અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૬. આત્મોપનિષદ્

વિડિયો ૧૦

લેખ ૮ / ૧૪૯ · 37 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

આ ઉપનિષદ 'આત્મ ઉપનિષદ' છે. એ અથર્વ વેદ સાથે સંબંધિત છે. એના નામ પ્રમાણે આત્મ તત્વ જે છે, એ તત્વની વિભિન્ન સ્થિતિઓમાં એને જે અલગ અલગ નામ આપવામાં આવે છે. ક્યારેક એને આત્મા કહે છે, ક્યારેક એને અંતરાત્મા કહે છે, ક્યારેક એને પરમાત્મા કહે છે. તત્વ એક જ છે.

હવે, એ શરીર, ઇન્દ્રિયો બધામાં સક્રિય ચેતન જે છે, આત્મા અને પ્રકૃતિના જુદા જુદા ઘટકો, પંચતત્વો, આ બધાની અંદર પાછો સમવ્યાપ્ત, સંપૂર્ણપણે વ્યાપી રહેલો છે. અમુક ભાગમાં છે ને અમુક ભાગમાં નથી એવું નથી. એવા અંતરાત્મા અને આવા ઘટકોથી પર એવા ચેતન પ્રવાહને પરબ્રહ્મ કહેવામાં આવે છે, બ્રહ્મ કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે.

જેમ સૂર્ય રાહુ ગ્રસ્ત જણાય છે, વાસ્તવમાં હોતો નથી, એવી રીતે આત્મા પણ અજ્ઞાન ગ્રસ્ત જણાય છે, પણ વાસ્તવમાં હોતો નથી. એવું કહીને ઋષિએ સૂર્યગ્રહણના તથ્યની સાથે જીવનના તથ્યને સ્પષ્ટ દર્શાવી દીધું છે. દોરડીમાં સાપ અને સાપની કાંચળીમાંથી મુક્ત થવાના ઉદાહરણોથી સંસાર રૂપી બ્રહ્મ અને આત્માની સહજ મુક્તા અવસ્થાને સમજાવવામાં આવેલી છે. બ્રહ્મને તમામ ઉપમાઓ, સંબોધનો અને શબ્દાર્થોથી પર સાબિત કરવામાં આવેલ છે.

અહીંયા આગળ કહે છે કે અંગિરા એટલે અંગ, અંગી અને અંગ-જ્ઞ એ દ્રષ્ટિથી પુરુષ પરમાત્મા ત્રિવિધ (આત્મા, અંતરાત્મા, પરમાત્મા) રૂપે પ્રગટ થયો, અંતરાત્મા અને પરમાત્મા રૂપમાં પ્રાદુર ભાવ થયો, પ્રગટ થયો. હવે ક્રમશઃ આત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે.

જે ચામડી છે, ચર્મ, ચામડી, માંસ, રોમ, વાળ, અંગૂઠો, આંગળીઓ, પીઠનો પાછળનો ભાગ, નખ, ગુલ્ફ એટલે ઘૂંટણો, ઉદર એટલે પેટ, નાભી એટલે દૂટી, જનનેન્દ્રિય, કટી એટલે કમર, જંગા એટલે કે જાંગ, કપોલ એટલે કપાલ, ભ્રમર, મસ્તક, ભુજાઓ, પાશ્વ ભાગ, શિર અને આંખો, આ બધા સ્થૂળ શરીરના માધ્યમથી જન્મને મરણના ચક્રમાં ફરે છે, તે આત્મા છે. આ બધું ભેગું કરીને ફર્યા કરે છે, એ આત્મા છે.

આને આપણે જોવું હોય તો કેવું લાગે કે એક માણસ હોય તો કોઈ મોટા કચરાના ઢગલા પાસે જશે અને એકદમ જ આમ જોશે કે આ બધું છે. પછી લગન વગર તો જે બી મળ્યા તે કપડા પહેરી લેશે, કંઈક લટકાઈ દેશે, કંઈક કામ કરશે, તેમ કરશે, બધું લઈને પછી આમ એ ઢગલામાંથી જેમ બહાર નીકળ્યો હોય કે હવે હું ક્યાંક જઈને કંઈક કરું, એવા હાલ હોય છે આત્માના. એવાને જોઈને કેવું થાય છે? એવું પ્રત્યેક માણસને જોઈને થવું જોઈએ ખરેખર, પણ આપણને કેમ થતું નથી? ઉપરથી બહુ સારા રૂપાળા દેખાય છે બધાને કે આ તો ભાઈ આવા, આ તો આવા ટાઈ પહેરીને આવ્યો હોય પાછો બાકી રહ્યો હોય નાક કે કચરા ને ઢગલામાં તારો કોટ ને ટાઈ બધુંય શું? ચશ્મા પહેર્યા હોય બધું હાથમાં છે અને આ બધું શું લઈને બેઠો છે એમ? પાછો પોતે અંદર જાણે કે કઈ એ સમજતો હોય. સામે પેલો પંજાબનો કોઈ ખેડૂત આયો હોય કે સાઉથનો કોઈ ખેડૂત આયો હોય ત્યાંથી તો આમ જોયા કરે એની સામે, "આ બધું કોણ છે કે કેમ આવું બધું લઈને ફર્યા કરે?" વાસ્તવમાં એ આત્મા જ છે.

એને જો નવાઈ લાગે ને કે આ ખરેખર માણસ છે ખરો? કંઈક આમ એવું થાય આપણને અમુક પ્રકારના પેલા એવા સૂટ બુટ પહેરીને માણસ દાખલા તરીકે આમ કોક પહાડ ઉપરથી આમ નીચે ઉતરે. પેલા બરફમાં રાખેલા હોય છે અને બધા સ્પેસ સૂટ વાળા હોય તો બધાને કેવું અચરજ ને નવાઈ લાગે? બસ એવી અચરજ ને નવાઈ લાગવી જોઈએ ખરેખર તો, "આ તો આત્મા છે ને આવું બધું પહેરીને ફરે છે કે શું?" તો કે એને શરીર પહેરી લીધું છે. હકીકત આટલી જ છે.

અંતરાત્મા એ છે. હવે આત્માની વાત કરી. અંતરાત્મા દ્રશ્ય પદાર્થમાં અવ્યક્ત રૂપે રહેલ અંતર્યામી ચેતન જે છે, તેને અંતરાત્મા કહીએ છીએ. અપેક્ષા બદલાઈ એટલા માટે જે પૃથ્વી, જળ, સુખ, દુઃખ વગેરે કામ, મોહ, તર્ક, વિતર્ક, સ્મૃતિ, લિંગ, ઉદ્દાત, અનુદાત, હસ્વ, દીર્ઘ, પ્લુપ્ત વાળા સ્વર ભેદ વાળો બધા લોકો ભાષા બનાવે ને અલગ. અંગ્રેજી બોલનારો માણસના ઉચ્ચારો જુદા હોય અને સાઉથ ઇન્ડિયન કોઈ ભાષા બોલનારો હોય એના ઉચ્ચારો જુદા હોય, તો એવા સ્વર ભેદ થઈ જાય છે. સ્ખલિત, ગર્જિત, મેઘ, સ્ફૂટિત, મુદિત, નૃત્ય, ગીત, વાદિત વગેરે ધ્વનિ રૂપે પ્રલય, વિકાસ વગેરે દ્વારા શ્રવણ કરનાર, સાંભળનાર, સુંઘનાર, રસ લેનાર, મનન કરનાર, જાણનાર, કાર્ય કરનાર, વિજ્ઞાન આત્મા, પુરાણ, ન્યાય, મીમાંસા વગેરે ધર્મશાસ્ત્રનો જ્ઞાતા, શ્રવણ, ગ્રહણ એટલે સુંઘવું, આકર્ષણ અને કાર્ય વિશેષને પૂર્ણ કરે છે.

આ બધી આંતરિક પ્રવૃત્તિઓ કરેલું છે કે આ બધામાં જે પડેલો હોય છે તે કેવો છે? અંતરાત્મા છે. કશાકની અંદર ખૂંપેલું ચેતન છે, પણ કશુંક કરવાપણું. પહેલા બધું એકઠું કર્યું, હવે એના વડે કશુંક કરી રહ્યો છે. આ બીજી સ્થિતિ બતાવી.

