અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૨૮

લેખ ૨૭ / ૨૮ · 72 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

અહીં અપાયેલા લખાણને યોગ્ય વ્યાકરણ, વિરામચિહ્નોની સચોટ ગોઠવણી અને પ્રવાહ સાથે ૨૫ ફકરાઓમાં સુધારીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે: ## શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧૮ — મોક્ષસંન્યાસયોગ ### સંન્યાસ અને ત્યાગનો પ્રારંભ "ચૈતન્યમ્ શાશ્વતમ્ શાન્તમ્ વ્યોમાતીતમ્ નિરંજનમ્। બિંદુનાદ કલાતીતમ્ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ॥" ગીતાનો ૧૮મો અધ્યાય — સન્યાસ યોગ. આ અધ્યાયમાં પ્રશ્નની છણાવટ જ બહુ અદ્ભુત રીતે થાય છે, શરૂઆત જ અદ્ભુત છે. મનુષ્ય જે કંઈ કરે છે, તેની પાછળ કયું કારણ છે? એક ક્ષણ પણ એ કંઈ ને કંઈ કર્યા વગર તો રહેતો જ નથી, અને એ જે કંઈ કરે છે તો એ કેમ કરે છે? એનું કારણ શું છે કે આટલો બધો આમ પેલો જંતુની જેમ લાગેલો જ હોય? પેલી કીડી જેમ ફરતી હોય, કંઈ ને કંઈ ખેંચાતાણી કરી લાવતી હોય, એના જેમ જ મનુષ્ય પણ ફર્યા કરતો દેખાય; તો કયું કારણ છે કે ભાઈ આટલું બધું એ કર્યા કરે છે?

કોણ કરાવે છે? કોક તો હોવું જોઈએ ને એનું પ્રેરક કશુંક! પ્રશ્ન હવે એ ઊભો થાય છે કે આ જે કંઈ થાય છે તે ભગવાન કરાવે છે કે પ્રકૃતિ કરાવે છે? આ પ્રશ્ન આરંભથી જ હતો. હવે અર્જુને પૂછ્યું કે, "હે હૃદયના સ્વામી! હું સન્યાસ અને ત્યાગના સાચા સ્વરૂપને અલગ-અલગ રીતે વિસ્તારથી જાણવા માગું છું." પૂર્ણ ત્યાગ એ સન્યાસ છે, જેમાં સંકલ્પો અને સંસ્કારોનું પણ સમાપન છે; અને તે પહેલાં સાધના પૂરી કરવા માટે ઉત્તરોત્તર આસક્તિ છોડવી એ ત્યાગ છે. તો હવે એના વિશે કહો, ભગવાનને એમણે પ્રશ્ન પૂછ્યો. શ્રી ભગવાન ઉવાચ: અર્જુન! જો, ભગવાનની વાત કરવાની પદ્ધતિ કેવી છે એ જો! કેટલાક પંડિતો કામ્ય કર્મના ત્યાગને સન્યાસ કહે છે. "આ લોકો આમ કહે છે, આ લોકો આમ કહે છે..." બધાની છણાવટ કર્યા પછી છેવટે કહે છે કે, "મારો મત આ છે." જો ભગવાનની પદ્ધતિ કેવી અદ્ભુત છે વાત કરવાની!

કેટલાક પંડિતો કામ્ય કર્મના ત્યાગને સન્યાસ કહે છે; કામ્ય કર્મ એટલે જેની કામના હોય એવા કર્મોનો ત્યાગ કરી નાખવો, એટલે એને સન્યાસ કહેવાય. કેટલાક વિચારશીલ પુરુષો કર્મફળના ત્યાગને ત્યાગ કહે છે. કર્મનું ફળ જે હોય તેનો ત્યાગ કરો, ત્યારે તમારો સન્યાસ થયો એમ કહે છે, એને ત્યાગ કહે છે. કેટલાકનો મત એવો છે કે બધા જ કર્મો દોષયુક્ત છે. કંઈ પણ કરો, એમાં દોષ તો રહેલો જ છે. કંઈ પણ કર્મ કરશો એટલે દોષમુક્ત હોઈ જ ના શકે, તેથી તેનો ત્યાગ કરવો યોગ્ય છે — શેનો? કર્મોનો. બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે યજ્ઞ, દાન અને તપ એ ત્યાગવા યોગ્ય નથી, આ તો કરવા જ પડે. એનો ત્યાગ કરી દો તો કેમ ચાલે? યજ્ઞ તો કરવો જ જોઈએ, દાન પણ કરવું જ જોઈએ અને તપ પણ કરવું જોઈએ. હવે એને ત્યાગી દો તો પછી શું રહેશે? આમ અનેક મતો પ્રસ્તુત કરી અને છેવટે યોગેશ્વરે પોતાનો મત જણાવ્યો, નિશ્ચિત મત જણાવ્યો પાછો.

"હે અર્જુન! આ ત્યાગના વિષયમાં તું મારો નિશ્ચય સાંભળ." પોતે ઓથોરિટી છે, સદગુરુ છે, મહાત્મા છે, યોગેશ્વરે છે. એ પુરુષશ્રેષ્ઠ શું કહે છે? શ્રેષ્ઠ સંબોધનો જુઓ કેવું છે! "હે પુરુષશ્રેષ્ઠ!" આવી રીતના એના અંતરાત્માને જગાડે છે. કોના? અર્જુનના. એનો અંતરાત્મા જે છે ને, એને પરમાત્મા પુરુષોત્તમ બનાવવાનો છે એટલા માટે. "હે પુરુષશ્રેષ્ઠ! આ ત્યાગના વિષયમાં ત્યાગ ત્રણ પ્રકારનો કહ્યો છે. યજ્ઞ, દાન અને તપ — આ ત્રણ પ્રકારના કર્મ ક્યારેય ત્યાગ કરવા જેવા નથી, તે કરવા જ જોઈએ; કારણ કે તેઓ ત્રણેય પુરુષને પવિત્ર કરનારા છે, પાપમુક્ત કરનારા છે, બોજામુક્ત કરનારા છે." સંસારમાં સાનુકૂળતાઓ તો આપશે જ, પણ પરમાત્માની પ્રાપ્તિ કરી આપવાની સાનુકૂળતા તમને કરી આપનારા, એમાં સહાયકો છે. ### કર્મોની પવિત્રતા અને ત્યાગના ભેદ શ્રીકૃષ્ણે ચાર પ્રચલનમાં રહેલા મતોનો ઉલ્લેખ કર્યો: કામ્ય કર્મોનો ત્યાગ, સંપૂર્ણ કર્મફળનો ત્યાગ, બધા જ કર્મોનો ત્યાગ, અને છેલ્લે યજ્ઞ-દાન-તપ ત્યાગવા ન જોઈએ વાળો પોતાનો અંતિમ મત.

એવા ચાર મત એમણે બતાવ્યા. આમાંથી આખરી મત સાથે પોતાની સંમતિ બતાવી અને પછી કહ્યું કે, "અર્જુન! મારો પણ એ નિશ્ચિત મત છે કે યજ્ઞ, દાન અને તપરૂપ ક્રિયાઓ ત્યાગવા યોગ્ય કર્મ નથી." તે સમયે પણ, એમના જમાનામાં પણ, શ્રીકૃષ્ણ જ્યારે જીવિત હતા તે વખતે પણ મત-મતાંતરો તો ચાલ્યા જ કરતા હતા. આપણા જેવું ને જેવું જ હતું, કદાચ વધારે હતું. મહાપુરુષો જ્યારે દુનિયામાં અવતરે છે, જન્મ લે છે, ત્યારે આવા મત-મતાંતરોમાંથી કલ્યાણકારી મતને તારવીને રજૂ કરે છે; તેથી શ્રીકૃષ્ણએ પણ એ જ કર્યું, કારણ કે એ તો મહાન હતા, મહાન પુરુષોમાંના એક છે. યોગેશ્વરે ભારપૂર્વક જણાવ્યું કે, "હે પાર્થ! યજ્ઞ, દાન અને તપરૂપ કર્મો કોઈ પણ જાતની આસક્તિ વગર અને ફળની ઈચ્છા ત્યાગીને અવશ્ય કરવા જોઈએ, નિયમિત કરવા જોઈએ." એક તો શું કીધું? આસક્તિ વગર. અને બીજું શું કીધું?

ફળની ઈચ્છા ત્યાગીને. મતલબ, એક તો એને કર્મ કરવામાં મોહ ના હોવો જોઈએ કે આ તો મારે કરવું જ પડે, અને બીજું એવું કહે છે કે આ કરવાથી મને કંઈ મળશે એવી ઈચ્છા નહીં રાખવાની. આ બે વસ્તુઓ જે છે તે કર્મને દૂષિત કરે છે, દૂષિત કરી દે છે. માટે એ બંને વગર જ આપણે કરવા જોઈએ, એટલે કે ફળની ઈચ્છા ત્યાગીને અવશ્ય કરવા જોઈએ. આ મારો નિશ્ચિત, ઉત્તમ મત છે. પોતાનો મત છે એ કેવો છે? શ્રીકૃષ્ણ કહે છે — નિશ્ચિત છે પણ સાથે-સાથે ઉત્તમ પણ છે. હવે ત્યાગ વિશે કહે છે આગળ: "હે અર્જુન! નિયત કર્મ કર, નિયત કર્મ કર." શ્રીકૃષ્ણના મતે નિયત કર્મ એક જ છે. શું છે? યજ્ઞની પ્રક્રિયાઓ. "નિયત" શબ્દપ્રયોગ તેમણે ભારપૂર્વક આખી ગીતામાં આઠથી દસ વખત કર્યો છે: નિયત, નિયત, નિયત! જેથી સાધક ભૂલીને બીજું કંઈ કરવા ના બેસી જાય. આ શાસ્ત્રવિધિ મુજબ નિર્ધારિત કર્મનો ત્યાગ કરવો ઉચિત નથી, મોહથી તેનો ત્યાગ કરવો એને તામસ ત્યાગ કહ્યો.

સાંસારિક પદાર્થોની આસક્તિમાં ફસાઈને કાર્યમ કર્મ, એટલે કે નિયત કર્મનો ત્યાગ એ તામસી ત્યાગ કીધો. આવો પુરુષ અધોગતિ પામે છે, એટલે કે કીટ-પતંગ પર્યંત અધમ યોનિઓમાં જાય છે; કારણ કે તેણે ભજનની પ્રવૃત્તિનો જ ત્યાગ કર્યો છે. કર્મને દુઃખમય સમજીને શારીરિક પીડાના ભયથી તેનો ત્યાગ કરનાર વ્યક્તિ રાજસી ત્યાગ કરીને પણ ત્યાગનું ફળ મેળવી શકતો નથી. "આ ઢીંચણ બહુ દુઃખે છે, કેવી રીતે પલાઠી વાળું?" — એમ કરીને આજે ચાલશે, એ રાજસી ત્યાગ છે. તેનાથી ભજન ન થાય, અને શરીર પીડાના ભયથી કર્મને ત્યાગી દે એવા મનુષ્યનો ત્યાગ કેવો છે? રાજસી. તેનો ત્યાગ કરવાથી પણ તેને પરમ શાંતિ કદી મળતી નથી. હવે આગળ કહે છે: "હે અર્જુન! કરવું એ જ કર્તવ્ય છે (You must do it)." પણ શું, શું અને કેવી રીતે? એને ખબર હોવી જોઈએ. એમ સમજીને નિયત શાસ્ત્રવિધિથી નિર્ધારિત કરેલ તેમજ સંગદોષ અને ફળને ત્યાગીને કરેલું કર્મ જ સાત્વિક ત્યાગ છે.

આથી નિયત કર્મ જ કરવું અને તે સિવાય જે કંઈ છે તેનો ત્યાગ કરવો. હવે પ્રશ્ન થાય કે શું આ નિયત કર્મ તમે કીધું તો કર્યા જ કરવાનું? પછી એને બંધ કરવાનું કે એનો બી ત્યાગ કરવો પડે કોઈ વખતે? એટલે કહે છે એના વિશે કે હવે અંતિમ ત્યાગનું સ્વરૂપ જોઈએ, અંતિમ ત્યાગ. જે પુરુષ અકુશળ કર્મ, એટલે કે અકલ્યાણકારી કર્મથી દ્વેષ કરતો નથી... અકલ્યાણકારી કર્મથી દ્વેષ કરનારા મળે છે, પણ આ અકલ્યાણકારી કર્મથી દ્વેષ કરતો નથી — જે કલ્યાણકારી નથી તેવું, એનાથી પણ દ્વેષ કરતો નથી, સમજાયું? અને કલ્યાણકારી કમમાં આસક્ત થતો નથી, ન્યૂટ્રલ છે. જો, ભગવાને કેટલી ઊંચી વાત કરી દીધી છે! દુકાને જઈને બેસવું એ કલ્યાણકારી કર્મ તો છે જ, પણ આસક્તિ વગર જાઓ. દુકાને બેસવું એ તમારો કર્તવ્ય છે, બિઝનેસ કરવો જોઈએ, ઓફિસમાં જવું જોઈએ; પણ એમાં આસક્તિ પણ ના હોવી જોઈએ કે એના પ્રત્યે દ્વેષ પણ ના હોવો જોઈએ.

### જીવનની ભૂલો અને સાત્વિક સમજણ અમને બહુ મોટી ભૂલ થઈ હતી. સરસ મજાની નોકરી મળી હતી, ૨૫ વર્ષ સુધી એ ભાવ લઈને ફર્યો હતો કે અહીંયા તો નહીં જ કરું, હું જેવી બીજી તક મળશે નાસી જઈશ. બોલો, ૨૫મા વર્ષે એકદમ ઉદ્ભવ થયું કે અરે રે! કેવડી મોટી ભૂલ થઈ ગઈ! જે કંઈ પ્રાપ્ત થાય છે તે તો પરમેશ્વરથી આવે છે, અને આ હું શું કરી રહ્યો છું? બહુ મોટી ભૂલ થઈ ગઈ! બાકીના બધા વર્ષો એકદમ નિષ્ઠાપૂર્વક, કોઈ પણ પ્રકારની અપેક્ષા, આશા, કશું કર્યા વગર "It is my duty, it is my duty" કરીને પછી એને પૂર્ણ કર્યા. સુંદર રીતે, ઈશ્વરકૃપાથી એ પણ સારી રીતે પૂર્ણ થઈ. નાની-નાની ભૂલો છે, સમજફેરથી ઘણી વખત થતી હોય છે. ઘણી બધી ભૂલો કેવી છે? સંગદોષથી થતી હોય છે. સંગદોષથી, "પ્રમોશન નહીં જ લેવાનું" — એક આવ્યો વિચાર આવી રીતના ક્યાંકથી. સંગદોષ, બસ બધા નથી લેતા એટલે આપણે નહીં લેવાનું.

લાયકાત હોવા છતાં, ક્ષમતા હોવા છતાં, ઈચ્છા હોવા છતાં ન જ લીધું એક સમય સુધી. પછી પાછું રિયલાઈઝ થયું આવી જ રીતે કે અરરર! ભયંકર ભૂલ થઈ! આ સંગદોષનું પરિણામ શું? ૧૫ વર્ષ એનાથી વંચિત રહેવાનું, સમજાયું? તો નાની-નાની સમજફેરની આવી બધી ભૂલો થતી હોય આપણા જીવનમાં, તો એને ધીમે રહીને સમજીને ભગવાને કહ્યું છે શું, એમ બરાબર સમજાશે તો કાન પકડી લેજો અને પછી એને કરેક્ટ કરી લેજો. અત્યારે જ, એમાં વાર નથી. ભૂલ તો થાય, પણ ભૂલ કરીને પછી પડી રહેવામાં ત્યાં આગળ પ્રોબ્લેમ છે. એટલે તરત એનું નિરાકરણ, જે મિનિટે ખ્યાલ આવે કે ભૂલ થઈ ગઈ છે, માફી માંગો, પશ્ચાતાપ કરો, આગળ વધો. કરેક્ટિવ મેઝર્સ લેવા જોઈએ (Corrective measures). કરેક્ટિવ મેઝર્સ માટે કહે છે કે કલ્યાણકારી કર્મમાં આસક્ત થવાનું નથી, જે કરવાનું હતું તે પણ બાકી નથી એવું વિચારનારા સાત્વિક પુરુષો સંશય રહિત અને ત્યાગી છે.

