ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૧
मोक्षोपाय
મહારામાયણ
ગુજરાતી સંપૂર્ણ ગ્રંથ
Sanskrit + Gujarati — Complete Text
વશિષ્ઠ — રામ — દેવી — લીલા — સરસ્વતી
ઉત્પત્તિ · સ્થિતિ · ઉપશમ · નિર્વાણ
स्वयं साता श्रुता वापि भान्तिशान्त्यैकसौखदाआप्रेक्ष्य वर्णिता सघो यथा स्वर्गतरंगिणी ।।
8।।
यथा रज्जामहिभ्रान्ति निवश्यत्यवलोकनात्तथैतत्प्रेक्षणाष्ठान्तिमेति संसारदुःखिता ।।
9।।
જેમ જેને નિંદ્રા ન આવી હોય એવા માણસની આગળ દીવો બળતો હોય, તો તે માણસની ઈચ્છા વગર પણ પ્રકાશ થાય છે.
તેમ આ ગ્રંથોના અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વગર પણ મુક્તિ થાય છે. (7) આ સંહીતા પોતાની મેળે જ અભ્યાસ કરીને જાણી હોય અથવા બીજા કોઈ વર્ણન કરનારના મુખથી સાંભળી હોય તો તે ગંગાજીની બેઠે તરત જ સઘળા તાપોની શાંતિ કરીને પરમ સુખ આપે છે (8) જેમ રજજુ (દોરડી) નું અવલોકન કરવાથી તેમાં થયેલ સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતા નું અવલોકનથી સંસારના દુઃખો ટળી જાય છે.
लोभमोहाण्यो दोषास्तानवं यान्त्यलं शनैः ।धियो दिशः समासथशरणे मिहिका यथा ।।
10।।
જેમ શરત ઋતુ પ્રાપ્ત થતાં દિશાઓના મલિનપણા ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે, તેમ આ ગ્રંથોનો વિચાર પ્રાપ્ત થતાં બુદ્ધિના લોભ તથા મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે. (10) આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે, તો માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ વગેરેની કઈ જરૂર રહેતી નથી.
આ શાસ્ત્રના દૃઢ અભ્યાસથી અને વારંવાર અવલોકનથી ચિત્તના સંસ્કાર પૂર્વક અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે.શ્રી રામચંદ્રજીએ પોતાના ચિતની દશા જણાવતા સંસારના પદાર્થો પ્રત્યે અરુચિ દર્શાવતા કહ્યું” આ જગતમાં કોઈ પણ વસ્તુ અવિનાશી કે આનંદદાયક નથી.
મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પૂર્વકાળથી જે દુઃખદાયક વિષયોનું સેવન કરતો આવ્યો છે તેને જ ભોગવવા માંડે છે, છતાં વાસ્તવિક સુખ કે સંતોષ આ ભોગોમાંથી તેને પ્રાપ્ત ન થતા ઉલટો અનેક દુઃખોનો જ અનુભવ કર્યા કરવામાં આયુષ્ય ગુમાવે છે, અંતે મરણ દશાને પ્રાપ્ત થાય છે.
મરણ પછી પાછો જન્મ લે છે, વળી મરે છે અને પાછો જન્મ લે છે.
આ પ્રમાણે અનાદિકાળથી જન્મ-મરણ અને વિષય દુઃખોના પ્રવાહમાં વહ્યા કરે છે.
આવા મહાચક્રમાં અનંતવાર ભમ્યા કરવા છતાં તેને કદી પણ શાંતિ મળતી નથી.
કેમ કે જગતના સર્વ પદાર્થો પરસ્પર કંઇ પણ સંબંધ ધરાવતા નથી.
કિંતુ મન દ્વારા જ તેની સાથે કલ્પિત જ સંબંધ બંધાયેલો છે.
આ મન પોતે અસત્ (અનિત્ય) હોવા છતાં પણ, તેણે આ જગતને સત સદસ મનાવીને મનુષ્યને અનેકવિધ અસત્ પદાર્થોમાં મોહિત કરી દીધો છે.
આ કારણને લીધે જો મનનું મિથ્યાત્ત્વ સમજી લેવાય તો પછી જગતમાં કોઈ પણ પદાર્થ સત્ય રહેશે નહીં.