હવે ત્રીજી, પરમાત્મા નામથી સંબોધિત અવિનાશી અથવા ઓમકાર રૂપમાં આરાધ્ય છે, એ પરમાત્મા. હવે એનાથી આગળ અપગ્રેડ. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, યોગ, અનુમાન, આત્મચિંતન, આ દ્વારા વટકણિકા એટલે કે વળના ઝાડના સૂક્ષ્મ બીજ અથવા તો સામાના જેવું કે સામ સામો એક આવતો હોય છે, તો એ સામો જે છે તે ન સૂક્ષ્મ ચોખાના વાળના આગળના ભાગના સેંકડો હજારો ભાગમાંથી પણ અતિ સૂક્ષ્મ. આ રીતનું ચિંતન કરતાં કરતાં પ્રાપ્ત પણ થાય છે અને નથી પણ થતું. આમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે. તમે શોધ્યા કરો, શોધ્યા કરો, શોધ્યા કરો. સૂક્ષ્મથી સૂક્ષ્મ કેટલું હોય? એક વિચાર કરતાં કરતાં કરતાં ત્યાં પહોંચો. એક જગ્યાએ તમે પહોંચો, તમને લાગે કે આ સૂક્ષ્મ છે, પણ એ પકડાયું પણ કે નથી પકડાયું એવું. એ ક્યારેય પ્રગટ થતા નથી. ના તો એ મરણ પામે છે, ના એ શુષ્ક હોય છે, ના એ ભીના હોય છે, ના એ ચલાયમાન હોય છે, ના એ કંપન કરે છે, ના તૂટે છે, ના તો એ સ્થિર રહે છે, ના એ ગુણોથી રહિત છે.

સર્વ પ્રમાણભૂત, શુદ્ધ સ્વરૂપ, અવયવ રહિત, કેવળ આત્મા, સૂક્ષ્મ, નિર્મળ, નિરંજન, વિકારહીન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ.

ગંધહીન, જ્ઞાનથી પણ રહિત, કલ્પનાથી પણ રહિત, આકાંક્ષાથી પણ રહિત, સર્વત્ર વ્યાપ્ત, અચિંત્ય (ચિંતા પણ ન કરાય, ચિંતન પણ ન કરી શકાય એવી રીતના) પરમાત્મા છે, કે જેનું સારી રીતે જ્ઞાન મેળવી શકાતું નથી, નથી જાણકારી મળતી. એ અશુદ્ધ, અપવિત્રને શુદ્ધ કરે છે, પવિત્ર કરી નાખે છે. એ ક્રિયા રહિત છે.

એ પરમાત્માનો કોઈ જ સંસાર નથી. તમારો કેમ છે? જો તમે પરમાત્મા હશો, તો તમારો સંસાર ના હોવો જોઈએ. બસ, આપણે આટલી વાત પકડી લેવાની અને એ રસ્તે આગળ વધવું જોઈએ. એટલે કહે છે કે સંસાર રહિત છે. સંસારનો અર્થ "સંસારિત ઇતિ સંસાર" એટલે ગતિશીલ અને પરિવર્તનશીલ હોય તેને સંસાર કહેવામાં આવે છે. સતત કંઈ ચાલ્યા જ કરતું હોય, કશુંક ને કશુંક, તો એ બધું સંસાર કહેવાય.

પરમાત્મા તો કેવા? તો કે એક જ રૂપે રહેનારા હોવાથી એમનું સંસરણ થતું નથી. તે તો છે જ. સંસારનું સંસરણ થઈ રહ્યું છે અને બધું બદલાયા કરે છે, બધું થયા કરે છે. એ ભાવે એમને સંસાર રહિત કહેવામાં આવે છે.

હવે આગળ મંત્રોમાં કહે છે: આત્મા નામના એ પરમ પવિત્ર, કલ્યાણકારી, એકમાત્ર અદ્વૈત બ્રહ્મરૂપ હોવાના કારણે કેવળ બ્રહ્મ જ જણાય છે, પ્રતિભાષિત થાય છે. આ બધાની પાછળ છેલ્લામાં છેલ્લું અંતિમ સત્ય, અંતિમ તત્વ જો કંઈ પકડો તો શું મળશે? તો કે કેવળ બ્રહ્મ જ મળશે, બીજું કંઈ નહીં મળે. દરેકની પાછળ રહેલું જે તત્વ છે, તે જ બ્રહ્મ નામે ઓળખાય છે. આ જગતના રૂપમાં બ્રહ્મ જ પરિલક્ષિત થાય છે. આપણને દેખાય છે એ પણ બધું બ્રહ્મ જ છે. વિદ્યા, અવિદ્યા, ભાવ, અભાવ વગેરે ભેદથી પણ જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, એ બધું જ અવિનાશી બ્રહ્મનું જ રૂપ છે.

અવિનાશી બ્રહ્મ અરૂપી છે, આ બધું રૂપી છે. છતાં પણ આ બધું જે કંઈ છે, તે બધું પણ તે જ છે અને એ તે પરમાત્મા, પરબ્રહ્મ પોતે જ છે. કારણ કે એ છે તો આ બધું જણાય છે, નહીં તો કશું જણાવવાનું નથી. આ અપેક્ષાનો ખાલી ફેર પડી જાય છે કે આ વસ્તુ રૂપે, જગત રૂપે જણાય છે. વાસ્તવમાં આ એ આવું કંઈ છે નહીં. "જણાય છે" એમ જ કહેવામાં આવે છે જ્ઞાનીઓની ભાષામાં. સંસાર જણાય છે, જગત જણાય છે, એનો અનુભવનો ભાસ થાય છે. વાસ્તવમાં એવું કંઈ છે નહીં.

આ જગત એ સ્પંદન રૂપ છે. પરમાત્મા નિસ્પંદ છે, એનામાં કોઈ સ્પંદન હોતું નથી. તમે આ બ્રહ્માંડની બધી વસ્તુઓના તમે અલગ અલગ સ્કેનિંગ કરો, આમ કરો, તેમ કરો. બધાના સ્પંદનો તમે નક્કી કરી શકો. એનર્જી સિગ્નેચર બધાની ઊભી થઈ ગયેલી છે. એટલે એની સ્થિતિ પ્રમાણે તમે એનો બહુ ઊંડો અભ્યાસ કરી શકો સ્પંદનોનો. સ્પંદન શાસ્ત્ર એવું જબરજસ્ત છે કે એની અંદર બધું આખું જગત આવી ગયું ખરેખર તો.

પણ પરમાત્મા કેવો છે? તો કે નિસ્પંદ છે. એ નિસ્પંદની અંદર જે સ્પંદન થયું છે, તે બધું જ પરમાત્મા છે, પણ એ એનું જ રૂપ છે એમ કહે છે, એનાથી અલગ નથી ક્યારેય પણ. બધું જ એ છે, એ પ્રતિભાષિત થાય છે. આ જગતના રૂપમાં બ્રહ્મ જ પરિલક્ષિત થાય છે. વિદ્યા, અવિદ્યા, ભાવ, અભાવ વગેરેના ભેદથી જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, એ અવિનાશી બ્રહ્મનું જ રૂપ છે અને એને આપણે પકડવાનું છે અને અમલમાં મૂકવાનું છે. આ ફોર્મ્યુલા આપી દીધી છે જ્ઞાન સુધી પહોંચી જવાની, પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી લેવાની. સ્વયંની શોધમાં જે પડેલા છે, એ બધાને માટે આ બહુ કામની વસ્તુ છે.

ગુરુ અને શિષ્યના દ્વૈત જે ભેદ છે, તે પણ બ્રહ્મ છે. એ બ્રહ્મથી જ દ્રષ્ટિગોચર થાય છે. જે અપેક્ષાએ જે બ્રહ્મની વધારે જાણકારી મેળવી લીધી હોય કે અનુભવ કરી લીધો હોય, તે ગુરુ થઈ જાય છે અને પેલો શિષ્ય રહે છે, કેમ કે એને હજી જાણવું છે, જાણવાનું બાકી છે એવું એને લાગ્યા કરે છે. એટલે શિષ્ય બને છે. પણ એ બ્રહ્મ છે અને પેલો બ્રહ્મ જ છે. બેય બ્રહ્મ અને બે બ્રહ્મ નથી પાછા. બ્રહ્મ એક જ છે વાસ્તવમાં.

