અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

(૧) પ્રકૃતિ (કુદરત)

ભાગ ૩૯ / ૪૪ · મૂળ PDF

(૨) પ્રદેશ (જથ્થો)

(૩) સ્થિતિ (સમયગાળો)

(૪) અનુભાગ (તીવ્રતા)

I કર્મનો પ્રકાર અને જથ્થો એ ક્રિયામાં વાપરેલાં જોમ, જુસ્સા પર આધારિત હોય છે, જ્યારે સ્થિતિ અને તીવ્રતાનો આધાર તે કર્મ કરવા પાછળની આસક્તિની તીવ્રતા પર આધારિત હોય છે.

આમ કર્મની પ્રકૃતિ (Nature of Bondage) ના આધારે વ્યકિત આઠ પ્રકારનાં કર્મ બાંધે છે. આ સતત પ્રક્રિયા છે તે યાદ રાખશો.

(૧) જ્ઞાનાવર્ણીય – Knowledge – Observing Karma જે મૂળ સ્વજ્ઞાન – હું આત્મા છું તેના પર આવરણ લાવીને ગૂંગળાવે છે.

(૨) દર્શનાવર્ણીય – Perception obstructing Karma. જે મૂળ જ્ઞાન જેમ છે તેમ જોવા જાણવા પર દૃષ્ટિ પર આવરણ નાખીને દૃષ્ટિભેદ કરાવે છે.

(૩) ચારિત્ર્ય મોહનીય – આત્મામાં મૂળ જ્ઞાન ચારિત્ર્ય જ હોય. પરંતુ મોહનીય કર્મ વર્ગણાઓનાં કર્મો તેમાં મોહિની પેદા કરાવી જ્ઞાનને મંદ કરતું જતું જાય છે..

(૪) અંતરાય – આત્માને આત્મારૂપ રહેવામાં બાધા પેદા કર્યા જ કરે તેવા તમામ કર્મ અંતરાય કર્મ કહે છે.

હવે આ ચારેય આત્માનો ઘાત કરાવે તેમાં તેને સદંતર ભુલવાડીને જ્ઞાનમાંથી સંસાર તરફ ઢસડી જનારા હોવાથી તેને ઘાતિકર્મ કહે છે. આ જ મૂળ બંધન છે. તમામ ઘાતિકર્મનો ક્ષય કર્યા વગર કૈવલ્ય ઊપજતું જ નથી.

અન્ય કર્મો જેને અઘાતિ કહે છે, તે આત્માને કે તેનાં જ્ઞાન-શક્તિને નુકસાન કરતાં નથી પરંતુ જે તે શરીરને અસરકર્તા હોય છે જેમાં જીવ હોય છે.

(૫) નામ-રૂપ – જેનાં વડે શરીર, રૂપ વગેરે નિર્ધારિત થતાં હોય છે.

(૬) ગોત્ર – આ કર્મો વડે જે તે કુટુંબમાં જન્મ નક્કી થતાં હોય છે.

(૭) વેદનીય – આ કર્મસમૂહો વડે જીવને ભોગવવાનાં સુખ, દુ:ખ, વેદનાઓ આ બધું નક્કી થતું હોય છે.

(૮) આયુષ્ય – આના વડે જીવનું જે તે શરીરમાં રહેવાનો જીવનસમય નિર્ધારિત થતો હોય છે.