(૨) “Verily, there is no Purifier in the world like wisdom.”
(૩) “Even if the most sinful worship me with Undivided heart, he too must be accounted righteous, for he has Rightly resolved,
Speedily he becomes dutiful and goes to everlasting peace. Know that O, Kaunteya, that my devotee parishes never.”
પાપ અને પુણ્ય છેવટે વિચાર જ છે. વિચારની વસ્તુ છે. હેતુ પર આધારિત છે. જે કાર્યમાં પરિણામે છે.
તે વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાને તેમાં સ્પર્શે છે.
વર્તમાન અને ભવિષ્યને પણ.
(૧) આજકાલ પ્રત્યેક ઘરમાં કુટુંબની વ્યકિતઓનાં દૃષ્ટિકોણ, હેતુ, કાર્યો અને પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. એટલે કલેશ, કજિયા, કઢાપા અને કંકાસની જ મહેફિલ હોય છે. લોકો એકબીજાને તોડી જ પાડે એવું વર્તે છે. આ બધી નરી ભાવહિંસા જ છે. તે મારી નાખતા ન હોય પરંતુ મારી નાખ્યા કરતાં વધુ સૂક્ષ્મ હિંસા કરે છે. આ બધુંય પ્રાણાતિપાત જ કહેવાય.
(૨) વ્યક્તિઓ ઘરમાં પણ એકબીજાં સાથે સાચું બોલતાં ન હોય. એવા ઘર હાલમાં કેટલાં? કામ પર, ઓફિસમાં અમસ્તાં જ ધરાર જૂઠું બોલવાની આદત જાણે સામાન્ય જ કહેવાય છે. પિતાજી ઘરે નથી એવું બાળકો પાસે ફોન પર કહેવડાવનારા અસત્ય ઉપાસકો ક્ષણિક લાભ માટે બાળકને કેવા સંસ્કારો આપી બેસે છે. કોરી પાટી જેવો બાળક પણ આમ જ જૂઠું બોલતાં શીખી જાય છે. તેનું શ્રેય તેમનાં માતા, પિતા, કુટુંબી ને ફાળે જાય છે અને વ્યક્તિઓ ઘોર કર્મો બાંધી બેસે છે.
દોષ – વિકાર
૧૮ પાપસ્થાનકો
ઇચ્છા દુઃખની મા છે. તો અહંકાર દુઃખનો બાપ છે. સૃષ્ટિસર્જનથી વ્યક્તિગત સંસાર એ કેવળ ઇચ્છાનું જ પરિણામ છે. આ સ્થૂળ સંસારમાં જીવ જીવનકાળમાં અનેક ઇચ્છાઓ કરે છે. તેની સહાય કરવા પ્રાણશકિત ગતિમાન થાય છે. વ્યક્તિ પુરીયાષ્ટકમાં જે કાંઈ ભરીને પૂર્વજન્મથી લાવ્યો તેને સંજોગો પ્રાપ્ત થતાં ક્રમબદ્ધ પર્યાયો ઊભા થયા કરે છે. આમ કર્મોની અવિરત વણઝાર શરૂ થાય છે. ઇચ્છાપૂર્તિ કરવા વ્યક્તિ અનેક ઉપાયો અજમાવે છે. આમાંનાં કેટલાક અનુકૂળતાઓ આપે તો કેટલાક પ્રતિકૂળતા. પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રાપ્તિ માટેનાં પુરુષાર્થ કરતાં વ્યક્તિ અનેક અયોગ્ય કાર્યો (નૈતિક, સામાજિક, કાયદાકીય પૃષ્ઠભૂમિકામાં) કરી બેસે છે. શાસ્ત્રોમાં આવાં ૧૮ પાપસ્થાનકો વિષે માહિતી આપીને વાચકને જાગૃતિપૂર્વક કાર્યો કરવા જણાવેલ છે. તેને સાદી ભાષામાં પાપ એટલે કે નિષિદ્ધ કાર્યો જણાવેલાં છે તેનાથી સૌએ બચવું જરૂરી છે. આ ૧૮ પાપસ્થાનકો વિષે સમજીએ.