અહીં, ત્યાં, સર્વત્ર એટલે કે યત્ર, તત્ર, સર્વત્ર એ શુદ્ધ પ્રકાશ સ્વરૂપ જે કંઈ છે, તે બધું કેવળ બ્રહ્મ જ છે ખરેખર તો. ના તો વિદ્યા છે, ના તો અવિદ્યા છે. બધા ભેદ પાડે છે ને? બધા બુદ્ધિથી એના બધા તોડવા માટે કહેવામાં આવે છે અહીં આગળ. ના તો જગત છે, ના તો કોઈ બીજી વસ્તુ સત્ય છે. પરંતુ સત્ય રૂપમાં જગતનું ભાન હોવું જ આ સંસારનું પ્રવર્તક એટલે કે આ પ્રકૃતિનું મૂળ કારણ છે. શું કીધું? જગતનું ભાન થાય છે, બસ ત્યાંથી પ્રકૃતિની શરૂઆત થઈ જાય છે. જગતનું ભાન ના થાય, પ્રકૃતિ લય થઈ ગઈ.

પરમાત્મા જ બસ બધું સંપૂર્ણ જે કાંઈ છે, તે બધું પરમાત્મા છે. પરમાત્મા ભાવની અંદર રહો નિરંતર. કશું કરવાનું નહીં, કંઈ છે નહીં. બસ, સ્થિતિને મૂળ જગ્યાએ પહોંચી જાવ ત્યાં આગળ. આ સંસાર અસત્ય છે એનું ભાન થવું એનું નિવર્તક એટલે મુક્તિદાતા છે. આ સંસાર અસત્ય છે એવું જ્યારે ખબર પડશે, ત્યારે તમે મુક્તિ પામી જશો એમ કહે છે અહીં આગળ.

જેમ સામે રાખેલા ઘડાના જ્ઞાનને માટે કોઈપણ અન્ય નિયમ, સાબિતી, પ્રમાણ જરૂરી નથી. સામે જ છે ભાઈ, હવે એને માટે શું પાછું જોવે છે તમારે? એવી રીતે બ્રહ્મ છે. બોલો, કેટલી બધી મોટી વાત કરી દીધી છે કે તમે શું શોધી રહ્યા છો? જે છે એને શોધવાનું હોય ખરું? ખોવાયું હોય તો તમારે મેળવવાનું હોય, છોડી દીધું હોય તો પ્રાપ્ત કરવાનું, પણ જે છે જ એને પાછું કેમનું મેળવો છો તમે? આશ્ચર્યની વાત બધી એવી રીતે. એટલે જ્ઞાનીઓનો આનંદ કેમ પરમાનંદ હોય છે? આનંદની પરાકાષ્ઠા, પરમ પરમાનંદ. એમાં કશું હોય નહીં, પણ બસ આનંદ હોય. શું છે? તો કે ભાઈ, બહુ આનંદ છે. શું? કેટલો? તો કે સમય નહીં, એટલો બધો આનંદ છે.

એવી રીતે સામે રાખેલા પદાર્થનું જ્ઞાન, પદાર્થનું જ્ઞાન વગર પ્રમાણે જ થઈ જાય છે, સાબિત કરવું પડતું નથી. એવી રીતે નિત્ય સિદ્ધ આ આત્મા પ્રમાણિત, પ્રત્યક્ષ થઈને જ પ્રતિભાષિત થાય છે, પાછો પ્રકાશિત થાય છે. અર્થાત, પ્રત્યેક વસ્તુનું બ્રહ્મમય રૂપ હોવાને કારણે બ્રહ્મના પ્રમાણે.

કોઈ જરૂર, કોઈ આવશ્યકતા રહેતી નથી. "સાબિત કરો બ્રહ્મ છે," તો પહેલા જે છે તેની માટે શું સાબિતી કરવાની? કોઈ એમ કહે કે, "ભાઈ, તમે અમિતભાઈ છો, સાબિત કરો," તો અત્યારે શું કહે છે? પેલું આધાર કાર્ડ લાવો. તો બ્રહ્મને માટે કોઈ આધાર કાર્ડની જરૂરત રહેતી નથી. જે રીતે દેવદત્ત, જેમ નામ કીધું ને, દેવદત્ત, અમિત કે માનવ, તો એ નામ છે. એ નામ પ્રત્યે વિજ્ઞાની અંદર રહેલો પુરુષ જે છે તે સંપૂર્ણ આશ્વત બની જાય છે કે હું આ છું. એવી રીતે આત્મતત્વ દેશ, કાળ અને કોઈપણ જાતની પવિત્રતાની અપેક્ષા રાખતું નથી. એમાં પવિત્રતા પણ નથી, એમાં દેશ પણ નથી, એમાં કાળ પણ નથી. બસ, બ્રહ્મ છે. સંપૂર્ણતાનો એક અનુભવ, સાર્વત્રિક, વ્યાપક, બસ અખંડ. એના ખંડ પણ ના થાય અને કંઈ ના થાય. એ રીતે બ્રહ્મને જાણનારનું "બ્રહ્મા અહમ" – "હું બ્રહ્મ છું" એમ સમજવું જ બ્રહ્મનો સાક્ષાત્કાર છે, પ્રત્યક્ષાભૂતિ છે.

ખોળવા નહીં જવાનું. બસ, અહીંયા, અહીં અત્યારે જ હું બ્રહ્મ છું એને જાણો. કશું કોઈ સાબિતી, કશું જરૂર નથી. સીધું ડાયરેક્ટ અહીંયા આગળ.

જે રીતે સૂર્ય દ્વારા સંપૂર્ણ જગત પ્રકાશવાન છે, એવી રીતે સંપૂર્ણ બ્રહ્માંડ પણ આ બ્રહ્મના તેજથી જ પ્રકાશિત છે. બસ, કેવળ તેજનો મહાસાગર છે, બીજું કાંઈ નથી. એ બ્રહ્મ છે અને એ બ્રહ્મ છે તે જ હું છું. તો તેના સાથે એકતા કરવાની છે, અભેદતા કરવાની છે. ચાહે આંખો ખુલ્લી હોય કે બંધ હોય, અંદરની આંખો ખોલો, બધું બરાબર દેખાશે. એ બ્રહ્મના પ્રત્યક્ષ સિદ્ધત્વમાં અન્ય કોઈપણ પ્રમાણ સાધ્ય આપવું એ અનાત્મક, અસત્ય અને તુચ્છ છે. એનો જ્ઞાન બોધ કરાવનાર કોણ છે? કોઈ નથી. જે સ્વયં છે તેને શું બોધ કરાવે? "કોક બતાવે તો જ તમે જુઓ," એવું શું એમ કહે છે? અહીંયા તો બધું સીધું વાત કરે છે. વેદ, શાસ્ત્ર, પુરાણ, સમસ્ત ભૂત, પ્રાણી, જગત જેના માધ્યમથી અર્થવાન છે. આ બધાનો અર્થ આપનારો જ એ છે, એ બ્રહ્મ છે. તો એ તો સ્વયં પ્રકાશિત છે.

જે રીતે અહીં દાખલો આપે છે: બાળક ભૂખ અને શરીરની કોઈપણ પીડા-પરેશાનીને છોડીને, ભૂલી જઈને આકર્ષક વસ્તુઓની અંદર રમતું રહે છે, એવી રીતે વિદ્વાનો મમતા રહિત, અહંકાર રહિત અને સુખી રહેતા બ્રહ્મમાં જ રમણ કર્યા કરે. જેઓ બાળક રમકડાના રમે, એવી રીતે લોકો બ્રહ્મની અંદર હોય છે. એ આત્મજ્ઞાની બધી જ ઈચ્છાઓથી મુક્ત બનીને મુનિ રૂપમાં એકાંતવાસી થઈને વિચરણ કરતો રહે છે. આ એકાંત એટલે એવું નહીં કે આ બધી વસ્તુઓ ખસેડી નાખો, કોક જંગલમાં જતા રહો, એવું નહીં. જ્યાં છે ત્યાં જ, પણ એ એકાંત એટલે બસ ત્યાં પહોંચી ગયો, બ્રહ્મમાં સ્થિર થઈ ગયો, એને એકાંત કહેવાય. બાકી કોઈ એકાંત એકાંત હોતું નથી. વાસ્તવિક એકાંત એક જ. એકમાં પહોંચ્યા અને બધી વસ્તુનો અંત આવી ગયો, એ એકાંત. બરાબર? જ્યાં પહોંચી ગયા બ્રહ્મમાં, બધું સંસારનો અંત આવી ગયો એટલે એકાંત થઈ ગયું.

પછી તમે બ્રહ્મ છો.

