અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

નૈતિક ફરજ : સતગુણોનું પાલન

ભાગ ૭૨ / ૭૫ · મૂળ PDF

પ્રાણચિકિત્સકો દર્દીઓ તથા જનસમુદાય માટે આદર્શરૂપ હોવા જરૂરી છે. તેથી સતગુણોનું પાલન અતિ અગત્યતા ધરાવે છે.

(૧) કરુણા અને અહિંસા

કરુણા અને અહિંસાનો સરળ અર્થ છે નિર્દયતાનો અભાવ. કરુણા હમેશાં ત્રણે સ્તર – શારીરિક, શાબ્દિક અને માનસિક સ્તરો પર દાખવવી જોઈએ. નમ્રતા, સૌજન્યતા અને મદદરૂપ બનવા વગેરે કરુણામય કાર્ય છે. હંમેશાં ઉત્સાહપ્રેરક અને પ્રોત્સાહિત કરનારી ભાષામાં સંવાદ કરવો જોઈએ. વ્યક્તિઓ પણ વનસ્પતિ, છોડ જેવાં સ્વભાવનાં અતિ સંવેદનશીલ હોવાથી તેમને મધુર, નમ્ર આદર સહિત કહેવું જોઈએ. દા.ત. વ્યક્તિને તેની સિદ્ધિઓ માટે પ્રશંસા કરી તેને બિરદાવવો જોઈએ. માનસિક રૂપમાં કરુણાનો અર્થ છે – લોકોને આશીર્વાદ આપવા. પ્રાણચિકિત્સામાં તેનો અર્થ છે દર્દીઓની આર્થિક ક્ષમતા ન હોવા છતાં તેમની પ્રાણચિકિત્સા કરી તેમને દર્દમુક્ત કરવા. આને જ કરુણા વડે ઉપચાર કર્યો કહેવાય.

અહિંસાનો અર્થ છે કે અન્ય લોકોને શારીરિક માનસિક કે શબ્દો દ્વારા હિંસા કરવાથી બચવું. અન્ય જીવો પ્રત્યે હાનિ ન પહોંચાડાય તે ખૂબ જ અગત્યનું છે. ક્યારેક વ્યકિતઓએ પ્રાણીના જીવનનાં ભોગે પોતાનાં કુટુંબને આહાર પહોંચાડવો પડે છે. અહીં પ્રાણીને દ્વેષભાવથી, ઘાતકીપણે તેમાં મૃત્યુનો આનંદ લેવા ન મારવું જોઈએ. ઉંદર, વાંદા, મચ્છર અને જંતુઓ મારવા આરોગ્યનાં કારણસર થતાં હોય છે.

શાબ્દિક અહિંસાનો અર્થ છે - કઠોર ઈજા પહોંચાડે તેવા શબ્દોનો ઉપયોગ ન કરવો. શબ્દોથી ઈજા પામેલ વ્યકિતને શારીરિક ઘાયલ થયેલાં વ્યક્તિ કરતાં સાજા થવામાં ખૂબ સમય લાગે છે. ઘા રુઝાય છે શબ્દોનાં રામબાણથી ઘાયલ વ્યક્તિ ખૂબ જ પીડા પામતો હોય છે. જખમ બે ત્રણ દિવસમાં મટી જાય છે. પરંતુ કટાક્ષ કે ટોણો માર્યાનાં જખમ ભરાતાં વર્ષો વીતી જાય છે. ક્યારેક તે ક્યારેય રુઝાતાં નથી. તેથી હમેશાં તમારી વાણી પર ધ્યાન આપો. બીજાને દુ:ખી ન કરશો. અન્ય માનસિક સ્તર પર તેનો અર્થ છે વધુ પડતી માનસિક ટીકા કરવાનું બંધ રાખો કે ટાળો. પ્રાણચિકિત્સામાં અિહંસાનો અર્થ છે પોતાની મનોચિકિત્સક શક્તિઓનો દુરુપયોગ ન કરવો. માનવીય સંબંધોમાં યોગ્યતા અને સંવાદિતા જાળવવા માટે પ્રેમ, કરુણા અને અહિંસા ખૂબ જ આવશ્યક છે.