વ્યક્તિને પ્રથમ વિચાર સ્ફુરે છે. તે મનમાં તેનું ચિતરામણ જુએ છે. ત્યાં ચિત્ત તેને બહારની દુનિયા અને સ્મૃતિજગતમાં જઈને જરૂરી માહિતીઓ જ્ઞાનેન્દ્રિયો દ્વારા (ધ્વનિ, પ્રકાશ, સ્વાદ, ગંધ અને સ્પર્શ) સંવેદનો મનને પૂરા પાડે છે. ત્યાં બુદ્ધિ તેને સલાહ આપે છે. એટલે વ્યક્તિની કર્મેન્દ્રિયો સક્રિય થાય છે. પરિણામે તે કાર્ય થાય છે. સારાં કાર્યો પુણ્ય અને નરસા કાર્યો પાપ એમ લોકો પોતાની ભાષામાં સમજે છે.
(૧) પ્રાણાતિપાત: કોઈનો જીવ લેવો, તેને મારી નાખવું, તેનાં જીવનનો અંત લાવી દેવો આ બધું જીવહિંસા કહે છે. તેમાં સૌથી ઉપર માનવવધ કે વ્યક્તિનું મૃત્યુ નીપજાવવું ગણાય છે. એટલે જેમાં જીવહિંસા થાય તેને પ્રાણાતિપાત કહે છે .
(૨) મૃષાવાદ: એટલે જૂઠું બોલવું. કોઈને અસત્ય કહેવું જેનાથી વ્યક્તિ ગેરમાર્ગે દોરવાય અને ભટકી જાય.
(૩) અદત્તાદાન: ચોરી કરવી. વસ્તુનાં માલિકના ધ્યાનમાં ન આવે તેમ તેની વસ્તુ લઈ લેવી તેને અદત્તાદાન કહે છે. એટલે જે તમને આપ્યું જ નથી.
તે લઈ લે તો આવી ચોરી કરવાને અદત્તાદાન કહેવાય. કોઈની કોઈપણ મિલકત, શાખ, ગૌરવ અથવા વિચારોની ચોરી પણ આ શ્રેણીમાં આવે છે.
(૪) મૈથુન: અનુમતિ સહિત કે અનુમતિ વગર જાતીય સંબંધ બાંધવો. અહીં અનુમતિપૂર્વક હોય તો પણ વિજાતીય વ્યક્તિની સંમતિ, સ્થળ, કાળ, વય, સંબંધસ્થિતિને લક્ષ્યમાં જ રાખવું જોઈએ. પ્રજોત્પત્તિ સિવાય તે ત્યાજ્ય ગણાય. હવે અનુમતિવગરનું મૈથુન એ મોટો ગુનો લાગે.
(૫) પરિગ્રહ: જેની તમને જરૂર નથી તેવી વસ્તુઓનો સંગ્રહ કરવો. કેટલાક તો પોતાના ઘરને ગોડાઉન કે સંગ્રહસ્થાન બનાવી મૂકે ત્યાં સુધી વસ્તુઓ લાવે. બેત્રણ ઘર બેત્રણ ગાડીઓ, અનેક કપડાં, મોંઘી જીવનશૈલી, આર્થિક બોજો પણ આપે તેને સંતુલિત કરવા અનેક ખોટા કામો કરીને સંપત્તિ ભેગી કર્યા કરે. આમાં તેનો અહંકાર વધતો જ જાય. તે વ્યક્તિ જ્યાં ફરે ત્યાં બધે પોતાની સંપત્તિવાન હોવાની અસરો (ચેપ) લગાડતો જાય. વખતે ઓછા સંશાેધનોવાળો એના ચાળે ચઢે તો તેનાં જીવનમાં અશાંતિ, તણાવ અને પાયમાલી પેદા કરે. લેવાની ઝંખના એ જ પરિગ્રહ.