તેણે બધાનો ત્યાગ કર્યો. શું? જે કરવાનું હતું તે બાકી નથી અને પૂર્ણ કરી લીધું છે, એવું વિચારનારો સાત્વિક પુરુષ સંશય રહિત થયો છે. એણે સંશયનો ત્યાગ કરી નાખ્યો એટલા માટે ત્યાગી થઈ ગયો, તેણે બધાનો ત્યાગ કર્યો છે એવું મનાય છે. છતાંય પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ જ સંન્યાસ છે. પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ! પહેલા પ્રાપ્ત કર અને પછી ત્યાગ. "તેન ત્યક્તેન ભુંજીથાઃ" — આના માટે કહ્યું કે ત્યાગીને પછી તું ભોગવ. પણ ત્યાગીશ ક્યારે? પહેલા પ્રાપ્ત કરીશ ત્યારે તું ત્યાગીશ. આ તો ત્યાગ કેવો કે, "મેં અમેરિકા ત્યાગ્યું!" તેં શું ત્યાગ્યું? આ તો ત્રાગું કરે છે, શું કરે છે? ત્રાગું! ત્રાગડ નામનો વિસ્તાર છે અમદાવાદમાં, ત્યાં જઈને વસ, એવી હાલત થઈ જાય ને! માટે પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ; તમે પહેલા પ્રાપ્ત કરો અને પછી તેનો ત્યાગ કરો.

ત્યાગ ખરેખર શું કરવાનો? વસ્તુનો નહીં, એ વસ્તુ જ નથી ખરેખર તો. જો, શ્રીકૃષ્ણના મત અનુસાર અવસ્તુ છે એ તો. વસ્તુ એક જ છે — પરબ્રહ્મ પરમાત્મા, એક જ વસ્તુ છે, બાકી કોઈ વસ્તુ નથી. એટલે અવસ્તુનો ત્યાગ કરવાનો છે. તો એમાં પછી ખટકાટ શા માટે જે પોતાનું છે જ નહીં? પણ તો પણ કેમ કીધું કે પહેલા તું એને પ્રાપ્ત કર અને પછી તું એને ત્યાગ? એવી રીતે ત્યાગ, જાણે કે તું દાન કરી રહ્યો છે એવી રીતે કોને આપજે? લાયક વ્યક્તિને આપજે. તારા ઇન્સ્ટિટ્યુશનમાં તું ટોપ પર પહોંચી જા, કર્તવ્ય છે તારું ટોપ પર પહોંચવાનું (It is your duty). અને ત્યાં પહોંચ્યા પછીથી, યોગ્ય સમયે યોગ્ય અધિકારીને આ બધું સુપ્રત કર, ત્યાગ કરી દે, છોડીને નીકળી જા. દરેક રિટાયર્ડ એમ્પ્લોય જે છે, વાસ્તવમાં આ જ કરી રહ્યો છે ને? તો પછી એનો મોહ કે આસક્તિ ન હોવા જોઈએ, રહેવા ના જોઈએ પછી.

"મેં ત્યાગ્યું, મેં ત્યાગ્યું, હું રિટાયર્ડ થઈ ગયો, રિટાયર્ડ થઈ ગયો..." — એ બધી બૂમાબૂમ કરવાની જરૂર રહેતી નથી. સહજ સ્વાભાવિક સ્થિતિ છે ભાઈ, આનંદ કરાવતું. હવે તમે રિટાયર્ડ થયા છો, બસ એન્જોય! તો કોઈ સરળ માર્ગ? એટલે શું કીધું? પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ જ સંન્યાસ. એનો કોઈ સરળ માર્ગ છે? જવાબ છે — ના, નો શોર્ટકટ! કોમ્પ્લિકેટેડ જ છે બધું, પછી એ સંસાર આખો કોમ્પ્લિકેટ કરીને મેલી દીધો છે. ### પ્રકૃતિના ગુણો અને કર્મના ફળ શ્રીકૃષ્ણના મત અનુસાર, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્વ, રજ અને તમસ — આ ત્રણ ગુણો જ આ જીવાત્માને શરીરની અંદર બાંધી રાખે છે. ત્રણ દોરડીઓ છે: લાલ, પીળી અને કાળી, એમ સમજો. હવે જ્યાં સુધી આ ગુણો છે, ત્યાં સુધી જીવધારી છે. આ ગુણોની મર્યાદામાં જીવે છે, માટે એ જીવધારી છે; કોઈ ને કોઈ રૂપમાં શરીર બદલાતું રહેશે.

બધા જ કર્મોનો સંપૂર્ણ ત્યાગ સંભવ નથી, શ્વાસ તો લેવો પડશે ને! જે પુરુષ કર્મના ફળનો ત્યાગી છે તે જ સાચો ત્યાગી છે. આથી જ્યાં સુધી આ શરીર જીવિત છે, ત્યાં સુધી નિયત કર્મ કરો અને તેના ફળોનો ત્યાગ કરો. બલ્કે, કોઈ જ ફળની કામના ન કરો. સકામી પુરુષોના કર્મોનું ફળ તો ઉત્પન્ન થાય જ છે, આવવાનું જ છે, શા માટે એની પાછી ઈચ્છા શા માટે રાખવાની? "It is" — કાલ બોલતા હતા ને? બટ ઓબવિયસ છે જ કે છે. એના માટે પાછી ઈચ્છા અલગથી કરવાની તમને ક્યાં આવશ્યકતા છે? એટલે સકામી પુરુષોના કર્મોના સારા, ખરાબ અને મિશ્ર — એવા ત્રણ प्रकारના ફળ મર્યા પછી પણ હોય છે અને તે જન્મ-જન્માંતરો સુધી મળ્યા કરે છે. પરંતુ સંન્યાસીના, એટલે કે સર્વસ્વનો ન્યાસ કરનારા, અંત કરનારા પૂર્ણ પુરુષોના કર્મોના ફળ કદી ઉત્પન્ન થતા જ નથી. મુક્ત થવું હોય તો આ તો કરવું જ પડશે, સમજવું જ પડશે અને આમ જ કરવું પડશે; કારણ કે ભગવાને અહીંયા બહુ સ્પષ્ટતા કરી દીધી છે એટલી બધી કે હજી સુધી આ નહોતા સમજ્યા આપણે, હવે સમજી લો.

આ જ શુદ્ધ સંન્યાસ છે. કર્મના ફળો તો ક્યારેય ઉત્પન્ન ના થાય? જ્યારે તમારા સર્વસ્વનો ત્યાગ કરો, ન્યાસ કરો છો, અંત કરો છો; એટલે કહે છે કે આ જ શુદ્ધ સંન્યાસ છે. સંન્યાસ એ તો પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે; સારા-ખરાબ કર્મોનું ફળ અને પૂર્ણ ન્યાસ કાળમાં પણ એનો પણ અંત આવે છે. હવે પુરુષ જે શુભ-અશુભ કર્મો કરે છે તેનું कारण શું? "હે મહાબાહુ!" પહેલા કીધું હતું ને કે જે બધું જ કરવા સમર્થ હોય, તેને "મહાબાહુ" એવું સંબોધન આપી શકાય. શ્રીકૃષ્ણ તો મહાબાહુ હતા જ, સાથે-સાથે અર્જુનને પણ સંબોધન કરે છે કે, "હે મહાબાહુ! તું પણ મારી જગ્યાએ જા ને, કે હું આ જ્ઞાન તો ઓલરેડી તને આપી રહ્યો છું એટલે તું એ થઈ જ રહ્યો છે." એ અપેક્ષાએ છે એમના પાસે, શું કે અર્જુન અવશ્ય પરબ્રહ્મમાં પ્રવેશ હવે કરવાનો જ છે, માટે એને પહેલેથી વેલ ઇન એડવાન્સ આપી દે.

અમે એવા એક હતા, એક આપણે પીએચડી કરતા હતા ભાઈ, તો એણે લગભગ દોઢ વર્ષ પહેલાં એના નામની આગળ "ડોક્ટર" લખી દીધું. પછી અમારે જ્યારે વાતચીત થાય ત્યારે તરત એનું નામ આમ ફ્લેશ થાય ને, એટલે આપણને પાછું ફરી યાદ આવે કે "He must do it, he must do it". એટલે જ્યારે-જ્યારે મળે ત્યારે આપણે આમ થોડું જરા વધારે પેલું કરીએ. હવે એ થઈ ગયા, હવે એ થઈ ગયા. મારા લિસ્ટમાં ડોક્ટરોની તો લંગર લાગી ગઈ છે અત્યારે તો, ખરેખર કહું છું, પણ પહેલાં નહીં હો, એવા થોડાક છે. ### કર્મોની સિદ્ધિના પાંચ કારણો હવે પુરુષ જે શુભ અને અશુભ કર્મો કરે છે તેનું કારણ શું છે? એટલે કહે છે કે સંપૂર્ણ કર્મની સિદ્ધિ માટે પાંચ કારણો સાંખ્ય સિદ્ધાંતમાં કહ્યા છે. સાંખ્યનો એક મત છે આખો, એક દર્શન છે એક અલગથી; એટલે કે સંસારને જોવાની એક વિશિષ્ટ પદ્ધતિ, એને સમજવાની એક પદ્ધતિ એટલે એને દર્શન કીધું.

કારણ કે એમાં દર્શન થાય ને, સંસાર એનાથી કેવો દેખાય, આવી રીતે કરવાથી કેવું લાગે! વેદાંત પણ એક દર્શન છે, યોગ પણ એક દર્શન છે; એટલે તમે યોગ કરો અને પછી જુઓ કે હવે સંસાર કેવો લાગે આવી રીતે. તો એને કહે છે આગળ: "સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણો છે સાંખ્ય દર્શનમાં કહેલા છે, તેને તું મારી પાસેથી સારી રીતે જાણી લે." શું, ભગવાન કેવી રીતે કહે છે કે તમે બરાબર સમજી લેજો, તું એને મારી પાસેથી સારી સારી રીતે જાણી લે. પહેલો આ વિષયમાં કર્તા એટલે કે મન. કર્તા કોણ છે? મન છે. પૃથક-પૃથક કરણ એટલે કે અલગ-અલગ જેના દ્વારા કરાય છે તે. જો શુભ હોય કરણ, તો વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ત્યાગ, નિરંતર ચિંતનની પ્રવૃત્તિઓ કરણમાં હશે; અને જો અશુભ હોય, તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લિપ્સા વગેરે વૃત્તિઓ-પ્રવૃત્તિઓ હશે કરણની અંદર, અને કાર્યો તેના દ્વારા જ પ્રેરિત થતા હશે.

વિવિધ પ્રકારની જુદી-જુદી ચેષ્ટાઓ, ચેષ્ટાઓ એટલે અનેક ઈચ્છાઓ. આધાર એટલે કે જે ઈચ્છા સાથે સાધન મળ્યું તે પૂરી થવા લાગે છે તે સાધન. અને પાંચમો હેતુ છે દૈવ અથવા સંસ્કાર, પાછી તેની પુષ્ટિ કરે છે. આ પાંચ વસ્તુ એમને બતાવી દીધી કે આ પાંચ જરૂરી છે, આવશ્યક છે કર્મ માટે. તો પહેલામાં પહેલું તો શું કીધું એમણે? કર્તા. કર્તા વગર કર્મ કેવી રીતે થાય? હવે અહીંયા કીધું કર્તા એટલે કોણ? તો કે મન. હવે જો મન જ કર્તા છે, તો તમે છૂટી ગયા. "મારું મન..." એમ કહો, તો આ કેવી વાત છે કે ભાઈ, "મારા મેનેજરે ભૂલ કરી હશે, હું જરા જોઈશ." તમે એ જ કરો છો ને? You are not totally responsible for it, પણ You are responsible if you continue with such man. આવો મેનેજર જો તમે ચાલુ ને ચાલુ રાખો ને, એ સતત ભૂલો ફૂલો કર્યા જ કરતો હોય, પછી એક દિવસે કોક આવીને તમને પકડશે કે, "ભાઈ!

શું છે તમારે? કંઈ બરાબર ચલાવવું છે કે નથી ચલાવવું? આ તો દરવારે-છાસવારે આમ થઈ રહ્યું છે, તમે ધ્યાન નથી આપતા." તમારે સાંભળવાનું આવ્યું ને! પહેલી વખત કોઈ પણ માણસ તમને છોડી દે છે, એટલે કર્તા જે છે તે મન છે. હવે એ જે કર્તા છે તે શુભ અથવા અશુભ કરણ વાળો હોય છે એમ કીધું. બરાબર, એટલે શુભકરણની અંદર શુભેચ્છાઓ છે. કાલે આપણે જોયું હતું ને, સાત ભૂમિકાઓ છે, એમાંની પહેલી કઈ છે? શુભેચ્છા. એટલે ઈચ્છા શુભ છે કે અશુભ છે, ઈચ્છા શુભ છે કે અશુભ છે, એના ઉપર આગળની બધી બાબતો રચાતી હોય છે; એ વસ્તુ આવી ગઈ. હવે આગળ કહે છે કે કાર્ય તેના દ્વારા પ્રેરિત થયું હશે, શુભ કે અશુભ. ### અનંત ઈચ્છાઓ અને દૈવ બળ ત્રીજી બાબત છે અનંત ઈચ્છાઓ, વિવિધ પ્રકારની જુદી અવનવી. "આ જોઈએ, પેલું જોઈએ, આમ કરવું, તેમ કરવું છે, આમ નથી કરવું, તેમ કરવું છે, આમ નથી જ કરવું ને તેમ કરવું છે..." — બધું કંઈક જાત-જાતનું, એવી અનંત ઈચ્છાઓનું બંડલ અંદર પડેલું.

પછી આધાર એટલે કે જે ઈચ્છા સાથે સાધન મળ્યું તે જ ઈચ્છા પૂરી થવા લાગે. ઈચ્છા છે પણ એને પાછું સાધન મળવું જ જોઈએ ને! રાયપુર અહીંથી આમ જવું હોય તો આપણે ઓટો બોલાવવી પડે ને? તો ઓટો મળવી તો જોઈએ ને! ના મળે ત્યાં સુધી રોડ ઉપર જ ઊભો છે ને. એ કોકની જોડે વાતચીત કરે, "શું કરો છો ભાઈ?" તો કે, "રાયપુર જાઉં છું." અલ્યા, તું તો રોડ પર ઊભો છે, શું? "તું તો રોડ ઉપર ઊભો છે!" કે, "વાત બરાબર છે પણ હું રાયપુર જવા નીકળ્યો છું." હવે બરાબર બોલ્યો, હવે બરાબર બોલ્યો તું. તો રાયપુર જાઉં છું એટલે હવે તું બરાબર, ઓકે; એટલે જોઈશે એનો આધાર પણ. અને પાંચમો શું છે? પર્પઝ, હેતુ. કર્મ કરો કંઈ પણ, તો એનો હેતુ તો હોવો જોઈએ. એટલે દૈવ અથવા સંસ્કાર એને પુષ્ટિ આપે છે. કોણ? પુર્યષ્ટકમાં જે પડેલું છે તે અથવા તો તમે કહો છો ને લક, દૈવ! એ એને પુષ્ટિ આપે છે, તમને કરવા માટે પ્રેરિત કરે છે.

તો આ પાંચ વસ્તુઓ ભેગી થાય ત્યારે કર્મ થાય એમ કહે છે. મનુષ્ય મન, વાણી અને શરીરથી ત્રણ રીતે કર્મ કરે, શાસ્ત્ર અથવા તેનાથી વિપરીત એવી રીતે જે કાંઈ કાર્ય કરે છે તેના પાંચ જ કારણો છે. પરંતુ આવું હોવા છતાં પણ... પણ લાખ મણનો "પણ" હોય છે, ખબર છે ને? જેવો આમાં આવીને ઊભો રહે એટલે આમથી આમ ફરી જાય બધું એકદમ જ. પણ એમ આમ કોક એકદમ જરૂરિયાત હોય કોઈ માણસ હોય અથવા તો આપણું કંઈક આમ પેલું એ થવાનું હોય, કોક દેશની સાથે આપણે સંધિ થવાની હોય તો પેલી બહુ મોટી મીટિંગો કરે ને આ લોકો, ભયાનક મીટિંગો કરે જોરદાર બધું! તેમાં પહેલાથી બધું ગોઠવી રાખે કે ભારતવર્ષની અંદર આમ કરવા માંગવાનું છે, એના સ્ટેપ વાઈઝ આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું, બધું લખી કાઢ્યું. આટલા કરોડ ખરચવાના, આવી રીતના કરવાના છે, બુલેટ ટ્રેન લાવવાની છે, બધું છે; પછી કહેશે — "પણ"!