સ્વયં પોતાના આત્માથી હંમેશા સંતુષ્ટ, પોતાને સર્વત્ર રહેલો માનતો, પોતાને સર્વત્ર રહેલો માનતો, લૌકિક દ્રષ્ટિએ નિર્ધન પણ હંમેશા પોતાને સંતોષી અને અસહાય હોવા છતાં પણ પોતાને મહાબળવાન માને. "હું બ્રહ્મ છું." એક કુંવારી હોય, "મારે શેની જરૂર? મારે શું મેળવવાનું છે?" એ પ્રકારની બાબતો. તમે જુઓ, ઘણી વખતે અમુક માણસો હોય. મેં એવા લોકો જોયા છે કે તમને એવું લાગે કે આ અપંગ છે, તો તમને સાહજિકતાથી એની હેલ્પ કરવાનું મન થાય અને તમે જો એને સહેજ પણ હેલ્પ કરવાનો પ્રયત્ન કરો તો એ તમને ના પાડી દેશે કે, "ડોન્ટ ટ્રાય ધેટ. પગ ચડી શકું છું." એવું બોલે એ લોકો અને કષ્ટે કરીને પણ જાતે ચડી જાય. એ પોતાની જે છે ને અંદરવાળું ખમીર, શૌર્ય પ્રગટાવે તે વખતે જબરજસ્ત. એટલું કરીને પણ એ એને શ્રમ કરવો, તકલીફ વેઠીને ઉપર જવું એ પણ એને કષ્ટ લાગતું નથી.

તે વખતે "ઇટ્સ પ્રૂવિંગ ઇટસેલ્ફ અગેન એન્ડ અગેન" કે અનંત શક્તિવાળો છે. એ અનંત શક્તિવાળો છે. ખરેખર તો એને જોઈને આપણને કંઈક અનુભવ આવવો જોઈએ કે જો આ કેટલી અનંત શક્તિઓ કેવી રીતે સ્ફુરે છે! એની અપંગતા નથી આ તો. આજે દેખાય છે એપેરેન્ટલી, પણ વાસ્તવમાં એ અપંગ નથી. અને કોક ઢીલો ઢાસ થઈને બેઠો હોય, "મારી મદદ કરો, મને કંઈ આપો, કામ કરો, તેમ કરો," એવો વિચારનારાઓ દરેક સ્થિતિની અંદર સાવ આમ લાચારી અનુભવીને જ બેસી રહેનારાઓ માણસો વાસ્તવમાં અપંગ છે. પંગુતા ક્યાં છે? અહીંયા છે. પેલાને શારીરિક હોવા છતાં એ પંગુ નથી. એટલા માટે બહુ સુંદર મારું નામ આપી દીધું મોદી સાહેબે, "દિવ્યાંગ" કહી દીધું બધાયને. બોલો, કેવા અદભુત! "હું પણ દિવ્યાંગ છું."

એ પોતાને મહાબળવાન સમજે છે. એ કોઈપણ જાતનું ભોજન ગ્રહણ ન કરવા છતાંય નિત્ય તૃપ્ત રહે છે. આત્માને શું ભૂખ લાગે? અને આવી રીતના કરીને લોકો રહી શકાય છે. એવા કેટલાય લોકો છે કે જે લોકો વર્ષોના વર્ષો સુધી ખોરાક વગર રહી શકે છે, પાણી વગર રહી શકે છે. એવા કેટલાય લોકો છે કે જે વર્ષોના વર્ષો સુધી હવા વગર રહી શકે છે, પ્રાણવાયુ વગર રહી શકે છે. એમને પ્રાણની જરૂર પડતી નથી. તો એ લોકો શું મેળવીને જીવે છે? એ બ્રહ્મમય થઈ જાય છે. પછી એને કશાની જરૂર રહેતી નથી. એકતાને અભેદતા. "અમિતભાઈએ ખાઈ લીધું, મને પહોંચી જાય. મારે ખાવાનું પચાવવાનું, તોફાન કરવાનું કશું જરૂર રહેતી નથી. હું સંપૂર્ણ છું. હું તો એમના સાથે ખાલી એકતા કરું ને." ભોજન જમેલો છે એવી વ્યક્તિ સાથે તો મારી ભૂખ મટી જાય, મરી જાય. પ્રયોગ કરવા જેવા છે અને એવું બને. તમને ભૂખ ના લાગે, તમને તરસ ના લાગે.

કોઈકે ખાઈ લીધું ને તમને તૃપ્તિ થઈ જાય. કોકને ખવડાવો ત્યારે શું થાય છે? કોકને પીવડાવો ત્યારે શું થાય છે? કોકને કંઈક પૈસા આપો છો ત્યારે તમને શું થાય છે? પૂર્ણતાનો, સંપૂર્ણતાનો અનુભવ આવે છે. તે વખતે આમ એક જરાક વાર માટે પકડાયું, ના પકડાઈને જતું રહે છે બધું. આપણે છે સંસારની ઘટમાળમાં પાછા પડી જઈએ.

છીએ. પણ જો એ પડે, જો સૂક્ષ્મતાનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ, તો પકડાઈ જાય. આ બધી ટેકનિક હોય તો આઈજે સાહેબને અમે બહુ વર્ષો સુધીને આવી રીતે જમાડે રાખીએ હતું. ઘરે બેઠા બેઠા આવે. "મારે ખાવું હોય નહીં, સમય બહુ લાગે." બરાબર? આ બધાની અંદર પછી ખાવાનું હોય એટલે ખાધું હોય તો પાછું પચાવવું પડે. આપણે મોકલીએ કે "જાઈને પેટમાં એમ એવી રીતના કર." પેલા ભાઈ બેટા બેટા કે: "હવે મને ભૂખ નથી." તો એ બીજાને ના પાડી દે, એટલે એ પણ ના જમે. અહીં આપણે જમ્યા છે પણ આપણે જમ્યા નથી. આ બધું મોકલ્યું ત્યાં આગળ. બોલો, કેવું ટ્રાન્સફર થાય! અને આ હકીકત છે કે આવું થાય છે.

તમે જોજો, કોઈક ભૂખ્યાને તમે અન્ન આપો. એક વ્યવહારિક રીતે એને સેવાનો ભાગ કહેવામાં આવ્યું ને કીધું કે: "ભાઈ, તમે નહીં મદદ કરો." પણ હકીકી તો એ છે કે તમે એને જમાડશો, તમને ભૂખ નહીં લાગે, તમને તૃપ્તિ થઈ જશે. એને કંઈક પીવા આપશે, તમને તૃપ્તિ થઈ જશે, તરસ મટી જશે. કોકને કંઈક આપશો તો તમારી જે તૃષ્ણા છે તે સમી જશે. એટલે આપો. વાસ્તવમાં અહીંયા મારું ને તમારું એવું તો કંઈ છે નહીં.

આ મારું શરીર એવું માન્યું છે. આ તમારું શરીર એવું તમે માન્યું છે. અને હું પણ પાછું એને અનુમોદન આપું છું કે "આ વાત સાચી છે: આ તમારું શરીર છે, આ મારું શરીર છે." સંસાર ઊભો થઈ ગયો ને? હવે એનાથી આમ ઉપર જાવ. બસ, બધું બ્રહ્મમય છે. કેવળ એક એકતા અને અભેદતા. કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કશું જ નથી, કોઈ વ્યવહાર નથી. સંસાર જ ના હોય તો વ્યવહાર ક્યાંથી આવે? સંસારમાં જ બધો વ્યવહાર હોય છે. સંસારમાં વ્યવહાર હોય, આત્મામાં વ્યવહાર હોતો. આત્મામાં કોઈ વૃત્તિ પણ હોતી નથી. આત્મામાં કોઈ વિકાર પણ હોતો નથી. એટલા માટે નિત્ય તૃપ્ત રહે છે.

જોવામાં અસમાન વ્યવહાર કરવા છતાંય બધાને બરાબર જોનાર, કાર્ય કરતો હોવા છતાંય કામ ન કરનાર, ફળનો ઉપભોગ કરવા છતાં પણ તે ભોગ રહિત માનવામાં આવે આવે છે. આત્મા આવો છે. એ આત્મા શરીરમાં રહેવા છતાં પણ અશરીરી છે. એ પરિચ્છિન્ન શરીરની અંદર બંધાયેલો લાગતો હોવા છતાં પણ સર્વત્ર ગમનશીલ અથવા તો વ્યાપ્ત છે. આત્મા જ છે, બસ. બીજું કશું નથી. એટલા માટે શરીર રહિત એ બ્રહ્મજ્ઞાનીને ગમે ત્યાં પ્રિય કે અપ્રિય જ્ઞાન સ્પર્શ કરતું ન રે.