(૬) ક્રોધ: વ્યક્તિ જે પ્રાપ્ત કરવા ઇચ્છે તેમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ આવે એટલે તેને બળજબરીથી પ્રાપ્ત કરવા શક્તિઓ ખર્ચે તે અંદરથી ગરમ લાહ્ય જેવો થઈ અને અન્ય પર ક્રોધ વરસાવે. નર્યો વિનાશ વેરે અંદર અને બહાર બધે જ નુકસાન કરી બેસે. ક્રોધી વ્યક્તિ પોતે અંદરથી સળગ્યા જ કરે. તેનાં શરીર-મન પર કેવી ભયાનક અસરો થતી હશે. તેની ચેતાતંત્ર, સ્નાયુતંત્ર, રુધિરાભિસરણતંત્ર, હૃદય, મન, મગજ, પાચન બધું બગડતું જ આવે. લાંબે ગાળે આવા લોકો પક્ષઘાત, બ્રેઈન અૅટેક, હાર્ટઅૅટેક અને અન્ય ગંભીર બીમારી પેદા કરીને જીવન દોહ્યલું (પોતાનું અને અન્યનું) બનાવી બેસે છે. ક્રોધ કરવો એટલે હિંસા કરવા બરાબર છે. એક વારનાં ક્રોધમાં જ તેના શરીરમાં રહેલા અસંખ્ય હિતકારી સૂક્ષ્મ જીવો એકસામટા જ નાશ પામે છે.
(૭) માયા: એટલે Deceit. વાણી દ્વારા, વર્તન દ્વારા, હાવભાવથી, વ્યક્તિને ભુલાવામાં નાંખીને તેનું કાંઈપણ લઈ લેવું, તેનું અહિત કરવું અને પોતાનું કામ કાઢી લેવું એ બધું માયા કહે છે. પહેલાં મનમાં ઘાટ ઘડે અને પછી લોકોનો ઘડો લાડવો કરી મેલે, તે માયા. માયા વ્યાપે એટલે વ્યક્તિ સત્ય, હકીકત, સ્થળ, કાળ ભૂલી જાય. નર્યો ઘેલો ઘેલો થઈને ફરે. આમ ઘેલછાઓ બધા આજકાલ એકબીજાને આપ-લે કર્યા કરે છે. શું ઉન્માદ વ્યાપ્યો છે? પાછા બધા એમાં જ ગુલતાન\! કોક જગાડે તો તેની પણ સામો થાય. ગમે તેમ બોલે. અરે મારી વગાડી પણ બેસે. પુરાણોમાં આવી પ્રબળ માયાનાં અનેક દૃષ્ટાંતો છે. પણ આ એટલું સાહજિક થયું છે તે નિત્ય જોઈએ જ છે પણ તેમાંથી મુક્ત? વિષયાંતર થઈ જશે. So magical power of maya prevails.
(૮) માન: એટલે એક જાતનો ગાંડો અહંકાર. જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં માન માગતો ફરે. અરે બીજાને એટલે માન આપે (દેખાવ પૂરતું, ઢોંગ) કે બધા તેને માન આપે. સાવ નિરહંકારી જેવો થઈને ફરે પણ તેની દૃષ્ટિ માન મેળવવા પર જ હોય. રાહ જ જોતો હોય કે કોક આમ જય જયકરે છે કે નહીં? હાથ જોડે છે કે નહીં? કોઈ બોલાવે છે કે નહીં? આમ એના અંદર માનની જ ભીખ અને માનની જ ભૂખ હોય. અરે માન મેળવવા મોટી રકમોનાં ચેક લખી નાખે. માન ન મળે તો ક્યાં તો મડદાલ થઈને ફરે અથવા ક્રોધ કરી બેસે. અન્યનું અપમાન પણ કરી નાખે.
(૯) લોભ: લોભને થોભ ન હોય. એટલે એ ક્યાં લઈ જશે, કેટલે અટકશે એનું કાંઈ નક્કી ન કહેવાય. લોભ એટલે ૯૯ નો ધક્કો તે ૧૦૦ કરવા. કેટલા વીસે ૧૦૦ કરવા ફરે. લોભ લાગે તેનાં સુખ-ચેન-નિંદ-આરામ બધે ધક્કો જ વાગે. લોભીને ક્યારેય સંતોષ ન થાય. એટલે તેને કેમ કરીને લાભ મેળવવું એનો જ સદાય પ્રપંચ કરતો ફરે. લોભને જ કેન્દ્ર રાખીને જીવનનાં તમામ નિર્ણયો લેતો જાય. પરણે તેમાંય લાભ જ ખોળે. એટલે વાતેવાતે લોભ જ હોય. તેનાથી ક્યારે છૂટે? વાસ્તવમાં લોભી વ્યક્તિ જીવનમાં નરી ખોટ જ ખાઈ બેસે.
