અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

II પ્રદેશ: (Quantity of Bondage)

ભાગ ૪૦ / ૪૪ · મૂળ PDF

જો આપણી ક્રિયા થતી વખતનો જોમ, જુસ્સો મંદ હોય તો આપણે થોડા પ્રમાણમાં કર્મકણોનો સંચય કરીએ પરંતુ જો શારીરિક જોમ, જુસ્સો તીવ્રપણે હોય તો આપણાં જીવને પુષ્કળ પ્રમાણમાં કર્મકણોની વર્ગણાઓ વળગે છે.

III સ્થિતિ: (Duration of Bondage)

જે તે કર્મ કરતી વખતે ઉત્પન્ન થયેલી ઇચ્છાઓની તીવ્રતા અને સમય, i.e. જેટલો સમય બે ઇચ્છાઓ ઉદભવેલી રહી હોય તે બંનેનાં પ્રમાણ અને ગાળો એ ખેંચેલાં કર્મકણોની વર્ગણાઓ દ્વારા જે તે જીવને હવે પછી તેનો ભોગવટો નક્કી થતો હોય છે. મંદ કષાય દ્વારા થતી કર્મ વર્ગણાઓ દ્વારા અલ્પ ભોગવટો અને તીવ્ર કષાય લાંબા સમય સુધી થવાથી ઉત્પન્ન થયેલી કર્મવર્ગણાઓનો જીવને ઘણા લાંબા સમયનો ભોગવટો આપે છે. આમ સ્થિતિનો ગાળો અપૂર્ણાંક સેકંડથી શરૂ કરીને વર્ષોનાં વર્ષો સુધીનો હોઈ શકે છે.

IV અનુભાગ (Intensity of Results)

હવે જે તે સમયે કર્મ થતી વખતે દાખવેલા જોશ દ્વારા તેનાં ભોગવટાનાં પરિણામની તીવ્રતા નક્કી થતી હોય છે. આમ મંદકષાય દ્વારા મંદ પરિણામો અને તીવ્ર કષાય દ્વારા ઘોર પરિણામોનો ભોગવટો જીવને ભાગે આવતો હોય છે.

હવે જ્યારે કર્મો જીવને બંધનમાં નાખે છે ત્યારે ચાર સ્તરનાં બંધન ઊભા થતાં હોય છે.

(૧) સ્પૃષ્ઠ કે શિથિલ (ઢીલાં) આ કર્મો અફસોસ થવા માત્રથી દૂર થાય છે.

(૨) બદ્ધ અથા (અથવા) ગાંઠ (મજબૂત) આ કર્મો માફી માંગવાથી દૂર થાય છે.

(૩) નિઘાત (ખૂબ મજબૂત) આ કર્મો દૂર કરવા માટે કઠોર તપ, તપશ્ચર્યા કરવાની જરૂર પડે છે.

(૪) નિકાચિત્ત (વજ્રલેપ) આ કર્મો દૂર થતાં નથી. તેને તો ભોગવ્યે જ છૂટકો થાય છે.

અહીં એ પણ સમજવું જરૂરી છે કે કર્મનાં ફળો પાકે ત્યાં સુધી રાહ જોવી પડે તે હંમેશાં સાચું નથી. આપણે મહદ્ અંશે ક્રમો પાકે તે અગાઉ કર્મ ફળીભૂત થવાની પ્રકિયામાં ફેરફાર કરી શકીએ છીએ. તેનાં ભોગવટાનાં પરિણામોમાં તેની પ્રકૃતિ, તીવ્રતા અને ભોગવટાનાં સમયમાં ફેરફાર લાવી શકાય છે. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે. તેનો અર્થ થાય કે કર્મો પર આપણું અંશત: નિયંત્રણ હોય છે. અને આપણાં ભવિષ્યના પરિણામોમાં આજે ફેરફાર થઈ શકે છે. નીચે આપેલી બાબતો ઉપર પણ ધ્યાન આપો.

(૧) અબદ્ધકાળ – જીવને કર્મનાં બંધનનો સમયગાળો જે કર્મબંધન થવાથી કર્મનો પાક થાય તે સમયગાળો.

(૨) બંધ – જીવને કર્મોનું બંધન.

(૩) ઉદય – એટલે કે કર્મનાં પરિણામો સામાન્યપણે અને સામાન્ય સમયગાળામાં પરિપક્વ થાય તે સમય.

(૪) ઉદિર્ણા – એટલે કર્મનાં પરિણામોને તેનાં સમય પૂર્વે પકવીને ઉદયમાં લાવવા.

(૫) સત્તા - એટલે કર્મની સત્તા જે જીવને બંધનમાં નાખીને સુષુપ્ત સ્થિતિમાં જકડી રાખે છે.

(૬) સંક્રમણ – પ્રવૃત્તિનાં આધારે, કર્મબંધનને તેની ઉપપ્રકારમાં ફેરબદલી કરવી. દા.ત. શાતા અને અશાતા એ વેદનીય કર્મનાં ઉપપ્રકારો છે. શાતા વેદનીથ કર્મ આરામ અને સુખ ઉપજાવે છે જ્યારે અશાતા વેદનીય કર્મો ખૂબ દુઃખ અને દર્દ-પીડા ઉપજાવે છે. હવે જો આપણી હાલની કર્મ પ્રવૃત્તિ વડે જો કોઈને સુખ કે આરામ મળે તો આપણાં અશાતા – વેદનીય કર્મો પરિવર્તન પામીને શાતા વેદનીય કર્મોમાં પરિણમે છે. તેથી વિરુદ્ધ જો અત્યારનાં આપણાં કર્મો જો લોકોને દુઃખ દર્દ-પીડા ઉપજાવતાં હોય તો આપણાં અશાતા વેદનીય કર્મો ઘોર કર્મ અને નિકાચિત કર્મમાં તબદિલ થાય છે.

(૭) ઉત્કર્ષણ - જીવને બંધનમાં નાખી ચૂકેલાં કર્મોનાં ભોગવટામાં સમયગાળો અને તીવ્રતામાં વધારો થવો.

(૮) અપક્રમણ – જીવને બંધનમાં નાખી ચૂકેલાં કર્મોનાં ભોગવટાની તીવ્રતા અને સમયગાળામાં ઘટાડો થતો જવો.

(૯) ઉપશમ - કર્મની એવી અવસ્થા જેમાં તે સંપૂર્ણ દબાઈ જાય અને તેનાં ફળ પરિણામ આપતાં પહેલાં જ શાંત થઈ જાય.

(૧૦) નિઘાતી બંધન – એવા પ્રકારનું બંધન જેમાં કર્મોને સમય પહેલાં પકવીને ફળ માટે સક્રિય કરવામાં ન આવ્યા હોય તેમજ તેને અન્ય પેટાપ્રકારમાં તબદિલ ન કર્યા હોય તેની તીવ્રતા અને સમયગાળામાં વધારો કે ઘટાડો થવો.

(૧૧) નિકાચિત બંધન – એવા પ્રકારનું બંધન જેમાં કર્મોને સમય પહેલાં પકવીને ફળ માટે સક્રિય કરવામાં ન આવ્યાં હોય તેમજ તેને અન્ય પેટાપ્રકારમાં બદલવામાં પણ ન આવ્યાં હોય. ન તો તેની તીવ્રતા અને સમયગાળામાં ફેરફાર થયો હોય.

(૧૨) સમુઘાત – સંપૂર્ણ કૈવલ્ય ઊપજ્યા પછી તે કેવળ પ્રભુને સર્વસત્તા અને સર્વશક્તિમાનપણું થવાથી જણાય કે તેમનાં બાકી અઘાતિ કર્મોમાંના નામ, ગોત્ર અને વેદનીય કર્મો તેમનાં આયુષ્યકર્મ કરતાં ઘણા વધારે છે ત્યારે તેઓ નામ ગોત્ર અને વેદનીય કર્મોને અાયુષ્ય કર્મ જેટલાં જ બનાવવા માટે તેમનાં આત્મપ્રદેશનાં માપ (Size) માં (વધારો) વૃદ્ધિ કરે છે તેને સમુઘાત કહે છે.