આ લૌકિક વાસના રુપી માયાજાળ કે જેમાં પ્રાણી માત્ર બંધાયેલો છે.
તે મન દ્વારા જ ફેલાયેલી છે.
આપણે અનેક સમયે કહીએ છીએ કે, આ જગત મિથ્યા છે.
તથાપી આપણે તેના પદાર્થો તરફ દોડીએ છીએ.
પ્રતિદિન આપણી સમક્ષ અનેક પ્રાણીઓ અને પદાર્થો નષ્ટ થઈ જાય છે, તથાપિ આપણને આપણા મરણની અને સંસારની નશ્વરતાની ખાતરી થતી નથી.
અવસ્થાઓ અને પદાર્થોમાં સ્થાયી રમણીયતા ન જોવા છતાં પણ આપણે તેમાં જ મોહિત રહીને જન્મ ગુમાવીને આત્મચિંતનમાં કિંચિત પણ લક્ષ્ય આપતા નથી.આ સર્વનું કારણ આપણી વાસના જ હોવાથી હું તે વાસનાથી મુક્ત થવા ઈચ્છું છું.ત્યારે વિશ્વામિત્રજીએ વશિષ્ઠજીને કહ્યું કે “આપ રામચંદ્રજીને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય.
આથી વશિષ્ઠજીએ રામચંદ્રજીને આ મહારામાયણ નામક શાસ્ત્રનો ઉપદેશ આપ્યો.
તેનું જ નામ યોગ વશિષ્ઠ છે.આ ઉત્તર રામાયણમાં પણ વૈરાગ્ય, મુમુક્ષુ ઉત્પાત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ એવા છ પ્રકરણો છે.
# આ ગ્રંથમાં 32000 શ્લોક છે.પ્રથમ વૈરાગ્ય પ્રકરણ છે.
એમાં જગતના પદાર્થોનું મિથ્યાત્ત્વ અને નશ્વરતા સંપૂર્ણતઃ દર્શાવીને જણાવ્યું છે કે ‘‘જ્યાં સુધી મુમુક્ષુને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપી મોક્ષનો અધિકારી થઈ શકતો નથી.’’દ્વિતીય મુમુક્ષુ પ્રકરણમાં ‘ચિત્તરૂપી વનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહે છે તેમાં પડવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાન સાગરમાં જ જઈ પડે છે.
ઉચિત છે કે વાસના- સંસારથી પરાવૃત કરી આત્મા તરફ વળવું.
આ વાસના ત્યાગ પુરુષાર્થથી જ સિદ્ધ થઈ શકે છે, પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને બેસી રહેવાથી સિદ્ધ થતો જ નથી.
પ્રારબ્ધ પણ પુરુષાર્થનું જ નામ છે.
જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો આ જન્મની તથા જન્માંતરની સર્વ વાસનાઓનો ત્યાગ થઈ આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં આવતા સર્વવિઘ્નો જિતાઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે.પૂર્વ જન્મના પુરુષાર્થનું જ નામ વાસના છે.
જે કર્મ કોઈ જન્મમાં પ્રયત્ન પૂર્વક કરવામાં આવે, તેનો અભ્યાસ પડી જઈને ચિત્તમાં તે સંસ્કાર ટેવ રૂપથી સ્થિત થઈ જાય છે, અને તે સંસ્કાર ટેવ અનેક જન્મોમાં તે પ્રાણીને તે જ પ્રકારનાં કર્મ તરફ આકર્ષે છે.
આનું નામ વાસના છે.
અને શાસ્ત્રનો સિદ્ધાંત છે કે: એક જન્મમાં પુરુષાર્થ અન્ય જન્મના પુરુષાર્થ કરતાં દુર્બળ તેમજ સબળ પણ થઈ શકે છે. શમ, વિચાર, સત્સંગ અને સંતોષ એ ચાર મોક્ષરૂપ મંદિરના દ્વારપાળ છે.
જો એ ચારની ન થાય તો ત્રણ, બે છેવટે એકની પણ સેવા કરવાથી મોક્ષ મંદિરમાં પ્રવેશ થશે.શુભાશુભ પદાર્થોના શ્રવણ, સ્પર્શ, દર્શન, ભોજન, સંગ કરવા છતાં અંતઃકરણમાં જે હર્ષ ને કે અભાવમાં શોકને પ્રાપ્ત થતો નથી તે પુરુષ શાંત કહેવાય છે.વિચારથી બુદ્ધિ તીવ્ર થાય છે.