(૧૦) રાગ: એટલે ખેંચાણ, એકજાતનું આકર્ષણ. લોકોને કેટલીય જાતના રાગ થતાં હશે? પત્નીનો, પ્રેમિકાનો, અમુક વસ્તુઓનો જાત જાતનો રાગ – એક જાતની Craving જેવું અંદર ઊભું થાય. જલેબી, ભજિયાં, દાલવડાંના પણ રાગ હોય તે આમ અડધી રાતે ઊભો થઈને દાળવડા ખોળવા અંધારામાં દોટ મૂકે એ રાગનું પરિણામ એ એક જાતનો મોહ વ્યાપી જાય.
(૧૧) દ્વેષ: તેનાથી વિરુદ્ધ પરિણામ. જેનો રાગ હોય તે ના મળે તો પછી તેમાંથી દ્વેષ ઊભો થઈ જાય. જેને ને તેને ધિક્કારવાનું ચાલુ થઈ જાય. દ્વેષ કરનારને અંદર પાછો ક્રોધ પણ થાય. કશું બને એટલે દ્વેષ રાખીને ઘર, નોકરી, દેશ સુદ્ધાં છોડી દે.
(૧૨) કલહ: એટલે મતભેદ પડે ત્યારે પોતાનો મત સાચો જ છે એમ કલેશ કરે અને લોકો સાથે ભેદ પાડી બેસે. પછી આખી જિંદગી એજ ભેદભાવથી વર્તન કર્યા જ કરે. પોતે શાંત થાય નહીં અને લોકોની શાંતિનો ભંગ કર્યા જ કરે. વાતમાં કંઈ માલ ન હોય પણ કજિયો, ટંટો કર્યા જ કરે, ઘરમાં, મિત્રો, સંબંધીઓ સાથે, ઓફિસમાં જ્યાં તક મળે ત્યાં કંકાસ ઊભો કર્યા કરે.
(૧૩) અભ્યાખ્યાન: અભ્યાખ્યાન એટલે આરોપ મૂકવા, આળ મૂકવા. “તે દિવસે આવું થયું હતું ત્યારે તમે આમ બોલ્યા હતા. બોલો તે તમે જ હતા ને\!” દરેક સ્થિતિમાં પોતે જજ બની બેસે અને બીજાને આરોપી પુરવાર કરવાની જ પેરવીઓમાં મશગૂલ રહેતા હોય.
(૧૪) પૈશુન્ય: પૈશુન્ય એટલે નિંદા કરવી. દરેક વ્યકિતની દરેક બાબતોને જાણી લીધા પછી તેની ગેરહાજરીમાં તેનાં વિષે અયોગ્ય, ઘસાતું, બોલતા હોય. આખો દિવસ પરનિંદા અને કુથલી કરવાને જ ઉત્સવ માને ને ઊજવે.
(૧૫) રતિ-અરતિ: એટલે ગમો અને અણગમો. દરેક વાત, વસ્તુ, વ્યક્તિ કે બનાવ પર સતત અભિવ્યક્ત કર્યાં કરે તે રતિ અને અરતિ કહેવાય. “મને તો બહુ જ ગમે મને તો જરાય ગમ્યું નહીં?” એવા જ ઉદગારો અને પછી તેની જ લાંબી નિરર્થક ચર્ચાઓ કર્યા કરે.
(૧૬) પરપરીવેદ: એટલે અન્યને પહોંચતી પીડા, દુઃખ દર્દ કે નુકસાનમાં આ વ્યક્તિને અંદર આનંદ આનંદ થયા કરે. તે દ્વવેષીલો હોય. અંદરખાનેથી વિના કારણે લાગતું વળગતું ન હોય તે છતાં તે પરપરીવેદ કરે. દા.ત. આમ બેઠાં હોય અને વાંદો દેખાય તો તે તેને ઘેરે. આમથી તેમથી ખૂબ દોડાવે અને પછી ઝાપટીને ઊંધો પાડી દે. વાંદો બિચારો તરફડિયાં મારે. સીધો થાય ત્યાં આ ભાઈ તાળીઓ પાડે, આનંદ કરે. આવા વ્યક્તિઓ તમે જોયા જ હશે. જે મુશ્કેલીમાં મદદ કરવાનાં બદલે ઘટનાનો તમાશો બનાવીને આનંદ લે. આવા પરપીડકો બે વચ્ચેનાં ઝઘડા, મારામારીના બનાવોનાં અનામંત્રિત પ્રેક્ષકો બનતાં હોય છે.
