પ્રાણચિકિત્સા પદ્ધતિ ટૂંકમાં
(૧) દર્દીનું અવલોકન કરો. તેની સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવો. તેનાં સગાં-સંબંધી પાસેથી પણ માહિતી મેળવી શકાય.
(૨) સૂક્ષ્મ અવલોકન પદ્ધતિનાં ઉપયોગથી મહત્ત્વનાં અંગો, મુખ્યચક્રો અને અસરગ્રસ્ત ભાગોને બરાબર તપાસો, નોંધ રાખો.
(૩) સંપૂર્ણ શોધન – માર્જન ૩ થી ૫ વાર કરો.
(૪) અસરગ્રસ્ત ભાગોમાં સ્થાનિય શોધન – માર્જન કરો.
(૫) ફરી સૂક્ષ્મ અવલોકન કરો. ઊણપ ભરાવો. આંતરિક ઊર્જાદેહની સંપૂર્ણ શોધન અને સ્થાનિય શોધન બાદની સ્થિતિ ચકાસો. અસરગ્રસ્ત ભાગો થોડા મોટા થયા નાના થયા કે અંશત: સામાન્ય બન્યા તે નોંધો.
(૬) સામાન્ય બીમારીઓનાં કિસ્સામાં માત્ર સંપૂર્ણ અને સ્થાનિય શોધન – માર્જન વડે સારા પરિણામો મળતા હોય છે.
(૭) અસરગ્રસ્ત ભાગો, ચક્રોમાં ઉજ્જલન વડે પ્રાણ સિંચન કરો.
(૮) દર્દીનો પ્રતિભાવ મેળવો. જો થોડું પણ દર્દ દુઃખાવો હોય તો ચોક્કસ જગ્યાઓનો નિર્દેશ કરવા જણાવો. ફરી શોધન – ઉજ્જવલન કરો.
(૯) જો દર્દીમાં વધુ પડતું પ્રાણસિંચન થયેલું જણાય તો તે જગ્યાએથી અન્યત્ર ઊર્જા ફેલાવી દો.
(૧૦) ફરી સૂક્ષ્મ અવલોકન કરી ખાત્રી કરો. પ્રાણનાં ભરાવામાં શોધન અને પ્રાણની ઊણપમાં ઉજ્જવલન અગત્યના હોય છે.
(૧૧) સિંચન કરેલાં પ્રાણનું સ્થાપન કરો.
(૧૧) સંપર્ક વિચ્છેદ કરો.
(૧૨) સ્વયં હાથ આંગળાનું શોધન કરો.
શિખાઉ પ્રાણચિકિત્સકે પ્રથમ સૂક્ષ્મ અવલોકન કર્યા બાદ દર્દી પાસેથી પ્રતિભાવ મેળવવો જોઈએ. આથી તેમનાં સૂક્ષ્મ અવલોકન કૌશલ્યમાં નોધપાત્ર સુધારો થતો જશે. સૂક્ષ્મ અવલોકનની ગુણવત્તા સુધરી જશે તેમજ આત્મવિશ્વાસ પ્રબળ થવાથી પ્રાણચિકિત્સા કરવાની અભિલાષા બળવાન થશે.
શરીરરચના અને રૂધિરાભિસરણતંત્ર સ્નાયુતંત્ર, શ્વસનતંત્ર, પ્રજનનતંત્ર, ઉત્સર્જનતંત્ર તથા અંત:સ્ત્રાવી ગ્રંથિઓની જાણકારી અભ્યાસ કરવાની અત્રે સલાહ આપવામાં આવે છે.
પ્રાણચિકિત્સકે ક્યારેય પણ દર્દીને સ્પર્શ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પ્રાણચિકિત્સકે ક્યારેય કોઈ દવા લેવા માટે દર્દીને કહેવું ન જોઈએ. સારા પ્રાણચિકિત્સકે ક્યારેય પણ અન્ય સારવાર પદ્ધતિઓ વિષે પોતાનાં અભિપ્રાય જણાવવા ન જોઈએ. પ્રાણચિકિત્સા આપવાનાં અવેજમાં કેટલાં નાણાં લેવાં કે ન લેવાં તે ચિકિત્સકનો અંગત નિર્ણય છે. સામાન્ય રીતે સારવાર માટે વપરાયેલા સમયના આધારે ચિકિત્સાનો દર નકકી કરી શકાય. તેમજ દર્દીને કહી પણ શકાય છે કે મારા સમયની કિંમત આટલી છે. પ્રાણચિકિત્સા બિલકુલ મફત છે.