અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રભુનાં હૃદયમાંથી

ભાગ ૬૪ / ૭૫ · મૂળ PDF

સમસ્ત પૃથ્વી પ્રેમ અને કરુણાનાં આશીર્વાદ પામો.

સમસ્ત પૃથ્વી અત્યંત આનંદ, સુખ અને દિવ્ય શાંતિ પામો.

સમસ્ત પૃથ્વી સાચી સમજણ, સંવાદિતા, શુભેચ્છાઓ અને સત્કાર્યો માટેનાં આશીર્વાદ પામો. તથાસ્તુ.

૮. પ્રભુનાં હૃદયમાંથી

તમામ સંવેદનશીલ વ્યક્તિઓનાં હૃદય દિવ્યપ્રેમ અને કરુણાસભર બનો.

તમામ સંવેદનશીલ વ્યક્તિઓના હૃદય અત્યંત આનંદ, સુખ, દિવ્ય શાંતિથી છલકાવો.

તમામ સંવેદનશીલ વ્યક્તિઓનાં હૃદય સાચી સમજણ,સંવાદિતા, શુભેચ્છા અને સત્કાર્યોની ઈચ્છા વડે છલકાવો.

આભાર સહ તથાસ્તુ.

શિખાઉ લોકોએ આ આશીર્વાદ એક કે બે વાર જ કરવા. શરૂઆતમાં જ વધુ આશીર્વાદ ન આપવા. કેટલાકને હૃદયવિસ્તારમાં ઊર્જાનો ભરાવો થઈ શકે છે. કારણ કે તેમનાં ઊર્જાદેહ પ્રમાણમાં ઓછા સ્વચ્છ હોય છે. જો આમ જણાય તો તુર્ત જ ઊર્જાનો ભરાવો દૂર કરવા સ્થાનિય પ્રાણ શોધન-માર્જન કરો.

આ આશીર્વાદ આપવાનું યંત્રવત્ ન કરવું જોઈએ. પ્રત્યેક શબ્દમાં સૂચિતાર્થને સમજીને અનુભવવું જોઈએ. તમે દૃશ્યીકરણનો ઉપયોગ કરી શકો છો. પૃથ્વીને પ્રેમ અને કરુણા વડે આશીર્વાદ આપતાં પૃથ્વીનો ઊર્જાદેહ તેજસ્વી ગુલાબી બની રહ્યો છે તેવું દૃશ્યીકરણ કરો. પૃથ્વીને અત્યંત આનંદ, સુખ અને શાંતિના આશીર્વાદ આપતી વેળાએ પ્રચંડ મુશ્કેલીમાં મુકાયેલાં વ્યકિતઓ સ્મિત કરવા લાગ્યા, તેમનાં હૃદય આનંદ શ્રદ્ધા, આશા અને શાંતિ વડે છલકાયાં. એવું દૃશ્યીકરણ કરો. તેમની સમસ્યાઓ હળવી બની ગઈ અને તેઓ સ્મિત રેલાવે છે એવું દૃશ્યીકરણ કરો. પૃથ્વીને સંવાદિતા, શુભેચ્છા અને સત્કાર્યો માટેનાં આશીર્વાદ આપતા વ્યક્તિઓ વચ્ચેનાં ઝઘડાં અને રાષ્ટ્રો જે યુદ્ધની કગાર પર ઊભા હોય તેઓ સુલેહ શાંતિ કરી રહ્યા છે એવું દૃશ્યીકરણ કરો. આવા લોકો સ્નેહ-આદરપૂર્વક એકબીજાને ભેટી રહ્યા છે. તેઓ શુભ ઈરાદાઓથી અને તેને સાકાર કરવા કટિબદ્ધ થયા છે. એવું દૃશ્યીકરણ કરો. આ આશીર્વાદો રાષ્ટ્ર કે રાષ્ટ્રો પર વ્યક્તિઓનાં સમૂહો પર કે વ્યક્તિ પર નિર્દેશિત કરી શકાય છે. આ આશીર્વાદો નાનકડા શિશુ કે બાળકો પર નિર્દેશિત ન કરશો. તેઓ આ ધ્યાનજનિત તીવ્ર ઊર્જાના કારણે અકળામણ અનુભવી શકે છે.