કોક આવીને એમ કહે: "ફલાણી જગ્યાએ આમ થઈ ગયું," તો એને કશું થાય નહીં. ફલાણી જગ્યાએ બોમ્બ ફૂટ્યો, સો માણસો એક્સિડેન્ટમાં મરી ગયા. સમાચાર તમે આપો, બ્રહ્મજ્ઞાનીને કશું નહીં. અને સંસારી હોય તો ખડભળાટ થઈ જાય કે "સો માણસ મરી ગયા! અરે, મારા પણ સગાવાલા એમાં જવાના હતા કે?" હવે પાછો પાંચ ફોન કરશે કે "ફલાણા ગયા હતા કે? ટિકિટ કરી હતી ને? એમને તે દિવસે એવું કહેતા હતા. મને કન્ફર્મ કરશે." હવે મરી ગયા હોય તોય શું કરવાનું છેવટે? પણ એ ખળભળાટ ખળભળાટ ચાલુ. પછી એનો સંબંધિત હોય એટલે વળી પાછો ત્યાં આગળ જાય, ક્રિયા કર્મ કરવાનું જે કંઈ કરવાનું એ આગળનું હોય. એટલો એવો સંબંધિત ના હોય તો એ બેઠો બેઠો ચિંતા કરે કરે, પાંચ જણને ફોન કરીને કહે છે કે "મારા એક ભાઈબંધ હતા ને, એમને આવું થયું. મારા ભાઈબંધ હતા, એમને આવું થયું." ટાઈમ પાસ કરે.

એ સમયે જે આ આત્મધ્યાનમાં, આત્મજ્ઞાનમાં રહેવાનો હતો, તેને સંસારનો આવો અમૂલ્ય સમય એની અંદર વેડફી મારી.

તો સંસારમાં જો તમારો સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો, એસઆઈપી કર્યા જ કરો છો, તો તમારે સંસાર વધતો જ જશે. પણ જો તમે એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ પરમાત્માની અંદર જો ક્ષણ માત્ર માટે બી કરી દીધું, તો પછી એ બીજી ક્ષણ લાવશે, ત્રીજી લાવશે, ચોથી લાવશે અને પછી એ વધતા જ ક્રમે વધ્યા જ કરશે. ચક્રવૃદ્ધિ કરે છે ને લોકો, હે? વ્યાજ તેનું ફળ બી ભગવાન આવું જ આપે છે. પછી શું? તે બધાએ પછી એની અંદર પછી હોય સંસારમાં. સંસારમાં ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હોય તે જ સામે આવશે. તમે સંસારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો સંસાર ઊભો થશે. તમે આત્મામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એક, બે, પાંચ સેકન્ડ, દસ સેકન્ડ, પંદર સેકન્ડ તો આત્માની અંદર થશે.

સવારમાં ઉઠીને, નાહી ધોઈને, પૂજા પાઠ કરીને આમ આમ ભગવાનની એક પૂજા આરતી કરશે, ત્યાંય પાછું કંઈ ને કંઈ માંગ્યા જ કરશે: "મને આપો, મને પેલું આપો, મને આપો!" એક વખત તો બોલ કે: "યાર, મને મારું આત્મસ્વરૂપ આપો!" એમ. કારણ કે સામાન્ય રીતે માણસોને એનો અહેસાસ જ નથી કે "હું આત્મા છું," કે "મારે આત્મ દ્રવ્ય મેળવવું જોઈએ," કે "મારે આત્મા જ સ્વરૂપની અંદર રહેવું જોઈએ." એવું એને કહેનારો કોઈ મળવો જરૂરી છે, ત્યાર પછી એનું એ દિશામાં આગળ ચાલે.

સો વખત એવું ના પાડી દીધી હશે, ભલે કે "મને હમણાં આ બધું કરવાનું નથી, હમણાં આમ નહીં કરવાનું બધું." પણ એને કાનમાં પડેલું હશે ને, કોક જન્મમાં પાછું એ ફૂટી નીકળશે. કોક મળી જશે ને, તે વખતે એને થશે કે: "યાર, લે, લેટ અસ ટ્રાય!" એમ. અને એક ટ્રાય કર્યો એટલે ગયો સીધો પછી આત્મામાં જ જઈને ઊભો રહેવાનો, પછી વહેલો મોડો તો. સો, આટલી સરસ વાત છે.

સંસારમાં તો બધા જ જે પૃથક આત્મા બની ગયા. મૂળ તો એક આત્મા હતો, પણ બધાને એવું થયું કે "હું જુદો આત્મા, પેલો જુદો આત્મા." આવી માન્યતા છે કે નહીં અત્યારે? તો કોઈને પૂછો તો બધા એવું કહેશે કે "મારી અંદર આત્મા છે." દરેક જણ એવું જે અહીંયા હિન્દુસ્તાનના માણસો હોય, જે ભારતના, એ લોકોને બધાને એવું હોય કે "હું આત્મા છું." એ ત્યાં સુધીનું આમ બોલે બી ખરા પાછા. અનુભવ હોય કે ના હોય, અંદર એને કંઈક હોય. એટલે જો ત્યાં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ જો કરે ને બેસે, તો પાછું એ ત્યાં આગળ પહોંચી જાય.

એટલે શુભ અશુભ એને સ્પર્શ કરતા નથી. એની દ્રષ્ટિમાં દરેક સમાન છે. જે રીતે લોકો દ્વારા સૂર્ય રાહુથી ગ્રસિત ન હોવા છતાં એને ગ્રસિત માની લેવામાં આવે છે. માણસો એવું કહે કે "સૂર્ય ગ્રહણ થયો." સૂર્યનું કોઈ ગ્રહણ કરી શકે? રાહુ કરી શકે? વાસ્તવમાં રાહુ આટલો અમથો.

અને સૂર્ય કેવો? તોય લોકો માને છે કે સૂર્યનું ગ્રહણ થયું. બધું પેલું આમ આમ કરવા બેસી જશે તે જ ટાઈમે કે આ બહુ સારો કાળ છે. શું એટલે એની અંદર બધું પુણ્ય અર્જન કરવાનું અને પાપનું વિસર્જન કરવાનું એવો એક કાળ અને એવું એક કર્મકાંડ વિધાન ઊભું થઈ ગયું છે. તેના અંદર લોકો બધા પછી વહી જતા હોય. એમને વસ્તુસ્થિતિની જાણકારી હોતી નથી. વસ્તુ શું છે? આત્મા એક જ વસ્તુ છે, બાકી બધી અવસ્તુ છે એમ કહે છે અહીંયા.

એવી રીતે શરીર વગેરેના બંધનોથી મુક્ત શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીને શરીરના રૂપમાં માનનારને મૂઢ કહેવો જોઈએ. "વજ્રમૂર્ખ" એવો શબ્દ વાપર્યો, "વજ્રમૂર્ખ". વજ્ર જેવો એની મૂર્ખતા તૂટે જ નહીં, વજ્ર જેવી. એટલે એને "વજ્રમૂર્ખ" એવો શબ્દ વાપર્યો. જો તમે બધા ઋષિમુનિઓ કેવા અદભુત અદભુત શબ્દો છો? સાથે પણ એમણે કેવું કામ કરેલું છે એ જોવાની હોય, સમજવામાં આવે છે. વાસ્તવમાં એ બ્રહ્મજ્ઞાની સાપની કાંચળીની જેમ હંમેશા પોતાના શરીરથી મુક્ત રહે છે. સાપ હોય, કાંચળી એની ઉપર હોય જ છે, બરાબર? છતાં પણ એની કાંચળી જુદી છે. એવી રીતે એ દેહમાં હોવા છતાંય દેહથી મુક્ત જ છે. કારણ કે એ બ્રહ્મજ્ઞાની છે. એને કેવળ "બ્રહ્મ છું" એનો જ એહસાસ છે. એને "શરીર છું" એનો ભાન જ નથી. એને ખબર હતી ઢસેડો કરતો હોય એવી તો શરીર વેઢા રહ્યા કરતો હોય, કારણ કે પ્રારબ્ધ લાગેલું છે એની પાછળ.

