અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૯) મધમાખીનાં ડંખ

ભાગ ૩૫ / ૭૫ · મૂળ PDF

દરવાજો ખોલો.., મધરાતે બંગલાનો ઝાંપો ખખડ્યો એટલે પ્રાણ ચિકિત્સકે દરવાજે જઈને જોયું લો તેમનાં પુત્રનો સહપાઠી મિત્ર - એક કિશોર વિકરાળ જર્મન શેફર્ક કુતરા આથે ઉભેલો હતો.

તેણે જણાવ્યું કે તેમનાં બંગલામાં રાત્રે કાંઈ અવાજ થવાથી આ કૂતરો ઝડપથી દોડીને બગીચામાં ગયો. દરમ્યાન કોઈ વૃક્ષ સાથે અથડાયો. વૃક્ષ પર મધપૂડો હતો. તેની મધમાખીઓએ આ કૂતરા પર હુમલો કરી પુષ્કળ ડંખ મારેલાં હતાં. વેટ ડૉકટર પાસે ગયા પરંતુ કૂતરાએ દવા - ઈન્જેકશન માટે ખૂબ પ્રતિકાર કર્યો એટલે તમારી પાસે પ્રાણ ચિકિત્સા માટે લાવ્યો છું.

તેને પુષ્કળ સંપૂર્ણ શોધન-માર્જન આશરે એકાદ કલાક કરવામાં આવ્યું. કૂતરો ત્યાં જ શાંતિપૂર્વક સૂઈ ગયો. મોડી સવારે બે કિશોર તેને સુખપૂર્વક પોતાના ઘરે લઈ ગયો ત્યારે તે સંપૂર્ણ સાજો હતો.

(૧૦) પતંગની દોરીથી પડેલ ઘા

ઉત્તરાયણનાં દિવસે પ્રાણ ચિકિત્સા પ્રશિક્ષક તેમનાં પત્ની અને બાળકો સાથે સ્કૂટર પર ડ્રાઈવ-ઈન રોડ પરથી બપારે પસાર થતાં હતાં. આગળ તેમનો ૬ વર્ષનો પુત્ર ફૂટરેસ્ટ પર લગાવેલી નાની સીટ પર બેઠેલો હતો. સ્કૂટર હિમાલય મોલ પાસે પહોંચ્યું ત્યારે તેમણે જોયું કે પતંગનો દોરો તેમના દીકરાનાં ગળાના ભાગે આવી રહ્યો હતો.. તેમણે એક હાથ લંબાવી તે દોરાને દીકરાના મસ્તક ઉપરથી કાઢી લેવા પ્રયત્ન કયો. દરમ્યાન બાજુમાંથી પસાર થયેલી કારમાં તે દોરો ફસાયો. તલવારની જેમ આવતાં દોરાને હાથ ઊંચો રાખીને આગળ નીકળી જવાનાં પ્રયત્ન દરમ્યાન કારની ઝડપને કારણે તે તંગ દોરો તેમનાં ડાબા બાવડા પર કાપીને તૂટી ગયો. સદનસીબે પડતાં બચ્ચાં અને સ્કૂટર સમતોલ કરી બાજુમાં લીધું. અને ઘાની તપાસ કરી. ત્યારે જણાયું કે દીકરાનાં નાક પરથી લોહી વહી રહ્યું છે. આથી ત્યાં જ તેની પ્રાણચિકિત્સા શરૂ કરી. તેનું લોહી વહેલું થોડી વારમાં જ બંધ થઈ ગયું.

પછી પોતાના બાવડે તપાસ કરતાં જણાયું કે દોરાએ ૨ ઈંચ ઊંડો જખમ કરેલો છે. તેમણે સ્વયં ચિકિત્સા કરી. આજે પણ એ જખમનું નિશાન મોજુદ છે.