અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

III સનાતન પ્રાણચિકિત્સા

ભાગ ૧૬ / ૪૪ · મૂળ PDF

રોગ કે તેનાં ચિન્હો દર્શાવે છે કે કુદરતના નિયમોનો ભંગ થયેલ છે. પ્રાચીન ઋષિઓ જાણતા હતા કે કુદરતનાં નિયમો ઈશ્વરીય દેન છે. જીવરૂપ વ્યક્તિ એ વાસ્તવમાં ઈશ્વરનું ભૌતિક જગતમાં થયેલું પ્રગટીકરણ જ છે અને કુદરતનાં નિયમોનું પાલન તેની ધાર્મિક ફરજ છે.

ભૌતિક શરીર તેના અદૃશ્ય ભૌતિક શરીર એટલે કે પ્રાણમય કોષ ભૌતિક દ્રવ્ય જીવદ્રવ્ય અથવા પ્રાણ વડે રચાયેલા છે. આથી આ બંનેને સ્વચ્છ કરવા અને સ્વચ્છ રાખવા માટે ભૌતિક સાધનોનો ઉપયોગ યોજેલાે છે. દૃશ્યામાન શરીર – અન્નમય કોષ ખોરાક, પ્રવાહી અને હવા દ્વારા નિપજેલાં સૂક્ષ્મ કણો વડે સર્જાયેલો છે. આ ઉપરાંત આપણા ઉપર વાતાવરણમાંથી ઊર્ધ્વમાંથી, અન્ય વ્યક્તિઓ તરફથી અને ચોતરફથી અવિરત વર્ષતાં અતિ સૂક્ષ્મ કણો આધારે પણ તે પોષણ પામ્યા કરે છે. આપણું શરીર મૃત કણોથી બનેલ નથી કારણ કે જડ, મૃત કણો જેવું વાસ્તવમાં કાંઈ નથી. અતિ સુક્ષ્મ જીવંત કણો દ્વારા અણુ અને આવા અસંખ્ય જીવંત અણુઓ વડે દ્રવ્ય બનેલ છે. એક રજકણ અસંખ્યાત જીવંત અતિસૂક્ષ્મ પ્રાણીઓની અસંખ્ય પરતો વડે રચાય ત્યારે તેને આપણે સૂક્ષ્મ જીવાણુ (microbes) તરીકે જાણીએ છીએ. આવા સૂક્ષ્મ જીવાણુઓ અને સૂક્ષ્મ જીવો સતત હવામાં તરતા હોય છે અને આપણાં શરીર અને તમામ વસ્તુઓ આના વડે જ સર્જાયેલી છે. પથ્થરો, વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્યો અને માનવસર્જિત વસ્તુઓ જેવી કે મકાનો, ફર્નિચર, કપડાં વગેરે આવા કણોનાં વાદળો વરસાવ્યા જ કરે છે. જેને તમે સ્પર્શો તે તમને અને તમે તે વસ્તુઓને એકબીજાંનું દ્રવ્ય આપલે કર્યા કરો છે. હવે જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણે શુદ્ધ કણો લેવાં અને અશુદ્ધિ દૂર કરી દેવું જરૂરી થઈ પડે છે. એટલે શૌચનાં નિયમો આ કેવી રીતે કરવું જોઈએ. તે દર્શાવવા માટે બનાવ્યા છે.