અને પરમપદની પ્રાપ્તિ થાય છે.
હું કોણ છું? આ સંસાર શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થયો ? આવા વિષયોનું વારંવાર ચિંતન કરવામાં આવે તેનું નામ વિચાર કહેવાય.
અપ્રાપ્ય વસ્તુઓની ઇચ્છાનો ત્યાગ કરવો અને પ્રાપ્ત વસ્તુમાં સમબુદ્ધિ રાખવી, હર્ષ- વિષાદ થી રહિત થવું અને ચિત્તને આશાથી વિવશ ન થવા દેવું એનું નામ સંતોષ છે.
સાધુ-સમાગમ આ સંસાર સમુદ્રને તરવાની નૌકા છે.
પરંતુ સાધુ તે જ છે કે જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય અને જેનામાં જ્ઞાન અને સમતાનો પૂર્ણ પ્રકાશ થયો હોય.તૃતીય પ્રકરણ ઉત્પત્તિ વિશે છે જેમાં- હું અને તું થી આ સર્વ દૃશ્ય જગત એ માત્ર મનનો વિલાસ છે, આ જગત મનરૂપ જ છે.
મન જ સર્વનો પ્રવર્તક છે અને જે તે પદાર્થને જેવો ચાહે તેવો કરી બતાવે છે.
જે કાંઈ આ જગતમાં કોઈપણ સ્થાને છે, તે સર્વ મન દ્વારા રચાયેલું છે.
મનના રચ્યા વિના કંઈ પણ થઈ શકતું નથી.
માટે જો એ મન શાંત થઈ ગયું તો પછી જગત કાંઈ પણ બાધા કરી શકશે નહીં..
જે વસ્તુ સંકલ્પ સિદ્ધ છે.
તે સંકલ્પથી જ નષ્ટ થઈ શકે છે.
આથી જ્યાં સુધી ‘હું બ્રહ્મ નથી’ એવો સંકલ્પ સ્થિર છે ત્યાં સુધી બંધન છે.
જ્યારે પણ એવો સંકલ્પ દ્રઢ થઈ જાય કે આ સર્વ દ્રશ્ય બ્રહ્મ જ છે’ ત્યાર પછી બંધન રહેજ ક્યાંથી?આ જગત સંકલ્પની વૃદ્ધિથી વૃદ્ધિ પામે છે અને તેની ક્ષીણતાથી જ ક્ષય પામે છે.
સંકલ્પને લીધે જ સંસારનું ભાન થાય છે.
અર્થાત ચિત્ત એ જ સંસાર છે.
સર્વત્ર માત્ર અનાદિ અનંત બ્રહ્મતત્ત્વ જ છે.
જે શરદઋતુનાં નિર્મળ આકાશ જેવું ભાસે છે.સમષ્ટિ-વ્યષ્ઠિભેદ.
એ ભાવનામય કલ્પિત જગત છે.
મન એ અસતત અજ્ઞાનનું જ કાર્ય, (પરિણામ) હોવાથી તે પણ અસત્ જ છે, અધિષ્ઠાન સાક્ષીની સત્તા વડે જ મનની સત્તા છે, અને મનનું સ્ફૂરણ જ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કારણ છે.ચતુર્થ સ્થિતિ પ્રકરણ:- જગતની સ્થિતિ પણ તેની ઉત્પત્તિની જેમ ભાવનામય છે, માટે સંકલ્પમય જગતનો ત્યાગ કરીને સ્વ સ્વરૂપમાં વિચરો, સર્વ પદાર્થોમાં સમદૃષ્ટિ એ જ ચિત્તની પરિસ્થિતિનું કારણ છે.
જેમાં સ્થિતિ થવાથી મનુષ્ય પુનઃ જન્મ-મરણનો ભાગી થતો નથી . ‘‘હું કંઈ કરતો નથી.’’, ‘‘હું આ નથી’’ અથવા હું જ સર્વ કરું છું અને હું જ સર્વસ્વ છું એમાંથી કોઈ એક દૃષ્ટિનો આશ્રય લેવાથી મનુષ્ય સંસારથી મુક્ત થઈ જાય છે.
