાતા હોય પણ સામે હમ-હમ કરતો આવતો હોય હેલ્મેટ લઈને, અને આપણને સમજણ ના પડે કે આમથી જવું કે આમથી જવું, તે વખતે કેવો એવો લાગે આપણને!
એટલે બધા છૂટા મેલેલા છે અહીં આવી રીતના અત્યારે રોડ ઉપર જ, એટલે જસ્ટ બીવેર!
પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે, મતબલ અંતરાય ઊભો કરે છે, મતબલ હર્ડલ રેસ ક્રિએટ કરે છે, પ્રકૃતિ વિલંબ કરે છે. તમે શરૂઆત કરી છે સાધનાની, એક વખતે બીજ વવાઈ ગયું છે, તમે નક્કી કરી નાખ્યું છે. વચ્ચે પાછું પરમાત્મામાં જવું છે, નથી જવું, જવું છે, નથી જવું—આવા પણ બધા ડિસિઝનો ફેરફાર થયા કરશે. તમે જુદા આડા-અવળા રસ્તે વળી ગયા હશો, ગમે તે થશે, કેટલાય જનમ પછી પાછા ગોળ ફેરવીને તમને આ રસ્તે લાવીને અત્યારે મૂકી દીધા છે કે, "ના, હવે તો જવું જ છે." એ ડિસિઝન પર તમે આવી ગયા અને સ્થિર થઈ ગયા છો, બોલો કેટલા બધા સદભાગી છીએ આપણે કે હવે તો પહોંચી જ જઈશું! આપણને આમ અંદરથી એ થઈ ગયો ભરોસો થઈ ગયો, ખાતરી થઈ ગઈ. હવે આપણને કોઈએ બસ ખાલી પ્રકૃતિને, આખી એ પ્રકૃતિને ઓળંગવાની છે. હવે પ્રકૃતિને, પ્રકૃતિના ગુણો, ગુણધર્મો એને આપનાર બળ પ્રકૃતિ અબળા શું છે?
આટલી બધી બળવાન પ્રકૃતિ દેખાય તમને, કોઈ સુનામી આવે તો એ કેટલું ચડ્યું હોય છે બધું પાણી, તો કે, "ના, તું એ ના જોઈશ, પ્રકૃતિ અબળા છે, તારો પાવર એનાથી વધારે છે." ભરોસો નથી પડતો ને? કોઈકને આપણે એમ કીધું કે તારી શક્તિ એના કરતાં વધારે છે, કે એ તો પ્રકૃતિનો ફોર્સ છે, પણ તારો ફોર્સ જે છે ને અંદર, એનાથી આ પ્રકૃતિ બધી ઊભી થઈ. કોઈક સદગુરુ સંજ્ઞા રૂપે પેલા શિષ્યને સમજાવી દે છે અને નિરાંત થઈ જાય, કાયમી શાંતિ, ભય જતો રહ્યો, નિર્ભર થઈ ગયો. સદગુરુદેવે એને અભયદાન આપી દીધું કે, "તું અભય છે, નિર્ભય છે, ખાતરી રાખ, તું પરમાત્મા છે, તું અમર છે. આ સમુદ્ર ગમે તેટલો ઊંચો ચડે, તારું કશું કરી શકે એમ નથી, પાણી તને ડૂબાડી શકે એવું છે જ નહીં, તું તો આત્મા છે માણસ ક્યાં છે? તારી આ બિલીફમાંથી બહાર નીકળ કે તું માણસ છે." હા, તો માણસ દેહમાં છે, માનવ દેહની અંદર તું અંદર બેઠો છે અત્યારે, તેં તારા કર્મે કરીને બેઠો છે.
પણ અહીં તો તારો એમ કે એ છે, તારે ચતુર્ગતિમાં કઈ બાજુ જવું છે તે તું જ નક્કી કરી શકવાનો છે અત્યારે. અને તું કહે કે, "મારે કોઈ ગતિમાં નથી જવાનું," તો પૂરું થઈ ગયું કામ! કેમ કે તેં પોતાની ગતિ જ બંધ કરી દીધી, હવે કોઈ દિશામાં તારે જવાનું રહેતું નથી તેં જ નક્કી કરી નાખ્યું અને પછી તું નહીં જઈ શકે.
એક ટાઈમ પછી તો નક્કી થઈ ગયું છે ને, હવે તમે ચાહો તોય નહીં પડી શકો, શક્ય જ નથી, કારણ કે આત્મસ્વરૂપનો સ્વાદ એક વખત ચાખ્યા પછીથી કોઈ એમ કહે કે, "મારે જરા થોડી હજી વાર છે," તો કે, "ના, હવે તો જવું જ પડશે, વધુમાં વધુ આડાઈ કરશો બે-ત્રણ ભવ વધારે, પણ જવું તો પડશે જ." કે આવું દાદાએ કહ્યું, આત્માને જેણે જાણ્યો એ લાંબો સમય મનુષ્ય કે કોઈપણ દેહની અંદર રહેતો નથી, રહી શકતો નથી. સામર્થ્ય કેટલું આત્માનું? અનંત, વિશાળ! તો પેલો દેડકો હોય ને, આમ કરીને આમ ફુલાવે તો કેટલો, કેટલો થાય, કેટલો થાય? પેટ ફુલાવે, એક ટાઈમથી પછી વધારે હવે એની અંદર તો પાવર આવી ગયો, ફૂટી જાય આ બોડી, તોય એ તો રહી જ જાય ને! એની પાસે કેટલી અનંત શક્તિ હોય, એનું એને ભાન થઈ ગયું હોય, અને એક ટાઈમ પછી તમને પોતાને થશે આ બોડી છે ને એ લિમટેશન છે તમારું.
તમને એ અનુભવ આપશે એક દિવસ, તે દાડે તમે મને યાદ કરજો, સ્વેચ્છાએ એનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ જશે—સુસાઈડ જ નહીં, સ્વેચ્છાએ—બસ હવે ના હોય તો આપણને કંઈ વાંધો નથી એમ, એવી વાત છે. આ હોય કે ના હોય, હવે કંઈ આપણને ફરક પડતો નથી. બસ આવું અંદર એક આખું ઊભું થયું હશે, જેમ બસ બધું પતી ગયું—ભોગવવાનું ભોગવી લીધું, જાણવાનું જાણી લીધું, બધું જે કંઈ કરવું હતું એ બધું આમ 'ટુ-ડુ લિસ્ટ' મારું આવું કે પતી ગયું, ફાડીને ફેંકી દીધું. છેલ્લી આઈટમમાં એક જ લખેલી છે, પરમાત્માની પ્રાપ્તિ, તે અત્યારે થઈ રહી છે, બસ પતી ગયું કેવા! હવે કંઈ કરવાનું નથી.
એટલે કહે છે કે બીજનો નાશ થતો નથી અને પ્રકૃતિમાં તો કોઈ ક્ષમતા નથી, વળી સત્યને નિર્મૂળ કરી શકે એવું કોઈ શસ્ત્ર નથી. માટે પ્રકૃતિ પણ ફક્ત આવરણ નાખી શકે અને તે પણ તારી શક્તિથી એ આવરણ નાખે છે પાછી, તારી શક્તિનો દુરુપયોગ કરીને, એટલે વિલંબ કરાવે છે તને, પરંતુ સાધનાના આરંભને મિટાવી શકતી નથી. આગળ કહે છે કે, "સૌ પાપીઓમાં પણ સૌથી મોટો પાપી તું કેમ ના હોય, સૌ પાપીઓમાં સૌથી મોટામાં મોટો પાપી, તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા તું નિઃશંક થઈને પાર ઉતરી શકે છે." પાર એટલે સંસારની પાર, પ્રકૃતિને આખી ઓળંગવાની છે, જે હમણાં વાત કરી હતી. તમારે આખેઆખી પ્રકૃતિને ઓળંગવી જ પડશે એટલે પાર જવાશે.