આપણે જે આહાર લઈએ તે શુદ્ધ હોવો જોઈએ. હવે વસ્તુઓ જીવંત થાય છે. કે મૃત્યુ પામી રહેલ છે. બને છે કે નષ્ટ થાય છે. જ્યારે જીવ શરીર છોડે છે પરંતુ દ્રવ્ય હજી જીવંત હોય છે. જેમ જેમ શરીર મરે છે. જીવંત કણો મુક્ત થતાં હોય છે. શુદ્ધ આહાર વધુ જીવંત બને છે. જ્યારે તેમાં જીવન પ્રગટે છે. પછીનાં કુદરતી વિકાસક્રમ પ્રમાણે ઉચ્ચ સંયોજન પામે છે. એટલે કે વધુ જીવંતતા મેળવે છે. તાજાં પાંદડાં, ફળો, અનાજ અને કંદમૂળ વગેરે જીવંતતાથી ભરપૂર હોય ત્યારે આપણે તેને આરોગી આપણામાં જીવનવૃદ્ધિ કરીએ છીએ. જ્યારે વાસી આહાર અશુદ્ધ થતો જતો હોય છે કારણ તેમાંથી જીવનસત્ત્વ જઈ રહ્યું હોય છે. તમામ પ્રકારનો માંસાહાર આથી ઓછા વધતાં પ્રમાણમાં અશુદ્ધ હોય છે કારણ તેમાં રહેલ જીવનને હાંકી કઢાયેલ હોય છે અને તે સડવાનો શરૂ થઈ ચૂકયો હોય છે. તેનાં પછીનો તબક્કો વિઘટનનો હોય છે. એટલે શાકાહાર દ્વારા બનેલાં શરીરો કરતાં માંસાહારથી બનેલાં શરીર વધુ ઝડપથી રોગી બને છે. તેમને ઘા પર રુઝ આવતાં વાર લાગે છે અને ઉગ્ર તાવ આવતો હોય છે.

પ્રવાહીઓમાં શુદ્ધ પાણી આરોગ્ય માટે આવશ્યક છે અને તેમાં ઔષધિઓ, ચા, કોફી, કોકો પ્રમાણસર લેવાય તો ઓછી નુકસાનકારક અને ઘણીવાર ઉપયોગી બને છે. દૂધ એ પોષક આહાર અને પીણું છે. મધાર્ક ગમે તે સ્વરૂપે શરીર માટે હાનિકારક જ છે. તે આથો આવેલું પીણું હોવાથી તેમાં વિઘટન શરૂ થઈ ચૂકેલું જ હોય તેથી તે શરીરના કોષોને ગંભીર નુકસાન કરે છે. વળી તે મગજ માટે ઝેરરૂપ જ છે. ગરમ આબોહવામાં તો તે અકાળે સડન પેદા કરી જલદી મૃત્યુ લાવતું હોય છે.

સ્વચ્છ હવા પણ આરોગ્ય માટે આહાર અને પીણાની માફક આવશ્યક છે. આપણાં ઉચ્છવાસમાં અંગારવાયુ નીકળે છે અને બંધિયાર જગ્યાઓમાં જો બૂમો પાડીએ તો ત્યાંની હવા તેનાથી પ્રદૂષિત થવાથી શ્વાસ લેવા માટે હાનિકારક બને છે. વળી ઉચ્છવાસમાં શરીરનાં અંદરથી કચરારૂપ કણો બહાર ફેંકાતા હોઈ જો તાજી હવા ન વાતી હોય તો તે પાછી શ્વાસ લેતાં ફેફસાંમાં જતી હોય છે અને નુકસાન કરે છે. આથી આપણે આપણાં શરીરને સ્વચ્છ દ્રવ્યો દ્વારા પોષવું જોઈએ તેમજ શરીરનાં બાહ્ય અંગો – ત્વચાને વારંવાર ધોવી જોઈએ, સ્નાન કરવું દિવસમાં ઓછામાં ઓછું એકવાર અને તે પણ ખૂબ જ રગડીને જેથી ઢીલા થયેલાં કણો ધોવાઈ જાય અને ત્વચા સ્વચ્છ અને તાજી રહે તે ખૂબ જ જરૂરી છે. શરીરનાં કોઈપણ ભાગમાં ખાસ કરીને હાથે અને પગે ધૂળ લાગે તો તેને વહેલી તકે ધોઈ નાખવી. જો આવા ગંદા હાથે આહાર લેવાય તો તે આહાર ગંદો કરીને ખાવા બરાબર હોવાથી ભોજન પહેલાં હાથ ધોવા આવશ્યક છે. ત્વચા પર ધારણ કરેલાં કપડાં રોજ ધોઈને પહેરવા જરૂરી છે. હિંદુઓએ બાહ્ય જગતને આંતરિક વિશ્વ સાથે સાંકળીને બાહ્ય સ્નાનને આંતરિક શુદ્ધિ સાથે જોડેલું છે. તેઓ સ્નાન કરતાં મંત્રોચ્ચાર કરીને આંતારિક શરીરોનાં શુદ્ધિકરણને તેમનાં રોજિંદા જીવનમાં વણી લીધેલું છે.