અહંકાર ત્રણ પ્રકારના થાય છે; કાર્યરૂપ આ સંપૂર્ણ બ્રહ્માંડ તથા કારણરૂપ પરમાત્મા ‘‘હું જ છું’’ ‘‘મારાથી અન્ય કોઈ જ નથી.’’ એ પ્રથમ અહંકાર છે તે બંધનનો હેતુ નથી.
હું સર્વથી પૃથક છું અને વાળના અગ્ર ભાગના કલ્પિત સોમા ભાગ કરતા સૂક્ષ્મ છું.
એ બીજો અહંકાર છે તે પણ બંધનનો હેતુ નથી.
આ બંને પ્રકારના અહંકાર જીવન મુક્તોને જ થાય છે.
દેહમાં અહં બુદ્ધિ એ ત્રીજા પ્રકારનો અહંકાર છે.
એ લૌકિક અહંકાર બંધન કરતા છે તેનો ત્યાગ કરીને પ્રથમ કે દ્વિતીય અહંકારની ભાવના કરો અને પછી એ બંનેનો ત્યાગ કે જે આપોઆપ થાય છે તેના દ્વારા પરમપદમાં સ્થિત થાઓ.પાંચમું ઉપસમ પ્રકરણ છે.
જેમાં अहम् અને त्वम् एतत् નો જે ભેદ જણાય છે તે પણ કલ્પનામય જ છે તેને નિવૃત્ત કરવાનો ઉપાય મનોનિગ્રહ છે .
મનના નાશથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે.
જ્યાં સુધી ચિતની સત્તા છે, ત્યાં સુધી જ દુઃખ છે.
અને ચિત્તનો નાશથી દુઃ ખનો પણ નાશ થઈ જાય છે.
જ્યાં સુધી ‘હું સુખી કે દુઃખી છું’ એવો નિશ્ચય હોય ત્યાં સુધી જ મન કે જે સંસાર વૃક્ષનું બીજ છે તે રહે જ છે.
પરંતુ જ્યારે મન મૈત્રી વગેરે ગુણ દ્વારા વાસના શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી વાસનાઓનો પણ ત્યાગ કરીને( પોતાના) બ્રહ્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યાર પછી મનનો મનોભાવ રહેતો નથી.મનનો નાશ બે પ્રકારનો છે. (1) સરૂપ (2) અરૂપ.જીવન મુક્તિ પ્રાપ્ત થયા પછી જ્યારે મૈત્રી વગેરે ગુણો પ્રગટે છે.
ત્યારે સરૂપ મનનો નાશ થાય છે.
જ્યારે બને, જે સમયે વિદ્વાન એવા પદને પ્રાપ્ત કરે છે- કે જ્યાં ગુણ, અગુણ, તેજ, તમ, દિન, રાત્રી, ઉદય-અસ્ત, હર્ષ- શોક કંઈ પણ નથી અને જે પદ વાણી અને બુદ્ધિનો વિષય નથી- તે સમયે અરૂપ મનનો નાશ થાય છે.
મનોનાશ, વાસના ક્ષય, અને તત્વ સાક્ષાત્કારથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે.
આ ત્રણે એકબીજાના સહકારી છે.
જો વાસના પરિત્યાગ કરવાનો પ્રયત્ન કરશો તો પણ મનનો નાશ થઈ જશે, અને મનના નાશ થી તત્વ સાક્ષાત્કાર થશે.
જ્યાં સુધી મનનો નાશ થતો નથી ત્યાં સુધી વાસના ક્ષય થતો નથી અને જ્યાં સુધી વાસના ક્ષય થતો નથી ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.જેણે સદ્ વિચાર થી ચિત્તને જીતી લીધું હોય તેણે જ જન્મ સફળ કરી લીધો છે એમ સમજવું.
તેને આધિ, વ્યાધી અને વિષયો દુઃખદાયક થતા નથી.
જેણે સર્વ સંકલ્પોની સીમારૂપ જે પરમપદમાં વિશ્રાંતિ કરી છે તે મેરુ ને તૃણ ગણે છે.સંગ (આશક્તિ) જ અનર્થોનું કારણ છે. સંગ જ સંસારનું કારણ છે.