પ્રારબ્ધ પૂરું થઈ ગયું એટલે સહેજ પણ દુઃખ શોક કર્યા વગર સીધો સાપ જેમ કાંચળીને છોડીને જતો રહે છે અને પછી એની સામે નથી જોતો, એવી રીતે આત્મા દરેકનો પોતાનું શરીર આવી રીતે ત્યાગી દે પછી એને સામે જોતો હોતો નથી.

જો આત્મજ્ઞાની છે અને જો વાસનાવાળો હોય તો પાછો કે, "અરે, મારું શરીર ત્યાં પડ્યું છે!" પછી બુમાબુમ ને રોક અકાલ કરે ત્યાં આગળ કોઈ સાંભળે નહીં. રૂમની અંદર સો માણસ બેઠા હોય મૃતદેહની સામે અને પેલો આમ ઉપર આમ આમ આમ આમ ફર્યા કરતો હોય પણ કશું કરી શકે? લિંગ શરીર છે એનું. એના અંદર એવું હોય. આત્મા તો ત્યાં મૃતદેહ પડ્યો, ફર્યા કરે, ત્યાં રડે, કોકને જઈને અડવાનો ટ્રાય કરે કે યાર આ મારું શરીર પડ્યું છે, કંઈ કંઈ કરે પણ કશું થતું હોતું નથી. પણ બ્રહ્મજ્ઞાની જે છે તેને તો કેવો અહેસાસ છે કે કાંચળી જે આમ છોડી દીધું. તમે બી કપડું આમ કાઢીને જેમ મૂકી દો છો, કેટલી સહજતા? પછી કપડાની ઉપર હોય જશે જે મમત્વ રહેતું નથી. બસ, બહુ પહેરી ગયા. હવે બસ આમ કરીને નથી કાઢી નાખતા ઘણી વખત ને આ આપી દો કોકને? એવી રીતે આ બધું યમદૂતોને અમે તે આપી દેવાની જ બાબતો છે ખરેખર તો.

બીજું કાંઈ છે?

આ શરીર પ્રાણવાયુ દ્વારા, આ શરીર પ્રાણવાયુ દ્વારા અહીં કે ત્યાં સંચાલિત કરવામાં આવે છે. આ શરીર, લિંગ શરીર બંને પ્રાણવાયુ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. હવે શું કીધું? તમે જો આત્મા છો, આત્માને વાયુની જરૂર નથી. વાયુ તો બહુ સૂક્ષ્મ વસ્તુ નથી, એ તો પ્રમાણમાં ઘણી સ્થૂળ બાબત છે આત્માની સામે જો મૂકીએ તો. એક અહીંયા આગળ મૂકેલું હોય ને એક અબજ દાખલા તરીકે હોય એના જેવી વાત છે આ તો. એટલું બધું પેલું સૂક્ષ્મ છે અને આ આવું છે. તો આત્માને અહીંયા આગળ પ્રાણવાયુ દ્વારા સંચાલિત કરવામાં આવતો નથી. આત્મા તો છે જ. શરીરને પ્રાણવાયુ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જેમ કે ઝરણા, નદી વગેરે સ્ત્રોતો દ્વારા લાકડાને ઉપર નીચે લઈ જવામાં આવે છે, એવી રીતે આ શરીરને પણ ઉપર નીચે ઉપર નીચે બધા લોકોમાં ફેરવવામાં આવે છે પ્રાણવાયુ દ્વારા.

જેમ દેવ એટલે કે ભાગ્ય દ્વારા દેહ, કાલોપભોગ, સુખ, દુઃખ વગેરે વગેરે ઉપભોગોમાં લઈ જવામાં આવે છે. એવી રીતે જે ફક્ત પોતાના આત્માના સહારે તો એને લક્ષ્ય અલક્ષ્યની ગતિ છોડીને સ્થિર થઈ જાય છે. સ્થિરતા જોવે છે ને? સ્થિરતાની વાત કરી અહીંયા આગળ આખી.

દેવ એટલે કે ભાગ્ય દ્વારા એને ઉપર નીચે લઈ. તમે ભાગ્યનો સહારો છોડો. ભાગ્ય જેવું કશું છે નહીં. જે કંઈ છે તે બધું આ બધાને શું લાલચ લાગે છે ભાગ્યના નામે પણ? "મારા ભાગ્યમાં છે કે નહીં જો ગાડી." અલ્યા પણ ગાડી એવડી મોટી કઈ તારા હાથમાં થોડી દેખાત? પેલાને જઈને કે, પેલો જોનાર હોય એને ખીસામાં પૈસા ના હોય, પગમાં ચંપલ ના હોય અને તોય પાછો પેલાને કે, "ચાર પૈડાવાળી દેખાય છે." પાછું એને દેખાડે, પેલો દેખાડે એને. એટલે પેલો પાછો દોડે, આગળ જઈને સંસારમાં ખૂબ કામ કરે, ચાર પૈડાવાળી લઈ આવે ત્યારે જમ્પ. ભાઈ, પાછું અહંકાર પોષાય કે, "હા, જો મારા ભાગ્યમાં હતી ને કે તો હું લઈ આવ્યો." હવે વ્યવહારિક રીતે આ બધું છે. આત્માની અંદર આવું બધું કશું હોતું નથી. એટલે આત્માના સહારે લક્ષ અને અલક્ષ્યની ગતિ છોડી દેવાની. એટલે સ્થિરતા આવી જાય.

તમે આત્મા ઉપર આવી ગયા એટલે લક્ષ્ય પણ ના રહ્યું ને કોઈ સંસારનું કોઈ લક્ષ્ય જ નથી અને અલક્ષ્ય પણ ના રહ્યું. કારણ કે દેહ છે ત્યાં સુધી જે આવશે તે તમે સહજ ભાવે કર્યા કરશો એટલે અલક્ષ્ય પણ નથી. એવી રીતે તમે સ્થિરતા પ્રાપ્ત કરી શકશો જીવનની અંદર. પછી કહેવાશે કે, "હવે હું નહીં કે હું તો આત્મા છું." પછી એને હલાવી ના શકે કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ, કોઈ શબ્દ. એકદમ કોકને પેલો આમ કહે કે, "મૂર્ખ!" આ શું અહીંયા શબ્દ આવ્યો તો? "વજ્રમૂર્ખ". કોકને એવી રીતના કહી દીધું હોય પણ આત્મજ્ઞાની હોય તો એ જુએ કે આ તો બોડીને કહે છે, મને ક્યાં કહે છે? મારા સુધી તો આ પહોંચી શકે એવું છે જ નહીં એમ કે. અને જો એ આત્મા સ્વરૂપમાં આવીને જો કહેતો હશે તો એ મને આત્મા રૂપે જ જોશે. બાકી આ જે કંઈ છે એ તો વ્યવહારિક બાબત છે અને એમાં તો હું છું જ નહીં એમ કરીને એ છોડી દેશે.

એને સાંભળ્યું ના સાંભળ્યું કંઈ ફરક પડતો નથી. તો એની સ્થિરતાની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. એ આત્માનું ભૂતિ યુક્ત સાધક બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીઓમાં.

પણ શ્રેષ્ઠ એવો આત્મજ્ઞાની જે હોય છે, તે ભગવાન શિવ જ છે એમ કહે છે. "બધો ખોળસોને, ક્યાં છે શિવ?" એવું કોઈક મળી જાય તો નક્કી માનવાનું કે આ શિવ આવા હોય, અંદરથી તમને એનો અનુભવ આપે એવા હોય. શિવ સ્વરૂપે કૃતાર્થ બ્રહ્મજ્ઞાની જીવિત હોવા છતાંય મુક્તાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. એ પોતાની મુક્તતામાં આવી ગયા. અંદરથી મુક્ત થવાનું છે, બહારથી નહીં. બહારથી એના કાલે કરીને થાય, કારણ કે પેલું પાછું બધું લાગેલું હોય ને એને, એટલા માટે. આવો આત્મા ઉપાધિથી નષ્ટ થઈ ગયેલી બ્રહ્મરૂપ થઈને બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. સંસાર છે એ બધી ઉપાધિઓ છે, એટલે એમાંથી મુક્ત થઈ જાય છે એવું પહેલા અને પછી છેવટે શું થાય છે? તો કે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. "અંતકાળે પ્રભુ આપ આવજો." તો અંતકાળની વાત કરે છે. આ અંતકાળ એટલે તમારો બ્રહ્મમાં જે ક્ષણે પ્રવેશ થાય છે, તે કાળને અંતકાળ કહેવાય છે.

