જેવી તેની ઈચ્છા તેવો ઈરાદો
જેવો તેનો ઈરાદો તેવા તેનાં કાર્ય
તે જે કાંઈપણ કરશે તેને તેવું ફળશે.
કર્મનો સિદ્ધાંત બે બાબતો સ્પષ્ટ કરે છેઃ
(૧) વ્યક્તિ દ્વારા કરેલ કાર્ય તે વ્યક્તિને અસર કરે છે અને તેનાં જીવનમાં અસર આવે છે.
(૨) વ્યક્તિનો ઈરાદો તેને તેમજ તેનાં જીવનને અસર કરે છે.
બીજી એક બાબત પણ સ્પષ્ટ થાય છે કે “જેવાં કાર્યો તેવાં જ પરિણામો” આવાં પરિણામો ભૌતિક, નૈતિક અને ભાવનાત્મક હોય છે. કર્મનાં પરિણામો ઘણીવાર તાત્કાલિક ન મળતાં તે વ્યક્તિનાં હયાત જીવનકાળમાં અથવા જેમ કેટલાંક કહે છે તેમ ભવિષ્યનાં જન્મમાં આવે છે.
વ્યક્તિનાં કર્મનાં પરિણામો બે પ્રકારે જોવા મળે છે, ફળ અને સંસ્કાર રૂપે. વ્યક્તિની હયાતીમાં આવનારાં દેખી શકાય તેવા કે અદૃશ્ય અસર રૂપે પરિણમે છે. જ્યારે સંસ્કાર એક એવી અદૃષ્ટ અસર વ્યક્તિમાં જણાવે છે જે તેનાં હયાત અથવા ભવિષ્યનાં જન્મોમાં તેને સુખ કે દુ:ખનો અનુભવ આપે છે.
પુરાતનકાળમાં લોકો સમજી શકે તે માટે સરળ ભાષામાં કર્મનો અર્થ સમજાવતા કહેતા “તમે જે વાવો છો તે જ તમે લણશો.” અથવા “તમે જે આપો છો તે જ તમે મેળવશો.” (ગલાટિયન્સ ૬.૭)
આ કારણ અને પરિણામનો નિયમ કોઈ એક વ્યક્તિ, સમૂહ, અનેક વ્યકિતઓનાં સમૂહો જેવા કે કુટુંબ, સંસ્થા કે રાષ્ટ્ર પર સમાનરૂપથી લાગુ પડે છે.
કર્મનો સિદ્ધાંત જગતનાં તમામ મુખ્ય ધર્મોમાં નિર્દેશિત છે.
“ઈશ્વરની મજાક ન થઈ શકે,
મનુષ્ય તે જ લણે છે જે તેણે વાવ્યું છે.”
(ગ્લાટિયન્સ ૬.૭)
જે મા૫દંડથી તમે બીજાને માપો છો
તે જ માપદંડથી તમને પણ મપાશે.