(૧૭) માયા મૃષાવાદ: એટલે મનમાં મૂળ હેતુ છુપાવીને અન્ય વ્યકિતની જૂઠી પણ સાચી લાગે તેવી પ્રશંસા કરવી. પોતાનાં લક્ષ્યાંકો પાર પાડવા અમુક વાતો વહેતી મૂકે. અફવાઓ ફેલાવે અને પછી પરિસ્થિતિનો ગેરલાભ લે. “કાગડાના મોઢામાંથી પૂરી મેળવવા શિયાળે કાગડાનાં કંઠની પ્રશંસા કરી. કાગડો ફુલાયો અને ગાવા મોઢું ખોલ્યું અને પૂરી પડી ગઈ\!”
આજનાં જમાનામાં આવા કેટલાં બધા લોકો હશે? શેરબજાર બધું આના પર ચાલતું હશે? ડર કે ભય ઊભો કરીને ડૉક્ટર દર્દીઓને ખંખેરતા હશે?
(૧૮) મિથ્યાત્વ શલ્ય: ભૂલભરેલો દૃષ્ટિકોણ. દા.ત. આ જગત જ મિથ્થા છે. પણ દેખાય તો છે બરાબર એટલે અંદરખાને ખબર જ હોય કે આ ખોટું છે પણ તેમ છતાંપણ જગત સત્ય જ લાગે અને એ અજ્ઞાનનાં પરિણામે અહીં અંદર શૂળ (શલ્ય) ભોંકાતું હોય તેમ વેદનાઓ વેઠ્યા કરે. અજ્ઞાનરૂપી અંધકારને હટાવવાથી ના હટે એ તો આમ દીવો કરીએ એટલે પ્રકાશ થઈ જાય. અને પ્રકાશ થઈ જાય એટલે અંધકાર ના જ હોય. હવે જાણવા છતાં માણસ દીવો ન પ્રગટાવે અને અંધારામાં આથડે, પડે, કુટાય ને દુ:ખી થાય તે બધું મિથ્યાત્વ શલ્ય કહેવાય.
આ બધાં અઢાર પાપસ્થાનકો એટલે વ્યક્તિ/ઓ માં પડેલી પૂર્વજન્મોથી લાવેલી સ્મૃતિઓ/સંસ્કારો છે જે વર્તમાનમાં મનમાં દબાયેલી વૃત્તિઓ રૂપે હોય છે. તેને સંજોગો મળતાં વૃત્તિનો વિચાર અને વિચારમાંથી એવો આચાર થઈ જાય છે. એટલે આવા આચારોથી બચવા એનાં વિચારો ફૂટે તેનાં પ્રત્યે દુઃલક્ષ રાખીને વ્યકિત યમ-નિયમ (સનાતન) કે સંયમ (યોગ, જૈન) દાખવે તો તેની પ્રાણશક્તિ સતમાર્ગે વળી જતાં આ બધું ભૂંસાતું જાય. આજ તો જીવનનો સાચો પુરુષાર્થ કહેવાય. બાકી બીજું બધું કર્યાં કરે તે તો મજૂરી કહેવાય.
આ બધી નકારાત્મક વૃત્તિઓ જયારે વ્યક્તિનાં જીવનમાં હાવિ થાય ત્યારે નકારાત્મક કર્મો કરાવી બેસે. અરે આ ૧૮ બાબતોનો વિચાર ઊભો થાય અને જો માણસ તેને તટસ્થતાથી જોવા જાણવાનું ચૂકી જાય તો પણ એ કર્મ થયા બરાબર છે. તે ભલે વર્તન – આચારમાં હજુ નથી થયું તો પણ તેની અસરો પડી જાય. મનમાં તે પાછી શરીરમાં રોગ રૂપે પ્રગટે.
એટલે આ ૧૮ પાપસ્થાનકો એ થયેલાં કર્મોની અસરો શારીરિક અને ઊર્જાદેહમાં રહેલાં ૧૮ મર્મસ્થાનો પર પડે. આ મર્મસ્થાનો એટલે મૃત્યુદાયક, મૃત્યુ પમાડે અથવા લાંબા સમયથી મરણતોલ વેદનાઓ વ્યક્તિને ભોગવટામાં આપે.