સંગ આશાનું કારણ છે અને આપત્તિનું પણ કારણ તે જ છે.
માટે સંગ (આસક્તિ)નો ત્યાગ એ જ મોક્ષ છે.
સંગ પરિત્યાગથી બધા જ બંધન છૂટી જતા જ જે જ્ઞાતા છે તે સર્વ જગતને ચિન્તાત્ર ભણી અંતમુખ રહીને જ જગતમાં વિચરે છે.
છઠ્ઠુ નિર્વાણ પ્રકરણ; જ્યારે જીવ આ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરતાં કરતાં પોતાનાં પુરુષાર્થથી સર્વ વાસનાઓનો ક્ષય કરી આત્મપરાયણ થાય છે ત્યારે તેને એવું ભાન થાય છે કે જેમ અગ્નિથી ઉષ્ણતા, કમળ થી સુગંધ અથવા હિમથી શુક્લતા ભિન્ન નથી તે જ પ્રમાણે આ જગત, ચેતનથી એટલે કે બ્રહ્મથી ભિન્ન નથી.’ હું ચિન્મય અર્થાત ચિત્સ્વરૂપ છું.
હું દ્રશ્ય નથી પણ આકાશ કરતા પણ સૂક્ષ્મ છું.’ એવી બુદ્ધિ ઉદય પામે છે- ત્યારે જ સંસારના સર્વ બંધનો તૂટી જાય છે.
જ્યાં સુધી આ બુદ્ધિ ઉદય પામતી નથી અને ’હું દેહ છું’ એવી બુદ્ધિ રહે છે ત્યાં સુધી સંસાર બંધનથી મુક્તિ મળતી નથી.પરમપદની પ્રાપ્તિ કાંઈ માત્ર શાસ્ત્ર અભ્યાસ કે ગુરુથી જ થઈ શકતી નથી; (તે બાહ્ય સાધનો હોવાથી) કિંતુ કેવળ આપણી પોતાની આંતરશુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિથી જ પરમપદને પ્રાપ્ત થવાય છે.’ મારાથી ભિન્ન કોઈ નથી.
આ સંસારચક્ર કે જે અનાદિકાળથી ચાલે છે તે વાસ્તવમાં બ્રહ્મ એટલે કે મારા સ્વરૂપથી ભિન્ન નથી\! એવું જે જ્ઞાન તે જ માત્ર પરમપદ છે.
આવા જ્ઞાનનો ઉદય થવાથી જ अहं, मम, कार्य, कारण વગેરે સર્વ અભિમાનનો ત્યાગ થઈ શરીર વિદ્યમાન હોવા છતાં પણ જીવન મુક્તિ નું સુખ ભોગવીને જ્ઞાની પુરુષ વિદેહ કૈવલ્ય પ્રાપ્ત થાય છે.વૈરાગ્ય પ્રકરણ જ્ઞાન વિશે જેની સત્તાથી જ સર્વ કંઈ સત્તા પામીને પ્રગટ થાય છે, સ્થિતિ ભોગવે છે અને લય પામે છે તે સત્ય સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું.જાણનાર, જાણવું અને જાણવાનો પદાર્થો જેની સત્તાથી જ થાય છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું.જેમાંથી સઘળા બ્રહ્માંડની અંદર આનંદના કણો સ્ફૂરે છે અને જે સઘળાનું મૂળ તત્ત્વ છે તે સચ્ચિદાનંદ પરમાત્માને હું પ્રણામ કરું છું.હે ભગવાન,
મોક્ષનું સાધન શું કર્મ છે? કે જ્ઞાન છે? અથવા આ બંને છે ?મુની બોલ્યા:- આકાશમાં જેમ પક્ષીઓ બે પાંખ વડે ઉડે છે તે જ પ્રમાણે જ્ઞાન અને કર્મ એ બંને સાધનથી મોક્ષ થાય છે.
એમ મહાત્માઓ જાણે છે.
કર્મ ચિત્તશુદ્ધિથી પરંપરાથી મોક્ષનું સાધન છે અને ચિત્તશુદ્ધિ થયા પછી કર્મ ફળ ત્યાગ પૂર્વક એકલું જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે.અધિકારી:- જે પુરુષને હું આ સંસારમાં બંધાયો છું અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ’ એવો નિશ્ચય હોય તે જ અધિકારી છે.
