(૧) સૂક્ષ્મ અવલોકનવિધિ (Scanning)
ચિકિત્સાશાસ્ત્ર મુજબ દર્દીને સારવાર આપતાં પહેલાં તેને તપાસવો જોઈએ. સચોટ નિદાન સારવાર પહેલાં કરવી આવશ્યક છે. પ્રાણચિકિત્સામાં સાધનોનો ઉપયોગ થતો નથી, એટલા માટે પ્રાણચિકિત્સકે સૂક્ષ્મ અવલોકન વિધિમાં મહારત હાંસિલ કરવી જોઈએ.
(૧) પ્રાણચિકિત્સામાં દર્દીની સંમતિ મેળવવી જરૂરી છે. તદુપરાંત જે કોઈ જાણકારી પ્રાપ્ત થાય તેમાંથી જરૂરી બાબતો જ દર્દી કે સબંધીને જણાવવી. દર્દી અંગેની પ્રાપ્ત માહિતી અન્ય લોકો સાથે ગોપનીય રાખવી આ આચારસંહિતા છે તેનું પાલન આવશ્યક છે.
દર્દીની સંમતિ પ્રાપ્ત કર્યા બાદ...
(૨) દર્દીને જો થોડા સમય માટે ઊભા રહેવા સક્ષમ હોય તો તેને ખુલ્લામાં ઊભા રાખી અથવા ન હોય તો હાથા વગરની ખુરશી કે નાના ટેબલ પર બેસવા જણાવો.
પ્રાર્થના કરો કે હે પરમાત્મા આ ..... નામની સેવા કરવાની, સહાયરૂપ થવાની તક આપવા માટે આભાર. આ અંગે જરૂરી મદદ, માર્ગદર્શન, રક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત થાવ.
કરોડરજ્જુ, મહત્ત્વનાં અવયવો અને ચક્રોનું ધ્યાનપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ.
કરોડરજ્જુનો કેટલોક ભાગ ભરાવો અને કેટલોક ભાગ ઊણપવાળો હોઈ શકે છે.
– ગળાના ભાગે સૂક્ષ્મ અવલોકન કરવા દર્દીને ઉપર જોવાનું કહેવું જેથી સચોટ અવલોકન કરી શકાય.
– ફેફસાનું સૂક્ષ્મ અવલોકન પાછળથી અને બાજુમાંથી કરવું જોઈએ.
સૂક્ષ્મ અવલોકન વિધિમાં આંગળીઓનો ઉપયોગ કરી શકાય છે.
સોલરચક્રો F/B નું સૂક્ષ્મ અવલોકન વિધિમાં ખાસ ધ્યાન રાખવું. ઘણા માનસ-ભૌતિક રોગોનું ઉદ્ગગમ સ્થાન અહીં હોય છે.