ત્યાં ઊભું રહી જાય બધું, આખેઆખું ઊભું રહી જાય અને કોક વાર થાય પણ ખરું ને ના પણ થાય, એવી વસ્તુ. એટલે જે પુરુષ અશુદ્ધ બુદ્ધિના લીધે વિષયમાં કેવળ કેવલ્ય સ્વરૂપ આત્માને જ કર્તા જુએ છે, તેવો દુર્બુદ્ધિવાળો સાચું જોઈ શકતો નથી. એટલે કે ભગવાન કંઈ કરતા નથી, મતલબ એ સાચું છે. જે અશુદ્ધ બુદ્ધિના લીધે એ શું કરે છે? વિષયની અંદર કેવળ સ્વરૂપ એવા આત્માને પોતે કર્તા જુએ છે. આત્મા કશાનો કર્તા હોતો નથી પણ એ જુએ છે, એટલે એને દુર્બુદ્ધિ વાળો કીધો કે એ સાચું જોતો નથી, એ બરાબર જોતો નથી એટલા માટે. ભગવાન તો કંઈ કરતા નથી, આ બાબત પર શ્રીકૃષ્ણે ફરીવાર ભાર મૂક્યો. અગાઉ પાંચમા અધ્યાયમાં પણ એમણે કહ્યું હતું કે પ્રભુ નથી કરતો કે નથી કરાવતો કે કર્તા પ્રત્યે અનુમોદતો, કશું નહીં. ના તો ક્રિયાના, ના સંજોગ વડે એ જોડે છે; તો પછી લોકો આવું કેમ કહે છે?

લોકોની બુદ્ધિ મોહથી ઢંકાઈ ગયેલી છે, આથી તેઓ કંઈ પણ કહે છે. મોહવશ થયેલો હોય ને એ માણસ દોષનો ટોપલો કોઈની પણ ઉપર ઢોળી દે કે, "આ કરે છે." એમ કરીને હું... હું નથી કરતો, પોતે બચી જાય એવી રીતના. તો કે એ મોહવશ થઈને આ લોકો બધા જે બોલે છે આવું કે ભગવાન કર્તા છે, એ વાત સાચી નથી; છતાં લોકો આવું જ બોલ્યા કરે છે કારણ કે એ બધા કેવા છે? મોહમાં ડૂબેલા છે. એમને કશુંક ને કશુંક જુએ જ છે, બધા આસક્ત જ થઈ ચૂકેલા છે બધા એટલા માટે. એ લોકો જે અનાસક્ત છે તેના માથે ટોપલો... આત્મા તો અનાસક્ત છે, તેના માથે મૂકી દે છે વજન કે આ લઈને ફરી શકે એવો લાગે છે કે વાંધો નહીં, બોલો! એટલે અહીં પણ કર્મના થવાના પાંચ કારણો છે, છતાં પણ કેવલ્ય સ્વરૂપ પરમાત્માને એવું કર્તા માને, તે મૂઢમતિવાળો સાચું જોઈ શકતો જ નથી. હવે ભગવાન કંઈ કરતા નહોતા, પણ અર્જુન માટે તો એકદમ તૈયાર થઈ જાય છે.

પેલા જેવી પ્રાર્થના કરીને તરત એને કીધું કે, "મને તમારું એમ કે આ સરસ જે વિશ્વરૂપ છે તે બતાવો." કે છે, "આ તો મને વર્ણન તો કરી રહ્યા છે, પણ કે જરા જોવામાં આવે તો જરા ઠીક પડે." જો, એટલે ભગવાન તો એકદમ તૈયાર થઈ ગયા હતા, ત્યારે શું કહે છે? "નિમિત્તમાત્રં ભવ! કર્તા-હર્તા તો હું છું જ, તું નિમિત્ત બનીને ઊભો રહે." આ મહાપુરુષ આખરે શું કહેવા માંગે છે? વાસ્તવમાં ભગવાન અને પ્રકૃતિની વચ્ચે એક આકર્ષણ રેખા છે. જ્યાં સુધી સાધક પ્રકૃતિની સીમામાં છે, ત્યાં સુધી ભગવાન કંઈ કરતો નથી, એની પણ ખૂબ જ નિકટ રહીને પણ દ્રષ્ટા રૂપે જ રહે છે. જ્યાં સુધી તમે પ્રકૃતિની મર્યાદામાં છો, સીમામાં છો, ત્યાં સુધી ભગવાન દ્રષ્ટા છે, સમજાયું. ### અનન્ય શરણાગતિ અને અંતરનો બાવો હવે શું થશે કે ભક્ત જ્યારે અનન્ય ભાવે ઈષ્ટના શરણે જાય છે: "સર્વસ્વ મારું અર્પણ છે." ત્યાં પણ એને અર્પણ કર્યું ને!

"મારા માટે જે ઈષ્ટ હોય તે કહો મને પ્રભુ!" એમ જ્યારે અર્જુને પ્રાર્થના કરી ત્યાર પછી, એવી રીતે જ્યારે અનન્ય ભાવે ઈષ્ટને શરણે જાય છે, ત્યારે તે હૃદયમાં બિરાજીને તેના સંચાલક બની જાય. હૃદયમાં, અંતઃકરણમાં પેલો બાવો છે, તેમાં પછી એને સ્પર્શ થાય છે, ફેરફાર થઈ જાય બાવામાં; પછી એકદમ જ્ઞાની બાવો થઈ જાય. અત્યાર સુધી મુફલીસ બાવો હતો, સમજાઈ ગયું? પ્રકૃતિની મર્યાદામાં હોય ત્યાં સુધી કેવો ફરે? દાઢી, મૂછ બધું વધારે વધાર કરે ને એવો બેફામ ફરતો હોય ચારે બાજુ. તો સાવ બાહુક જેવો જ લાગે આપણને, જે જુએ બીવે એનાથી એવો બાવો હોય, અંદરનો બધા ભડકે એનાથી. અરે, અમારા બાવાથી તો અમે હવ ભડકતા હતા ને બહુ બીક લાગે બાપ! અને શું કરી બેસે કંઈ નક્કી નહીં પાછું. ક્યારે? પ્રકૃતિની અંદર પડેલો જે હોય ને, ખૂંપેલો માણસ એનું ક્યારેય કંઈ નક્કી નહીં.

ગમે તેટલા લાખો વચન આપે, ક્યારેય એ પૂરા કરશે કે નહીં કરશે કંઈ કહેવાય? પ્રકૃતિની મર્યાદામાં છે માટે. પણ વન્સ એને સ્પર્શ થયો, જેવો પરમાત્માનો ને બાવો જ્ઞાની બની ગયો, બનીને બેઠો. જો, અત્યારે એવું બની જાય એટલે પછી શું થાય કે એની જે પ્રકૃતિની મર્યાદા છે તે બધી તૂટી જાય. પછી પરમાત્મા એનો સંચાલક બની જાય, બાવાને પછી એ જ ચલાવે: "ચાલ બાવા, કે તને લઈ જાઉં કે દર્શન કરવા." પછી એના દર્શન કરાવે, પછી કે દર્શન થઈ ગયા તો કે, "હા બાપજી, ઓકે હા મહારાજ, એમ હા મહારાજ." તે કે, "હવે જ્ઞાન લે." કે અરે! પેલો સંપૂર્ણ જ્ઞાની બાવો થઈ જાય. જે મિનિટે થયો, એ સ્વયં પુરુષોત્તમ થયો, બાત ખતમ, ધી એન્ડ! સાધક હવે પ્રકૃતિની આકર્ષણ સીમામાંથી બહાર નીકળીને પરમાત્માના ક્ષેત્રમાં આવી જાય. વાસ્તવમાં પ્રકૃતિનું ક્ષેત્ર જે છે, તે પણ પરમાત્માનું જ ક્ષેત્ર છે; તેમ છતાં પણ પ્રકૃતિના આકર્ષણ જે પર પ્રકૃતિના ફિલ્ડની અંદર એમ છે ને, પરમાત્મા હાથ ઘાલતા નથી.

"તું તારી રીતે કર, તારું ચલાવ." એક વખત એને આપી દીધું ને! સારો હસબન્ડ શું કરે? પત્નીને કહી દે, "આ ઘર તું તારી રીતે ચલાવ, તને જેમ ઠીક લાગે તેમ કર. કંઈક બહુ મોટી બાબત હોય તો જ મને પૂછવાનું." સૌ યુદ્ધ ફાટી નીકળ્યું હોય કંઈક જાતનું પાડોશી સાથે કોક બીજાની સાથે, ત્યારે કે, "તું મને કહે." ત્યાં સુધીને કંઈ નહીં. એટલે ધેર ઇઝ નો ઇમર્જન્સી. તો પરમાત્મા શાંતિથી બેઠા-બેઠા દ્રષ્ટા બનીને જોયા કરે: "ઓકે, પ્રકૃતિમાં બધું ચાલી રહ્યું છે ભાઈ, ખાઈ-પી રહ્યા છે, આઈસ્ક્રીમ કરી રહ્યા છે, ટાઈમસર ઊંઘી રહ્યા છે." ના, ના બહુ ઝઘડા કરવા મળે છે હમણાં બધું એમને માલૂમ, પણ શાંત સ્થિર દ્રષ્ટા બનીને બસ જોયા કરે. "આ જ કરશે, એ પ્રકૃતિની લીલા છે કે મારી નથી. શું, એ પ્રકૃતિની લીલા છે મારી નથી." તો એના કોઈ પણ કાર્યોની અંદર આપણે હાથ ઘાલવાની જરૂર રહેતી નથી, બહુ સ્પષ્ટ થઈ ગઈ વાત બરાબર.

પરંતુ વેન ઈટ કમ્સ ટુ સમથિંગ, ડિસીઝિવ મોમેન્ટ છે આ તો, ત્યારે પછી શું થશે? પ્રકૃતિ બાજુ પર કે, "ચાલ હવે તું ડાયરેક્ટ વાત કર કે મારી સાથે આમ સીધી." એટલે પછી એ કેટલો ફેરફાર થઈ જાય! ઝઘડો થયો ત્યાં સુધી બે સ્ત્રીઓ લડ લડ કર્યા કરતી હોય, ખૂબ લડે, ખૂબ લડે, બહુ લડે; પછી એકનો पति આવે કે, "શું આ બધું કરે છે?" એટલે હવે ડબલ પાવરથી પેલી આગળ વધશે, આ બાજુવાળી. પછી અહીંથી પેલો પ્રભાવશાળી પુરુષ બહાર આવશે, બસ ખાલી આમ નજર જ નાખશે ને બધી બોલતી બંધ! કોઈ એ કશું નહીં કરે, ખાલી બસ આવીને ઊભું રહેશે એની પ્રકૃતિની જોડે, પતી ગયું. પેલા બધા અંદાજ આમ પૂંછડી પટપટાવતા કંઈ શું કરે નહીં. વ્યવહારમાં આવું થતું જોયું છે, બસ સેમ વસ્તુ બને છે અહીંયા આગળ. એટલે સાધક હવે પ્રકૃતિની સીમામાંથી બહાર નીકળે છે અને પરમાત્માના ક્ષેત્રમાં આવી જાય છે.

આવા અનુરાગી ભક્ત માટે ઈશ્વર સદાય તત્પર બનીને ઊભા છે. પછી તો ભક્તને એવા લાડ લડાવે કે, "તું કહે એમ બોલ, તું કહે એમ, તારે શું કરવું છે (What do you want, what do you want)? તારી દરેક ઈચ્છા હું પૂરી કરી દઈશ." કારણ કે પરમાત્માને આવો તૈયાર મળે ક્યાંથી! એટલે કે, "આ સમજાવો." ઓકે. "પેલું સમજાવો." કે ઓકે. બધું જેને સમજાય સમજાય સમજાય કરે, તૈયાર કરી દે છેક સુધી કમ્પ્લીટ કરી દે. એક મોમેન્ટ એવી આવે કે બસ તદ્રૂપતા, પછી પૂરું થઈ ગયું, એ પોતે તે જ પરમાત્મા, પછી વાત પૂરી થઈ ગઈ. આવા અનુરાગી ભક્ત માટે ઈશ્વર સદાય તત્પર બનીને ઊભા છે, ભગવાન માત્ર એના માટે જ કરે. એટલે આજે તમે જો સાંભળો છો કરો છો ને, કે પેલા નરસિંહ મહેતાને પેલી શું કરી હતી? કુંવરબાઈનું મામેરું પૂર્યું હતું ને! પેલા નરસિંહ મહેતા વતી બધું કામ કરી આવતા હતા, આ બધી વસ્તુઓ આવી રીતે, આવી જ રીતે થતી; કારણ કે પરમાત્મા છે ને એ તો કંઈ પણ દોડીને કંઈ પણ કરશે, ભક્ત છે ને!

### ભક્ત અને ભગવાનની જુગલબંદી ભગવાનને બહુ એકલું લાગે, શું? ત્યારે પછી ભક્ત આવીને ઊભો રહે ત્યારે કે, "ભરોસો છે મારી પર?" છે બરાબર છે કે, "ભગવાન, ઓકે ચાલો." પછી હવે બેની જુગલબંદી એવી જોરદાર ચાલે કે ના પૂછવાની! એટલે આ તો ભગવાન તો છે જ, પણ આવો ભક્ત આપણા જીવનની અંદર આપણે જોવો, અનુભવવો, એ પણ એક બહુ મોટો લહાવો થઈ જાય છે, ખરેખર એ બી ના મળે. બધા પૂછ પૂછ કરે છે કે, "ભગવાન ક્યાં મળે, ભગવાન ક્યાં મળે?" પણ ભગવાન પૂછે છે કે, "મારો ભક્ત ક્યાં મળે? એનું એડ્રેસ તું મને આપીશ? બોલ, છે તારી પાસે?" તમારે આમ બતાવવું પડે કે, "આ રહ્યો." પણ કોઈ એવું કહેવાની હિંમત નથી કરતું બોલ, કે આ રહ્યો આમ સામે ઊભો છે. ભગવાન પૂછે છે કે, "મારો ભક્ત છે?" એમ પૂછે છે પણ કોઈ કહી શકતું નથી, બોલો! કેટલા બધા ગિલ્ટ ભરેલા હશે, કેટલા પાપ ભરેલા હશે, કેટલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર — આ બધું મય ફૂટ ફૂટ ભરેલું છે!

અને લાખો જન્મની આવું જ બધું કર્યા કરવાની બધી મેમરી લોડેડ અંદર. આ તમારા જેમ આ આપેલું ઇરેઝ કરો છો ને, શું કહે છે — ફોર્મેટ મારવું પડે. પહેલામાં પહેલું તો ફોર્મેટ મારવું પડશે ત્યારે લાયકાત આવશે ને! ભગવાન કહે: "મારે તો કોરી સ્લેટ જોઈએ, કે પછી હું એકડો લખીશ મારો, અને હું તો એક જ વાર લખું કે બસ બીજી વાર ના લખું. તને મારી શું જોઈએ છે? સહી જોઈએ છે ને, આપી દઈશ કે શું તારે જે જોવે એ તને, આ બધું કહેતા પછી તારે જે કરવું એ તું કર." એટલે એવો સાધક જે દિવસે સિદ્ધ બની જાય છે, સ્વયં પરબ્રહ્મ બની જાય છે, ત્યાં સુધીની પરમાત્મા એને સહી કરી આપે છે. આમ પેલું કહે છે ને — "કોરે કાગઝ પે મુજસે કરા લે સહી", કરાઈ લે ભાઈ! કે તું પણ એવી ભક્તિ જોઈએ, એવો પાવર જોઈએ; એટલે કે ખૂબ વિચાર કરો આ બાબતે, આ પ્રશ્ન હવે અહીં પૂરો થાય. જે પુરુષના અંતઃકરણમાં "હું કર્તા છું" એવો ભાવ નથી, તેવો પુરુષ આ બધા લોકોને મારીને પણ કોઈને મારતો નથી કે નથી તે કોઈથી કે કશાથી બંધાતો.

"હું કર્તા છું" એવો ભાવ જ નથી, એના માટે કોઈને વાસ્તવમાં મારતો જ નથી. આમ નજર સામે મારી રહ્યો છે, તોય કે હું કોઈને મારતો નથી. લોકો વિશેના સંસ્કારોનો નાશ તે જ લોકસંહાર છે. શું કીધું? લોકો વિશેના સંસ્કારોનો નાશ — આ લોક, પરલોક, આ અને આ લોકો આ બધું જ સમગ્ર ઓલ ટુગેધર, એટલે તમામ બધું કરતાં વિચાર છેવટે શું થઈ ગયો? કે સંસ્કારોનો નાશ છે તે જ લોકસંહાર છે, નાશ... ફોર્મેટ મારો હવે તો. ### નિયત કર્મની પ્રેરણા અને જ્ઞાની ગુરુ હવે નિયત કર્મની પ્રેરણા કેવી રીતે થાય છે, હે અર્જુન? પરિજ્ઞાતા: પરિજ્ઞાતા એટલે કેવો? તો કે પૂર્ણ જ્ઞાની મહાપુરુષો પાસેથી જ્ઞાન અને જાણવાની વિધિ જાણી લેવી, જ્ઞાન જાણી લેવું જોઈએ અને એ પ્રાપ્ત કરવાની વિધિ જાણી લેવી જોઈએ (How to). એ બે કર્યું એમ પરિજ્ઞાતા પાસેથી જાણો, પૂર્ણ જ્ઞાની હોવો જોઈએ, અધૂરો નહીં ચાલે.

એમાં પાછું કંઈક એકાદો આંકડો આઘો-પાછો થવાની શક્યતા રહી જાય ને! પેલું એડ્રેસ લખ્યું હોય એમાં એવું થઈ જાય, આ પાંચમી ગલી હશે ને આઠમી ગલી લખી કાઢી હોય તો પેલો માણસ ફરવા માંડે છે ને જેમ, એવી રીતના પછી થોડોક ફરતો થઈ જાય પેલો, એ જ થાય. એટલા માટે કીધું કે પૂર્ણ જ્ઞાનીને ખોળી કાઢજે. જ્ઞેય: જાણવા યોગ્ય વસ્તુ. શ્રીકૃષ્ણે અગાઉ પણ કહ્યું હતું કે, "હું જ જ્ઞેય છું." જાણવા યોગ્ય કોણ છે? હું, પરબ્રહ્મ સ્વયં જ્ઞેય છે, બીજું કોઈ જ્ઞેય નથી. કર્મ કરવાની પ્રેરણા મળે, તમે જ્ઞેયને જાણી જાઓ તો તમને કર્મ કરવાની પ્રેરણા મળે છે. જેમ કે તમે પરમાત્મા વિશે જાણો છો, તો એને પ્રાપ્ત કરવાની તમને પ્રેરણા મળે છે. શું મળી ગયું? પ્રેરણા. આમ તરત વિચાર આવી જશે, ઓહો! આવા પરમાત્મા છે તો હું એને કેવી રીતે પ્રાપ્ત કરું? પ્રેરક બળ ઉત્પન્ન થઈ જાય છે.

પ્રથમ તો પૂર્ણ જ્ઞાતા એવો કોઈ મહાપુરુષ હોવો જ જોઈએ, તેમની પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવવું તેની વિધિ જાણી લો. લક્ષ્ય જ્ઞેય પર હોય, લક્ષ્ય જ્ઞેય પર દ્રષ્ટિ હોય તો જ કર્મ કરવાની પ્રેરણા મળે છે; અને કર્તા એટલે કે મનની લગન. કર્તા કોણ છે? મન, એટલે મનની લગનથી કરણ — એટલે વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે; કારણ કે આપણે સત્કાર્ય કરી રહ્યા છીએ એટલે ત્યાં એની જરૂર છે, સત્સંપત્તિ કામ લાગશે. અને કર્મની જાણકારીથી કર્મનો સંગ્રહ થાય છે. કર્મની જાણકારી પ્રાપ્ત કરી લીધી એટલે કર્મનો સંગ્રહ થશે, કર્મ કરવા પાછળ કોઈ कारण રહેતું નથી, ન તો કર્મ છોડવાની કોઈ હાનિ પણ થાય. છતાં પણ લોકસંગ્રહ એટલે કે પાછળ રહેનારાઓના હૃદયમાં કલ્યાણકારી સાધનોના સંગ્રહ માટે તે કર્મ કરતો જ રહે છે. જ્ઞાની કર્યા જ કરે. જ્યારે જુઓ ત્યારે કે, "બાપજી બેઠા છે, શું કરે છે?" તો કે, "ધ્યાનમાં છે." પણ હવે તો એમને આત્મસાક્ષાત્કાર થઈ ગયો ને?

તો કે હા, થઈ ગયો. તો તો કંઈ નહીં, તો બસ એમના સાથે આમ ધ્યાન કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે થાય છે ને? હા, એટલે એ એમ બેઠા છે એટલા માટે પેલો જે નવો આવશે ને, તરત એને એમ થશે કે બાપજી પહોંચેલા છે. પછી ધીમે રહીને જરા આમ પગ બગ દબાવશે ને પછી કહેશે, "બાપજી, પ્રશ્ન કરું બેટા?" પછી કહેશે, "તમે પહોંચેલા છો?" પહેલી વાત, એટલે પેલા હસશે; એ હા ના કહે કોઈ દિવસ? "તમે પહોંચેલા છો?" એટલે એ હસશે. એલા, તને હજુ શંકા છે? તું મારી પાસે આવી ગયો તો પણ એમ, ઉપરથી એમ કે અંદરથી એમ કહે છે: "તને હજુ શંકા છે કે હું સાક્ષાત્ સાહેબ સામે બેઠો છું? તારી પરબ્રહ્મમાં શંકા થાય છે? જ્ઞાની પર શંકા કરો છો કે આ પહોંચેલો છે કે નથી પહોંચેલો?" ના, હું તમને બહુ આ સિરિયસ વાત છે એટલા માટે સમજાવવા માગું છું કે આ ભૂલો અમે પહેલા કરી બેઠા છીએ, તમે પ્લીઝ ના કરતા.

### સદગુરુનો પ્રોટોકોલ અને ગુણોના ભેદ અને કોઈ પહોંચેલો છે કે નથી પહોંચેલો એનાથી મારે તો કોઈ નિસ્બત જ નથી, તમારે એક જ રાખવાનું — મારે પહોંચવાનું છે. "તમે આમાં મારી શું સહાય કરી શકો છો?" એ કહે કે, "હું આટલી કરી શકું છું." ઓકે, એક્સેપ્ટ! તમને સ્વીકાર્ય હોય તો તમે સ્વીકારો, ના હોય તો તમે બીજા પાસે જાઓ, ને નહીં તો એને પૂછો કે, "હું ક્યાં જાઉં?" એટલે એ કહે છે કે, "તું ફલાણા પાસે જા." કેમ? તો કે, "તું મારો શિષ્ય નથી, તારો ગુરુ પેલો છે." એમ કરીને ઘણાને મોકલી દીધા છે એવા લોકોએ પણ. જે એ જો સદગુરુ છે ને, એનો એટીટ્યુડ છે ને ચેલા મૂંડવાનો ના હોય કોઈ દાડો, નંબર ભેગા કરવા, સંખ્યા ભેગી કરવી આવું બધું ના હોય. એ તો તરત કહી દેશે: "Go to him, આ બાબતમાં તું એને જ મળ યાર." આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોમાં એક પ્રોટોકોલ હોય છે, વકીલોમાં એક પ્રોટોકોલ હોય છે.

તો કે ભાઈ, "હું તો એમ કે સિવિલ કેસ જ કરું છું, તારો ફોજદારી છે ને એટલા માટે તું પેલાને મળ, પેલા વકીલને મળ." અને ડોક્ટરો બી એક રાખે છે પોતાનું પ્રેક્ટિસની અંદર. શું કરે છે? પ્રેક્ટિસ કરે છે, રોજેરોજ પ્રેક્ટિસ કરે અને પછી કહી દેશે કે, "ભાઈ જો, તું છે ને મારો કેસ નથી, એક કામ કર તું ફલાણા ન્યૂરોસર્જનને મળજે, કે એ તને કહેશે." કે, "સાહેબ! તમે ડોક્ટર ખરા ને?" તો કે, "હા, ડોક્ટર ખરો પણ તારો કેસ એ સોલ્વ કરશે." કરીને એને મોકલી આપશે. અને પાછા લટકામાં જોઈતું હોય તો કે, "લે, ચિઠ્ઠી લખી આપું કે ભલા માણસની, કે આ આવી રહ્યા છે, યોગ્ય કરજો." શું કે બસ, પેલા વાંચે તો ઓકે: "તમને પેલા ડોક્ટરે મોકલ્યા ને, વેરી ગુડ, આવો બેસો ચાલો, મૂડી નાખો કે કાં તો કાપી નાખો." જે બી સર્જરી કરવાની છે, કઈ પણ કરવાનું છે, બધું પૂરું કરી આપે તમને.

સેમ વે, સદગુરુ પણ આ જ કરે. એ ક્યારેય "આવી જા, આવી જા" ના કરતા હોય ક્યાંય. કોઈ ત્યાંથી આવ્યો હોય એને ક્યારેય નકારતા નથી, આવ્યો એને ખેંચતા નથી; આકર્ષણ-વિકર્ષણમાં એ પડતા નથી. એ તો સદગુરુ છે બેટા, છે બસ આનંદ છે, અને કોના સાથે પાછા? એ તો એક થઈને બેઠા છે. ત્યારે પછી આવી અદ્ભુત સ્થિતિ છોડીને એ તમારી જોડે વાત કરે ને, એટલે ઘણું કહેવાય. અને તે વખતે એ તો માત્ર નિમિત્ત બને છે, સ્વયં પરમાત્મા તમારી સાથે વાત કરે છે જ્યારે સદગુરુ તમને કંઈક કહે છે, બોલે છે. "Hear me out" એમ કહે છે, પરમાત્માનો આદેશ હોય છે પણ એ સદગુરુ માટે. જ્ઞાન, કર્મ અને કર્તાના પણ ત્રણ ભેદ છે પાછા. જ્ઞાનના ત્રણ ભેદ, કર્તાના ત્રણ ભેદ અને કર્મના પણ ત્રણ ભેદ છે; જો પ્રભુ, કેટલું સૂક્ષ્મ કર્યું છે કામ! જ્ઞાન વિશે બેસીને ધીરજપૂર્વક જાણવું, તે પણ વાસ્તવિક સ્વરૂપે યથાવત સાંભળવું, વાસ્તવિક સ્વરૂપે.

### જ્ઞાનના ત્રણ પ્રકાર: સાત્વિક, રાજસી અને તામસી પ્રથમ જ્ઞાનનો ભેદ સાંભળો: "જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન-ભિન્ન તમામ પ્રાણીઓમાં એક અવિનાશી પરમાત્માને વિભાગ રહિત, અખંડ અને સમરસ જુએ છે, તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ." પરમાત્મા કેવો છે? તો કે આ ચિદાકાશ અહીંથી ત્યાં સુધી નામ, બસ તું નાખી નજર પહોંચે કે ના પહોંચે ત્યાં સુધી બધે બસ આમ એકરસ, સમરસ થઈને રહેલો છે. તો પેલો કહે, "આ ચોપડીમાં છે?" તો કે હા, અહીંયા પણ છે, ઓતપ્રોત થઈને રહેલો છે કે છે. એના એક-એક પરમાણુમાંથી પસાર થઈ રહ્યો છે ચોપડીના. પરમાત્મા તો એવો છે કે... એટલે એવું એ જાણે છે, કેવો જુએ છે? અખંડ જુએ છે પરમાત્માને. સ્લાઈસો ના હોય, શું કે સ્કૂપિંગ ના કરી શકો તમે પરમાત્માનું, સમજાય છે? એ જે જ્ઞાન થયું તે સાત્વિક જ્ઞાન થયું. જ્ઞાન એ શું છે? તો કે પ્રત્યક્ષ અનુભૂતિ છે.

તમે આમ કરીને આમ બેસો ને તમે બસ આમ અનુભવ કરવા માંડો, ચિદાકાશ બસ બીજું કંઈ નહીં. એક ક્ષણની અંદર એ અનુભવ આવવાનો, જેવો તમારે શરૂ થયો પૂરું થઈ ગયું, તે તું છે. હવે જો તું છે, તો તું આ બધામાંથી પસાર થઈ શકે છે — દિવાલોમાંથી, આમાંથી, તેમાંથી ક્યાંયથી પણ થયો. અને એ બાબત ઉપર નિશંક હોવો જોઈએ પાછો, કેવો હોવો જોઈએ? નિશંક હોવો જોઈએ. "કે આના બ્રેનમાંથી બી, ત્યાંથી બી, ત્યાંથી બી, ક્યાંયથી બી હું ક્યાંય પસાર થઈ શકું છું, એટલો બધો સૂક્ષ્મતમ છે." માટે ચિદાકાશ. એ ચિદાકાશમાં તો આ આકાશ છે ને, એ પણ સમાયેલું છે અને આ આકાશને કોઈ કશું નથી કરી શકતું, એની પર લપેડા-બપેડા મારી નથી શકતું, આને વિકાર નથી લગાડી શકતું; તો પછી મને લગાડવાની તો વાત જ બહુ દૂર છે. એટલો બધો હું સૂક્ષ્મતમ છું અને પવિત્ર છું; કેવો છું? સૂક્ષ્મતમ છું અને પવિત્ર છું, મંગલમય છું, નિત્ય કલ્યાણ કરનારો છું બધાનું સદાય માટે.

બસ, આવો અનુભવ કરો અને બેસી રહો, તે જ્ઞાન એ પ્રત્યક્ષ અનુભૂતિ થવી જરૂરી છે. એની સાથે જ શું થશે? પ્રકૃતિના ગુણોનો અંત આવે છે, પ્રકૃતિ એન્ડ, ધી એન્ડ મૂકી દેશે કે ભાઈ, "હવે તું ચિદાકાશરૂપ થઈ ગયો, મારી મર્યાદાની બહાર જતો રહ્યો, ખ્યાલ આવ્યો?" આમ પેલો નાખે છે ને આમ લંગરિયા, લંગર નાખે આમ કરીને આમ, તેની પાસે રાજસી, સાત્વિક અને તામસી ત્રણ છે, તો આમ નાખ્યા કરશે ગમે તેમ કરીને પકડી રાખું કે ખેંચી લઉં કે છે, એને પ્રકૃતિ પોતાની અંદર ખેંચી લે. એને કે, "મારી લાઈનમાં રહેજે." કે પણ કોક કાળે એવું બને છે કે આને એવું જ્ઞાન ઉદ્ભવ પામે છે કે હું તો પરબ્રહ્મ છું, પરમાત્મા છું, અનાસક્ત છું, નિરાકાર છું, નિર્લેપ છું, સ્વયં પ્રકાશ છું; અને પાછું એને છેલ્લે કહી દે છે કે તો હું તો ચિદાકાશ સચ્ચિદાનંદ છું! એટલે પ્રકૃતિ પછી બે હાથ જોડી દે ત્યાં આગળ: "પ્રભુ!

ઠીક હૈ, જેસી આપકી મરજી, જય રામજી કી!" તરત ટળી દેશે પ્રકૃતિ કે હવે હું આમાં ગડબડ ના કરી શકું, બરાબર. એટલે આ જ્ઞાનની પાકટ અવસ્થા છે — સાત્વિક જ્ઞાન, ચિદાકાશ. જ્ઞાનની પાકટ અવસ્થા છે કયું? ચિદાકાશ સચ્ચિદાનંદ, સમજાઈ ગયું? હવે આગળ રાજસી જ્ઞાનની વાત કરીએ: "જે જ્ઞાન સૌ પ્રાણીઓમાં ભિન્ન-ભિન્ન પ્રકારે અનેક ભાવોને અલગ-અલગ પાડીને જુએ છે કે આ સારું છે, આ ખરાબ છે, આ સફરજન સડેલું છે અને આ બહુ મીઠું; એવા જ્ઞાનને તું રાજસી જ્ઞાન જાણ." આ પણ એક વૃત્તિ છે, રાજસી એટલે રાજસી વૃત્તિથી આવનારું જે કંઈ છે, ક્રિયા કરવાથી એ બધું જ્ઞાન કેવું હશે? રાજસી જ્ઞાન હશે. હવે આવી સ્થિતિ જો તમારી હોય તો તમારું જ્ઞાન કેવું છે ભાઈ? રાજસી જ્ઞાન છે. હવે એમાં જો કરેક્શન લાવવાનું હોય તો તમે જોઈ લો ભાઈ. હવે તામસી જ્ઞાન જોઈએ: શરીર જ સર્વ કંઈ છે (My body, I am), એ જે બાબત છે, એટલામાં જે જ્ઞાન આસક્ત છે, દેહનો જેને મોહ છે, યુક્તિ રહિત એટલે કે જેની પાછળ કોઈ ક્રિયા નથી, તત્ત્વના અર્થસ્વરૂપ પરમાત્માની ઓળખથી વિમુખ કરાવે છે તેવું અને તુચ્છ છે; એવા જ્ઞાનને તામસ જ્ઞાન કહ્યું, તામસી જ્ઞાન કહેવામાં આવે.

આ વાત અહીં પૂરી થઈ. ### કર્મના પ્રકાર: સાત્વિક, રાજસી અને તામસી હવે કર્મના પ્રકારો વિશે: જે કર્મ નિયત વિધિથી નિર્ધારિત કરેલું છે શાસ્ત્રોની અંદર, અન્યથા નથી ત્યાં જ છે, જે શાસ્ત્રવિદિત છે એ કર્મને નિયત કહેલું છે. કોઈ પણ પ્રકારના સંગદોષ અને ફળની ઈચ્છા ન રાખનારા પુરુષ દ્વારા, રાગ-દ્વેષ રાખ્યા વગર જે કર્મ કરાય, તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. સંગદોષ ના હોવો જોઈએ અને ફળની આકાંક્ષા ના હોવી જોઈએ, અને કર્મ થાય, સંપૂર્ણ કર્મ થાય, સુંદર રીતે થાય, તો એને સાત્વિક કર્મ કહેવામાં આવે; પણ એ પણ બંધન તો છે જ, ઉપર ઊઠવું પડશે હજી એનાથી પણ. સાત્વિક કર્મ કરનારને સાનુકૂળતાઓ થાય છે; જો એને નિમિત રૂપે કોઈ જ્ઞાની મળી જાય, તો એ પરમાત્મા બની જાય. આ પૃથ્વી પર અત્યારે પણ એટલા બધા ઘણા સાત્વિક લોકો રહેલા છે અને છતાંય માર્યા-માર્યા ફરે છે, એમને જ્ઞાની મળતા નથી, એમને જ્ઞાન મળતું નથી.

આ સ્થિતિ તો છે જ, નિમિત મળવું જોઈએ દરેક વસ્તુમાં. કર્મ થવાના પાંચ કારણો આપી દીધા તમને પહેલાં, આ પાંચ વસ્તુઓ ભેગી થવી જોઈએ, પહેલાં જ તમને આગળ શીખવાડી દીધા પાંચે-પાંચ સાંખ્ય મત પ્રમાણેના. એ પાંચે-પાંચ ભેગા થશે ત્યારે થશે; કર્મ કરનારું મન, એ પાંચ બતાવ્યા હતા ને? એ વસ્તુઓ છે. હવે કહે છે કે નિયત કર્મ એટલે કે આરાધના એ ચિંતન છે અને તે પરમ તત્ત્વમાં પ્રવેશ અપાવે છે. જે કર્મ અતિશય મહેનતભર્યું હોય, ફળની ઈચ્છા રાખનારા અને અહંકારી પુરુષ દ્વારા થતું હોય, તેવા કર્મને રાજસ કર્મ કહેવામાં આવે છે, રાજસી કર્મ કહે છે. આ પુરુષ પણ તે જ નિયત કર્મો કરે છે, પરંતુ ફેર એટલો છે કે તે કર્મફળની ઈચ્છાવાળું અને અહંકારવાળું હોય છે. તો મોટા ભાગના કર્મો કેવા છે? રાજસી કર્મો છે, અને એટલા માટે મોહનીય પેદા કરે અને લોકો એમાં ખૂંપેલા ને ખૂંપેલા રહે છે.

આથી તેના દ્વારા કરાયેલું ફળ એ રાજસ કર્મ છે. હવે તામસ કર્મ વિશે જોઈએ: જે કર્મ અંતે તો નાશ થનારું જ છે, હિંસા અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ફક્ત એક મોહવશ શરૂ કરી દેવામાં આવ્યું હોય, તેવું કર્મ તામસ કર્મ છે. "હજાર વખત વાંચીશ!" હવે આપણે આંખોની એ ના હોય, બેસાતું ના હોય, આપણે નક્કી કરી નાખ્યું હોય અને પછી બસ તાણે રાખે, તાણે રાખે. તો હવે વાંચન તો એ હજાર કરે છે પણ વાંચવામાં ભલીવાર આવતો નથી, રોજ શું વાંચે છે ભગવાન જાણે; તો પછી આવી રીતે તામસ કર્મ બની જાય છે એ, ભલેને શાસ્ત્ર તે વખતે વાંચે છે તો પણ. એવી રીતે એ ક્રિયા જે છે એનું ફળ નાશ પામે. શક્તિ અનુસાર, હેસિયત છે ને ભાઈ, એટલું જરાક જોઈ લેજે, પછી તું કર. એનાથી મોટો કૂદકો મારી દીધો હોય તો તકલીફ પડે ને પછી! એટલા માટે સ્પષ્ટ છે કે એ શાસ્ત્રનિયત કર્મ નથી, એ કેવળ એક ભ્રાંતિ છે.

### કર્તાના લક્ષણો: સાત્વિક, રાજસી અને તામસી હવે કર્તાના લક્ષણો જોઈએ: "જે કર્તા સંગદોષ રહિત થઈને, અભિમાનથી વચન બોલ્યા વગર, ધીરજ અને ઉત્સાહયુક્ત થઈને, કાર્યમાં સફળતા-નિષ્ફળતા, હર્ષ કે શોક વગેરે વિકારોથી સર્વથા પર રહીને કર્મ કરે છે, તે કર્તા સાત્વિક કર્તા કહેવાય છે." ધીરજ રાખે છે, ઉત્સાહથી કાર્ય કરે છે, અભિમાનથી બોલતો નથી અને સંગદોષ રહિત છે. "ચાલોને આપણે ચાલવા જઈએ સવારે, મોર્નિંગ વોક તો કરવું જ જોઈએ ને!" પછી સંગદોષ ખોળવા માંડે, "આ લાગી ગયો બરાબર!" એવું બધું નહીં. કોઈ આવે કે ના આવે, ચાલવું છે નક્કી થયું ચાલવા માટે, પછી તને જ ને! જો કોઈ સંગ મળવાનો હશે તો મળશે ને, તારે સંગ કરવો જ શા માટે પાછો? તારો પર્પઝ શું છે? વોક, ધેન ડુ ઈટ, વાત ખતમ! પાછું ચાલે છે જોડે-જોડે પછી સંગદોષ આવશે એટલે બધી વાતોચીતો શરૂ થશે: આનું શું, પેલાનું શું, પેલાનું શું!

હવે જે સમય અડધો કલાક નક્કી કર્યો છે કે આ વોક કરવા જાઉં છું, તે વખતે હું જ્યારે જ્યાં-જ્યાં જઈશ ત્યાં કેવળ બ્રહ્મ જ જોઈશ. આપણે શુદ્ધાત્મા જોવા નીકળતા હતા ને? અડધો કલાક માટે તમે બ્રહ્મ જ જોવા નીકળો બસ, સહજ ભાવે જે જે દેખાય છે તે બધું કેવળ બ્રહ્મ છે, બ્રહ્મ... અડધો કલાક, આહા અદ્ભુત! અને પેલો આવ્યો, "તો કાલે કેમ નહોતા આવ્યા?" પછી આ તરત બહાના કાઢવા માંડે: પગ દુખતો હતો, આમ હતું, ફલાણું હતું, અહીં જવાનું હતું, રાતે મોડો આવ્યો! ૨૫ કારણોમાંથી ગમે તે એક સાચું-જૂઠું સમજાવી જાય છે પેલાને. પેલો કહે, "હા, કશો વાંધો નહીં." પછી પાછો કહે, "મારે એવું જ હતું." શું કહે છે? "મારે એવું જ હતું એટલે હું કાલ ના આવ્યો." એટલે એલ્યા ભાઈ! તું નહોતો આવ્યો એ તો આણે પૂછ્યું નથી, પણ તું વાયડો થઈને એને પૂછે છે, કાલે કેમ નહોતો આવ્યો?

એનો ઉધડો લે છે ઉપરથી, જોઈ છે તમે! આવી પ્રજા થઈ ચૂકી છે, બહુ જબરજસ્ત આમ હિંગના ગાંગડા છે બધા. શું થઈ ગયા છે? આજ ઉત્તમ સાધકના લક્ષણો છે. "નિયત કર્મ એ જ આસક્તિવાળા કર્મના ફળની ઈચ્છા રાખનારા, લોલુપ એટલે કે લાલચુ, જીવો આત્માને કષ્ટ પહોંચાડનારા, અપવિત્ર અને હર્ષ-શોકથી લિપ્ત કર્તાને રાજસી કર્તા ગણ્યો છે." જે ચંચળ મનવાળો છે, જે અસભ્ય છે, જે ઘમંડી છે, ધૂર્ત છે અને બીજાના કાર્યોમાં વિઘ્ન કરનારો છે... આ ભાઈ આમને આપતા હોય ને કંઈક પૈસા, "તમે આટલા બધા પૈસા એને ના આપી દેશો!" લો, આણે પાડ્યો અંતરાય, વિઘ્ન કર્યો આણે. ધન લાભ થતો હતો ભાઈ એને, જરૂર હતી, અને આ સમજીને જાણીને આપતા હતા; પણ આ વાયડો પાછો હિંગનો ગાંગડો કૂદ્યા વગર રહે જ નહીં: "તમે આટલા બધા ના આપતા!" પાછો કારણ આપી દેશે: "એને જુગારની ટેવ છે, બધા વેડફી નાખશે, ઘેર નહીં લઈ જાય." એમ તે જુગારીને ઘરબાર હોય, છોકરો હોય, તો છોકરાને ટ્યુશનની ફી ભરવા માટે પૈસા તમે કીધા હોય ને તમે અમને આપતા હોય, તો આમાં પાછો વચ્ચે આડો આવે.

એટલે પાછા એવાને તમારે સમજાવવો પડે કે ના, એના માટે નથી. ત્યાં સુધી ટાઢવો પડે, ઉછળી-ઉછળીને બોલે: "આપતા જ નહીં બિલકુલ ના આપતા, કે મેં પહેલા આપ્યા હતા, જઈને રમી આવ્યો હતો." એટલે તે દિવસે એ જુગારીપણું હતું એનામાં, એની વૃત્તિ હતી, અત્યારે નથી; તેં તપાસ નથી કરી, એવું બને કે ના બને? બને. ### અવળચંડાઈ અને તામસ કર્તા એ પૈસા તમે કદાચ એને કોઈક એના ફાધરની દવા માટે હેલ્પ થાય કરીને આપ્યા હોય, હવે જો એ દવા ના મળે એને સમયસર, તો એના ફાધરને તકલીફ થાય કે ના થાય? જો, જવાબદારી હવે કોણ લેશે? આજે કર્મ ઊભું થયું છે તેની તમે બતાવો. એટલે આવી રીતે અવળચંડાઈ કરી-કરીને લોકોએ ઉપરથી બધું બહુ ગૂંચવી કાઢ્યું, અને પછી બૂમો પાડે ને પછી ઘેર આવીને અગરબત્તી ફેરવીને હનુમાન ચાલીસા કરે: "હનુમાનજી, મારી મદદ કરજો!" પેલો કહે, "એ ગદા મારીશ તારી મદદમાં, એવો ગોબો પાડી આલીશ કે સીધોદોર થઈ જઈશ!" હા, એટલે આ અસભ્ય છે આ લોકો, ઘમંડી છે અને પાછા કેવા છે?

ધૂર્ત છે, બીજાના કાર્યોમાં વિઘ્ન નાખનારા છે. પછી શોક કરવાના સ્વભાવવાળા છે; કોકને ફાયદો થતો હોય તોય આને દુઃખ, પેટમાં ચૂક આવે એટલું બધું કે ના પૂછવાની વાત! "અરરર! આને ફાયદો થઈ ગયો!" અંદર તો એને ખબર હોય કે હું રહી ગયો, બસ આ એક જ વાત હોય એને, બીજું કશુંય નથી એને. કાં તો પૈસા જોઈતા હોય, માન જોઈતો હોય, મોભો જોઈતો હોય, મરતબો જોઈતો હોય; જે જોઈતું હોય એ ના મળ્યું એટલે બસ એને વિઘ્ન ઊભું થઈ ગયું છે. એટલે જો, વિઘ્નહર્તા તો હોય જ છે પણ વિઘ્નકર્તા પણ હોય બધા બહુ બધા છો, એટલે બધા સ્તુતિ કરવાની તમારે કે, "ભાઈ! તમે હવે મહેરબાની કરીને મારા જીવનમાં આડા ના આવશો, હવે આડા ના આવશો." આળસુ હોય છે પાછા આવા લોકો, કેવા હોય? આળસુ હોય અને કેવા પાછા? દીર્ઘસૂત્રી હોય, બહુ લાંબુ કાંતેલું હોય એમણે. એટલું બધું ચિત્રામણ કરીને મૂકી દીધેલું હોય, ગૂંચવી કાઢ્યું હોય ટૂંકમાં બધું; કંઈ પણ આપોને એટલે ગૂંચવી કાઢે સખત રીતે.

સરસ નમૂનો અમે હમણાં પેલા પિક્ચરમાં જોયો હતો — "ગુડ બાય" પિક્ચરમાં. પેલા ભાઈ છે ને, આશિષ વિદ્યાર્થી, દીર્ઘસૂત્રી બતાવ્યા છે એને. જોશો એટલે ખબર પડી જશે કે દીર્ઘસૂત્રી એટલે કેવા માણસો હોય, એનો પરફેક્ટ એક્ઝામ્પલ બહુ સુંદર રીતે એણે કર્યું, જોઈ લેજો. એટલે આમ દીર્ઘસૂત્રી છે, તો આવા પ્રકારના જે કર્તા છે એ બધા તામસ કર્તાઓ છે. તમસ જ પેદા કરે ને કરાવે, અને એના સંગમાં જે આવે એ બધાયને તમસ વ્યાપે પાછું ઝેરની જેમ. તમસ શું છે? ઝેર જેવું છે એટલે વ્યાપે તરત જ. આમ પરફ્યુમની જેમ એ ઇવેપોરેટ ના થાય, ઈટ લિંગર્સ (It lingers) અને અસર કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. આ આને અડ્યો, આને તમસ લાગ્યું; આ આગળ ગયો, એ જેને અડ્યો એ બધાને લગાડે, એટલે કન્ટેજીયસ છે (Contagious). એનો નેચર કેવો છે? તામસનો કન્ટેપી છે, બધાને બીમાર કરીને મેલી દે; એટલે આવા પ્રકારનો તામસ કર્તા છે.

દીર્ઘસૂત્રી એટલે કેવો? કે જેની કર્મ કરવાની ઈચ્છા તો હોય પરંતુ તરત જ કર્મ કરવાનું ટાળે, કાલે કરીશું, પછી કરીશું. આમ કર્તાના બધા લક્ષણો પૂરા થયા. ### બુદ્ધિના ત્રણ પ્રકાર: સાત્વિક, રાજસી અને તામસી હવે યોગેશ્વરે પાછો નવો પ્રશ્ન ઉપાડ્યો: "તો હે ધનંજય! ગુણોને કારણે બુદ્ધિ અને ધારણા શક્તિના ત્રણ પ્રકારો તું સંપૂર્ણપણે વિભાગપૂર્વક મારી પાસેથી સાંભળ." "હે પાર્થ! પ્રવૃત્તિને અને નિવૃત્તિને, કર્તવ્યને અને અકર્તવ્યને, ભયને અને અભયને, બંધનને અને મોક્ષને જે બુદ્ધિ સાચી, યથાર્થ રીતે જાણે છે, તે બુદ્ધિ સાત્વિક છે." સાત્વિક બુદ્ધિના માટે શું કહી દીધું? પ્રવૃત્તિ કર્મ અને નિવૃત્તિ કર્મ, ક્યાં કેટલું કેવી રીતે, એ બધું જ એમાં આવી ગયું. પ્રવૃત્તિ વિશે તમામ બાબતો, એવી રીતે નિવૃત્તિને, કર્તવ્યને અને અકર્તવ્યને. એટલે જે કંઈ કરવા યોગ્ય છે તે વસ્તુ અને જે કરવા યોગ્ય નથી એવી વસ્તુઓ; બંધન શેનાથી થઈ રહ્યું છે અને મુક્તિ કેવી રીતે થાય, આટલી વસ્તુઓ જે જાણતો હોય...

ચાર દુના આઠ પણ દરેક ખાનામાં એક-એક બરાબર યથાર્થ રીતે ગોઠવાયેલું હોય. આઈટમ આમ રેન્ડમ ફેંકી દેશો તો નહીં ચાલે, એકાદું આઘું-પાછું હશે તો નહીં ચાલે. તો એવો માણસ જે છે તે સાત્વિક છે; એટલે કે પરમાત્માનો માર્ગ છે આવા ગમન પથ, બંનેની સારી રીતની જાણકારી એ સાત્વિક બુદ્ધિ છે. "જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મને, અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને સારી રીતે જાણતો નથી — અધૂરું જાણે છે, પૂરું જાણતો જ નથી, એ બુદ્ધિ કેવી છે? રાજસી બુદ્ધિ છે." અધકચરૂ જ્ઞાન છે એ રાજસી બુદ્ધિ છે, પરિપક્વ બુદ્ધિ છે તે સાત્વિક બુદ્ધિ છે; એને એ રીતે જુઓ. હવે તમોગુણ વિશે, તમોગુણી બુદ્ધિ વિશે વાત કરે છે: તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ, એ શું કરે છે? અધર્મને ધર્મ માને છે. એનું વિઝન જ બગડેલું છે. પેલા ભેંગા ફરતા હોય ને, એવા પ્રકારની હાલત કરીને મૂકી છે; તમામ હિતોને ઉલ્ટા જ જોવે છે.

કોઈક આમ કહે ને કે, "આ તમારા હિતની વાત કરું છું." તો એ પેલો એમ જ સમજે કે આનો કંઈક લાભ લાગે જ છે ચોક્કસ મને, આવી રીતે. તો દરેક સારી વસ્તુઓની અંદર એક આણા પાડવાનું ચાલુ કરી દે ટૂંકમાં. બુદ્ધિથી એમાં કંઈક ને કંઈક દોષ ખોળે, ખામી ખોળે અને પછી એને ખૂતર્યા કરે બેઠો-બેઠો, એ તામસી બુદ્ધિ છે. ### ધારણાના પ્રકાર અને ચિંતન હવે ધારણાના ત્રણ प्रकारો વિશે વાત કરે છે. હવે બુદ્ધિ પતી ગઈ બરાબર, પાંચ પ્રકારની વસ્તુઓ આવી ગઈ ને! પહેલાં મન આવ્યું, પછી કર્તા તરીકે મન આવી ગયું, હવે આ બુદ્ધિ વિશે પ્રવૃત્તિઓ આવી ગઈ અને હવે બુદ્ધિની વાત કરી. હવે છે ધારણા, ધારણાના ત્રણ પ્રકાર: યોગે અને યોગિક પ્રક્રિયા દ્વારા અવ્યભિચારિણી ધારણા. યોગ ચિંતન સિવાય બીજો કોઈ પણ વિચાર આવવો એ વ્યભિચાર જ છે, આ શ્રીકૃષ્ણ કહે છે. ઈશ્વર ચિંતન સિવાય કોઈ બીજી પણ જગ્યાએ જેવું તમારો મન ભટક્યું, એટલે વ્યભિચાર શરૂ થઈ ગયો છે.

અભિચાર વ્યભિચાર છે તે, મનનું બહેકવું એ વ્યભિચાર છે. આથી મનુષ્ય અવ્યભિચારિણી ધારણાથી મન, પ્રાણ અને ઇન્દ્રિયો — ત્રણેયને કાર્યશીલ રાખે, તેવી ધારણા સાત્વિક ધારણા. કોને કોને રાખવાના? કાર્યશીલ રાખવાના છે મનને, પ્રાણને અને ઇન્દ્રિયોને. પ્રાણ દ્વારા ઇન્દ્રિયો કામ કરશે, પ્રાણ દ્વારા જ મન કામ કરશે. ત્રણેયને પાછા કેવા રાખવાના કીધું? કાર્યશીલ રાખવાના, પણ કાર્ય કયું કરવાનું? નિયત કાર્ય કરવાનું, સમજાયું ને પાછું! એટલે આ પણ સાત્વિક, એવી રીતે થાય તો એ ધારણા સાત્વિક ધારણા થઈ જશે, આમ પૂરી લિંક આવવી જોઈએ આખી બાબતની અંદર. બીજું કહે છે આગળ: "ફળની ઈચ્છાવાળો મનુષ્ય અતિશય આસક્તિથી કેવળ ધર્મ, અર્થ અને કામની ધારણા કરે છે, પણ મોક્ષની નહીં." મેં એવા ઘણા લોકો સાંભળ્યા છે કે, "ભવેભવ અમને તો ભક્તિ આપજો!" એવું બોલે, તો આપણે એને સમજાવીએ કે, "ભાઈ!

આમાં તને બધું તો મળી ગયું, હવે તો તું મોક્ષ વિશે કંઈક વિચાર." આપણે તો આ જ કહે છે, આમાં જ રહેવાનું. હવે એમને એમના પિતાશ્રીએ શીખવાડ્યું હોય કે ગુરુએ શીખવાડ્યું હોય કે જે એમનો સમાજ હોય એ લોકોએ શીખવાડ્યું હોય, પણ બસ એક એવો આખો વર્ગ છે આવો કે જે સદૈવ આ જ વિશે વિચાર કરે. અને જૈનને ત્યાં જન્મેલો દીકરો હશે તે દીક્ષાનો જ વિચાર કર્યા કરતો હોય કે, "ક્યારે હું મોક્ષ જતો રહું!" એટલે આપણી એક બાબત તો ધારણા થાય છે પહેલેથી આ બધી બાબતોની, એટલે આવી ધારણા જે કરે છે ધર્મ, અર્થ અને કામ — એમાં ધર્મ વિશે તો એ કંઈ બહુ જાણતો બી નથી હોતો, અધકચરૂ જ્ઞાન છે એનું. શું? યથાર્થ ધર્મ વિશે જાણતો નથી, અર્થ વિશે પણ એ કંઈ જાણતો નથી, બસ એને તો બધું જોઈએ છે, એવો પાવર જોવે છે એને કે જેના વડે તમામ અવસ્તુઓ જે છે તે બધી એકઠી કરી શકે અને આધિપત્ય ભોગવી શકે.

"મારી પાસે ૧૦૦ વીઘા જમીન છે, ૨૦૦ તોલા સોનું છે..." પૂરું થઈ ગયું! અને કામનાનો તો કે અંત જ નથી. આ પૃથ્વીનો અંત આવે છે કોઈક જગ્યાએ, પણ એની કામનાનો અંત આવતો નથી, એટલે એ મોક્ષની ઈચ્છા કોઈ દિવસ કરે જ નહીં. આવી ધારણા જે છે તે રાજસી છે. હવે આ ધારણામાં પણ લક્ષ્ય તો એ જ છે ને, કેવળ ઈચ્છાઓ કરે છે. જે કંઈ કરે છે તેના બદલામાં એને કંઈક જોઈએ: "આમાં મારું શું કમિશન? કાટ કે લૂંગા!" તો કે ઠીક છે. હવે તામસી ધારણાના લક્ષણો જુઓ, એ કહે છે કે: "હે પાર્થ! દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધારણાથી નિદ્રા, ભય, ચિંતા, દુઃખ અને અભિમાનને છોડ્યા વગર ધારણ કરે, તેવી ધારણાઓ બધી કેવી છે? તામસી છે." આ વાત હવે અહીંયા પૂરી કરીએ. ### સુખના પ્રકાર: સાત્વિક, રાજસી અને તામસી હવે આગળ, આગળ શું? સુખ, એના વિશે વાત કરે છે. "અર્જુન! હવે ત્રણ પ્રકારના સુખ વિશે પણ તું સાંભળ." જો, કેટલી બધી ઝીણી-ઝીણી વાત કરેલી છે ખરેખર તો, કોઈ કોઈ ચોપડી જુએ તો ખબર પડશે.

"હવે ત્રણ પ્રકારના સુખ અંગે પણ તું સાંભળી લે: જે સુખમાં સાધક અભ્યાસમાં લીન થાય છે — અભ્યાસ કોનો? અર્થાત મનને સમેટીને ઈશ્વરનું ચિંતન કરે, અને જે દુઃખોનો અંત કરનારું છે તેને સુખ." આવું સુખ સાધનાની શરૂઆતમાં ઝેર સમાન લાગે છે. શરૂઆત કરશે ત્યારે તો એવું થઈ જાય કે ના પૂછો, બધું છોડીને ભાગવું છે ગમે ત્યાં, આ તો બહુ દુઃખદાયી છે. તો સાધના દુઃખદાયી છે, એનો જો અભિગમ જ કેવો છે શરૂઆતથી જ આવો, રોતા-રોતા, પછી શું કરે ખોટે-ખોટે! જે આવી રીતે સુખમાં સાધક અભ્યાસમાં લીન થાય, એટલે કે મનને સમેટીને જો ઈશ્વરનું ચિંતન કરે છે અને જે દુઃખોનો અંત કરનારું છે, બધા દુઃખો દૂર થઈ જાય; આવું સુખ સાધનાની શરૂઆતમાં કેવું લાગે? તકલીફદાયી લાગે, બહુ અતિશય કષ્ટ પડે. એ કે પ્રહલાદને શૂળીએ ચડાવ્યો, મીરાંને ઝેર આપ્યું, તમને પણ ખૂબ-ખૂબ આકરું લાગે; પરંતુ પરિણામે તે જ અમૃત સમાન છે, અમૃત તત્ત્વની પ્રાપ્તિ કરાવે એવું છે.

અમૃત તત્ત્વ એટલે શું? પરમ તત્ત્વ, એની પ્રાપ્તિ કરાવી દેશે તમને, છે તૈયારી? આથી આત્માની શોધ કરીને પ્રસાદી રૂપી ઉત્પન્ન થયેલું સુખ... શું કીધું? આત્માની શોધ કરીને, અન્વેષક બનવાનું છે, સંશોધન કરવાનું છે કે આત્મા કોણ છે, ક્યાં છે કે "હું શું છું?" એવી રીતે એને શોધવાનું છે. પ્રસાદી રૂપી, એ શોધ કરતાં-કરતાં જે ઉત્પન્ન થાય છે તે સુખ છે અને તે પ્રસાદી રૂપે પ્રાપ્ત થાય છે એને, તેને સાત્વિક કહેવામાં આવે છે, પ્રસાદ હંમેશા સાત્વિક હોય. જે સુખ વાસના અને ઇન્દ્રિયોના સંયોગથી... વાસના અને ઇન્દ્રિયો — જોવાની ઈચ્છા છે અને આંખને જોવાનું છે બરાબર, અને પછી એ જુએ છે કોઈ પણ વિકારી વસ્તુ, અથવા વસ્તુ તો ન્યૂટ્રલ છે આગળ કીધું હતું એમ પણ એની દ્રષ્ટિ વિકારી છે કે, "હું આને ભોગવું." દ્રષ્ટિ વિકારી થઈ ગઈ છે તો એવું છે, તે તકલીફદાયી છે.

એટલે એવું જ્યારે થાય છે ભોગવવાના સમયે, તો એને અમૃત જેવું લાગે છે પણ પરિણામ કેવું છે? ઝેર છે; કારણ કે તે જન્મ, મૃત્યુ અને યોનિઓમાં ભટકાવે છે, કારણ કે આ તો ગઈ નીચે અધોગતિમાં. હવે આમાં એને પાછળ ગોળ-ગોળ ફર્યા કરશે, સમજાય છે? એટલા માટે એને કીધું ઝેર સમાન થઈ જશે, તું અત્યારે તો સુખ માને છે એને, આવું ના કરતો, ભગવાનની સલાહ એવી છે. એટલે ધ્યાન રાખજે એમ કે — આ સુખને રાજસ સુખ કીધું. તો પણ શું? કારણ કે તમને અમુક તો પ્લેઝર પ્રિન્સિપલ છે ને એની અંદર, એટલા માટે. ત્રીજાની અંદર તો કેવું છે કે, "જે સુખ ભોગ દરમિયાન પણ અને પરિણામમાં પણ આત્માને મોહમાયામાં ફસાવનારું છે, દુનિયા રૂપી રાત્રિમાં બેહોશ રાખનારું, આળસ અને વ્યર્થ ચેષ્ટાઓથી ઉત્પન્ન થયેલું એવું સુખ તામસી સુખ કહેવાય છે." ### ત્રણ ગુણોનો વ્યાપ અને નારાયણ પૂજા હવે યોગેશ્વર શ્રીકૃષ્ણ ગુણોની શક્તિ બતાવે છે, જે બધાની પાછળ લાગેલી છે અત્યારે.

"પૃથ્વીમાં, સ્વર્ગમાં અને દેવોમાં એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણ ગુણોથી રહિત હોય." શું કહે છે? એવું કોઈ પ્રાણી નથી, ક્યાં આગળ? પૃથ્વીમાં પણ, સ્વર્ગમાં પણ, મતલબ દેવો પણ આવી ગયા, અને ચોખ્ખું અલગથી લખ્યું પાછું કે દેવોમાં પણ એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણ ગુણોથી રહિત હોય. અર્થાત બ્રહ્માથી માંડીને કીટ-પતંગ સર્વ જગત ક્ષણભંગુર છે. કેવું? એક ક્ષણમાં ખતમ થઈ જાય એવું, અને દરેકનું જીવન કેવું છે? તો કે મરણશીલ છે, મૃત્યુ તરફ ધસમસ્તો જઈ જ રહ્યો છે જે જન્મ્યો છે તે. દરેક એમ કે ત્રણ ગુણોની અંદર જ છે. અર્થાત દેવો પણ ત્રણ ગુણોનો વિકાર જ છે અને નશ્વર છે, દેવો પણ ગુણોનો વિકાર છે એમ કહે છે અને નશ્વર છે, ભલે સાત્વિક છે પણ બંધાય છે, બંધનમાં છે. બહારના દેવતાઓની વાત યોગેશ્વરે અહીં ચોથી વાર કરી પાછી ફરી.

પહેલી વખત સાતમા અધ્યાયમાં કરી, બીજી વખત નવમા અધ્યાયમાં કરી, ત્રીજી વખત એમણે ૧૭મા અધ્યાયમાં કરી હતી. હવે ૧૮મા અધ્યાયમાં દેવતાઓ પણ ત્રણ ગુણોની અંતર્ગત છે એમ કન્ફર્મ કરે છે અને પછી કહે છે કે જે એને ભજે છે તે નશ્વરની પૂજા કરે છે, નાશવંત જ છે, ખતમ જ થઈ જનારું છે. અને છતાંય એની પૂજા જ કરે છે લોકો, તો એની પૂજા કરનારા પણ છેવટે નાશ પામ્યા કરે. પણ જો તારે અમૃત તત્ત્વ પ્રાપ્ત કરવું હોય કે અમર થવું હોય, તો આ એક પ્રશસ્ત માર્ગ છે કે જે તને બતાવી દીધો. એના પર તું જો ચાલીશ તો અવશ્ય તું ત્યાં પહોંચીશ. સ્ત્રી-પુરુષ પ્રેમ માટે શંકર-પાર્વતીની, આરોગ્ય માટે અશ્વિની કુમારોની, વિજય માટે ઇન્દ્રની તથા ધન માટે કુબેરની પૂજા કરે છે. વિભિન્ન કામનાઓ બતાવીને અંતમાં નિર્ણય આપતા એમણે જણાવ્યું કે સંપૂર્ણ કામનાઓની પૂર્તિ અને મોક્ષ માટે એકમાત્ર નારાયણની પૂજા કરવી જોઈએ.

કોની પૂજા કરવી જોઈએ? નારાયણની પૂજા કરવી જોઈએ, "ૐ નમો નારાયણાય". સર્વવ્યાપક એવા પ્રભુનું સ્મરણ કરવું, જેના માર્ગદર્શન માટે સદગુરુનું શરણ, નિષ્કપટ ભાવથી એમને પ્રશ્ન કરો, એમની સેવા કરો, એ જ એકમાત્ર ઉપાય છે. અંતઃકરણની બે પ્રવૃત્તિઓ છે: એક આસુરી અને એક દૈવી. એમાં દૈવી સંપત્તિ જે છે તે પરમ તત્ત્વનું દર્શન કરાવે, આથી દૈવી કહેવાય. પરંતુ આ સંપત્તિ પણ ત્રણ ગુણોમાં સમાવિષ્ટ થયેલી જ છે. ગુણ શાંત થતાં એની પણ છેવટે શાંતિ થઈ જાય છે, એ પણ નિવૃત્ત થઈ જાય છે. ત્યારબાદ આવા આત્મતૃપ્ત, એટલે કે આત્માથી તૃપ્ત, આત્મામાં તૃપ્ત એવા યોગીને માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી, એને કરવાપણું નથી કશું. એ કરે છે એવું એવું જે લાગે છે, તે તો લોકોના માટે કરે છે — જનહિતમેં જારી! ### વર્ણ વ્યવસ્થાનું સાચું સ્વરૂપ હવે વર્ણ વ્યવસ્થાનો પ્રશ્ન લીધો એમણે.

જો, ભગવાને કેટલું બધું આપી દીધું છે! ઓહો! અઢળક છે ને, આ ભગવાન આપે છે જો! એટલે આવું હોય, વર્ણ જે છે તે જન્મ પ્રધાન છે કે કર્મોથી પ્રાપ્ત, કે પછી અંતઃકરણની યોગ્યતાનું નામ છે? આ પ્રશ્ન છે, ત્યારે કહે છે કે: "હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના કર્મથી ગુણોનું વિભાજન કરવામાં આવ્યું છે." શેનાથી કરવામાં આવ્યું છે? એમના કર્મોથી. આ ચાર વર્ણ વ્યવસ્થા ઊભી થઈ છે તે જન્મે કરીને નહીં, એટલે કે આ જ બ્રાહ્મણ કહેવાય એવું નહીં; એનું કર્મ શું છે, એ શું કરી રહ્યો છે તેના આધારે. એટલે કર્મથી ગુણોનું વિભાજન કરવામાં આવ્યું છે, એટલે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ આ બધું શું છે? તો કે ગુણો છે, એ ગુણોને આધારિત છે. સ્વભાવમાં સાત્વિક ગુણ હશે તો તેનામાં નિર્મળતા હશે, કપટ નહીં હોય, ધ્યાન-સમાધિની ક્ષમતા હશે; કારણ કે સ્ટેઇંગ પાવર છે, ધીરજ રાખી હશે ખૂબ.

બસ આમ બેસી રહેશે, બેસી રહે બધું તપી ગયું અહીંયા ધમધમાઈને. અરે યાર! બેસી રહેવામાં તો બહુ તપી જવાય, ખૂબ તપે માણસ એવો ને. અંદરથી... અંદરથી તપે, તપે, તપે એટલો બધો તપે અને પછી એકદમ ઠંડો થઈ જાય, પછી ક્યારેય ના તપે. એકવાર તપવું તો પડે, એકવાર તપવું પડે પણ એટલી તૈયારી હોય તો એ સાત્વિક હશે — શીલ, સમાધિ અને પ્રજ્ઞા. પછી છેવટે એટલે ધ્યાન-સમાધિની ક્ષમતા હશે. તામસી ગુણો હશે તો આળસ, નિદ્રા અને પ્રમાદ હશે અને તે જ રીતે તમારા કર્મો પણ થશે. જે ગુણની શક્તિ તમારામાં કાર્યરત છે તે જ તમારો વર્ણ, તો તમે જોઈ લો તમારી સ્થિતિ, તમને ખબર પડી જશે કે વેર યુ સ્ટેન્ડ (Where you stand). બસ આ સેલ્ફ ટેસ્ટિંગ છે, ભગવાને બહુ મસ્ત વ્યવસ્થા કરી દીધી કે તમારો વર્ણ છે, તમારું સ્વરૂપ છે, તમે એવા છો, તમારો બાવો એવો છે એમ તમે જાણી લો. આમ અર્ધસાત્વિક અને અર્ધરાજસથી એક વર્ગ ક્ષત્રિયનો બને છે; થોડું અહીંથી લીધું ને થોડું અહીંથી લીધું એવી રીતના.

એટલે કે અડધો બ્રાહ્મણનો ગુણ લીધો ને અડધો વાણિયાઓ પાસેથી લીધો, અને પછી બે ભેગા કરે તો ક્ષત્રિય નામનું તૃતીયમ્ ઊભું થઈ ગયું છે. જ્યારે અડધાથી પણ ઓછો તામસ ગુણ અને વિશેષ રાજસ ગુણથી વૈશ્ય બીજા નંબરે આવે છે. બીજાની નકલ કરવી એ ભયજનક છે, હાનિકારક છે. બાપુ, અહીં ગુણ એક માપ છે, મેઝરમેન્ટ (Measurement), જેના દ્વારા કર્મ કરવાની શક્તિને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે શ્રીકૃષ્ણના શબ્દોમાં કર્મ એ એકમાત્ર અવ્યક્ત પુરુષની પ્રાપ્તિની ક્રિયા છે, પરમેશ્વરને પામવાનો છે તે જ કર્મ છે. ### આરાધના, ઇન્દ્રિય નિગ્રહ અને ક્ષમાભાવ હવે ઈશ્વરની પ્રાપ્તિનું આચરણ એ આરાધના, એની શરૂઆતમાં ઈષ્ટમાં શ્રદ્ધા રાખવાથી થાય છે. તમારી શ્રદ્ધા હોવી જોઈએ ઈષ્ટમાં, પહેલાં તો શ્રદ્ધા છે આ પહેલા નક્કી કરો, કેવી છે અને કેટલી છે; એ પછી બીજો પ્રશ્ન આવશે એટલે એના આધારે ગોઠવાશે.

ચિંતનની વિધિ વિશેષ છે. ચિંતનની વિધિ કેવી છે? વિશેષ વિધિ છે. જેમ તેમ ચિંતન કર્યા કરીએ આખો દાડો બેઠા-બેઠા આમ ખુરશીમાં: "ભગવાન કેવો હશે, કેવો હશે, ક્યાં મળશે, શું થશે?" — એવું નથી કહે છે, સિસ્ટમેટિક ચિંતન હોવું જોઈએ. યથાર્થ કર્મને ચાર વિભાગોમાં વહેંચી નાખેલું છે; હવે તે કેમ સમજાય કે આપણામાં કયા ગુણો છે અને કયા વર્ગના છે, તેના વિશે હવે ભગવાન આગળ કહે છે. "મનનો શમન, ઇન્દ્રિયોનું દમન, પૂર્ણ પવિત્રતા, મન, વાણી અને શરીરને ઈષ્ટને અનુરૂપ તપાવવું." પરબ્રહ્મ પરમેશ્વરને મળવાનું છે, પ્રાપ્ત કરવાનો છે તો એને અનુરૂપ હોવું જોઈએ. ત્યાં આગળ તમે ગમે તેમ બોલવાના, ગાળો બોલવાના, શું કરવા? તો વાણી કેવી હોવી જોઈએ? તે વખતે ઈષ્ટને અનુરૂપ હોવી જોઈએ, તો દરેક વસ્તુ એ ચેક કરો કે ઈષ્ટને અનુરૂપ છે કે નહીં. એક માપદંડ પકડો અને પછી નક્કી કરો કે શું શું હોવું જોઈશે.

ત્યારે કહે છે કે મનનું શમન — મન તમારું એકદમ શાંત થઈ ગયું, ધીરે-ધીરે-ધીરે-ધીરે કરતાં થતું જ જવું જોઈએ. બીજું તો કે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોનું દમન એટલે એને કચડી નથી નાખવાની પણ એનો નિગ્રહ કરવાનો છે, રેગ્યુલેટ કરવાની છે કે, "ભાઈ! આ સમયે તારે આંખો ખુલ્લી રાખવાની, આ સમયે તારે બંધ રાખવાની." બીજું, એ જ ઇન્દ્રિય જે બીજું બધું જુએ છે તે હવે શું કરશે? તો કે બ્રહ્મ જોશે, એટલે એનો આખો પર્પઝ ફેર થઈ જાય છે, હેતુફેર. હેતુફેરનું ફોર્મ ભરી દેવાનું, જો આપણે આઘા-પાછા હોઈએ હેતુફેરમાં, શું? ત્રીજું છે પૂર્ણ પવિત્રતા. પવિત્રતા, પવિત્ર એટલે કેવું? દૂષિત કે જેને કહેવાય અમંગલ એવું કશું જ ના હોય એની અંદર, સર્વમંગલ હોવું જોઈએ. જે સર્વમંગલ છે તે સદા પવિત્ર છે; લોક કલ્યાણ, સૌનું "સર્વે જનાઃ સુખિનો ભવન્તુ". બસ આ ભાવ હોવો જોઈએ એની પાસે, બધાનું કલ્યાણ.

પછી પાછા એવું આમ કોક બે જણા હોય, એના મગજની અંદર આવ્યું હોય કે, "આ બેનું ના થતું હો ભગવાન!" એવું નહીં પાછું. ભગવાન કહે: "આવું એ સ્વીકાર્ય નથી ભાઈ. તું જ્યારે 'સર્વેજન' કહે છે ત્યારે મને સ્વીકાર્ય છે, પણ તું પાછી આવી કરને એક્સેપ્શન વાળી વાત, તો કે ભાઈ અમારે ત્યાં એક્સેપ્શન નથી આ બાબતમાં, નહીં ચાલે." પછી કહે છે કે મન અને વાણી અને શરીર — ત્રણેયને, આ ત્રણે ત્રણ કરણ છે આપણા. ઇન્દ્રિયો બધી ઉપકરણ છે. મન, વચન અને કાયા ત્રણેયથી તમે કર્મો કર્યા જ કરો છો સતત, એને કેવા કરવાના? કે ઈષ્ટને અનુરૂપ તપાવવાનું. હવે ઈષ્ટ પવિત્ર છે; જો આ મન, વચન અને કાયાની અંદર જો હજી પણ બાકી રહેલી થોડીઘણી પણ અપવિત્રતા હોય, તો એને તપાવશો એટલે એ નીકળવા માંડશે અને કેવી બનશે? નિર્મળ બનશે. નિર્મળ તો થવું જ પડશે, કારણ કે તમે નિર્મળ સ્વરૂપને મળવા જાઓ છો; એટલે પહેલા જ તમારે બાજુ પર મૂકી દો, લોડ અનલોડિંગ કરો ચાલો પહેલા જ.

એવી રીતે આગળ કહે છે — ક્ષમાભાવ. ક્ષમા એટલે વિધાઉટ એક્સેપ્શન, "હું બધાને માફ કરું છું." ૨૦૦ વખત બોલો, પણ તમે ચૂકી ગયા કે બધાની અંદર હું પણ આવી ગયો, હું મારી જાતને પણ માફ કરું છું, બધાને માફી આપું છું. તમારી જાતને તો માફી આપવી જોઈએ ને! "Excuse me" એમ કહીએ છીએ આપણે બીજાની પાસે જઈને, પણ આપતા નથી પાછા; આવું ચાલે? ગરબડ કહેવાય ને! એટલે કે નહીં, "બધું જો મારે ત્યાં એકદમ બધું ઓર્ડરમાં છે" એવું કહે છે. શું, એટલે આવી એનોમલી નહીં ચાલે કોઈ પણ પ્રકારની. એટલે કહે છે કે ક્ષમાભાવ છે; એટલે ક્ષમા એટલે સહજ ક્ષમા હોવી જોઈએ, કોઈનો દોષ તમને દેખાય જ નહીં, એ સર્વોચ્ચ ક્ષમા છે. તમારો પણ નહીં, તો તમે યથાર્થ જુઓ છો, તમે સાચું જુઓ છો; કેમ, સ્વયં પરમેશ્વર છો. પરમેશ્વર ક્યારેય ભૂલ કરતો જ નથી કોઈ પણ જાતની. એટલે તમે કીધું કે, "તું શુદ્ધાત્મા છે, તું શુદ્ધાત્મા છે, તું શુદ્ધાત્મા છે." એ જ ટાઈમે તમે બધાને માફ કરી દીધું.

પછી એમ જ જોયું ને, ઓહ! તું શુદ્ધાત્મા, તો પછી એણે શું શું કર્યું છે એ તમારી એક ક્ષણે કશું આવવાનું નથી, હટો; ઓટો મોડમાં મળી ગઈ બધી ક્ષમા એકબીજાને. ### આસ્તિક બુદ્ધિ, વિજ્ઞાન અને ક્ષત્રિય ગુણ મન, ઇન્દ્રિયો અને શરીરની સર્વથા સરળતા, સરળતા હોવી જોઈએ, સહજતા હોવી જોઈએ; પછી આસ્તિક બુદ્ધિ. આસ્તિક બુદ્ધિ કેવી હોય? આસ્થાવાળી હોય, આસ્થા. આસ્થા એટલે પરમેશ્વરમાં આસ્થા હોય, પરબ્રહ્મ પરમ તત્ત્વ છે (He is always taking care), એ તો લે જ છે બરાબર. પણ You must acknowledge it, એણે તો લીધે જ રાખી કારણ કે એ તો એનું કર્તવ્ય છે, એટલે એ તો બરાબર કરે છે ભાઈ. જો, એના કામમાં તમે ભૂલ ના કાઢો. હોય છે ઘણા એવા, "શો એ ક્યાં બીજા ટાઈમે આપણે કદાચ છે એવું બધું કરીને બોલીને બેઠા હોઈએ કે હા, અત્યારે જ બહાર જવાનું હતું ને વરસાદ પડ્યો!" આ પછી આમ સંભળાવે મોટી પાછી, એટલે એવું બધું જે થયેલું છે તેવું ના હોય એમ.

આસ્તિક બુદ્ધિ એટલે સંપૂર્ણ શ્રદ્ધા છે બસ, "તમે જે કરશો તે કરેક્ટ જ છે, વ્યવસ્થિત (In order always)." એક ભગવાનમાં સાચી શ્રદ્ધા છે બસ તમારી, એને કહેવાય આસ્તિક બુદ્ધિ. જ્ઞાન અથવા પરમાત્માની જાણકારીનો સંચાર થયા કરતો હોવો જોઈએ. વિજ્ઞાનમ્: અર્થાત વિજ્ઞાન એટલે શું? જો, અહીંયા ડેફિનેશન સમજી લો: "પરમાત્મા સાથે મિલન કરાવનારા નિર્દેશની જાગૃતિને વિજ્ઞાન." પરમાત્માની સાથે મિલન કરાવશે તમારો યોગ સંપૂર્ણ કરાવશે, એના નિર્દેશની જાગૃતિને વિજ્ઞાન કહેવામાં આવે. અને પાછું પાછું એના સાથે શું હોય છે? તે માર્ગ ઉપર ચાલવાની શક્તિ પણ હોય, નિહિત હોય જ, એને વિજ્ઞાન કહેવાય. આ બધા જ સ્વભાવથી ઉત્પન્ન થયેલા, સ્વભાવથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણના કર્મો છે; બ્રાહ્મણના કર્મો આવા હોય એમ કહે. એટલે બીજી રીતે જોઈએ તો, આ સ્વભાવમાં જો આ પ્રમાણેની યોગ્યતા હોય તો કર્મધારાવાહી બનીને સ્વભાવમાં આવી જાય છે, અને તો તે બ્રાહ્મણ શ્રેણીનો કર્તા છે.

