અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૧૩) કેન્સરનો ઈલાજ

ભાગ ૩૮ / ૭૫ · મૂળ PDF

મારા એક સ્નેહી મિત્રની તમે પ્રાણચિકિત્સા કરશો? તેમનાં ઘરે જઈને? ગુજરાત હાઈકોર્ટના એક ન્યાયાધીશની પદવીએ પ્રાણચિકિત્સકને પુછયું. ચોકક્સ, જો તે સંમતિ આપે કે તેમના કુટુંબીઓ પ્રાણચિકિત્સકે જવાબ આપ્યો.

આમ નક્કી થયું કે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિયત્રીને પ્રાણચિકિત્સા કરવાનું છે.

તેમનાં નિવાસસ્થાને પ્રાણ ચિકિત્સક પહોંચ્યા. તેઓ ખૂબજ અશક્ત હતાં. તેમનાં પતિ જે જાણીતા વિદ્વાન સાક્ષર કવિશ્રી છે, અને તેમનાં યુવાન બે દિકરાઓ સંગીતજ્ઞ છે, તેઓ ઉત્સુકતા અને આશંકાથી નિહાળતા હતાં. પ્રાણચિકિત્સકે ખાલી ડબ્બો ૧ લિટર પાણી અને મુઠીભર મીઠું મંગાવી દુષિત પ્રાણ નષ્ટ કરવા દ્રાવણ બનાવ્યું.

હે પરમેશ્વર\! ગુરુજનો,MCKS ચિકિત્સાનાં દેવો, દેવદૂતો આમને સંપૂર્ણ આરોગ્ય પ્રદાન કરવાની કૃપા કરો. આભાર.

અને પ્રાણચિકિત્સા શરૂ થઈ. સંપૂર્ણ સૂક્ષ્મ અવલોકનથી જણાયું કે સમગ્ર ઊર્જાદેહ ભૂખરા રંગનો ચટકા ભરતો દુષિત હતો. મુખ્ય, ગૌણચક્રો ઊર્જાની ઉણપ દેખાડતાં હતાં.

સંપૂર્ણ શોધન-માર્જન પછી મુખ્ય અને ગૌણચક્રો, સૂક્ષ્મચક્રોનું શોધન-માર્જન, રક્તાભિસરણતંત્ર, પાચનતંત્ર, અસ્થિમજ્જાતંત્ર, ચેતાતંત્રની સંપૂર્ણ શોધન-માર્જન અને અંતે ઉજ્જવલન આશરે અઢી કલાકની ખંતપૂર્વકની સારવાર અને પરિણામ\! તેઓ સ્મિત સાથે બેઠા થયા અને કહ્યું આભાર. કેટલાય મહિનાઓ બાદ હવે શરીરમાં બળતરાને બદલે શીતળ સુખદતા વ્યાપી છે એવું જણાય છે.

તેઓની ઘનિષ્ઠ સારવાર ચાલી અને આજે તેઓ રક્તસંબંધી કેન્સરથી સંપૂર્ણ મુક્ત થઈ આજે પણ (૨૮ વર્ષ પછી) તંદુરસ્ત ખુશહાલ જીવતાં સાહિત્ય-સાધનારત છે. માસ્ટર ગુરુજીનો ખૂબ આભાર.

(૨) મારા અત્યાર સુધીમાં ૧૪ ઓપરેશન થયા છે. મને દર વખતે શરીરનાં કોઈ ભાગમાં કેન્સરની ગાંઠો થાય એટલે હૉસ્પિટલમાં દાખલ થઈને તેની સર્જરી કરાવી તેને દૂર કરવાનું, આવું છેલ્લાં ૮ વર્ષથી ચાલે છે. તમે મારી પ્રાણચિકિત્સા કરી રાહત આપી શકો? પ્રાણચિકિત્સકનાં ઘરે આવેલી મહિલાએ પ્રશ્ન કર્યો? ચોક્ક્સ, જો તમે અને તમારા પતિ એ માટે સંમતિ આપો. પ્રત્યુતરમાં પ્રાણચિકિત્સકે જણાવ્યું.

હે દિવ્ય પિતા... અને પ્રાણચિકિત્સા શરૂ થઈ. આમ દિવસો, મહિનાઓ સુધી તેમની પ્રાણચિકિત્સા ચાલી. તે મહિલા ખૂબજ મક્કમ મનોબળવાળા આરોગ્યવાંચ્છુ હતાં.

પ્રાણચિકિત્સા શરૂ કરવાથી ૪ વર્ષ સુધી તેઓને ફરી કોઈ કેન્સરની ગાંઠ ન થઈ. તેઆએ સુખદ સમય પસાર કર્યો અને કુદરતી સ્થિતિમાં શાંત મૃત્યુ પામ્યા.

(૧૪) પૂર્વેનાં જીવનોની મુલાકાતનો બખેડો.