આથી જણાશે કે ઋષિઓ શા માટે સ્વચ્છતા પર આટલો બધો ભાર આપતાં હતાં. એક વ્યક્તિ તેનાં ગંદા શરીર અને કપડાં સાથે વાતાવરણને કલુષિત કરી અન્ય લોકોને ગંદકીનો ભોગ બનાવે છે. ગંદા માણસો ગંદા કપડાં, ગંદાં – અસ્વચ્છ ઘરો એ જનહિત માટે ઝેર સમાન છે.

પ્રાણમય કોષની શુદ્ધતાનો આધાર તેનાં ચુંબકીય પ્રવાહો પર રહેલો હોય છે તે આસપાસની વસ્તુઓની ચુંબકીય ગુણવત્તા વડે જલદી અસર પામે છે. એટલે સ્પર્શાસ્પર્શની બાબત આમાંથી ઉદભવી હતી તે બાબતનો હવે આજે આપણે ખ્યાલ રાખવો જોઈએ. કેટલીક વનસ્પતિજન્ય પદાર્થો અને વનસ્પતિઓ અન્નમય કોષ માટે નુકસાનદાયક ભલે ન હોય પરંતુ તે પ્રાણમય કોષને ખૂબ હાનિકારક હોય છે. દા.ત. ડુંગળી અને લસણ. તેમનું ચુંબકત્વ માંસાહાર કરતાં પણ વધુ નુકસાનદાયક છે. આલ્કોહોલિક ઉત્સર્જન દ્વારા સ્વયંનો તથા અન્યના પ્રાણમય કોષોને ગંભીર અસરો નીપજે છે. વળી તે આ જ પ્રકારે પોતાનાં મનોમય કોષ અને અન્યનાં મનોમય કોષ માટે ભયંકર હાનિ પહોંચાડે છે. આથી ખરાબ સોબતનાં જોખમો છે. સ્વયંના મનોમય કોષની શુદ્ધતા તેનાં વિચારો અને ઇચ્છાઓ પર નિર્ભર કરે છે. જે પ્રાણમય અને અન્નમય કોષોને અશુદ્ધ, અસ્વચ્છ કરી મૂકે છે. જો વિચારો અને ઇચ્છાઓ શુદ્ધ ન હોય તો પ્રાણમય અને અન્નમય કોષો શુદ્ધ રહેવા અશક્ય છે.

આથી વ્યકિતઓએ શૌચનાં નિયમોનું અણિશુદ્ધ પાલન કરવું જોઈએ. પરંતુ જો તે અહંકારે, ઝનૂનથી, કઠોરતાથી, શંકાથી તેનું પાલન કરવા માંડે તો તે સ્વચ્છતાના કોઈપણ નિયમપાલનથી થતી સ્વચ્છતા સામે વધુ ઝડપથી આ કોષોમાં અસ્વચ્છતા ફેલાવી ગંદા કરી મૂકે છે. ઋષિઓ અને દેવોની દૃષ્ટિએ આ અસૂચિ (અશુદ્ધતા) જ ગણાય છે.

(૧) “The body is purified by water, the mind by truth, the Soul by Knowledge and austerity, the reason by wisdom.”