આ દેહનો અંતકાળની વાત નથી. "મહાવિદેહ ક્ષેત્રે લઈ જાજો." એ તો લઈ જ જશે, પણ ભાવ તો આપણે કરવો જોઈએ ને કે ભાઈ, મારે ત્યાં આગળ આત્મ સ્વરૂપમાં મારે સ્થિતિ કરવી છે. ભગવાન કૃપા કરો મારી પર. ભગવાન તો કૃપા કરી જ રહ્યા છે અને કૃપાળુ જ છે એ તો, પણ તમારો ભાવ જોશે એના માટે. ઇન્વેસ્ટમેન્ટ કરો, બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ.

એવી રીતે વિવિધ વેશને ધારણ કરવાથી એ જ વ્યક્તિને નટ તરીકે ઓળખવામાં આવે છે. ના, આમ એક જ અમિતાભ બચ્ચન, પણ પેલું કરવા આવે ત્યારે કે "કોણ બનેગા કરોડપતિ રમાડું છું" ત્યારે જુદો માણસ. બીજા પિક્ચરની અંદર વળી પાછો એ બીજો માણસ. અલગ અલગ માણસો છે એવું એ પ્રોજેક્ટ કર્યા કરે છે. વાસ્તવમાં જેમ એ એક જ વ્યક્તિ છે, એવી રીતે આત્મા એ એક જ છે. અલગ અલગ યોનિઓમાં જઈને અલગ અલગ પ્રતીત થાય છે. અલગ અલગ શરીરોમાં પેસીને એની એ દેહ સાથેનું તાદાત્મ્ય ઊભું થઈ જવાના કારણે એ એવો બની જાય છે અને એવું લાગે છે અને એ એવું વર્તન પણ કર્યા કરે. મૂળ તો બ્રહ્મ જ છે. અમિતાભ બચ્ચન એક જ છે. જેમ આટલા બધા એના જે એને રોલ કર્યા, તો આ એ બધા રોલ કરી રહ્યા છે. શું રોલ થઈ રહ્યા છે? રોલ કર્યા કરે છે. પછી આગળ ને આગળ બધું એને કહેવાય સંસાર.

એવી રીતે બ્રહ્મને જાણનારો સ્વયં બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મને જાણો. બ્રહ્મ કેવો? બ્રહ્મના લક્ષણોથી બ્રહ્મ જણાય. એ લક્ષણો વિશે તમે જીવવા જાણવાનું શરૂ કરશો, એટલે એ લક્ષણો તમારી અંદર પ્રવેશવાના શરૂ થશે અથવા તો જે છે એની ઉપર જે પડેલું છે તે બધું ઉડવા માંડશે. એ વધારે સાચું છે. પડળો પડેલા છે, તો બધા એક પછી એક બધા ઉડવાના શરૂ થશે, એટલે પછી સ્વયં બ્રહ્મ પ્રગટ થઈ જશે. ભાન થઈ જશે કે હું તો આ છું. ચાલો, સરસ, બહુ સરસ થઈ ગયું. એટલે શું છે કે વસ્તુત્વે તો એ બ્રહ્મ જ છે. એનાથી જુદું અને ભિન્ન બીજું કાંઈ છે જ નહીં. જેમ ઘડાના ફૂટી જવાથી ઘડાનું આકાશ આકાશ રૂપ જ બની જાય છે. એક ઘડો રાખ્યો હોય તો એ માટીની દિવાલ છે, અંદર તો આકાશ છે અને આ બી આકાશ છે. આપણે એવું સમજીએ છીએ કે એનું આકાશ અને આ આકાશ બે જુદા છે વ્યવહારિક રીતે જોઈએ તો.

પણ આ માટીનો ઘડો હોવા છતાં પણ અને ફૂટી જવાથી બંને સ્થિતિની અંદર એ આકાશ જે છે, એની એકતામાં કોઈ ફરક પડ્યો નથી. એવી રીતે આ શરીર હોવા છતાં પણ અને આ શરીર ફૂટી જવા છતાં, ફૂટી જાય ને શરીર બી ફૂટી જવાનું ને? ફૂટી જવા પછી પણ અંદર રહેલો જે આત્મા છે અને બહાર જે આ બધે સર્વત્ર વ્યાપક આત્મા છે, એ બે જુદા આત્મા નથી એમ કહેવા માંગે છે. આ તમારી માન્યતા છે કે હું આ શરીરમાં આત્મા રૂપે અહીં આમ આમ બેઠેલો છું. વાસ્તવમાં તમે જ બધું છો એમ આપણને સમજાયું અહીંયા. એ આકાશ આકાશ રૂપ બની જાય છે, એવી રીતે આત્મા આત્મા સાથે જ એકાકાર જ હોય છે. ક્યારેય એ જુદો પડ્યો જ નથી, બીજો આકાર થયો જ નથી. એટલા માટે એને એકાકાર જ રાખવો આપણે અને એને એવો જાણવો જરૂરી છે આપણે.

એ રીતે શરીર આદિના વિલય થઈ ગયા બાદ બ્રહ્મને જાણનારો સ્વયં બ્રહ્મરૂપ જ બની જાય છે. જે રીતે દૂધમાં દૂધ, તેલમાં તેલ, જળમાં જળ મેળવી દેવાથી એક બની જાય છે. ઉપમાઓ આપી છે સમજણ માટે. આપણી આ પાછી બુદ્ધિ પાછી લઠ્ઠા કરતી હોય ને, તો એને સમજાવવું પડે કે દૂધમાં દૂધ નાખ્યું. બતાય હમણાં નાખેલું દૂધ ક્યાં છે? કે કોઈ કહી શકે? ન કહી શકે ને? બસ, એવી રીતે તમે આત્માની અંદર જ છો એવું તમે જાણી લો. આ એ આત્માથી તમે જુદા નથી એવું તમે જાણી લો. તમે એમ કહો છો કે અહીં છું હું આત્મા રૂપે, પણ તું ત્યાં પણ છું જ અને આ બે જે છે તે બધું એક જ છે અને અહીં અને ત્યાં એવું કંઈ છે નહીં. આ આકાશ જેમ છે રૂમની અંદર એક જ છે. તો અહીં અને ત્યાં આમ આપણે કહી શકતા નથી કે અહીંનું આકાશ, ત્યાંનું આકાશ. એવી રીતના નથી. આકાશ એક જ છે, એવી રીતે આત્મા પણ એક જ છે.

આ દેહમાં જણાય છે, વાસ્તવમાં એ કેવો છે? દિગંત વ્યાપી છે. અનંતા અનંત બ્રહ્માંડો, બધા જ જે કંઈ છે તે બધા એની અંદર જ છે. એનો અનુભવ આપણને નિરંતર રાખવો જોઈએ, થવો જ જોઈએ. હજી કેમ નથી થતો? થવો જ જોઈએ. બસ, આવી આમ તીવ્રતાથી અંદર બેસવાનું, એને જાણવું, સમજવાનું. "આત્મા છું તો આત્મા છું" એમ. અને એટલા માટે હું કહું છું કે "હું જ આત્મા છું, એટલે હું જ પરમાત્મા, એટલે હું જ પરબ્રહ્મ છું." આવી રીતના અનુભવ આપણને આમ સતત આપવો જરૂરી છે.

એવી રીતે આત્મજ્ઞાની મુનિ આત્માની સ્થિતિ પણ એક જ છે. વિદેહ રૂપ કેવલ્ય પદની પ્રાપ્તિ થયા બાદ સનમાત્ર અખંડિત વિગ્રહવાન બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરીને ફરીને સંસાર આવર્તન માંથી મુક્ત બની જાય છે. સંસારમાં પછી હવે એને આવવાની જરૂરત રહેતી નથી. એ સંપૂર્ણ થઈ ગયો. હજી અહીંયા દેહમાં હતો ત્યાં સુધી એને અપૂર્ણતા લાગ્યા કરતી હતી. જેવું એ મૂળ આત્મા સાથે આમ જોડાયો, એટલે સંપૂર્ણ થઈ ગયું. કારણ કે સદાત્મકત્વ વિજ્ઞાનથી એની અવિદ્યા બળી.

