(૧૨) તોફાનીઓને વશ કર્યા
આ બનાવ ૧૯૯૮ માં બન્યો હતો. અમદાવાદથી ચાર પ્રાણચિકિત્સકો મુંબઈ જવા માટે સુરત રાત્રે ૧૨ વાગે પહોંચ્યા. એક અન્ય મિત્રનાં ઘરે રાત્રિ રોકાણ હતું. ચા અને ભજીયા માણ્યા પછી તેઓ વાતોએ વળગ્યા અને પછી ધ્યાનમાં બેઠાં. વહેલી સવારે પાછા સ્ટેશન પર આવી ફલાઈંગ ક્વીનનાં ડબલડેકર ડબ્બામાં ઉપરનાં માળે સામ સામેની બે સીટ પર ચારેય બેઠાં. ટ્રેન ઉપડવાનાં સમયે કેટલાક રોજિંદા અપ-ડાઉન કરનારા આવ્યા અને સીટ ખાલી કરવા જણાવ્યું.
પ્રાણ ચિકિત્સકોએ સમજાવ્યું કે તેઓ ડબ્બામાં પ્રથમથી આવેલા છે. તેમજ આ કોઈ આરક્ષિત સીટો નથી. ધમાલ મચી ગઈ. તેમણે જીદ પકડી કે અમે અપડાઉન રોજ કરીએ છીએ. એટલે અમારો આ સીટો પર હક્ક છે. વાત વધી પડી છેક ખેંચમતાણી ને મારામારી પર આવી. અન્ય યાત્રીઓ ડઘાઈને તમાશો જોતા હતાં. એક મહિલા તેનાં બાળક સાથે ઊભેલી જણાતાં એક પ્રાણચિકિત્સે ઊભા થઈને તેને બેસવા જગ્યા આપી.
આ દરમ્યાન ખૂબ જ ઉગ્રતા વ્યાપી. એક પ્રાણચિકિત્સકે નિશ્ચયપૂર્વક સાફ ના પાડી કે આ જગ્યા અમારી જ છે. હવે ગમે ત્યારે મારામારી શરૂ થશે. અને બધા રોજીંદા અપડાઉન કરનારા એક જૂથ થઈ હિંસક હુમલો કરશે તેવા ભણકારા વાગવા માંડ્યા. ચારે પ્રાણચિકિત્સકોએ એકબીજાની સામે જોઈ મુક:સંદેશો પ્રસારિત કર્યો. અને અંત: પ્રેરણા વડે એ આખાય જૂથ પર સામૂહિક પ્રાણ ચિકિત્સા વડે હાથ હલાવ્યા વગર (માનસિક રીતે ઉપચાર) શરૂ કરી. જોત-જોતામાં આખાય ડબ્બામાં સ્તબ્ધતા વ્યાપી ગઈ. આખા ડબ્બામાં આ ચાર પ્રાણ ચિકિત્સકો સિવાય બીજું કોઈ જાગતું ન હતું. બધા જ પ્રગાઢ નિદ્રામાં હતા. ટ્રેનનાં દોડવાનાં અવાજ સિવાય અપાર્થિવ શાંતિ વ્યાપી ગઈ. એક પછી એક સ્ટેશન આવતાં ગયાં, પણ ન કોઈ ડબ્બામાં જાગે કે ન કોઈ અન્ય મુસાફરો આ ડબ્બામાં દાખલ થાય.
ગંતવ્ય સ્ટેશન દાદર આવવાની તૈયારી થઈ. આ પ્રાણચિકિત્સકો દાદર ઉતરવાનાં હતાં. તે પહેલાં ફરી એજ રીતે પ્રાણચિકિત્સા શરૂ કરી. ડબ્બામાં સળવળાટ શરૂ થયો. વચ્ચે ઉતરનારા મુસાફરો બૂમાબૂમ કરવા માંડ્યા કે છેક દાદર કેવી રીતે આવ્યું અને તેમને ખબર પણ ન પડી\! છેવટે બધા સામાન્ય થયા અને દાદર આવ્યું ત્યારે તે ઉગ્ર મુસાફરો સાવ શાંત હતાં અને પ્રાણચિકિત્સકોને હસતાં વદને દિલ દોસ્તી દાવે વિદાય આપી. તે જ દિવસે આ ચાર પ્રાણચિકિત્સાનો આવો પણ ઉપયોગ હોય છે તેમ શીખ્યા.