(૭) નિ:સંતાન તબીબ દંપતિની સારવાર
પ્રાણચિકિત્સા શીખવવાનાં એક સત્રમાં શીખવા આવેલાં નિ:સંતાન તબીબ દંપતિની પ્રાણચિકિત્સા બાળક લાવવા માટે કરવામાં આવી. તેઓને પણ એકબીજાની પ્રાણચિકિત્સા કેવી રીતે કરવી તે સમજાવ્યું. આજે તેઓ એક સ્વસ્થ માતા-પિતા છે. તેઓ આંખોનાં નિષ્ણાત તબીબો છે પરંતુ પ્રાણચિકિત્સા પણ તેમનાં દર્દીઓની સંમતિ લઈને કરે છે. આજે તેઓ ખૂબ સફળ નામાંકિત આંખનાં તબીબો છે.
(૮) કુંડલિની સિન્ડ્રોમ.
રાજકોટના એક પ્રાણચિકિત્સા શીખવાના સત્ર દરમિયાન, બીજા દિવસની બપોરે દિવ્ય-પ્રાણચિકિત્સા શીખવવા દરમ્યાન એક બ્રહ્મકુમારી સાધક મહિલાને કુંડલિની અનિયંત્રિત રીતે જાગવાથી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ.
પ્રશિક્ષકે કલાસમાં જણાવ્યું કે તેઓ થોડા સમયમાં સામાન્ય થઈ જશે પરંતુ હાજર પ્રાણચિકિત્સા વિદ્યાર્થીઓમાંથી કેટલાક ખૂબ જ ઉત્તેજીત થઈ તેમને તુર્તજ સામાન્ય સ્થિતિમાં લાવવા આગ્રહ કરવા લાગ્યા.
આથી અન્ય પ્રશિક્ષકે આગળનું શીખવવાનું ચાલુ રાખ્યું. દરમ્યાન પ્રથમ પ્રશિક્ષકે તેઓનું સંપૂર્ણ શોધન-માર્જન અને બાદ સ્થાનિય શોધન કરીને અતિરિક્ત ઊર્જા પુનઃ વહેંચણી પદ્ધતિથી સમાન રૂપથી ફેલાવી. તેમને સ્થિરતા અપાવી.
થોડા સમયમાં તે મહિલા પૂર્વવત્ સામાન્ય બની ગઈ. સત્રમાં તેણીએ આભાર પ્રગટ કર્યો કે વર્ષોની ઝંખના હતી આવા દિવ્ય અનુભવની તે પૂરી થઈ. તેઓ ખૂબ જ ખુશ હતા તે જોઈને બધા જ શાંત થઈ આનંદથી આગળનું પ્રશિક્ષણ પૂરું કર્યું.
(૨) સુરતનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈને પણ પ્રાણચિકિત્સા શીખ્યા બાદ આવો કુંડલિની જાગરણનો અનુભવ થોડા સમય બાદ શરૂ થયો. કુટુંબીજનો ખૂબ જ ગભરાઈ ગયા અને તેઓને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી દીધા.
સદનસીબે તેઓએ અમદાવાદનાં પ્રાણચિકિત્સક શિક્ષકોનો સંપર્ક કર્યો. તેમની પ્રાણચિકિત્સા કરાયા બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ. આજે પણ તેઓ સફળ વ્યવસાયી તરીકે કાર્યરત છે.
(૩) અન્ય એક બનાવમાં શ્રેયસ Fly over પાસેની એક હૉસ્પિટલમાં દાખલ કરેલાં એક પરિણિત યુવાનની પ્રાણચિકિત્સા હૉસ્પિટલની પરવાનગી લીધા બાદ કરવામાં આવી.
આ યુવાન ઘણાં લાંબા સમયથી અસામાન્ય વર્તન કરતાં જણાતાં તેમને મનોચિકિત્સા માટે દાખલ કરેલાં હતાં.
માત્ર અડધા કલાકની પ્રાણચિકિત્સા બાદ તેઓ સામાન્ય બની ગયાં. રાત્રે હૉસ્પિટલે રજા આપી દીધી.