અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૩

વિડિયો ૨૩

લેખ ૧૯ / ૧૪૯ · 3 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

યોગી મનુષ્ય પોતાના આત્મામાં જ ભગવાન શિવનું દર્શન કરતા રહે છે. સદાશિવ ક્યાં છે? પોતાનો આત્મા છે તે જ સદાશિવ. પથ્થરના ટુકડા અને લાકડામાંથી બનેલી પ્રતિમાઓમાં નહીં. અજ્ઞાની મનુષ્યોના હૃદયમાં ભગવાન શિવની પ્રત્યે ભાવના જાગૃત કરવા માટે પ્રતિમાઓની કલ્પના કરવામાં આવી હતી, રચના કરવામાં આવી હતી. કારણ કે એને બતાવું કેવી રીતે? આત્મા અજ્ઞાનીને આત્મા કેમ નો બતાવાય? એટલે એને કીધું કે, "જો તું અહીં પૂજા કર." એવી રીતના કે ધીરે ધીરે ધીરે કરતાં એની શ્રદ્ધા બળવત્તર થાય. પછી ત્યાંથી ઉઠાઈને પછી ત્યાં મૂકવાની છે પાછી.

હવે આ સ્ટેજ લોકો કરતા જ નથી. એક ટાઈમ પછી તમને આની આવશ્યકતા નથી. છેલ્લા પગથિયા પહોંચ્યા પછી તમારે રૂમની અંદર દાખલ થઈ જવાનું છે, પણ તમે તો છેલ્લા પગથિયા પર બેસી જાવ છો કે, "હવે ના, કે હું તો આવી ગયો." હા, તમને રૂમ દેખાશે છેલ્લા પગથિયાથી, પણ તમે રૂમની અંદર પ્રવેશ પામી શકતા નથી. એવી રીતે ભગવત પ્રાપ્તિ થશે નહીં. જ્યાં સુધી આ બધું છૂટશે નહીં. એનો એક સમય હતો, ઉપયોગ પણ હતો, એને ના નથી. પણ આ વાતને સમજાવવી જોઈએ અને પછી અમલમાં પણ આવવી જોઈએ. ચાર દિવસ સાહેબે કીધું એટલે આપણે બંધ કરી દીધું બધું અને પછી પાછું ફરી એમ કે ચાલુ ને ચાલુ હતું એનું એ જ. એ વાત બરાબર ફળદાયી બનતી નથી.

તો જેનાથી અલગ ના તો કોઈ કારણ છે કે ના તો કોઈ કાર્ય છે. જે સત્ય સ્વરૂપ, અનુપમ, પ્રજ્ઞાન ધન સ્વરૂપ છે, એવા એ આનંદમય બ્રહ્મને જે જાતે જ, જે જાતે જ કોક બતાવે ને જુએ એવું નહીં, જે જાતે જ પોતે પોતાના આત્માના રૂપમાં જુએ છે, વાસ્તવમાં એ જ યથાર્થ જુએ છે.

"હે મહામુનિ, આ શરીર તો માત્ર નાડીઓનો સમૂહ જ છે. હે ગૂંચળું જ છે દોરડાનું, બરાબર ગૂંચવેલા, જે હંમેશા સારહીન છે." હવે એને સારહીન પણ કહી દીધું. જો, પહેલા બધી વસ્તુઓની માહિતી આપી દીધી: "આ નાડી આવી, ફલાણી આવી, અહીંથી આમ જાય છે, તેમ જાય છે." છેવટે કહી દે છે કે આ બધું સારહીન છે. એના પ્રત્યે થયેલા આત્મભાવને છોડી દઈને, એના પ્રત્યે થયેલા આત્મભાવને છોડી દઈને, બુદ્ધિ દ્વારા એ નિશ્ચય કરો કે હું જાતે જ પરમાત્મા સ્વરૂપ છું. હું જાતે જ પરમાત્મા સ્વરૂપ છું. એનો અનુભવ લો તમે. એ એની અંદર કેમ અનુભવ નથી આવતો? હજી ક્યાંક આ બધામાં ગૂંચવાયેલું છે, ક્યાંક લટકેલું છે. આ બધા દોરડા કાપવા પડશે. આ જીવ ઉડશે અને બધા ફટ ફટ ફટ ફાટી જશે એટલે પરમાત્મા સ્વરૂપ પ્રગટ થઈ જશે એમ ભગવાન કહે છે.

આ શરીરમાં રહેવા છતાં પણ જે હંમેશા મુક્ત છે, અલગ છે, મહાન છે, વ્યાપક છે અને બધાનો ઈશ્વર છે, એ આનંદ સ્વરૂપ શાશ્વત પરમાત્મા તત્વને જાણીને બુદ્ધિમાન ધીર પુરુષ – બુદ્ધિમાન પણ હોય અને ધીર પણ હોય પાછો – ક્યારેય શોકને મેળવતો નથી.

"હે શ્રેષ્ઠ મુનિ, સદજ્ઞાનના બળથી ભેદજનક અજ્ઞાનનો નાશ થઈ જવાને કારણે પછી આત્મા અને બ્રહ્મમાં કોઈ મિથ્યા ભેદ હોય એવી વાર્તા કોણ કોને કહેશે?" બધું એકરૂપ થઈ ગયું, પરમાત્મા તત્વ બની ગયું. બસ, હવે બીજું કંઈ કરવાનું રહેતું નથી. ત્યાં પહોંચવું પડશે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.