જો બધાજ આનું પાલન કરે તો આ પૃથ્વી રહેવા માટે અદ્ભુત બની જાય છે.

૨. ઉદારતા અને ચોરી ન કરવી.

ઉદારતાનો અર્થ છે આપવું અથવા સાથે ઉપયોગ કરવા દેવો. સ્થૂળ અર્થમાં પૈસા (સમૃદ્ધિ) આપવા અથવા સદુપયોગ માટે તત્પર થવું. સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ગુરુચાવી છે. અન્યને આપવું. આવકનો અમુક હિસ્સો આધ્યાત્મિક અને દાન આધારિત સંસ્થાઓને આપવો તે ઉદારતાનું મૂર્ત સ્વરૂપ છે. એવું જોવામાં આવ્યું છે કે જે દર્દીઓ પ્રાણ ઉપચારકને તેની સેવાનાં અવેજ રૂપે ઉદારતાથી નાણાં આપે છે તેઓ ખૂબ જ ઝડપથી સાજા થતાં હોય છે. મા શાર્લોટ એન્ડરસન અને MCKS એ ઘણાં કિસ્સામાં એવું અનુભવ્યું છે કે દર્દીઓ સારવાર શરૂ કર્યા પહેલાં જો અગ્રિમપણે અનુભવી પ્રાણચિકિત્સકને શક્તિશાળી નાણાં આપે તો પ્રાણચિકિત્સા થાય તે પહેલાં જ અંશતઃ કે પૂર્ણ રૂપે સાજા થાય છે.

પૃથ્વીને આશીર્વાદ આપવા તે પણ ઉદારતાનો દાખલો છે. લાગણીઓનાં સ્તર પર તમે સ્નેહપૂર્ણ, આધારરૂ૫ અને પ્રોત્સાહન આપીને ઉદારતા દાખવી શકો છો માનસિક સ્તર પર શીખવા તૈયાર અને જિજ્ઞાસુ લોકોને તમે જ્ઞાન અને કૌશલ્ય આપો. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે શીખવો છો ત્યારે જ તમારું તે બાબતોનું જ્ઞાન-કૌશલ્ય વધુ નીખરે છે. તેનું કારણ એ છે કે જ્યારે તમે શીખવવાનું શરૂ કરો છો ત્યારે જ તેમાં નિપુણ બનો છો.

ચોરી ન કરવી અથવા અચૌર્યનો સ્થૂળ અર્થ છે, કે જે વસ્તુ તેની માલિકીની ન હોય તે તેણે ન લેવી. વધુ સૂક્ષ્મ સ્તરે એનો અર્થ છે અન્ય લોકો જેનાં ખરા હકદાર છે તેઓની યોગ્યતાની પ્રશંસા અને પુરસ્કાર ન ચોરી લેવા. પ્રાણચિકિત્સામાં એનો અર્થ છે કે દર્દીએ અગ્રિમ નાણાં આપેલ હોય અથવા આપવાનો હોય તેવાનો પ્રાણઉપચાર પોતાની એકાગ્રતા, ક્ષમતા અને જ્ઞાનકૌશલ્ય વડે સંપૂર્ણ રૂપથી ઉપચાર કરવો. તેનો અર્થ એ પણ છે કે દર્દી એ ફાયદારૂપ મેળવેલી પ્રાણઊર્જાના બદલામાં પ્રાણચિકિત્સકને પૂરતાં નાણાં આપવા. કેટલાક કિસ્સાઓમાં એવું પણ જણાવ્યું છે કે જો ક્ષમતા ધરાવતાં દર્દીઓ ઉપચારના બદલામાં અપૂરતા નાણાં આપે અથવા ન આપે તેઓ ખૂબ જ ધીમેથી સાજા થાય અથવા તદ્દન રાહત પામતાં જ નથી.