તમે ભલે આ સાધના છોડી દો, પરંતુ આ સાધના તમારો ઉદ્ધાર કરીને જ જંપશે. દાખલા તરીકે કોઈ સાધના નામની સ્ત્રી હોય, સતી હોય અને કોઈકને પરણેલી હોય, ત્યારે એણે નક્કી કર્યું હોય કે બસ, "આ પતિ એ જ મારો પરમેશ્વર," ત્યારે એ સતી કહેવાય. ત્યારે એ સતી કહેવાય, કારણ કે સત્ એનામાં વસે છે ત્યારે એટલા માટે. હવે એણે નક્કી કરી નાખ્યું કે, "આ ગમે તેવો હોય, પણ આ જ મારો પરમેશ્વર," અને સતત એની સેવામાં, સેવામાં. આવી કેટલી સન્નારીઓ આ ભારત દેશની અંદર, કેટલી સન્નારીઓ! અને એવું નથી કે તે કાળમાં હતી ને અત્યારે નથી, તમારી જાણમાં છે ઘણી એવી સન્નારીઓ કે આમ હરફ સુદ્ધા ના બોલે, ઢોર માર ખાય રોજ, કેટલી અપાર કષ્ટ-વેદનાઓ વેઠે, ગમે તે કરે પણ પતિ માટે ક્યારેય એક શબ્દ ના બોલે, ક્યારેય ખરાબ ના બોલે અને દરેક સ્થળે બચાવી લે. આવી કેટલી સ્ત્રીઓ કેટલાકના સંપર્કમાં અમારે તો સદભાગ્ય છે કે આવવાનું થયેલું છે, તો અમે તો આજે જાણીએ આવી માતાઓ ધન્ય છે.
એટલે કહે છે કે એ સાધના પણ તમારો ઉદ્ધાર કરીને જ જંપશે, એ સતી સાધના છે એટલે તમારો ઉદ્ધાર કરશે, તમને પહોંચાડીને દેશે, છોડશે જ નહીં. તમે એક વખત તો શરૂઆત કરી હતી ને, એ જ તમને પહોંચાડી દેશે, તમે ચિંતા ના કરશો.
આત્મિક સંપત્તિ અને સંસાર વ્યવહાર
આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ-મૃત્યુના મહાન ભયમાંથી ઉગારી લે છે. કર્મનું આ બીજારોપણ અનેક જન્મો પછી પણ જ્યાં પરમધામ છે, પરમ ગતિ છે, ત્યાં લઈ જશે. પરમ ગતિમાં કોઈ ગતિ રહેતી નથી, પછી છેલ્લે બસ ત્યાં આગળ ગયું, પૂરું થઈ ગયું. આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા પણ એક જ છે અને પરિણામ પણ એક જ છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વમાં ધીમે-ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય, આત્મિક સંપત્તિ કમાતા જવાનું. ધીમે-ધીમે આ પ્રકૃતિનો વ્યવહાર જે કરો છો, તેમાં જ તમે આ કમાણી સમજી શકો છો, રોજ થોડું-થોડું કમાઓ એમ કહે છે આ. પણ કંઈ આત્મિક સંપત્તિ ૧૨ મહિને બેલેન્સશીટ ભલે ને કંઈ બહુ ઝાઝું ના બતાવતી હોય આપણને આર્થિક રીતે કે ભાઈ, "આ વખત બહુ નફો કહી શકાય એવી हालत નથી થઈ આપણી," પણ મારા ભાઈ ચાલ્યા કરે, જેમ તેમ ચાલ્યા કરે, ચાલ્યા કરે તો ૪૦ વર્ષ નીકળી ગયા હોય, પછી ૪૧મા વર્ષે એકદમ સામે બેલેન્સ દેખાવા માંડે આપણને!
"આ આવ્યું ક્યાંથી?" આમ ખબર જ ના પડે કે આનો હિસાબ ક્યાંથી કરવો!
એટલે કે ભાઈ જો, આ જે છે ને એ ક્યારે ફોરવર્ડ થયું છે? આગળથી આવ્યું છે તારું. ત્યાં અત્યાર સુધી બ્લોક કરી રાખેલી હતી ને તારી પુણ્ય, એ બસ અત્યારે આ છૂટી થઈ છે કે! અને પછી તો કે જીવતો હોય ત્યાં સુધી કોઈ દાડો રૂપિયો યાદ કરવો ના પડે, એટલો રૂપિયો હોય એની પાસે. જોવું ના પડે કે રૂપિયો એનું શું થયું, એનો બસ એ એનો વહીવટ કરવા માટે રૂપિયાનો એણે માણસો રાખવા પડે એટલો રૂપિયો આવતો હોય અને તોય એને ખબર ના હોય કે એની પાસે કેટલા રૂપિયા, કેમ પેલી પેઢી પાકી જબરજસ્ત, ક્યારની ફોરવર્ડ થઈ ગયેલી! એટલે આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વમાંથી જ તમે પ્રાપ્ત કરી શકશો. એટલે કોઈ એમ કરે કે, "હું કંઈ ના કરું ને પૈસાદાર થઈ જાઉં," એના જેવી વાત છે, ના એ શક્ય નથી. પ્રકૃતિના દ્વંદ્વમાં તો તમારે ઉતરવું પડશે, વ્યવસાય તો તમારે કરવો જ પડશે હા, અને ત્યાં તમે માત્ર રૂપિયા નથી કમાવાના, ધન-સંપત્તિ નહીં, આત્મિક સંપત્તિ કમાઓ.
લક્ષ્ય તમારો શું છે? આ પ્રાપ્ત કરવાનો, નહીં કે રૂપિયા. ત્યારે તમે આ જે છે ને એ પ્રાપ્ત કર્યું હશે, પેલું એની મેળે આવીને ઊભું રહેશે. એના માટે કોઈ દાડો ક્યાંય જવાની, કશું દોડવાની, એક દિવસ પણ ચિંતા કરવાની, એક-એક ક્ષણ માટે પણ વિચાર કરવાની કે શંકા કરવાની જરૂરત કોઈને પણ નથી.
આ સંસારમાં મનુષ્ય સિવાય બાકીના બધા જીવજંતુ, દરેકનું ભરણપોષણ થયા જ કરે છે ને! એમની પાસે રેશનકાર્ડ નથી, આધારકાર્ડ નથી, કશું નથી. અને આપણે અહીંયા બધું હોવા છતાંય હાય-વોય, હાય-વોય! પીછે પડ ગયા ઇનકમ ટેક્સ! તો મુશ્કેલી તો આવશે એમ કીધેલું છે, કારણ કે પ્રકૃતિની અંદર તમે તો એની સાથેના દ્વંદ્વમાંથી, તે દ્વંદ્વ યુદ્ધ તો કરવાનું જ છે પ્રકૃતિ સાથે, તમારી જ પ્રકૃતિ સાથે, જો બીજાની નહીં યુદ્ધ કરવાનું કીધું. ત્યાં જે આસુરી સંપત્તિ ઊભી થઈ રહી છે, તેને નકારવાની છે, કેટલું ક્ષત્રિયત્વ પેદા કરવાનું છે કે, "આ ક્રોધ, તો કે મારો નહીં. આવો કામવાસનાનો વિચાર, તો કે મારો નહીં." એવી રીતના દર વખત એને ધરમૂળમાંથી કાપવાનું, તો આવું સતત યુદ્ધ કરતા રહેવાનું. આખા દિવસમાં કેટલા વિચારો આવે, દરેક સમયે એટલે અવિરતપણે યુદ્ધ ચાલે છે તમારું, કોઈ યુદ્ધવિરામ નથી.
અંતિમ લક્ષ્ય પર પહોંચો નહીં ત્યાં સુધી અટકવું જ નહીં, ડિસાઈડેડ છે હવે.
એટલે પછી આ વ્યવસાય એટલે કે નિશ્ચયાત્મક ક્રિયા કઈ છે? તો કે એક જ છે—બ્રહ્મને ગ્રહણ કરો, સંસારને બહાર કાઢો, મુક્ત કરો તમે. સંસારને મુક્ત કરતા જાઓ, સંસાર તમને મુક્ત કરી દેશે. બ્રહ્મને ગ્રહણ કરો, સંસારને મુક્ત કરો, બસ એની પર એક જ ધ્યાન એક છે, એક નિશ્ચયાત્મક ક્રિયા છે આ. એટલે એને જ્ઞાનક્રિયા કીધું અને બસ એમાં આ લાગેલા-લાગેલા રહેવાથી આત્મિક સંપત્તિ વધશે.
