અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રક્રિયા

ભાગ ૬૩ / ૭૫ · મૂળ PDF

(૧) શારીરિક કસરત વ્યાયામ વડે ઊર્જાદેહની સફાઈ, શોધન પ્રક્રિયાઃ ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો. વ્યાયામ કરવાથી ઊર્જાદેહ સ્વચ્છ અને ઊર્જાવાન બને છે. જ્યારે વ્યાયામ કરવામાં આવે છે ત્યારે ઉર્જાદેહમાંથી હલકો ભૂખરા રંગનું દ્રવ્ય અને વપરાયેલી ઊર્જા બહાર ફેંકાઈ જાય છે. પ્રાણઊર્જાનાં ભરાવાને ન્યૂનતમ કરવા માટે શારીરિક વ્યાયામ કરવો જ જોઈએ કારણ કે આ ધ્યાન વિપુલ માત્રામાં સૂક્ષ્મ ઊર્જાઓ પેદા કરે છે.

(૨) દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા આવાહન.

દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકનું આવાહન કરવું અત્યંત જરૂરી છે. પ્રત્યેક આધ્યાત્મિક જિજ્ઞાસુનાં આધ્યાત્મિક માર્ગદર્શકો હોય છે. ભલે તેને ભાન હોય કે ન પણ હોય. આવાહન કરવાની જરૂર સ્વયંના રક્ષણ, મદદ અને માર્ગદર્શન માટે હોય છે. આવાહન કર્યા વગરની આવી ઉચ્ચ ધ્યાન પ્રક્રિયાનો અભ્યાસ ખતરનાક સાબિત થઈ શકે છે. તમે તમારું આવાહન સ્વયં રચી શકો છો. સામાન્ય રીતે હું (MCKS) આ આવાહનનો ઉપયોગ કરું છું.

હે પિતા, હું આદરભાવથી આપના દિવ્ય આશીર્વાદ માટે આવાહન કરું છું\!

મને રક્ષણ, માર્ગદર્શન, મદદ અને પ્રજ્ઞાન-પ્રકાશ આપો, આભાર સહિત, પૂર્ણ શ્રદ્ધા સહિત\!

(૩) હૃદયચક્રને સક્રિય બનાવવું, સમસ્ત પૃથ્વીને પ્રેમ અને કરુણા સહિત આશીર્વાદ આપવા. આગળનાં હૃદયચક્ર પર આંગળીઓ વડે થોડી પળ માટે હળવું દબાણ આપો. આથી આગળનાં હૃદયચક્ર પર એકાગ્રતા કરવાનું આસાન બનશે. આગળના હૃદયચક્ર પર ધ્યાન આપો અને પૃથ્વીને પ્રેમ કરુણાથી આશીર્વાદ આપો. તમે સ્વયં પ્રેમકરુણા વડે આશીર્વાદ આપવામાં સુધારો કરી શકો છો.

પૃથ્વીને પ્રેમ-કરુણા વડે આશીર્વાદ: