અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

ધન્વંતરિ

ભાગ ૫ / ૪૪ · મૂળ PDF

ધન્વતરિ, ભગવાન વિષ્ણુના અવતાર અને આરોગ્ય, ચિકિત્સા અને આયુર્વેદિક ઔષધિઓનાં દેવ ગણાય છે.

આયુર્વેદ એ જીવન અંગેનું વિજ્ઞાન છે. ધન્વતરિ મંત્ર ખૂબ શક્તિશાળી મંત્ર છે. તેનાં રોજીંદા ઉપયોગથી આરોગ્યની કોઈપણ સમસ્યા અને થયેલા રોગોથી મુક્તિ મળે છે અને જીવન લંબાય છે. આ મંત્રજાપ રોગી પોતે અથવા અન્ય તે રોગી માટે કરી શકે છે.

ધ્યાનમ્

शंख चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्भिः।

सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम्।।

कालांभोदोज्ज्वलांगं

સમુદ્રમંથન અંતે શ્રી ધન્વંતરિ અમૂલકળશ સહિત પ્રગટ થયા હતા. કાશીનરેશ દીર્ઘતમસની પ્રાર્થનાથી તેમના પુત્ર રૂપે ધનતેરસે જન્મી કાશીનરેશ બન્યા. તેઓ પવિત્ર જીવન, ઉચ્ચ શિસ્તબદ્ધતાથી જીવ્યા. અનેક ઋષિઓ અને સંતો તેમનાં શિષ્ય બન્યા. જેમાં સુશ્રુત, પુષ્કલવત ઔરભ્ર, વૈતરણા મુખ્ય હતા. તેઓએ આપેલું જ્ઞાન અગ્નિપુરાણ તરીકે વિખ્યાત છે. એવું કહેવાય છે કે જે ધન્વંતરિ ભગવાનને પ્રાર્થના કરે છે તેઓ સર્વ રોગોથી મુક્ત થઈ જાય છે.

ધન્વન્તરિ ભગવાનની જય હો.

ध्यानम्

शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्भिः । सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम् । कालांभोदोज्ज्वलांगं कटितटविलसच्चारुपीतांबराढ्यम् । वंदे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम् ॥

अच्युतानंत गोविंद विष्णो नारायणाऽमृत रोगान्मे नाशयाऽशेषानाशु धन्वंतरे हरे । आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णंतं वंदे धन्वंतरिं हरिम् ॥

धन्वंतरेरिमं श्लोकं भक्त्या नित्यं पठंति ये । अनारोग्यं न तेषां स्यात् सुखं जीवंति ते चिरम् ॥