અવિવેકીઓની વાણી અને સાચો ભક્ત
એટલે કેટલાક લોકો ઘણીવાર ક્રિયાઓ બતાવે છે, પણ તેનું શું? શું તેઓ ભજન નથી કરતા? કૃષ્ણ કહે છે કે, "હા, તેઓ ભજન નથી કરતા." કેટલાક માણસો કરતા દેખાય આપણને બધી જાત-જાતની ક્રિયા, કેમ? તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, "ના, એ લોકો ભજન નથી કરતા." શું કરે? તો કે ભજન કરવાનો દેખાવ કરે, ઢોંગ. કેમ? તો કે તે પુરુષોની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય, એટલે અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે, છોડતી જ નથી—આમ થશે તો આવું કરીશ, પછી આવું થશે તો આવું કરીશ, પછી જો એમાં આમ થશે તો આમ ને આમ થશે તો આમ કરીશ, પછી આમ થશે તો આમ કરીશ અને આમ નહીં થાય તો પછી આવું કરી નાખીશ—એવા ફાંટા વધતા જ જાય, વધતા જ જાય. એટલે એ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે.
આજે, આજે આપણા આ દોડધામ અત્યારે ૨૦૨૬માં લોકોની જોઈ રહ્યા, તો અમને યાદ છે કે અમારો ૬૦-૬૫નો દાયકો હતો, ૭૦ સુધી આટલી બધી દોડધામો અમને કંઈ દેખાતી નહોતી. તે વખતે શાંત હતું બધું પ્રમાણમાં, લોકો પાસે આટલી બધી સમૃદ્ધિ પણ નહોતી. તે આપણું નાહવાનું પ્લાસ્ટિકનું ટબ મને લાગે છે કે ૭૫-૭૬ પછી આવ્યું હશે. લોકો દરેકના ઘરમાં એલ્યુમિનિયમના ના પેલા પિત્તળના લોટા હતા બાથરૂમમાં નાહવાના અને પેલી લોખંડની ડોલ જ હોય. કોકના જ ઘરમાં એલ્યુમિનિયમની ડોલ આવી હોય, તે બધી ૭૦-૭૫ થી ૮૦ના વચ્ચે આવ્યું હોય એલ્યુમિનિયમ, ત્યાં સુધી કોઈને ખબરય નહોતી એલ્યુમિનિયમ શું, બહુ ઓછું વપરાતું હતું તે વખતે. એનિમલ વેર હતા બધા, પણ એ ડોક્ટરો વાપરતા હતા તે વખતે પેલા સફેદની ઉપર બ્લુ કલરની એ રાખે છે ને એ. તો ત્યારે નહોતું, શાંતિ હતી લોકોને ચહેરા પર, અંદર ભોળપણ ઘણા હતા લોકોના, કળાઈ જતાં ઝટ દઈને.
સો આમ ઉપર-ઉપલકિયા જુઓ તો લાગે કે ભાઈ બહુ સરળ છે, સીધા છે, સિમ્પલ છે, સારા છે, પણ અંદર કાંઈ નહીં. આજે પરિસ્થિતિ સાવ ઉલટી થઈ ગઈ, માણસ કેવો? તો કે એકદમ ભરભડીયો દેખાય, ગમે તેમ બોલી નાખે, ગમે તેમ કરી નાખે, કશું પણ કરી નાખે પણ હવે અંદર કંઈ નથી, પેટમાં પાપ નથી, એને કાલની પડી નથી, એને તમારું કંઈ કરી નાખવું નથી, કશું નથી, કપટ નથી, કંઈ નથી. તો ૨૬ (૨૦૨૬)નો છોકરો આવો છે ૭૬ (૧૯૭૬)ના છોકરાની સરખામણીમાં! બેમાં કેટલો બધો ફેર પડી ગયો છે, જે અંદર હતું એ બહાર આવી ગયું છે ને જે બહાર હતું એ અંદર જતું રહ્યું છે. ફેરફાર, ફેરફાર પ્રકૃતિમાં પરિવર્તન થઈ ગયું છે સંપૂર્ણપણે. એ પણ કુદરતના નિયમો અને આથી દેશકાળ પ્રમાણે જે જરૂરિયાત હોય, તેવા લોકો આવી રહ્યા. અત્યારનાને શીખવાડવું જ ના પડે મોબાઈલ! આ બધા પાછા મોટા થશે ત્યારે ના સાધનો ને એ બધું કેવું હશે?
આ ફણગા ફૂટ્યા જ કરે છે જુઓ, એવી બુદ્ધિ છે. રોજ કંઈક નવું શું કે 'એઆઈ અપડેટ' આવ્યા જ કરતી હોય!
એટલે કીધું શ્રીકૃષ્ણએ કે આ લોકો ભજન નથી કરતા, એ લોકોની બુદ્ધિ અનંત શાખાઓવાળી છે. બેસીને બસ આમ એ લોકો પોતાની બુદ્ધિથી જ એનો વિસ્તાર સંસારનો કર્યા જ કરે છે, અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે, એટલે અંત આવે જ નહીં ને! અનંત ક્રિયાઓ થઈ ગઈ એટલે સમજાયું કંઈ? સતત 'પુનરપી જનનમ્'. આવા અવિવેકીઓની વાણી કોણ સાંભળે છે? ભોગ અને ઐશ્વર્યમાં આસક્તવાળા જ સાંભળે છે, બોલનારા પણ એવા છે બધા. અધિકારી સાંભળતો નથી. અધિકારી જે હોય ને, એ તો આ જેવું જુએ ને એટલે તરત એને બેસી જાય, કંઈ બેસવા જેવું, આ સાંભળવા જેવું એને તરત ખબર પડી જાય—એક વાક્ય, બે શબ્દ, બસ આમ એક દ્રષ્ટિપાત! અધિકારી જે છે તેની વાત, કોનો? પરમાત્માનો અને મોક્ષનો જે અધિકારી છે, તેને તો આટલી બધી સૂક્ષ્મ બુદ્ધિ હોય, એકદમ આમ વિચક્ષણ અને ગ્રાહી હોય, એટલે અધિકારી આમને સાંભળતો નથી.
આવા પુરુષોમાં સમ અને આદિત્વમાં પ્રવેશ અપાવનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ હોતી નથી, બધા બધા ઉપલકિયા હોય અત્યારે તો. એ લોકો નિશ્ચયપૂર્વક કશું તમને કહી શકે નહીં બ્રહ્મ વિશે. જરા બે સવાલ જરા વધારે આમ એને કરો ને, તો થોડીવારમાં તો એ તપી ગયો હોય, પછી એને અડો ત્યારે ખબર પડે! એટલે ધ્યાન રાખવાનું થાય, આવા કોઈકના સંપર્કમાં જો આવવાનું થાય—હેન્ડલ વિથ કેર, નીકળી જાઓ બહાર!
વેદ અને ત્રિગુણાતીત સ્થિતિ
પ્રશ્ન થાય છે કે વેદોના વચનોમાં જેઓ અનુરક્ત છે, શું તેઓ પણ એવી ભૂલ કરે છે? આ વિશે શ્રીકૃષ્ણ કહે છે કે, "અર્જુન, વેદ પણ ત્રણ ગુણો સુધી જ પ્રકાશ આપે છે." વેદની અંદર પણ જે ચાર વેદ છે, એમાં પણ ત્રણ ગુણો સુધીની જ વાત કરી છે—સત્વ, રજસ અને તમસ. એમાં તમસને કેવી રીતે ધોવો રજસથી, રજસને કેવી રીતે ધોવો સત્વથી, અને સત્વને કેવી રીતે ધોવો? તો ઘસી-ઘસીને સત્વથી, બસ આટલી વાત! એટલે વેદ પહેલાં, વેદ વિશે કહી દીધું પરમાત્મા સ્વયં બોલે. હવે કહે છે કે જો આવું બોલે એના માટે શું? તો કે સંસારનો મળ અને મેલ કાઢવા માટેની વાત એની અંદર લખેલી, પણ એ ત્યાં સુધીની જ છે, તો વેદની અંદર પરમાત્મા નથી. પરમાત્મા વિશે ઘણું બધું વર્ણન તમને મળશે, પણ 'હાઉ ટુ' એની અંદર નથી. એટલા માટે એથી આગળની સ્થિતિને તેઓ પણ જાણતા નથી. કોણ નથી? પરમાત્મા જાણતા...