(૧૩) શૈલેશીકરણ – નિર્વાણ પૂર્વ એટલે કે કૈવલ્ય પ્રાપ્ત ભગવાન તેમનાં દેહનાં છેલ્લાં મૃત્યુ પૂર્વે એક અતિ પવિત્ર ધ્યાનમાં પ્રવૃત છે, જેમાં કોઈપણ ક્રિયાનો અભાવ હોવાથી, કોઈ કર્મ ન ઉત્પન્ન થવાનાં પરિણામસ્વરૂપ માત્ર પાંચ અક્ષરનાં ઉચ્ચારણ સમયગાળા જેટલી ટૂંકી અવસ્થા ઉદ્ભવે છે. જેને શૈલેશીકરણ કહે છે તે દરમ્યાન તેમના બાકી બચેલાં અઘાતી કર્મો i.e. નામ, ગોત્ર, વેદનીય આયુષ્યનો હંમેશાં માટે પરિત્યાગ કરે છે.

પવિત્ર, શુદ્ધ આત્માનાં આઠ લક્ષણો કર્મો દ્વારા રૂંધાઈ જાય છે.

(૧) કેવળ જ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) જેમાં આત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જગતની સંપૂર્ણ સ્થિતિનું જ્ઞાન એક સમયે જ જાણી લે છે. જ્ઞાનવર્ણીય કર્મો આને અવરોધે છે.

(૨) કેવળ દર્શન (સંપૂર્ણ દૃષ્ટિ) જેમાં આત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાનની થતી જગતની સંપૂર્ણ સ્થિતિને એક સમયે (all at a time) જોઈ, જાણીને અનુભવી શકે છે. દર્શનાવર્ણીય કર્મો આને અવરોધે છે.

(૩) અનંત વીર્ય (અનંત શક્તિવાન) જેમાં આત્મા અનંત શક્તિવાન હોય છે. અંતરાય કર્મ તેને આવરી લે છે.

(૪) વિતરાગ (આંતરશત્રુ પર વિજ્ય) જેમાં આત્માને કોઈપણ વસ્તુ, વ્યક્તિ, અવસ્થા માટે રાગ કે દ્વેષ હોતો જ નથી. મોહનીય કર્મ આને અવરોધે છે.

ઉપરોક્ત લક્ષણો કેવળ અરિહંત ભગવાન અનુભવે છે. બાકીનાં ચાર લક્ષણો જ્યારે જીવ આત્માથી છૂટો પડે ત્યારે અનુભવે છે. જૈન મત મુજબ તે માત્ર અરિહંત દેહત્યાગીને સિદ્ધ થાય ત્યારે જ અનુભવે છે\! (કેટલો સમય?)

(૫) અનંત આનંદ – જેમાં સુખ કે દુઃખનો સ્પર્શ પણ હોતો નથી. આત્મામાં પરમ શાંતિ જ હોય છે. વેદનીય કર્મ તેને આવરે છે.

(૬) અજર અમર – જન્મ-મૃત્યુનાં ચક્રમાંથી સંપૂર્ણ અને કાયમી મુક્તિ. તે અજન્મા છે. (આત્મા)

આયુષ્યકર્મ અાને અવરોધે છે.

(૭) અરૂપી: આત્માનો કોઈ રૂપ કે આકાર હોતો નથી. તેથી તેને દેહ કે આકાર કે રૂપ હોતું નથી.

નામકર્મ આને અવરોધે છે.

(૮) અગુરુ લઘુત્વ – આત્મા એક હોય છે સમાન હોવાથી તેમાં લઘુત્વ કે ગુરુત્વ હોતું નથી. બધા મુકત આત્મા એકસમાન જ હોય છે.

ગોત્ર કર્મ આ લક્ષણને અવરોધે છે.