જાય છે, એનું અજ્ઞાન નષ્ટ પામી જાય છે. એ પોતે જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે. જે જ્ઞાન છે તે જ આત્મા છે, બીજું કોઈ અલગથી જ્ઞાન નથી. બરાબર? એ પ્રમાણે યતિનું બ્રહ્મરૂપ થઈ જવાથી બ્રહ્મનો ફરી ઉદ્ભવ કેવી રીતે થઈ શકે?

બ્રહ્મરૂપ થઈ ગયો. આપણે કાલે વાત કરતા હતા, પેલા દયાનંદ સરસ્વતી સાહેબની પુસ્તક જે હતું તે વાંચ્યા પછીથી એક વાત થઈ હતી કે પાછો અમુક કાળ પછી મોક્ષમાંથી પાછો આવે. પણ કેમનો છૂટો પડે? એ તો મળી ગયો. હવે દૂધમાંથી પાછું ફરી બીજું દૂધ જુદું પાડો તો આ દૂધે એ દૂધ જ રહેવાનું છે અને આ દૂધે દૂધ જ રહેવાનું છે. એમાં કોઈ ફરક પડતો નથી. એવી રીતે આત્મા એક વખત આત્મામાં મળી જાય પછી એ પાછો આવતો નથી. આવાગમનના ફેરા ટળી જાય છે. એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું સમાપ્ત થઈ જાય છે. અને એ કરવા માટે થઈને પણ આપણે આપણા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું જોઈએ.

માયા દ્વારા રચિત બંધન અને મોક્ષ ખરેખર એ બ્રહ્મમાં થતાં નથી. બ્રહ્મ તો બ્રહ્મ છે. સંસારમાં હોય બંધન મોક્ષ, પણ એક વખત એ બ્રહ્મમાં પેસી ગયો પછી તો એને કોઈપણ સંસાર જેવી કશી બાબત રહેતી નથી. જેવી રીતે દોરડીમાં સર્પનું જ્ઞાન થઈ ગયા પછીથી સર્પનો ભાસ સમાપ્ત થઈ જાય છે. આપણને ખબર પડી જ ગઈ, લાગતું હતું સાપ જેવું પણ વાસ્તવમાં તો દોરડું જ છે. એટલે હવે એ દોરડી જ દેખાય છે. એવી રીતે આવરણના સત અને અસત ભાવને જ બંધન અને મોક્ષ કહેવો જોઈએ અથવા કહેવું જોઈએ. આવરણ જે છે આખું, આપણે તો આવરણ જ બધા તોડી નાખવાના એમ કહે છે. એટલે તમે બંધનય નથી, તમને મોક્ષ જ નથી, તમે મુક્ત જ છો. બસ.

બ્રહ્મનું કોઈ પણ આવરણ હોતું નથી. બ્રહ્મની ઉપર કોઈ આવરણ હોય? એટલું મોટું આવરણ કોણ કરી શકે? એ કોની શક્તિ છે? કોનો પાવર છે? બ્રહ્મથી મોટું કોઈ છે જ નહીં, તો એનું આવરણ કોણ કરે? કોઈ નથી કરતું એમ. એ અન્યના અભાવના કારણે અનાવૃત છે. બીજું નથી એટલા માટે એ હંમેશા દિગંબર છે એમ કહે છે. દિગંબર થઈ ગયા લોકો. ખરેખર આ જે દિગંબર છે તે અંદરવાળો છે. એને કોઈ અંબર પહેરવાની જરૂર નથી. એટલા માટે દિગંબર. દિક અંબર, જેણે દિશાઓ રૂપી વસ્ત્ર પહેર્યા છે એને દિગંબર કીધું. તો ના હોવાના વિષયમાં જે કંઈ પણ વિશ્વાસ કરવામાં આવે છે એ વસ્તુ એ શું છે? તો કે બુદ્ધિનો ગુણ છે.

આ તો બધું પેલો કે પીતાંબર, પેલો કે શ્વેતાંબર, પેલો કે દિગંબર. પછી ઝઘડા ચાલુ. "ભગવાન આવો છે." પેલો કે, "ભગવાન આવો છે." "મેં આવો જોયો તો ને!" એટલે જોનારો તું કોણ? અને જો તે જોયો તો તે બરાબર જોયો નહીં. એટલે તને આવો દેખાયો, તને જણાયો, તને ભાસ થયો, તને આભાસ થયો. ખબર પડી ને? હવે કોઈ એમ કે, "મેં આમ કરીને આમ અંબાજી માના દર્શન કર્યા." કોક કે, "મેં કંઈક આમ જોયું." આ બધું શું છે? તો કે ભાસ્યમાન પરિણામો છે. આ બુદ્ધિની પાછળ આમ બધું પ્રોજેક્ટ થાય છે એના કારણે એને એ અવસ્થામાં એવું દેખાય છે. બ્રહ્મ ક્યારેય કોઈને દેખાતો હોતો નથી. બ્રહ્મ કોઈ દેખવાની વસ્તુ છે? બ્રહ્મ તો તદરૂપ થવાની વસ્તુ છે, જાણવાની વસ્તુ છે અને પછી તદરૂપ થઈ જવાનું. બસ, બીજું કંઈ નહીં કરવાનું એની અંદર. આટલું અધ્યાત્મ છે. અધ્ય આત્મ અહીં આ અત્યારે છે આમ.

બસ પૂરું.

એ નિત્ય વસ્તુ અવિનાશી બ્રહ્મનો નહીં. તેથી માયા દ્વારા ઉત્પન્ન થનાર બંધન અને મોક્ષ આત્મામાં હોતા નથી. અહીં કન્ફર્મ કહી દીધું. જે બ્રહ્મજ્ઞાની ઋષિ મહારાજ હતા એમણે આપણને સ્પષ્ટ કરી દીધું છે. એટલે આત્મા તો સહજ રીતે મુક્ત અવસ્થામાં અત્યારે પણ છે અને અત્યારે પણ છે. સંસારમાં હોય તો પણ અને ના હોય તો પણ આત્મા મુક્ત જ છે અને આત્મા એક જ છે. એ કળા રહિત છે. એનામાં કોઈ કળાઓ ના હોય. કળા આવે એટલે કપટ થાય પાછું. "હું આ જાણું છું, હું તે જાણું છું." 64 કળાઓ બધી. તો એ કળા રહિત છે, નિષ્ક્રિય છે. સુપર સક્રિય હોવાની અપેક્ષાએ એને નિષ્ક્રિય કીધું, કારણ કે એમાં ક્રિયા નથી. શાંત શાંત છે એટલા માટે એને નિષ્ક્રિય કીધું છે. વાસ્તવમાં એ નિષ્ક્રિય નથી. નિષ્પાપ. હા, એમનામાં પાપ હોતું નથી. નિરંજન. હવે રંજન કોનું શું થાય? તો કે મનનું થાય.

આ તો નિરંજન છે. એટલે એને કોઈ આનંદ પ્રમોદ કરવાની, કશું કરવાની જરૂરત હોતી નથી. મન તમારું થાકી જાય છે અને પછી આમ ખોળે છે કે હું અહીંયા થોડું જરા મનોરંજન કરું. આત્મા ક્યારેય થાકતો જ નથી એટલે એને ક્યાંય જઈને કશુંય રંજન કરવાની જરૂરત હોતી નથી.

અદ્વિતીય પરમાત્મા તત્વમાં આકાશના ભેદોની જેમ કલ્પના ક્યાંથી થઈ શકે? અલગ અલગ આકાશોની જેમ કલ્પના કરવામાં આવે છે. વાસ્તવમાં એક છે. એવી રીતે પરમાત્મા પણ એક જ છે. તો સત્ય એ છે કે પરબ્રહ્મ ના તો જન્મ લે છે કે ના તો એ જન્મ રહિત છે. ના તો એ બંધનમાં છે કે ના તો એ બંધનમાં રહે છે. ના તો એ સાધક છે, ના તો એ મોક્ષની ઈચ્છાવાળો છે. આત્મામાં ઈચ્છા જ નથી હોતી. મોક્ષે જનાર જવાનું કોને? એનામાં તો ઈચ્છા જ નથી. તો ના તો એ મુક્ત છે. એ તો આ બધાથી પર છે. સુપ્રીમ બીઇંગ. બસ, પૂરું થઈ ગયું ત્યાં આગળ. એટલે આવું આ આત્મ ઉપનિષદ છે. એનું જે આપણે ચિંતન મનન કરીએ તો આપણી આત્માની જે સ્થિતિ છે આપણી તે સ્વયં સ્પષ્ટ થઈ જાય છે આપણને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.