કે નથી આવા લોકો જાણતા જે અત્યારે પરમાત્મા વિશેની વાત કરતા, કે નથી એ બાબત વેદોની અંદર, એટલે પછી તો કે ત્યાં જ અટક્યું છે બધું. એવી સ્થિતિ, આગળની સ્થિતિને એ લોકો જાણતા જ નથી.
એટલા માટે, "અર્જુન, તું આ ત્રણેય ગુણોથી ઉપર ઊઠ. સત્વ ઉપર પણ બહુ આધાર તું ના રાખીશ, એ તને આમ કરી દેશે, તેમ કરી દેશે, બચાવી લેશે—ના, તું સત્વમાં પડીશ તો પાછો સ્વર્ગમાં જઈશ અને પછી ૧૦-૧૨ લાખ વર્ષે, ૨૫ લાખ વર્ષે પાછો આવીશ, એ ભૂલ તું ના કરતો અર્જુન." ના પાડે છે, "ઉપર ઊઠ, પણ ગુણથી ઉપર ઊઠ." ઉપર ઊઠ એટલે કે સ્વર્ગમાં ઉપર ઊઠ એવી વાત નથી કરી એમાં, પ્રકૃતિથી ઉપર ઊઠ, આખેઆખી પ્રકૃતિથી ઓળંગીને તું પસાર કર. તું અંદર અત્યારે આમ ખદબદ-ખદબદ કરીને પસાર થઈ રહ્યો છે, એટલે તને તકલીફ પડી ગઈ. ગુણોથી ઉપર ઊઠ અને પછી પ્રકૃતિને ઓળંગી જાય એમ કીધું, આખેઆખી પ્રકૃતિને. સમજાયું કંઈ, શું બોલ્યો? ગુણોથી ઉપર ઊઠ, આ ત્રણે-ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયા કે આ ત્રણ ગુણો મારા નથી, ઉપર ઊઠી ગયો હવે તું બરાબર. હવે તું અવકાશની અંદર જ યાત્રા કરીને આખી પ્રકૃતિને ઓળંગી જા.
તારી કે જેટલો પણ તને પ્રકૃતિનો ભાગ દેખાય છે ને—પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, બંને સર્વથા સાવ જુદા જ છે—આ જાણીને તું બસ પાર ઉતરી જા. વચન છે ને નિશ્ચયબળ છે એની અંદર, પાવર છે, બસ આમ થઈ જ જશે, બસ આગળ તો વધ!
કે અર્જુન, એટલે કહે છે કે તું જે છે ને તે આવી રીતે સુખ અને દુઃખના દ્વંદ્વથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં સ્થિત અને યોગક્ષેમને પણ ન ઈચ્છતો આત્મપરાયણ બન. શું કહે છે? "તું તારું યોગક્ષેમ પણ ન ઈચ્છ, કશામાં ના પડીશ, કોઈ ઈચ્છા જ નથી કરવાની." એવી રીતે તું બહાર નીકળી જા, આત્મપરાયણ બન, બસ એક જ વાત કરી. આ રીતે ઉપર ઊઠ, પાછો રસ્તો બતાવી દીધો—કેવી રીતે? ત્રણેય ગુણો વડે ઉપર ઊઠી જા. શ્રીકૃષ્ણ કહે છે, જે કોઈ આગળ ઊઠે છે, તે બ્રહ્મને જાણે છે. જે કોઈ આવી રીતે ઉપર ઊઠે છે, ત્રણેય ગુણોથી ઉપર જતો રહે છે, તે બ્રહ્મને જાણે છે અને જે બ્રહ્મને જાણે છે, તે વિપ્ર છે. વિપ્ર એટલે બ્રાહ્મણ, બાકી આમ કહેવાય વિપ્ર, ભૂદેવ વગેરે-વગેરે.
અર્જુન ક્ષત્રિય હતો, શ્રીકૃષ્ણ કહે છે કે, "બ્રાહ્મણ બન." જો શું વાત છે! "તું યુદ્ધ કર, યુદ્ધ કર," એક બાજુ એવું કહે છે અને પછી કહે છે, "ત્રણેય ગુણોથી ઉપર ઊઠ." તો હવે આમાં ક્યાં તલવારબાજીની વાત આવી, સમજાય છે ને? ક્ષત્રિય છે એને કહે છે, "તારી વૃત્તિઓથી તું ઉપર ઊઠ, હવે યુદ્ધ કર." યુદ્ધ કીધું, યુદ્ધ કેવી રીતે કરવું એ પણ સંજ્ઞામાં સમજાવી દીધું કે ત્રણ ગુણોથી ઉપર ઊઠ. અત્યાર સુધી તું શું કરતો હતો? યુ વેર મડલિંગ વિથ પ્રકૃતિ, અંદર થઈને તું બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હવે પ્રકૃતિનો તું અહીંથી જેટલો ફોર્સ મારે છે, એથી ડબલ ફોર્સથી એ આવે છે. આ પેલા કમ્પ્યુટરમાં ચેસ રમવા જેવું છે ભાઈ! બ્રહ્મચર્યનું પાલન કરવા જાય, એક બાજુ દબાવે, બીજી બાજુ ફૂલે. પછી બરાબરનું હા, એમાં બહાર નીકળી જાય તો ઓટોમેટિક, તો ઓટોમેટિક અને એ પછી બ્રહ્મસ્વરૂપ જ થઈ ગયો, હવે આચરણ કરવાનું ક્યાં રહ્યું?
એ પોતે થઈ જ ગયો છે, આચરણ-પાચરણ બધું પછીની વસ્તુઓ રહી ગઈ હવે તો, એ આચરણથી ઉપરના સ્ટેજમાં જતો રહ્યો હવે તો. હવે જ્યારે સ્વયં બ્રહ્મ બની ગયો છે તો પછી ચરણ-બરણ ક્યાં રહ્યા પછી!
એટલે કહે છે કે અર્જુન તો ક્ષત્રિય હતો, છતાં પણ શ્રીકૃષ્ણ એને શું કીધું? "તું બ્રાહ્મણ બન." બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણ સ્વભાવની ક્ષમતાઓના નામ છે, ફરી યાદ રાખજો. કોઈ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ છે કે કોઈ ક્ષત્રિય છે એટલા માટે એ ક્ષત્રિય જ છે એવું નથી, કોઈ શુદ્ર છે એટલા માટે શુદ્ર છે એવું નથી. વાલ્મીકિ શુદ્ર હતા જ, ઘણા બધા ઋષિઓ આપણા એવા હતા કે જે જેને જાતિના નિમ્ન સ્તર આપણે બાકીના લોકો સમજે છે તેવી જગ્યાઓમાંથી, એવા કુટુંબોમાંથી એ લોકો આવ્યા છે, પણ એવું નથી. જે સંઘર્ષ કરીને આ બધું ઓળંગીને, પ્રકૃતિની મુશ્કેલીઓની ઉપરવટ જઈને જે બહાર આવેલા છે, તે તો બધા બ્રાહ્મણો જ છે, એ ગમે ત્યાં જન્મ્યા હોય, ગમે તે દેશમાં ભલે જન્મ્યા હોય. કારણ કે બ્રહ્મને કોઈ દેશ કે કાળનો કોઈ બાધ હોતો નથી, નામ કે રૂપનો પણ બાધ હોતો નથી એને તો.
આ ચાર તો પહેલા તોડવાના છે અને ત્રણ પેલા એટલે સાત જાય, એટલે પછી ઓહો બહુ કામ થઈ ગયું કે! તોડવાનું છે બધું ડાયનેમાઈટ મૂકી-મૂકીને, "હું બ્રહ્મ છું." બસ ત્યારે કીધું.
