અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(લ્યુક ૬.૩૮)

ભાગ ૬૯ / ૭૫ · મૂળ PDF

તું જે કરીશ, તેનું પૂરેપૂરું પ્રતિફળ અને

પ્રતિભાવ તને મળશે.

(કુરાન)

જે રીતે એક ખેડૂત જેવા (જેનાં) બી વાવશે

તેને તેવા જ પ્રકારનો પાક મળશે. એ જ રીતે

સારા અને ખરાબ કર્મોની સાથે છે.

(મહાભારત)

જ્યાં સુધી ખરાબ વિચાર કર્મોનું રૂપ નથી લઈ લેતાં ત્યાં સુધી મૂર્ખ એવું સમજે છે કે તેનાં કર્મ મધ જેવાં મીઠાં છે. પણ જ્યારે તેનાં વિચાર કર્મમાં બદલાય છે ત્યારે અસહ્ય દુ:ખો આવી પડે છે.

(ધમ્મપદ વિઝડમ ઓફ બુદ્ધ)

પ્રત્યેકને પોતાનાં કર્મનાં પરિણામ રૂપે એટલી જ માત્રામાં એનાં ફળ મળે છે. તે ક્યારેય ઓછાં કે વધુ નથી હોતાં કોઈપણ સારા કે ખરાબ કામ જાણીને કે અજાણપણે કરાયાં હોય તદઅનુસાર તેનાં પરિણામોથી કોઈ બચી શકતું નથી.

હેલન શેરીક(ફાઉન્ડેશન ઓફ બુદ્ધિઝમ)

કર્મનો સોનેરી નિયમ

કર્મનાં નિયમનો ઉપયોગ સકારાત્મક રૂપે કરવામાં આવે તો તે સોનેરી નિયમ રૂપે કાર્ય કરે છે. તમે બીજા પાસે જેવું ઈચ્છો છો, તેવું જ તમારે બીજા માટે કરવું જોઈએ. તમારી ઈચ્છિત વસ્તુ ઘટના કે પરિસ્થિતિ મેળવવા માટે આ નિયમનો ઉપયોગ કરી શકાય છે. જો તમને સમૃદ્ધિ જોઈતી હોય તો તમારે દાનપૂણ્ય કરવું જરૂરી છે. તે જ રીતે જો તમે સ્નેહ, પ્રેમ અને મિત્રતા ચાહો છો તો તમારે બધાં પ્રત્યે સ્નેહાળ અને નમ્ર બનવું જોઈએ.

આ જ નિયમનો નકારાત્મક સોનેરી નિયમનાં રૂપમાં એનો પ્રયોગ કરીને અનૈચ્છિક વસ્તુઓ વ્યક્તિઓ અને ઘટનાક્રમોથી અલિપ્ત રહેવા માટે આ કર્મનાં નિયમનો ઉપયોગ કરી શકાય છે. દા.ત. જે કાર્ય તમે તમારા માટે ન ઈચ્છતા હોય તેવું કાર્ય તમે અન્ય લોકો સાથે ન કરો. જો તમારી સાથે દગો ન થાય તેવું ઈચ્છતાં હોય તો તમે બધા સાથે ઈમાનદારીથી વર્તાવ કરો.

જો તમે તમારાથી થયેલાં નકારાત્મક કાર્યોને પોતે જ જાણી લીધાં અને બીજા કોઈને નુકસાન નથી પહોંચાડ્યું તો તમારે ડરવાની જરૂર નથી. કોઈ તમારો વાળ પણ વાંકો ન કરી શકે. કર્મનો સિદ્ધાંત અતૂટ છે. “મારી સત્યતા અને ધર્મપરાયણતા જ મારું કવચ છે.” આ નિવેદનનો અર્થ છે. કોઈ તમને નુકસાન પહોંચાડી ન શકે જો તમે સાચા અને ધર્મનાં માર્ગે છો. લાખો માણસો તેની પાછળ પડી જાય તો પણ કોઈ તેનું નુકસાન ન કરી શકે.

આમ, સોનરી નિયમનો સકારાત્મક અને નકારાત્મક બંને રૂપે ઉપયોગ કરીને જીવન સરળ બનાવી શકાય. તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુગમતા આવશે. તથા જીવનનાં ચડાવ-ઉતાર, તડકા-છાંયડામાં પણ સમાનતાથી સુખપૂર્વક રહી શકશો. પ્રભુ ઈશુએ આપેલાં ધર્મ આદેશ દુશ્મનને પ્રેમ કરો (ધિક્કારશો નહીં) તેની પાછળ આ કર્મનો નિયમ જ છે. ઘૃણાને બદલે ઘૃણા, ગુસ્સાનાં બદલે ગુસ્સો, દુશ્મની સામે દુશ્મની, હિંસા, મારકૂટ સામે હિંસા અને મારામારી કરવાથી પરિસ્થિતિઓ વધુને વધુ વણસી જશે. પરંતુ ઘૃણા કરનાર સામે કરુણા, પ્રેમ અને શાંતિ રાખવાથી સહુનું સારું જ થશે. દુશ્મનોને ચાહવાનો સંદેશ મહાત્મા બુદ્ધ તથા વિશ્વાના અનેક મહાન ઉપદેશકોએ પણ આપેલ છે.

આજ નાં સંદર્ભમાં પણ તે એટલો જ અસરકારક છે. તમામ સમસ્યાઓ, વ્યક્તિગત કે સમગ્ર રાષ્ટ્ર કે દેશો કે દેશોનાં જૂથોની આના વડે સુલઝાવી શકાય તેમ છે. ભવિષ્યમાં આવનારી તકલીફોનું નિવારણ કરવા માટે આ સોનેરી નિયમ ઉપયોગી છે. તે વૈશ્વિક છે.