(૪) સહસ્ત્રાર ચક્રને સક્રિય બનાવો.

પૃથ્વીને પ્રેમ અને કરુણાનો આશીર્વાદ.

સહસ્ત્રાર ચક્રને સક્રિય બનાવવા માટે એકાગ્રતા સ્થાપવા સહસ્ત્રારચક્રને આંગળીઓ વડે હળવું દબાણ આપો. જેથી સમસ્ત પૃથ્વીને પ્રેમ અને કરુણાનાં આશીર્વાદ આપી શકાય. જ્યારે સહસ્ત્રારચક્ર સંપૂર્ણ સક્રિય થાય ત્યારે તમારામાંથી કેટલાક મસ્તક પર કાંઈક ખીલી ઊઠ્યું છે એવું અનુભવશો, સહસ્ત્રારચક્ર પર કે તેની અંદર અત્યંત તેજસ્વી શ્વેત પ્રકાશનો સ્ત્રોત જુઓ સાથે જ ૐ મંત્રનું ઉચ્ચારણ કરો. બે ૐ વચ્ચેનાં સમયાંતર પર અને પ્રકાશબિંદુ પર તીવ્ર એકાગ્રતા રાખીને ૐ નું માનસિક ઉચ્ચારણ કરો. ૐનું માનસિક ઉચ્ચારણ કરતી વખતે બે ૐના ઉચ્ચારણ વચ્ચેના અવકાશ પર ધ્યાન રાખો. આવું ધ્યાન ૫ થી ૧૦ મીનિટ સુધી ચાલુ રાખો. જ્યારે અધ્યાત્મ જિજ્ઞાસુ પ્રકાશનાં બિંદુ પર સાથે જ બે ૐકાર વચ્ચેના અવકાશ પર સંપૂર્ણ એકાગ્રતા રાખશે ત્યારે પ્રકાશનો આંતરિક વિસ્ફોટ થશે. તેનું સમગ્ર અસ્તિત્વ પ્રકાશથી રેલાઈ ઊઠશે. તેને પ્રકાશનાં પ્રથમ દર્શન સાથે જ દિવ્ય આનંદની અનુભૂતિ થશે. પ્રકાશનો અનુભવ કે બૌદ્ધિક ચૈતન્યનો અનુભવ થાય ત્યારે જિસસે કહેલી વાત, “જ્યારે તું એક આંખ વડે જોઈશ ત્યારે તારું સંપૂર્ણ શરીર પ્રકાશનો ધોધ બન્યું હશે.” (લ્યુક ૧૭:૩૪). “જુઓ પ્રભુનું સામ્રાજ્ય તમારી અંદર જ છે.” (લ્યુક ૧૭.૨૧) તે સમજાશે.

કેટલાક લોકોને પ્રકાશ કે બૌદ્ધિક ચૈતન્યનાં પ્રથમ અનુભવ થવામાં વર્ષો લાગી જાય છે. જ્યારે કેટલાકને થોડા મહિના અથવા સપ્તાહો લાગે છે. જૂજ લોકોને જ પ્રથમ પ્રયત્ને ચૈતન્યની વ્યાપકતાનો અનુભવ થાય છે. જે સુવિધા આપનાર કે અગ્રણી દ્વારા સામાન્યત: થતો હોય છે.

આ ધ્યાન કરતી વખતે જિજ્ઞાસુએ તટસ્થ રહેવું જોઈએ. તે અત્યંત ઉત્સુક અથવા પરિણામ મેળવવા ભ્રમિત ન હોવો જોઈએ અન્યથા તે અપેક્ષાઓ કે પરિણામ હાંસિલ કરી લેવાની તાલાવેલી પર ધ્યાન લગાવી બેસશે અને પ્રકાશનાં બિંદુ અને બે ૐકાર વચ્ચેનાં અવકાશ પર ધ્યાન રાખવાનું ચૂકી જશે.