અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

૩. પ્રમાણિકતા અને અસત્ય ન બોલવું

ભાગ ૭૩ / ૭૫ · મૂળ PDF

પ્રમાણિકતાનો ઉપયોગ એવો ન થવો જોઈએ જેથી અન્યને હાનિ કે પીડા પહોંચે. પ્રમાણિકતા અને નિખાલસતાનો સાધન બનાવી કે ઉપચાર રૂપે અન્યને ઈજા કે લાગણીઓ ઘવાય તેમ ઉપયોગ ન કરવો જોઈએ. દ્વેષ રાખીને પ્રમાણિકતાનો ઉપયોગ ન કરવો. આ પ્રમાણિકતા સદગુણનો દુરુપયોગ છે.

જો કોઈ સંજોગોમાં પ્રેમ અને કરુણા તેમજ અહિંસા સાથે પ્રમાણિકતાનો આંતરીક સઘર્ષ ઊભો થાય ત્યારે પ્રમાણિકતાનાં ભોગે પણ પ્રેમ અને કરુણા તથા અહિંસાને જ પ્રાથમિકતા આપવી જોઈએ. અસત્યનો અર્થ છે કે અન્ય પાસેથી અયોગ્ય લાભ મેળવવા માટે દ્વેષ રાખીને અસત્ય કે ખોટાં નિવેદનો ન કરવા જોઈએ.

૪. ઉદ્યમીપણું અને આળસ વગરના

પ્રાણિક હિલિંગ - પ્રાણચિકિત્સામાં ઉદ્યમીપણાનો અર્થ છે કે પ્રાણિક હિલિંગનાં પુસ્તકોનો સઘનતાથી સંનિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો તેનો અર્થ એ પણ છે કે પ્રાણિક હિલિંગની વિવિધ પ્રક્રિયાઓ, વિધિઓનો નિયમિત અંભ્યાસ કરવો જેથી કૌશલ્યપૂર્ણ બની શકાય. તેનો અર્થ એ પણ છે કે દર્દીનો વિગતવાર અભ્યાસ કરવો. ઉદ્યમીપણું એનો અર્થ એ પણ થાય કે જવાબદારી લેવી. કોઈ કામ આપ્યું હોય તો તેને યોગ્ય રીતે સંપૂર્ણ કરવું. તેનો અર્થ છે કોઈ પણ કામ ટાળવું નહીં. ઉદ્યમીપણાને બીજા શબ્દોમાં લક્ષ્ય અને પ્રયત્નોમાં સાતત્યપૂર્ણતા અને આળસ ન કરવી જે સફળતા અને આધ્યાત્મિક વિકાસનો ગુરુમંત્ર છે.

૫. મધ્યસ્થતા અને અતિશયતા ન કરવીઃ

વ્યક્તિએ આત્યંતિક થઈ અતિશયતાની વૃતિનો ત્યાગ કરીને મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. પ્રાણિક હિલિંગમાં લોકોની મદદ કરવી એ સારી બાબત છે. પરતુ તે સ્વયંના ભોગે ન કરવી જોઈએ. એટલે કે પોતે પુષ્કળ થાકી જાય ત્યાં સુધી કશું પણ ન કરવું જોઈએ. ૫ થી ૬ દિવસ સુધી પ્રાણચિકિત્સા કર્યા કરવી એ અતિશયતા છે અને આરોગ્ય માટે સારું ન ગણાય. ઘરનાં એવાં પ્રાણચિકિત્સકો છે જે ખૂબ જ માંદાં પડ્યા અને યુવાનીમાં જ મૃત્યુ પામ્યા. પ્રાણચિકિત્સા કરવામાં મધ્યમ ગતિએ લાંબા સમય સુધી કાર્ય કરવાથી તેઓ સમાજને વધુ ઉપયોગી અને મદદરૂપ થઈ શકે છે.

જાતીય આનંદ લેવો એ સારી બાબત છે. પરંતુ તેમાં પણ મધ્યમતા રાખીને અતિશયતા ટાળવી જોઈએ. લાંબા સમય સુધી પુષ્કળ જાતીય જીવન માણવાથી વ્યક્તિની ચિકિત્સા શક્તિઓમાં નાટકીય રીતે ઘટાડો થતો હોય છે.

આર્થિક રીતે, તેનો અર્થ છે કે વ્યક્તિએ વધુ પડતું અને નકામા ખર્ચાઓ કરવા ટાળવા જોઈએ. દાન અને કર ચૂકવ્યા બાદ બાકી રહેલાં નાણામાંથી ૨૦% થી ૩૦% જેટલાં બાકી આવકમાંથી બચાવીને રોકાણમાં રાખવાં. આ સમૃદ્ધિ મેળવવાનાં માર્ગમાંથી એક રસ્તો છે.