અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

પ્રાણચિકિત્સા દ્વારા આત્મસાક્ષાત્કાર

ભાગ ૧ / ૪૪ · મૂળ PDF

ઉત્તરાર્ધ

तेरा तुझ को अर्पण

સંસાર કલ્પનાની નીપજ છે

સંસાર મહારોગ છે

રોગ માત્ર કલ્પના છે

રોગ નથી તો ઉપચાર કેવા?

Dedicated to

Beloved

Indrajit Desai

IG

My inspiration & co-traveller

હું છું

એ મૂળ કલ્પના તેમાંથી

હું દેહ છું ની કલ્પના થઈ

પછી સુખદુઃખ જન્મ્યા

રોગ કલ્પના છે

તેને મટાડવા પ્રક્રિયાઓ ઔષધો પણ આવ્યા

(કલ્પનાનું જ પરિણામ)

JUST SUPPOSE

હું નથી\!

સૃષ્ટિસર્જન રહસ્ય

सृष्टि से पहेले सत् नहीं था, असत भी नहीं,

अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था\!

छिपा था क्या? कहां? किसने ढका था?

उस पल तो अगम अंतल जल भी कहां था?

छीपा था क्या कहां, किसने ढका था?

अंतरिक्ष भी नहीं\! आकाश भी नहीं था\!

वो था हिरण्यगर्भ, सृष्टि से पहले विद्यमान\!

वहीं तो सारे भूत जात का स्वामी महान\!

जो है अस्तित्वमान धरती आसमान धारण कर

एसे किस देवता की उपासना करे हम हवि देकर

गर्भ में अपने अग्नि धारण कर, पैदाकर

व्यापा था जल इधर उधर नीचे उपर

जगा जो देवों का एकमेव प्राण बनकर

एसे किस देवता की उपासना करे हम हवि देकर

ओ सृष्टि निर्माता स्वर्ग रचयिता पूर्वज रक्षा कर

सत्य धर्म पालक अतुल जल नियामक रक्षा कर

फैली है दिशाए बाहु जैसी उसकी सब में सब पर

ऐसे ही देवता की उपासना करें हम हवि देकर (2)

સૃષ્ટિનિર્માણ

વૈવિધ્યથી ઊભરાતા આ જગતમાં કાંઈક તત્વ છુપાયેલું છે – જે વાણી અને મનથી અગોચર છે. આ તત્વ ને પરબ્રહ્મ પરમાત્મા પરમ તત્વ કે બ્રહ્મ તરીકે વેદાંતે પોકારેલ છે. આ તત્વને સાદી ભાષામાં લોકો ભગવાન કહે છે. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ આ પરમાત્મા છે. એવું બધા જ ઉપનિષદો એકમતે સ્વીકારે છે.

જગત, જીવ અને જગદીશ વચ્ચે શું સંબંધ છે? પરમાત્મા સ્વયં કેવા છે? આ બધું કેવી રીતે કરે છે? કોણ કરે છે એની પાછળ શું પ્રયોજન છે? આ બ્રહ્મસત્તાનાં અજ્ઞાનને માયા પણ કહે છે. માયાવીનો સાક્ષાત્કાર થતાં માયા નષ્ટ થઈ જ્ઞાન પ્રગટે છે. આ બ્રહ્મસત્તાને જ સતચિદાનંદ કહે છે. તેનાં અનુભવ માટે વિવેક,વૈરાગ્ય અને ગુરુકૃપા આવશ્યક છે. સાક્ષાત્કાર થતાં જ હૃદયની અવિદ્યા ગ્રંથિઓનું ભેદન, સંશયોનું છેદન અને કર્મનાં આશયનું વિજ્ઞાન પ્રગટે છે અને મુક્તિ થાય છે. મુક્તિ એટલે સ્વસ્વરૂ૫ સચ્ચિદાનંદની કાયમી સ્થિતિ જ્યાં જન્મ-મરણનાં ચક્રનો અંત આવે છે.