સમાપન
અભિનંદન\! તમે પ્રાણચિકિત્સા વિષે જાણ્યું. હવે તેનો અભ્યાસ તુર્તજ શરૂ કરો. કાલ હોતી જ નથી\! આ મેળવેલાં જ્ઞાનની વારંવાર સમીક્ષા કરો. આથી તમે આ અદ્ભુત ગુહ્ય જ્ઞાનનો પાર પામી જશો.
ઉપયોગમાં લેતાવેંત જ તમને આ વિશ્વસેવાની તેમજ વ્યક્તિગત સુખાકારીની પ્રતિદિન તક મળી ચૂકી છે.
જાણવું એક ખૂબ અગત્યનું છે. પરંતુ તે વસ્તુ (બાબતો)નો યથાર્થ સમજવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખવાનો અર્થ થાય છે કે તમે જ્ઞાનના અમુક સ્તર, તમે સમજ્યા તે પ્રમાણેની જાગૃતિ ધરાવો છો. આ જ્ઞાનનો ઉપયોગ આપણાં જીવનમાં ઘરમૂળ પરિવર્તન લાવે છે. તેનાથી આ વિજ્ઞાનકૌશલ્યમાં મહારત આવશે અને આપણે વધુ કરુણામય બની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીશું. જેમ વધુ સઘનતાથી, ખંતથી, ધીરજ રાખીને અભ્યાસ કરીશું તેમ વધુ આત્મવિશ્વાસુ બની શકીશું.
પ્રાણચિકિત્સા તો સદીઓથી અસ્તિત્વમાં હતી જ અને તેનો ઉપયોગ થયા કરતો હતો, પરંતુ માસ્ટર ચોઆ કોઈ સુઈ અન્ય લેખકો કરતાં સ્પષ્ટ જુદાં તેમની માનવતાની સેવાર્થે રહેલી દૃષ્ટિનાં કારણે સ્પષ્ટ તરી આવે છે. જેઓ સાંપ્રત, આધુનિક જગતને આની ભેટ આપી છે. તેઓની સ્પષ્ટ સમજ હતી કે ઊર્જાચિકિત્સા એ આધ્યાત્મિકતા સર કરવાનાં સેતુબંધ સમાન છે. આથી રસ ધરાવતા લોકોને તેમનાં પુસ્તકોનો અભ્યાસ કરવાની ભલામણ કરવામાં આવે છે.
મહાત્મા MCKS દ્વારા નિર્દેશીત અન્ય કોર્સિસ અને ઉપલબ્ધ પુસ્તકો