આ જે વર્ણની વાત કરી છે, તે કર્મપ્રધાન છે, એ જન્મપ્રધાન કે જન્મથી નિર્ધારિત થનારી કોઈ રૂઢિ પ્રમાણેના નથી. બ્રહ્મને સાક્ષાત પીછાનનારા તે વિપ્ર મહાપુરુષને, તે બ્રાહ્મણને વેદોથી એટલું જ પ્રયોજન બાકી રહી જાય છે. વેદ રહે છે કારણ કે પાછળ આવનારા જે છે ને, તે લોકોને એનો havaલો આપી શકાય અને એના દ્વારા એ લોકો આગળ આવી શકે, અને જ્યાં આ પહોંચ્યો છે ત્યાં પેલા પણ પહોંચી શકે, તો પ્રેરણા પ્રેરક વેદ છે. પરમાત્મા માટે પ્રેરક છે, એટલે આવનારી ભવિષ્યમાં આવનારા જે છે ને બધા, તે બધા એને પકડી-પકડીને આગળ આવશે અને એક દિવસે જેમ આજે તમે બ્રહ્મત્વ પામ્યા છો, તેમ તે એ દિવસે, કોઈક દિવસે, કોઈક જન્મની અંદર ભલે લોકો પણ ચોક્કસ પામશે. એટલે એટલું જ પ્રયોજન બાકી રહે છે, બાકી એમને વેદમાંથી કશું પણ પ્રાપ્ત કરવાનું હોતું રહેતું નથી, એનો અભ્યાસ પણ કરવાની આવશ્યકતા એમને હોતી રહેતી નથી—પછી વાંચ્યા જ કરવાનું એવું બધું કંઈ નહીં.
આ ઉપરાંત ઘણા લોકો એવા, "મારે તો ગીતાનો એક અધ્યાય તો રોજ વાંચવો જ પડે ને!" વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, ૬૦ વર્ષથી વાંચે છે, કંઈ થયું? તમે જુઓ એટલે ખબર પડી જાય, પૂછવું જ ના પડે તમારે. બસ એ વાંચે છે, વાંચવાનું છે, વાંચવાનું કીધું છે, "ગીતાનો પાઠ કરું છું હું, એક પાઠ હું રોજ કરું છું, બે પાઠ કરું, આખી ગીતા કરું." ઘણા એવાય હોય, મેં એવાય જોયેલા ગીતાનો આટલો ગુટકો હોય ને ગળાની અંદર લટકાવીને ફર્યા કરે! "ગીતા આખી કંઠસ્થ છે," કહે, તો ગમે ત્યારે બોલો ને એટલે તરત આગળનો મંત્ર બોલી કાઢે, એવા બધા એવાય હતા, તે ગુટકો જોડે લઈને ફર્યા કરે ને ગળાની અંદર કંઠસ્થ બાંધીને ફરે, અમે જોયેલા! પછી આમ એમ થાય કે બસ, તમે સમજી જાઓ, અંદર તરત ખબર પડી જશે.
નિષ્કામ કર્મ અને સમત્વ યોગ
આ ઉપરાંત યોગેશ્વર શ્રીકૃષ્ણ કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે. આ કર્મ છે ને નિષ્કામ કર્મ, તે વખતે રાખવાની સાવચેતીઓ તે ઈષ્ટથી સમત્વ અપાવે છે, માટે તેને સમત્વયોગ પણ કહેવામાં આવે—સમ અત્વ, સમ ઈષ્ટની સાથે. ઈષ્ટ કોણ છે? તમારો પરમાત્મા, સમત્વ અપાવે છે એટલે એને સમત્વયોગ કહેવાય. કામનાઓનો સર્વથા ત્યાગ છે, માટે આને નિષ્કામ કર્મયોગ કહેવામાં આવે છે. બસ નિષ્કામ કર્મ થઈ રહ્યું છે અને કામનાઓ બધી જઈ રહી છે. કામનાઓ, કામિનીઓ, કંચન બધું જ... કંચનના વિચારો, કામિનીઓના વિચારો બધું જ ચાલવા માંડ્યું, કશું જોઈતું નથી આપણે. કારણ કે જેને પરમાત્મા પ્રાપ્ત કરવો છે, એને જગ્યા તો કરવી પડશે ને? પરમાત્મા કેવા છે અને તમે આ બધું કેટલા ટાઈમથી ભરભર કરેલું હોય, તો પહેલાં આ બધું વિદાય થાય ત્યારે પછી અનંત તો અંદર આવે ને!
અનંત અંદર પેસે કેમનું તમારી અંદર? એને તો ઘણુંય આવું કોઠાર ભરીને મેલી રાખ્યું હોય દર વખતે, પેલું અંદર પેસવા જાય તો કે, "જગ્યા નથી, કાલે આવજો!" લો, તમે રોજ પરમાત્માને પાછા કાઢો છો ને પાછા તમે એમ કહો, "ભગવાન તમે બહુ મોડું કર્યું હો!" તો કે, "ભલા માણસ, તેં મને બહાર ને બહાર બેસાડી રાખ્યો છે અને તું મને પાછો ઉપરથી વઢાવે છે!"
આવું સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રહે. સિદ્ધિ એટલે કંઈ પણ વસ્તુ સિદ્ધ થવી. ખીચડી પણ જો સિદ્ધ ના થઈ હોય તો કેવી લાગે? વાયડી પડે, નહિતર બેરખી થઈ જાય. ચોખાનો દાણો ચડ્યો કે ના ચડ્યો તમે જુઓ છો કે નથી જોતા? એટલે એવું તો સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ સમભાવ રહે. હવે અવધૂતને તમે કંઈ આપ્યું હોય બરાબર, તો એમને ઈચ્છા હોય તો એ ગ્રહણ કરી લે, નહીં તો ના કરે, જોઈને જતા રહે તો બિલકુલ. તો ત્યાં આગળ સિદ્ધિ અને અસિદ્ધિ બંનેમાં સમભાવ બિલકુલ થઈ ગયો એકદમ. એમને તમે કાંઈ કરો છો એટલા માટે તમારી પ્રત્યે બહુ વહાલ કરે અને કોઈ કશું નથી કરતો એટલા માટે એને છોડી દે, એવું ક્યારેય એ લોકો કરતા નથી મહાપુરુષો, સંતો. બોલો, વિચાર કરો! અને આપણે ફાવતું હોય બધાની જોડે વહાલ કરીએ, ગલગલિયાં થાય, અને નથી ફાવતું એ બધાનો ત્યાગ કરી દઈએ! શું ફરક પડી ગયો?
તો કે એમણે પરમાત્માને બધામાં જોયો અને આપણે ગમતાનો કર્યો ગુલાલ, ઉડાડ્યું બરાબરનું, અને અણગમતાનો કર્યો ત્યાગ! આ ગ્રહણ કરે ને ત્યાગ કરે, એટલે જ પાછું ફરી ચક્કર ચાલુ થાય છે એનું, મહાપુરુષોને ખબર હોય. એટલે આ વૃત્તિમાંથી બહાર નીકળો, એટલે પ્રવૃત્તિ એની મેળે બંધ થઈ જશે. આસક્તિ ના હોય, ફળની વાસના આવવા ન પામે, તેથી જ આને નિષ્કામ કર્મયોગ અથવા તો બુદ્ધિયોગ પણ કીધેલો છે. સાધકે તો મોક્ષની પણ ઈચ્છા ના રાખવી જોઈએ, એ તો થવાનું છે પરિણામ છે, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ એવું બધું શું કહેવાનું છે? આ તો પરિણામ છે, તેં પરીક્ષા આપી છે તો પરિણામ તો આવવાનું જ છે, બેમાંથી એક જ થવાનું. તેં બરાબર લખ્યું છે તો તું પાસ જ છે ને, તારે એમાં શું જોવાનું છે! કોલેજમાંથી તો છૂટ્યો ત્રણ વર્ષે, હવે આનંદ કર કે જા બરાબર, છેલ્લી પરીક્ષા આપી દીધી, નીકળી ગયો કચકચમાંથી.
છેલ્લું છે, જે લખવું હતું બધું લખી કાઢ્યું હવે પૂરું થઈ ગયો.