અંદરથી ખૂબ જ નિરાશા, ક્રોધ, આક્રોશ કરે છે અને તેનો અભિપ્રાય “મને ન મળ્યું તે કોઈને પણ ન મળો” જેવો સંચિત થાય છે. આમ પાપનાં અનુબંધ વડે કર્મ કરતી વખતે ફરી પાપ કરવાનો અભિપ્રાય સંચિત થાય છે.

આ રીતે કર્મ અને તેનાં ફળની સ્થિતિઓ, અવસ્થાઓ તેનાં અભિપ્રાય ઉપર આધારિત છે. આથી કર્મ કરવા એ ફરજીયાત છે. કોઈપણ જીવ કર્મ કર્યા વગર ક્ષણભર પણ રહી શકતો નથી. જે તે સમયે નિયત કર્મ ન કરવાથી પણ નકારાત્મક કર્મ ઊભું થઈ જાય છે. એટલે કહે છે કે “સારા બનો સારું થશે.” સમગ્ર નીતિશાસ્ત્ર આ બાબત પર જ આધારિત છે. યમ નિયમનું પાલન, સારા આચાર, સારા વિચાર, સારી ભાવનાઓનું વાવેતર સુખ શાંતિ અને સગવડ આપે છે. તેનાથી વિરુદ્ધ કલેશ, કઢાપો, અજંપો, નિરાશા, હિંસા, ચોરી વગેરે નકારાત્મક કર્મો દુઃખ, અશાંતિ અને અગવડો જ આપી શકે છે.

અન્ય એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે પ્રત્યેક કર્મ કાળે કરીને જ પાકે છે. આથી કર્મબીજનાં વાવેતર અને કર્મફળની ફસલ વચ્ચેનો કાળ અચૂક હોય જ છે. જેનાં વિશે કોઈ કશું કરી શકતું નથી. કહે છે કે પૃથ્વી પર પાપાચાર, કળિયુગ વ્યાપી જતાં દેવો પણ અસહાયપણે અવતારનાં પ્રગટ થવાની રાહ જોતાં હોય છે. દેવો પુણ્યકર્મનાં બંધનમાં જ છે. મનુષ્યો પાપ અને પુણ્યકર્મનાં બંધનમાં છે. આમ કર્મની ગતિ ગહન છે.

હવે પ્રશ્ન ઊભો થાય છે કે જો કર્મો બંધન છે અને પુનઃજન્મનું કારણ છે તેમજ સુખ-દુઃખનાં ભોગવટાવાળું છે તો તેમાંથી મુક્તિનો ઉપાય શું?

ભગવાન શ્રીકૃષ્ણે આ બાબતે ગીતામાં કહ્યું કે “તું આ કે કોઈપણ કર્મનો કર્તા નથી એમ જાણ.” કર્મો થઈ રહેલાં છે તેને સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી પ્રાકૃતિક ઘટના છે એમ તું સમજ અને જેવો તું કર્તાપણું છોડીશ એટલે તારો ભોગવટો (સુખ-દુઃખ) ઓછો થતાં થતાં સમાપ્ત થઈ જશે અને તેથી તું મુક્તિ મેળવીશ.

(૨) તારા દ્વારા થતાં દરેક કર્મને અને તેનાં ફળને તું મને (પ્રભુને) અર્પણ કર્યા કરજે. આથી તું સંસાર તરી જઈશ. તારો પાર આવશે, તું મુક્તિ મેળવીશ.

કેટલી અદ્ભુત વાત છે ને સુંદર અને સરળ. તમારી (કુ) બુદ્ધિ ભલે કહે કે અંગ્રેજીમાં It is easier to be said than done. હવે ધ્યાન આપો. આ (કુ) બુદ્ધિનાં રવાડે ચડીને અનંતકાળથી અનંત જન્મોમાં અનેક યોનિઓમાં ભટકીને અહીં આજે માનવદેહમાં આવ્યા છો. તમે તમારી (કુ)બુદ્ધિનું માનશો તો...