જે વિવેકી નીતિ અને ધર્મપૂર્વક ચાલે છે અને ચિત્તશુદ્ધ થયા પછી આ મોક્ષ ના ઉપાયરૂપ ઉત્તર રામાયણનો વિચાર કરે છે તેને પુનઃજન્મ થતો નથી.
આ રામાયણથી સઘળા મોહ પાર કરી શકશો.તું પણ સર્વ વિષયોમાં અનાસક્ત બુદ્ધિથી વ્યવહાર કર.વાલ્મીકી - આ જગતરૂપી ભ્રમ આકાશમાં દેખાતાં નીલવર્ણ જેવો છે.
જેમ આકાશ નીલવર્ણ સાચો નથી તેમ પરબ્રહ્મમાં જગત પણ સાચું નથી.
એ તો ભ્રમ છે.
કોઈ સમયે પણ જગતનું પાછું સ્મરણ જ ન થાય એવું વિસ્મરણ થવું એ મુક્તિનું સર્વોત્તમ લક્ષણ અને સ્વરૂપ છે, એવો મારો નિશ્ચય છે.
દ્રશ્ય માત્ર એકદમ અસ્તિત્વ રહિત છે એવો બોધ થયા વિના આ વાત કોઈ સમયે પણ કોઈના અનુભવમાં આવતી જ નથી; અને એ બોધ સ્વરૂપનો સાક્ષાતકાર થયા વગર થતો નથી.
એટલે જ ઉપાય વડે સ્વરૂપનો સાક્ષાત્કાર સિદ્ધ કરવો જોઈએ.
આ શાસ્ત્ર યથાર્થ રીતે સમજવામાં આવે તો એ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય; માટે તત્ત્વનો નિર્ણય થતાં સુધી આ શાસ્ત્ર સાંભળીશ તો તને એ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે.આ જગત રૂપ ભ્રમ, પ્રત્યક્ષ દેખાતાં છતાં પણ આ ગ્રંથના વિચારથી ’નથી જ’ એમ અનુભવમાં આવે છે.’ જે દ્રશ્ય પદાર્થ છે તે કંઈ છે જ નહીં’ એવા બોધથી જો મનમાંથી દ્રશ્ય પદાર્થનું જ માર્જન થઈ જાય તો તેથી સ્વરૂપનો અનુભવ થતાં સર્વોત્તમ મોક્ષ સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે.હે બ્રહમન્ \! વાસનાઓનો સમૂળગો એ જ ઉત્તમ મોક્ષ કહેવાય છે. ચિત્તશુદ્ધિ થયા પછી શ્રવણ, મનન વગેરે નિર્મળ ક્રમથી પ્રાપ્ત થાય છે.
વાસના ક્ષીણ થતાં વાસનાઓના સમૂહરૂપ મન પણ તરત જ પીગળી જાય છે.
વાસના જ આ મૂળ સમુદાયથી બનેલા દેહને ધરી રાખે છે.શુદ્ધ અને બીજી મલીન એમ બે પ્રકારની વાસના છે.
જેથી જન્મ આપે છે તે વાસનાને મલિન જાણવી.
જેથી જન્મનો નાશ થાય છે તે વાસનાને શુદ્ધ જાણવી.
જે શુદ્ધ વાસના કહી છે તે તત્ત્વબોધમાં ઉપયોગી છે .
ભુંજેલા બીજ ની જેમ અંકુરરહિત છે.
પુર્નજન્મ આપતી નથી.
માત્ર હયાત દેહને જ ધારણ કરી રાખે છે.
માત્ર વેગના સંસ્કારથી થોડીવાર હોય છે.
જેમની વાસના શુદ્ધ હોય, તેવો ફરીવાર જન્મરૂપી અનર્થનાં પાત્ર થતા નથી.
તેઓ પરમ તત્વને પામેલા, જીવનમુક્ત અને મહાન બુદ્ધિમાન કહેવાય.
તેઓ મોટા અને મહત્વના કારણ વિના અલ્પ કારણોથી કોઈ ખેદ કે મોટા હર્ષ રૂપ વિકારને પામતાં નથી.
સારો પદાર્થ મળવાથી રાજી થતા નથી, અને અનિષ્ટ પદાર્થ મળવાથી ખેદ ધરતા નથી.