હવે કેવું? તો કે મુક્તિ. તમને કહું ખરેખર મને એવો આનંદ હતો, ટીવાયબીએનું છેલ્લું પેપર પણ હું આમ લખીને જે બહાર નીકળ્યો હતો, હા, એના જેવું ક્યારેય મને સારું લાગ્યું નથી. કારણ કે બહુ મોટો બોજ ને પ્રેશર લાગે ગ્રેજ્યુએટ થવું આમ-તેમ, તમને ખબર છે બહાર નીકળીને સીધો થિયેટરમાં જઈને આમ પિક્ચર જોવા બેસી ગયો તોય ધ્યાન એમાં નહીં, આ પેલું અંદર ચાલ્યા કરે, મુક્તિનો આનંદ હતો! ત્યાર દિવસે ખબર પડતી હતી કે આહાહા શું થઈ રહ્યું છે અંદર! ખરેખર આ શું છે? હું એમ શોધું કે આવું શું થયું છે? તો વાસનાઓથી મુક્ત થવું એ જ મોક્ષ છે, કહી દીધું. એટલે હવે મોક્ષ શું છે એ કોઈ પૂછશો નહીં, સમજી જાઓ અને શમી જાઓ. શું કીધું? વાસનાઓથી મુક્ત થવું. વૃત્તિઓ જેવી બંધ થશે એટલે વાસનાઓ ઉદ્ભવશે નહીં અને વાસનાઓથી તમે મુક્ત થઈ જશો એટલે તમે મોક્ષમાં છો.
ફળની વાસનાવાળા અત્યંત કૃપણ હોય છે, કંજૂસ હોય છે ફળની વાસનાવાળા અને "આ મળે" એવો વિચાર કરનારા જે છે, એ લોકો ખરેખર બહુ કંજૂસ હોય. તો શ્રીકૃષ્ણે સાંસારિક પરંપરાઓથી હટીને કર્મ કરવાની કળા બતાવેલી કે કર્મ તો કરો, શ્રદ્ધાપૂર્વક કરો—ઓફિસમાં જઈને બેસવાનું છે ઓકે, તમારે વેપાર કરવાનો છે ઓકે કરો શ્રદ્ધાપૂર્વક કરો—પરંતુ ફળના અધિકારને સ્વેચ્છાએ છોડીને. ફળ પર મારો અધિકાર, જે પરિણામ આવવાનું છે તેની પર મારો અધિકાર છે, એટલે તમારો અધિકાર છે એ પ્રમાણે તમને મળવાનું જ છે અને એનો અધિકાર કુદરત પાસે છે—તમને શું ફળ આપવું એનું. અને તમે નક્કી કરી નાખો છો કે મને તો આ જ ફળ મળવું જોઈએ, ફળ આપનાર કોણ છે? હવે ત્યાંથી ફળ આપવાનું છે ને તમે તો એમ કહો કે મને તો આ જ ફળ જોઈએ છે, જામફળ જોઈએ છે, પેલો મોકલાવે પેલો કીવી—થઈ ગયો ડખો સમજાય છે?
તો એટલા માટે કહે છે કે કર્મ તો કરો શ્રદ્ધાપૂર્વક, પણ ફળના અધિકારને સ્વેચ્છાએ છોડી દો, મતબલ એ બાબતે તમે તટસ્થ થઈ જાઓ, સમભાવમાં આવી જાઓ. ફળ જશે ક્યાં તમારું? ફળ છે તો જશે ક્યાં, તમને છોડીને? તમને ખોળીને તમને આપવામાં આવશે, જગાડીને આપવામાં આવશે.
અને દાખલો છે મારો—નવમા દિવસે ચંડીપાઠ આમ પૂરો થતાં-થતાની અંદર તો ટપાલી આવ્યો અને હાથમાં કાગળ આપી દીધો કે, "હાજર થઈ જાઓ બેંકમાં." ખાલી ફાધરને મેં પૂછ્યું હતું કે, "આ બહુ ગૂંચવાયેલું છે, કેટલાય દાડાથી કંઈ પરિણામ આવતું નથી, કોર્ટમાં ગયા છે ને આમ થયું છે ને એવું બધું ચાલે છે, કરી જાઉં કે શ્રદ્ધાપૂર્વક?" નવમા દિવસે તરત પરિણામ! એને આપણે ખાલી બસ એક પુરુષાર્થ, પછી તે વખતે નહીં વિચારવાનું કે શું આવશે ને શું નહીં થશે, ત્યારે છોડી દેવાનું કોની પર? એની પર. હવે જે આવશે તે સ્વીકાર્ય છે, સ્વીકાર્ય છે, સ્વીકાર્ય છે—એવી રીતના એક્સેપ્ટન્સ. ફળ જશે ક્યાં તમારું? ફળ તો તમને જ આપવામાં આવશે ને, કોઈક બીજાને ક્યાંથી આપે? આ કુરિયરવાળોય નથી આપતો, આધારકાર્ડ માંગી લે છે, ઘણીવાર સહી કરાવે છે પાછો ઘણીવાર બરાબર, ત્યારે તો આ કર્મ કરવાનું કૌશલ્ય છે.
નિષ્કામ કર્મ સાધનાની સમગ્ર શક્તિ આ પ્રમાણે કર્મમાં લાગેલી છે, એ શું કહેવા માંગે છે? કે જ્યારે તમે આવી રીતે કર્મ કરશો ત્યારે તમે ૧૦૦ ટકા એની અંદર કોન્સન્ટ્રેટેડ રહીને તમે આ કર્મ કરી શકો, નહીતર ૩૦ ટકા કર્મની અંદર જતા હોય ને ૭૦ ટકા કર્મના ફળની આશામાં રહી ગયા હોય, વપરાઈ ગયા એટલે કર્મમાં પણ ભલીવાર આવતો નથી. તમે કરો, હવે તમે ૩૦ ટકા મૂક્યા હોય ને તમે ૧૦૦ ટકા ફળ માંગો છો, તો તમને ક્યાંથી આપે? તમને એક ચીરી જ આપવામાં આવશે હવે તડબૂચ નહીં, બસ પૂરું, તડબૂચ લાવીને પીસીસ!
શરીર માધ્યમ અને અનામય પદ
શરીર શેના માટે છે? આરાધના માટે. એની ભોગ કરનારને ખબર હોતી નથી. ભોગ-પ્રવૃત્ત વ્યક્તિને ખબર પડતી નથી કે શરીર શેના માટે છે—આરાધના માટે. બુદ્ધિયોગથી યુક્ત જ્ઞાનીજનો કર્મથી ઉત્પન્ન ફળને ત્યાગીને જન્મ અને મૃત્યુના બંધનથી છૂટી જાય. બુદ્ધિયોગથી જ્ઞાનીજનો એટલે શું છે? નિર્મળ બુદ્ધિ થઈ ગયા હોય એ લોકો. બુદ્ધિમાં કોઈ જાતનો વળ નહીં, કોઈ પ્રપંચ નહીં, કશું જ નહીં, કોઈ અપેક્ષા નહીં, કાંઈ નહીં, અને કુશળતાપૂર્વક કર્મ કરીને એનાથી મુક્ત રહે—"કર્તવ્ય છે એનું પાલન કરું છું," બસ એટલું હોય એમના ખ્યાલમાં. એવી રીતના કરીને એ લોકો નીકળી જાય. છોકરો સારો નીકળે, ખોટો નીકળે, કંઈ પણ કરે કંઈ નહીં. મા-બાપે તો એને જન્મ આપ્યો, મોટો કર્યો અને એક લેવલ ઉપર પહોંચાડી દીધો ને પછી નીકળી ગયા મા-બાપ. મા-બાપ તો જતા રહ્યા બીજા જન્મવા માટે બરાબર બીજી કોઈ જગ્યાએ અથવા મુક્ત થઈ ગયા એટલીસ્ટ, આ નથી હવે આ છોકરો દેવ થાય કે દાનવ થાય, એની કોઈ પરવા ને કોઈ અપેક્ષા નથી કે તું શું કરીશ જીવનમાં, એ તો નીકળી ગયા ને મોટો કરીને!
એવા કેટલાય લોકો આપણા સમાજની અંદર છે, જે જેને કહેવાય અનાથ લોકો જે હોય છે, બાળકો હોય છે, તે લોકોને લાવીને એડોપ્ટ કરે છે, ભણતર આપે છે, તૈયાર કરે અને મોકલી દે, "તું તારા જીવનમાં જા આગળ વધ." આવા ત્રણ-ચાર લોકોને હું જાણું છું, મોટા કરી દીધા, "આવજે ભાઈ, તું ઈચ્છા થાય ત્યારે તું ભલે આવજે, આ તારું જ ઘર છે પણ તું ૧૮નો થયો, તું ૨૨નો થયો, તેં યુનિવર્સિટી પાસ કરી, તું પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે તું તારા માર્ગે આગળ જા, તને જ્યાં ઈચ્છા થાય ત્યાં રહે, તને જેના સાથે પરણવું હોય પરણ, તારે જે કરવું હોય તું કર, પણ ડિસિઝન તારા છે હવે, પછી તારે અમને કંઈ પણ પૂછવાની જરૂર નથી, તું અમને કહી શકે છે ખરો." આવું કહેનારા માણસ, બહુ શીખ્યો છે આવા લોકોના પાસેથી, બહુ શીખ્યો! કહે છે ને કે ગુરુ તો તમને આમ ડગલે ને પગલે આમ પ્રગટ જ થાય, એનું એ હોય એવું જરૂરી નથી.
ગુરુની કન્ટીન્યુટી હોય છે, એનું એ જ ગુરુ બધે ઊભો હોય એવું નહીં, તમને જ્ઞાન મળ્યા જ કરે બસ એની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે. ડગલે ને પગલે પાછું આમ જ્યાં તમે અટકો એટલે તરત અજવાળું થાય, આગળ વધો. તે નિર્દોષ અમૃતમય પરમપદને પ્રાપ્ત કરી લે બુદ્ધિયોગથી, પણ નિર્મળ બુદ્ધિ થઈ ગઈ બિલકુલ અને પછી અમૃતમય એવું પરમ પદને પ્રાપ્ત કરે. આસક્તિ રહિત કર્મ દ્વારા અનામય પદ પ્રાપ્ત થાય છે, નિષ્કામ કર્મયોગ પરમ પદ અપાવે છે જ્યાં મૃત્યુનો પ્રવેશ થતો નથી. યમરાજા ત્યાં હોતા જ નથી. કેમ? તો કે એ તો બિયોન્ડ જતો રહ્યો છે હવે તો, ટાઈમ એન્ડ સ્પેસની બિયોન્ડ. હવે કોઈ શું કરી શકે? તમે એટલા સૂક્ષ્મ પદમાં પહોંચી ગયા, કેટલી અદભուત વાત! જેમ કહેવાય ને કે બ્રહ્મને તો આકાશ પણ સમાવી શકતું નથી, એટલું મોટું પદ એવું અનામય પદ પ્રાપ્ત થાય છે.
અનેક પ્રકારના વેદ વાક્યોને સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મા સ્વરૂપમાં સમાધિસ્થ થઈને સ્થિર થઈ જશે, અચળ થઈ જશે ત્યારે તું સમત્વયોગને પ્રાપ્ત થઈ ચૂક્યો હોઈશ. સ્થિર બુદ્ધિ બિલકુલ, અને એવી સ્થિર બુદ્ધિ થવાને કારણે સમત્વયોગ પ્રાપ્ત થઈ ગયો, સમત્વ કોના સાથે? પરમાત્મા સાથે પૂર્ણ સમસ્થિતિને પ્રાપ્ત કરીશ, જેને અનામય પરમપદ કહે છે. આ જ એ યોગની પરાકાષ્ઠા છે, આ જ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. વેદોમાંથી માત્ર શિક્ષણ જ મળે. શ્રુતિઓના અનેક સિद्धांतોને સાંભળવાના કારણે બુદ્ધિ વિચલિત થઈ જાય છે, કારણ કે એક સિદ્ધાંત આ વાત કરતો હોય, બીજો સિદ્ધાંત આ વાત કરતો હોય, ત્રીજો સિદ્ધાંત આ વાત કરતો હોય, ત્રણેયના પાછા સમર્થકો હોય અને બધા એ પાછા વિવાદ કરતા હોય, અને એ બધું તમે સાંભળો એટલે બુદ્ધિનું બખડજંતર થઈ જાય પછી!
સિદ્ધાંતો તો ઘણાય સાંભળ્યા, પરંતુ જે સાંભળવા યોગ્ય છે એનાથી જ લોકો દૂર રહે છે, જે સાંભળવા યોગ્ય છે તેનાથી લોકો દૂર રહે. આ વિચલિત બુદ્ધિ જે સમયે સમાધિમાં સ્થિર થઈ જશે ને, ત્યારે તું યોગની પરાકાષ્ઠારૂપ પરમપદને પ્રાપ્ત કરી ચૂક્યો હોઈશ. તો બુદ્ધિ જે વિચલિત થાય છે તેને સ્થિર કરવાની છે, એ બુદ્ધિને નિર્મળ પણ કરવાની છે, એમ પણ આપણને અહીંયા આગળ કહી દીધું.
એ જે મહાપુરુષો છે આવા સમત્વયોગને પ્રાપ્ત કરી લેનાર, એ કેવા હોય? અર્જુને પ્રશ્ન કર્યો સામે, જેમાં ચિત્તનું સમાધાન થાય તે આત્મા જ સમાધિ છે. જ્યારે મનુષ્ય મનમાં રહેલી તમામ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, ત્યારે તે આત્મામાંથી જ આત્મામાં સંતુષ્ટ થયેલો, સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે અને તે સમત્વયોગને પ્રાપ્ત કરી લે છે. ઈચ્છાઓનો ત્યાગ કરવાથી જ આત્માનું દિગદર્શન થાય છે. એક બાજુ તમે ઈચ્છાઓનો ત્યાગ કરો, બીજી બાજુ આત્મા પ્રગટ! આ ઈચ્છાઓ શું છે? તો કે મોટામાં મોટો લોડ છે ખરેખર તો, કેવો સંસારી લોડ છે બધો! તો અનલોડ તો કરો ભાઈ, અને જુઓ તો ખરા એક દિવસે એનાથી શું થશે, તો કે આત્માનું દિગદર્શન થાય છે. દૈહિક, દૈવિક અને ભૌતિક દુઃખોમાં જેમનું મન ઉદ્વિગ્ન નથી થતું, સુખની પ્રાપ્તિમાં હવે જેને સ્પૃહા રહી નથી, તથા જેના રાગ, ભય, ક્રોધ નષ્ટ થઈ ગયા હોય, મનનશીલતાની ચરમસીમા પર પહોંચેલો મુનિ 'સ્થિતપ્રજ્ઞ' કહેવાય.
તે અનુકૂળતાથી ના તો પ્રસન્ન થાય છે, ના તો પ્રતિકૂળ પરિસ્થિતિઓનો દ્વેષ કરે છે. "ફાવે આ, ના ફાવે આ," એ બધાને ધક્કો માર-માર કરતો હોય સંજોગોને, વ્યક્તિઓને, વસ્તુઓને—એવો એ હોતો નથી. હૃદય પ્રદેશમાં શું કરે છે તે? તો વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોને વિષયોમાં ચરતી બધી બાજુએથી સમેટી લે, અને પછી હૃદય પ્રદેશમાં લાવીને એનો નિરોધ કરી દે ઇન્દ્રિયોનો, તેથી તેની બુદ્ધિ સ્થિર હોય.
શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ નહીં કરનારા પુરુષોના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, રિટાયર થઈ જાય, ખતમ થઈ ગયું હવે પૂરું થઈ ગયું કે મારું કામ, વૃત્તિઓને રિટાયરમેન્ટ આપી દે છે અને કોઈ પેન્શન નહીં, રિટાયર એટલે ફાઇનલ ગેરેજ બસ એવી રીતે મોકલી દીધા. પરંતુ સાધના દ્વારા પરમપુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી જ તે વિષયોનો રાગ પણ નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી કર્મ કરવાનું છે, આત્મ કર્મ, કયું એક જ કર્મ—નિષ્કામ કર્મ. ભગવાન કહે છે, બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને યોગથી યુક્ત અને સમર્પણની સાથે મારા આશ્રિત બનો, પરમાત્માના આશ્રિત બનો. વિષયનું ચિંતન ન કરવું જોઈએ સાધકે, નામ, રૂપ, લીલા અને ધામમાં ક્યાંક લાગેલા રહેવું જોઈએ. વિચાર જરૂરી છે, વિચારશૂન્ય પુરુષ શ્રેય સાધનથી પતિત થઈ જાય છે, સંપૂર્ણ વિચારશૂન્ય વ્યક્તિ કામ લાગશે નહીં.