પરંતુ હૃદયમાં વિષય વૈરાગ્ય પ્રગટ્યા વિના સત્ શસ્ત્રનું શ્રવણ તત્વ-સાક્ષાત્કાર કરવામાં સમર્થ થતું નથીચિત્રદોષ :- સારા કાર્યો તથા મહાત્માઓનાં સેવનને છોડી દેવાથી ચંચળ ચિત્ત રાગ-દ્વેષથી જર્જરિત થઈ જાય છે અને જેમ નાનું સરખું પીછું વાયુની અંદર ભમ્યા કરે છે.
તેમ તે વિષયોમાં ભમ્યા કરે છે.
ચિંતાઓના ભારથી ભટક્યાં કરતું ચિત્ત પણ પોતાની ચંચળ વૃત્તિને લીધે કોઈપણ ઠેકાણે જપ વાળતું નથી.
રાગદ્વેષના તરંગોને લીધે ચપળ થયેલું ચિત્ત વ્યક્તિને તાણી જાય છે.
તેને તો આ સંસાર સમુદ્ર તરવાની નિત્ય ઉત્કંઠા હોય પણ ચિત્ત તેને રોકી રાખે છે.
આવું ચિત્ત વિષય મળતાં ઘણાં દિવસથી માંડેલાં શુભ કાર્યને છોડી દેવડાવે છે.
આ ચિત્તનો નિગ્રહ કરવો વધારે કઠીન છે.
ચિત્ત જ વિષયોનાં કારણરૂપ છે.
ચિત્ત હોય તો જ જગત છે જો ચિત્ત ક્ષીણ થાય તો જ જગત ક્ષીણ થાય છે.
માટે પ્રયત્નપૂર્વક ચિત્તની જ ચિકિત્સા કરવી.મન જ્યાં સુધી આત્માથી ભિન્ન પદાર્થના આકારે થયા કરે છે, ત્યાં સુધી જીવનાં ભવભ્રમણનો અંત આવતો નથી પણ જ્યારે તે મન આત્માકાર થઈને આત્મભાવને પામે છે, ત્યારે જ તેના ભવભ્રમણનો અંત આવે છે.તૃષ્ણા ઘણી જડતા આપે છે તે પરમપ્રકાશને રોકી દે છે.
તે સંસારમાં વ્યવહાર કરનારાં સઘળાં જીવોનાં મનને બાંધી રાખે છે.
તે ઈન્દ્રધનુષ્યની જેમ વિચિત્ર રંગોવાળી છે.
જે લોકો મોહ મદિરાથી ઉન્મત થઈને શરીર અને જગત પર વિશ્વાસ રાખે છે તેની સામે ‘હું દેહ નથી, હું દેહનો નથી અને દેહ મારો નથી’ એવી સમજણથી જેમનાં ચિત્ત વિશ્રાંતિ પામ્યા છે.
તેઓ પુરુષોમાં ઉત્તમ છે.
તેઓને વંદન.
શરીરમાં જ્યાં સુધી અહંતા-મમતા હોય ત્યાં સુધી મનુષ્ય પોતાનાં વાસ્તવિક સ્વરૂપને જાણવા સમર્થ થતો નથી, માટે અહંતા-મમતાનો ત્યાગ કરવો.
જગતમાં રમણિયતા દેખાવાનું કારણ મોહ છે.
જેનાથી અજ્ઞાન વધે છે.
જે ભય પમાડે છે.કાળ - સર્વભક્ષી કાળ આ જગતમાં જન્મ પામેલી એકએક વસ્તુ ને ગળી જાય છે.
અનંત બ્રહ્માંડો અત્યાર સુધી ખાધાં છતાં તે ધરાતો નથી.
આથી કાળનું સ્મરણ રાખીને પણ મુમુક્ષુએ પોતાનાં આત્માનો સાક્ષાત્કાર જેમ બને તેમ શીઘ્ર કરી લેવો.સંસારદુર્દશા -એવી છે કે જે સાચું છે તે ખોટું જ સમજાય છે.
ચિત્ અહંકારમાં લાગેલું છે.
સર્વ પદાર્થો વિનાશ પરિણામવાળા છે અને આત્મસ્વરૂપ જાણવામાં આવતું નથી.