તો વિચાર તો કરવાનો પણ કયો—આત્મવિચાર. વિચારશૂન્ય પુરુષ થાય તો તો સાધના ક્રમ તૂટી જાય છે સર્વથા. જ્યારે આવું થાય છે ત્યારે પણ તે સર્વથા નષ્ટ તો થતો જ નથી, ભોગ પછી સાધના જ જ્યાં અવરોધ આવ્યો હતો, ત્યાંથી પાછો એ પુનઃ શરૂ કરે કોઈક જન્મની અંદર, આવું પણ થાય. સ્વાધીન અંતઃકરણવાળો હોય તેને તો સંસારનો અભાવ જ થઈ જાય. અંતઃકરણ જેને સ્વાધીન હોય એવો વ્યક્તિ, તો એને તો સંસારનો અભાવ થઈ જ જાય છે, તેથી યોગનું આચરણ અનિવાર્ય છે.
પરમાર્થ પ્રકાશ અને સંતોની ડ્રેનેજ સિસ્ટમ
સંપૂર્ણ ભૂતપ્રાણીઓ માટે તે પરમાત્મા રાત્રિ સમાન છે. તે પરમાત્મા કેવા? સંપૂર્ણ ભૂતપ્રાણીઓ માટે, કારણ કે ન તો તે જોઈ શકાય છે, ન તો તેનો કોઈ વિચાર કામ આપે, તેથી તે રાત્રિ સમાન છે. હવે તે રાત્રિના પરમાત્માની અંદર સંયમી પુરુષ સારી રીતે જોઈ શકે છે, એનામાં એ શક્તિ ડેવલપ થઈ જાય છે. કોણ? સંયમી પુરુષની અંદર, કે આવી રાત્રિની અંદર એ પરમાત્માને જોઈ શકે, અંધારામાં જોવાની તાકાત આવી જાય છે એની અંદર, આંખોની અંદર એના રોડ-કોન્સ એકદમ પેલા પાવરફુલ બની જાય છે એટલા બધા, તો એ સારી રીતે જોઈ શકે. શેનાથી શક્તિ આવી? એ સંયમથી. કોની પર સંયમ કરવાનો? ઇન્દ્રિયો પર, છેવટે મન પર. તો એવી રીતે સંયમી મન અને ઇન્દ્રિયોવાળો જે સાધક છે, તે રાત્રિમાં પણ સારી રીતે જોઈ શકે. જે યોગી એટલે રાત્રિ એટલે આ રાત્રિ નહીં, અજ્ઞાન છે તે રાત્રિ છે, તો એવા અઘોર અંધકારવાળા, અજ્ઞાનવાળા સમયમાં પણ એની બહુ સરસ રીતે, જે યોગી પરમાર્થ પથમાં નિરંતર સજાગ પરમાત્માના સજાગ અને ભૌતિક એષણાઓથી હંમેશાં નિષ્પૃહ હોય છે, તે જ પેલા ઈષ્ટમાં પ્રવેશ પામે.
તે વખતે તે રહે છે તો સંસારમાં જ, પરંતુ સંસારનો તેના પર કશો પ્રભાવ પડતો નથી. કોન્ટરરી, એના હોવાપણાથી સંસારમાં પ્રભાવ પડે, અમસ્તા જ લોકો સાદા થઈ જાય, સારા થઈ જાય, એનું જે વર્તુળ, સર્કલ જે કંઈ હોય એનો પ્રભાવક જે કોઈ એરિયા, સહજપણે પાછું એને કરવું નથી, એને ઈચ્છાય નથી, એને અપેક્ષાય નથી કોઈથી કશું પણ, બસ આમ સહજપણે થાય. એટલા માટે કીધું કે સિદ્ધ પુરુષો અને સંત પુરુષોનો જ જો સમાજ હોય તો એ કેવો હોય! અને આવું એક વખતે આપણું ભારત હતું અને હજી પણ એ ભારત છે, મને એનો વિશ્વાસ છે, ભલે આપણને આમ દેખાય અગડમ-બગડમ પણ ઈટ ઈઝ ઓલરાઈટ, ઈટ ઈઝ ઓલરાઈટ!
સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ તરફ બધા જ ભોગો એટલા જ વેગથી આવતા હોય છે, કદાચ સામાન્ય માણસ ખમી શકે એના કરતાં પણ વધુ વેગથી આવતા હોય છે એની ઉપર, તો પણ એ ખમી શકે એનો પ્રભાવ છે ને, પરંતુ એનામાં જ શમી જાય છે. જે કંઈ આવે ને એ બધું જ શાંત થઈ જાય, વિલીન થઈ જાય, એટલે એ લોકો સમાજની અંદર બ્લેક હોલની જેમ બસ આમ હોય, એટલે દુર્વૃત્તિઓ બધી આખા સમાજની એ સોષી લેતા હોય, સમાજને શુદ્ધ કરે છે, સ્વચ્છ કરે છે, એટલા માટે એમને 'તીર્થ' કીધા હતા—તીર્થંકર. તે ના હોય તો આ સમાજ ગંધાઈ ઊઠે, ડ્રેનેજ સિસ્ટમ છે આ તો બધો, બધા પાપોને સાયફન આઉટ કરી દે છે, ખતમ કરી નાખે—અશુદ્ધિઓ, વૃત્તિઓ બધું જ ખતમ, દુર્વૃત્તિઓ બધું સાફ! બોલો, કેટલું સુંદર કાર્ય કરે, અને તેમ છતાં પણ પોતે તેનાથી નિર્લેપ છે. મહાપુરુષોમાં ના તો શુભ સંસ્કાર રહી શકે છે, ના તો અશુભ સંસ્કાર, હોતો જ નથી, એણે કરી નાખ્યો પતી ગયું હવે અંતિમ સંસ્કાર છેલ્લામાં છેલ્લો બસ પૂરું થઈ ગયું.
કર્મ અશુક્લ અને અકૃષ્ણ હોય છે, કોઈપણ કર્મ અશુક્લ એટલે અશ્વેત અને અકૃષ્ણ, કારણ કે ચિત્તનો તો સંપૂર્ણ નિરોધ થયેલો, એટલે જેવું કર્મ એની પાસે આવે ઇનઇફેક્ટિવ થઈ જાય, ઇનઇફેક્ટિવ થઈ જાય. એનો ફોર્સ ખતમ કરી નાખે, દર વખત આમ પેલી ઢાલ પર આવીને કંઈ ભટકાઈને પડે ને એવી રીતના નીચે પડી જાય, અને પછી પાછું એ પાછું અંદર લીન થઈ જાય, એની અંદર જતું રહે, બહાર બીજે ક્યાંય જવા જ નથી દેતા, સંત પુરુષ આ કાર્ય કરે છે. કેટલી મોટી સાયકોથેરાપી કરતા હોય છે, એક પ્રાણિક સાયકોથેરાપીસ્ટ ગુમાન લઈને ફર્યા કરતો હોય કે, "હું કાંઈ કરી નાખું છું," આ જો તું યાર શું કરે છે, જરાક જોતો ખરો આંખ ઉઘાડીને ખોલીને, તને તો દેખાય છે ને? જો કે આ દ્રષ્ટિ માત્ર એની શુદ્ધિ ભવતિ, ઓહોહો કેટલું અદભુત કાર્ય સંત કર્યા જ કરે અને પાછા અમુક બિલકુલ શાંત, કાંઈ જ નહીં, બોલે પણ નહીં કાંઈ પણ!
ચિત્તનો સંપૂર્ણ નિરોધ ત્યારે આ સ્થિતિ આવે, માટે શ્રીકૃષ્ણે કહ્યું છે, "સ્થિતપ્રજ્ઞ સમુદ્ર જેવા હોય છે." સ્થિતપ્રજ્ઞ એમના માટે વિધિ કે નિષેધ કશું હોતું નથી, તેઓ પરમ શાંતિને પ્રાપ્ત હોય છે કારણ કે તેઓ સંયમી. જો સંયમનો કેટલો મહિમા છે, કેટલી શક્તિ એ અંદર લાવી શકે છે એ જોવાની વાત છે. તેઓ નિર્મમ એટલે કે 'હું અને મારું' એ ભાવ પણ છોડી ચૂક્યા હોય. માત્ર 'અહં બ્રહ્માસ્મિ' વાંચીને ગોખવાથી નહીં, પરંતુ સાધના કરીને જ આ બ્રહ્મને પામે છે. ઓમ્ તત્ સત્ કૃષ્ણાર્પણમસ્તુ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.