તથા શૂરવીરતા, દૈવી તેજ હોવું, ધીરજ. જો, ક્ષત્રિયમાં ધીરજ હોવી જોઈએ. પેલા હોય છે ને, ખબર છે શું કહે છે એને — સ્નાઈપર (Sniper)! હા, સ્નાઈપર બબ્બે દાડા સુધીને બેસી રહે, સૂઈ રહે; જે પોતાનું આમ હોય એને ટાર્ગેટ તો કે બસ બરાબર છે, અને પછી કેટલી બધી ધીરજ! એક જ આમ બોલ્ટ એક્શન કરવાનું છે, ખતમ બસ. પણ એના માટે એટલું બધું છે, આવી ધીરજ સ્નાઈપર જેવી જ જોઈશે તમારી એકાગ્રતા પણ, પરબ્રહ્મને પામવાનો. મજાક કરો ને! ભગવાન કહે: "મારી જોડે મસ્તી નહીં કરવાની, તમે બધા મસ્તી કરવા નીકળ્યા છો પરમેશ્વર જોડે." એ તરત ખબર પડી જાય, એટલે ધ્યાન રાખવાનું કે આપણે સ્નાઈપર જેવી ધીરજ, એવો એટીટ્યુડ એના સાથે; એનું કેવું હોય છે આમ ભક્તિ ટાર્ગેટ, તો કે બસ આમ "I must shoot" એક્ઝેટ ટાઈમે. અને પાછું શું કહે છે? બુલ્સ આઈ (Bull's eye), ત્યાં જ જવું જોઈએ.

એવી રીતે પરમેશ્વરને પ્રાપ્ત કરવાની વિધિ છે આખી, તો તમે પ્રાપ્ત કરો શાસ્ત્રમાં લખેલી છે; તો એવા એટીટ્યુડ સાથે એમાં લાગી જાઓ અને કામ કરો. એ ભંડ છે. ചિંતનમાં દક્ષતા, એટલે કે કર્મ કરવામાં કુશળતા; દાખલો આપ્યો ને સ્નાઈપર કુશળ હોય. પ્રકૃતિના સંઘર્ષમાં નહીં ભાગવાનો સ્વભાવ. પ્રકૃતિઓ પ્રબળ હુમલો જ કરવાની છે દરેક વખત, એવો એટેક કરશે, સુનામી આવશે થોડી-થોડી વારે, શું! બધું અંદર પ્રકૃતિમાં બધું એવું ઉભરાશે કે ના પૂછવાની વાત! શરૂઆતમાં તો આવું બધું હોય ને બકા, પછી બધું ઠીક થઈ જાય. શું કંઈ આખો દાડો કંઈ સુનામી ચઢેલી ને ચઢેલી રહે? એવો એવો કોઈ સમુદ્ર જોયો છે તમે કોઈ જગ્યાએ? ક્યાંય હોતો નથી. કે નિત્ય પવન જ ફૂંકાયા કરે કે ૨૦૦ માઈલની ઝડપે, એવી કોઈ જગ્યા છે આખી પૃથ્વી ઉપર? એવું ના હોય કહે છે, એવું ના હોય. આટલું બધું રણ તપે છે, ૫૦, ૫૨, ૬૦ ડિગ્રી સુધીને પહોંચી ગયું હોય, પણ રાત્રે જુઓ તો માઇનસમાં ટેમ્પરેચર થાય છે કે નથી થતું?

ત્યાર પછી એટલે કહે છે કે પ્રકૃતિના સંઘર્ષમાં ભાગી નહીં જવાનો સ્વભાવ જે છે તે ક્ષત્રિયનો હતો. દાન એટલે સર્વસ્વનું સમર્પણ; જ્યાં આપ્યું કે અહીંથી ત્યાં સુધીની ભૂમિ તને દાન આપી દઉં છું એમ, એવું બોલનારો ક્ષત્રિય હોય. અને આપ્યું એટલે આપ્યું, હવે પાછી ગાંજલી ભરીને... આ બસ પતી ગયું કે હવે એ મારી નથી કે, "તારે જો, તું પેલું ખત કરાવી લે, જે રીતે કરવું હોય." બધા જ ભાવો પર સ્વામીભાવ. ક્ષત્રિય કેવો હોય? બધા જ ભાવો જે ઊભા થાય છે તેના પર સ્વામીભાવ કે, "હું આનો બોસ છું, માસ્ટર." અને ભયંકર કરેજ (Courage) હોય, હિંમત હોય, ગમે તે પરિસ્થિતિમાં પણ પહોંચી વળી શકે છે એ પાવર હોય એની પાસે. એટલે સ્વામીભાવ, એના કારણે ઈશ્વરભાવ કહેવામાં આવે છે. સ્વામીભાવ શું છે? ગુણો પર ઈશ્વર ભાવ કેળવે છે એવું. આ બધા ક્ષત્રિયોના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો છે.

સ્વભાવમાં જો આવી યોગ્યતા આવે, તો તે કર્તા કોણ છે? એનો ક્ષત્રિય કર્તા છે; કર્મના કર્તાની જે બધી વાત ચાલી રહી છે આપણે. ### વૈશ્ય અને શુદ્ર શ્રેણીના કર્મો હવે ત્રીજો કહે છે — વૈશ્ય અને શુદ્રના સ્વરૂપ વિશે. "હવે તું ખેતી, ગાયોની રક્ષા અને વેપાર." શેર બજારમાં ઉથલપાથલ આજના જમાનામાં, મોર્ડન ટાઈમ્સમાં તો એ જ છે ને બધું! તો અત્યારે તો એ વૈશ્યોના સ્વભાવજન્ય છે. કોક એવો જ ભાગ્યે જ બાકી બચેલો હશે વણિક કે જે આ બધું નહીં કરતો હોય, બોલો! વૈશ્યોના સ્વભાવજન્ય છે આ બધા બાબતો. શું? વેપાર, ગાયોની રક્ષા. હવે અહીંયા આગળ ગાયો એટલે પેલી ગાયો હો, ઇન્દ્રિયોને નહીં ગણવાની; અને ખેતી જે એગ્રીકલ્ચર કહીએ છીએ, એ વૈશ્યોના સ્વભાવજન્ય કર્મો છે, એ લોકો એ સારી રીતે કરે અને કરાવે. વૈદિક યુગમાં "ગૌ" શબ્દ અંતઃકરણ તેમજ ઇન્દ્રિયોના માટે પ્રચલિત હતો.

ગૌરક્ષાનો અર્થ છે ઇન્દ્રિયોની રક્ષા. વિવેક, વૈરાગ્ય અને શમ-દમથી ઇન્દ્રિયો સુરક્ષિત રહે છે; કામ, ક્રોધ, લોભ અને મોહથી તે વિભક્ત થતી-થતી જાય છે, ક્ષીણ થતી જાય છે, નિસ્તેજ થતી જાય છે, એનો પાવર ડાઉન થતો જ જાય. આંખોનો દુરુપયોગ કરે, આગળ ઉપર દ્રષ્ટિહીન થવું પડે; કાનનો દુરુપયોગ થવા માંડે, માણસને સાંભળવાનું બંધ થવા માંડે. એવી રીતે આ બધી ઇન્દ્રિયો પણ જે તે બાબતોથી ક્ષીણ થતી હોય છે, નિમિત પછી ગમે તે મળી જાય, કંઈ પણ થાય. એટલે આવું છે આત્મિક સંપત્તિ — સ્થિર સંપત્તિ, પરમેનન્ટ. તમારો આત્મા કોઈ લઈ ના જાય, કોઈ ચોરી ના જાય, કશું થાય નહીં એને, સમજાય છે. એટલે આ આપણું પોતાનું ધન છે, જે એકવાર આપણું થઈ ગયા પછી સદા માટે આપણું જ રહે છે, અને પાછું કેવું? "દિન દિન બઢત સવાયો." સવા શ્રી, સવા શ્રી, સવા લખો છો કે નહીં દિવાળી ચોપડા પૂજન કર્યા પછી?

સવાયું થવું જોઈએ એમ દર વર્ષે સવાયું, જે એકવાર આપણું થઈ જાય. હવે પ્રકૃતિના દ્વંદ્વમાંથી તેનો થોડો-થોડો સંગ્રહ કરવો ગુણોનો, આ આવી બધી બાબતો એ વ્યવસાય છે. વિદ્યાધન એ પ્રધાન છે, મુખ્ય ધન છે, એની પ્રાપ્તિ એ વાણિજ્ય છે. વિદ્યા ધન તમે જોશો, ઘણા વણિક હોય છે ખૂબ સારું ભણાવતા હોય છે, પ્રોફેસરો હશે બધું હશે; એ લોકો આજની તારીખમાં પણ એવા ઘણા સારા હોય છે ગણિત, વિજ્ઞાન બધું બહુ સરસ શીખવે. શરીર... શરીર જે ક્ષેત્ર છે, એના અંતરમાં વાવેલું બીજ સંસ્કાર રૂપે સારું-ખોટું હોય. "હે અર્જુન! આ નિષ્કામ કર્મમાં બીજ અથવા પ્રારંભનો નાશ થતો નથી." કર્મના ત્રીજી શ્રેણીમાં કર્મ એટલે ઈષ્ટ ચિંતન, નિયત કર્મ. પરમ તત્ત્વના ચિંતનમાં જે બીજ આ ક્ષેત્રમાં પડ્યું છે, તેને સુરક્ષિત રાખવા માટે તેમાં આવતા વિજાતીય વિકારોનું નિરાકરણ કરતા જવું, તેનું નામ ખેતી — નિંદામણ કરવાનું છે.

નિંદનીય વસ્તુઓ જે જે પડેલી છે તે બધાનું નિંદામણ કરવાનું છે, તેને ખેતી કહે છે. આમ ઇન્દ્રિયોની સુરક્ષા તથા પ્રકૃતિના સાધનોમાંથી આત્મિક સંપત્તિને એકઠી કરવી અને આ ક્ષેત્રમાં પરમ તત્ત્વના ચિંતનનું સંવર્ધન, એ વૈશ્ય શ્રેણીનું કર્મ છે. શ્રીકૃષ્ણના અનુસાર, પૂર્તિકાળમાં (Culmination point) કે જ્યાં યજ્ઞ સમાપ્ત થાય છે અને પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મની અંદર, પ્રવેશ પામે છે તે પરાતપર બ્રહ્મ; તેનું પાન કરવાવાળા સજ્જનો સંપૂર્ણ પાપોમાંથી છૂટી જાય છે. ધીમે-ધીમે ચિંતન ક્રિયાથી બીજારોપણ થાય છે પરમાત્મા, આત્મિક સંપત્તિ બધી તેની સુરક્ષા ખેતી છે. વૈદિક શાસ્ત્રોમાં પણ અન્નનો અર્થ છે પરમાત્મા, આમ પરમાત્મા પણ એક અન્ન છે. ચિંતનની આ આત્મા પૂર્ણ રીતે સંતોષ પામી જાય છે અને ફરી પછી કદી પણ અતૃપ્તિ અનુભવતો જ નથી; એટલે તે જન્મ-મરણના ચક્રમાં ફસાતો નથી.

આ અનન્ય બીજને જમાવીને આગળ વધવું, એનું નામ ખેતી છે. પોતાનાથી સારી અવસ્થાવાળા ગુરુજનોની સેવા કરવી, આ બધા વૈશ્યના બતાવ્યા. ### સાધનાની સીડી અને સ્વભાવ પરિવર્તન હવે આગળ આવે છે કે પોતાનાથી સારી અવસ્થાવાળા જે છે, એ બધાને ગુરુજનો માનવા. હજી એક ગુરુ મળ્યા કે ના મળ્યા હોય તો પણ, ના મળી ગયા હોય તો પણ, પોતાનાથી ઉપર છે, આગળ છે એવું તમને લાગે તે બધાની સેવા કરવી, એમને ગુરુજન માનવા; એ શુદ્ર સ્વભાવજન્ય કર્મ છે. ફરી ભગવાન સાવધાન કરે છે કે શુદ્રનો અર્થ નીચ કે નીચી જાતનો હરગીઝ નથી. કોઈ જાત ઊંચી-નીચી હોતી જ નથી, બધી જાતિઓ કે પરમાત્મા કહે છે: "મારામાંથી જ આવી છે." હવે તમે કરો અપમાન, એ તો સારું થાય, ભલું થાય કે કેટલો સુંદર શબ્દ જો આ કાઢ્યો છે — "હરિજન"! અને કેટલો સુંદર શબ્દ કાઢ્યો, ઓહ કેટલું રિસ્પેક્ટ થઈ ગયું, આહાહા અદ્ભુત વાત કરી દીધી!

પણ તમે જ્યારે એટલા ગોદા માર્યા એ લોકોને, ત્યારે છેક તમને આ સૂઝ્યું. પ્રશ્ન એ થવો જોઈએ ને કે છેક આટલી જગ્યાએ પહોંચી ગયા હતા, આખેઆખો સમાજ અવનતિની દશામાં! એનીવે, આજે શરૂઆત તો સરસ થઈ ચૂકી છે એ વાતનો આપણને સંતોષ છે અને આગે ઓર ભી અચ્છા હોગા. હું એટલે કહે છે કે જે સાધક નિમ્ન શ્રેણીની સાધના કરે છે તે શુદ્ર છે. તમારી સાધનાને ઉત્કૃષ્ટ કરો, તમે બ્રાહ્મણ બનશો; ઊંચી કરવાની છે, ઉપાસના — આ તમારી આસના ઊંચી કરતા જાઓ પરમાત્મા વિશેની. પરમાત્મા વિશેની ભક્તિ જે છે તમારી તેની અંદર એવી તીવ્રતા લાવો, એમાં એટલી બધી જેને કહેવાય કે સાત્વિકતા લાવો, એમાં એટલી બધી નિર્મળતા, નિર્લેપતા લાવો. અને પાછો આમ એવું હોય, "તું મળે કે ના મળે પણ હું તને પ્રેમ કરવાનો મુકવાનો નહીં, આ જન્મમાં પણ હું તો કમ્પ્લીટ જ કરીશ કે મારું કામ." તો તારે આ જન્મમાં આવવું હોય તો આવ, કે આવું હોવું જોઈએ.

આમ એટલે થોડીક ક્ષત્રિયત્વ અને પછી છેલ્લે બ્રાહ્મણ. શરૂઆતમાં પરિચર્યાના આરંભથી કરવી સાધના. જ્યારે કોઈ શરૂઆત કરે તો આવી રીતના કરવાનું કે પહેલાં કોઈ આપણાથી ઉપર, આગળ હોય એ લોકોને બધાને જોઈતું-કરતું હોય કંઈ હોય તો એ બધું લાવી મૂકીને એમને બધાને રાજી રાખો. એ કરવાથી તમારો અહંકાર ડાઉન થશે, સંસર્ગ વધતો જશે. જે શુદ્ર શ્રેણીનો સાધક હોય છે, તેને સત્ય-અસત્યનો, આનો તેનો કશાનો વિવેક હોતો નથી. જ્યારે શરૂઆત કરે છે ત્યારે એને કશું જ ખબર નથી હોતી, એટલે રાઈટ ફ્રોમ સ્ક્રેચ (Right from scratch) જ્યારે એ શરૂ કરે ત્યારે થોડુંક લાઈટ વાળો હોય તો પણ એની પાસેથી કંઈક તો ગ્રહણીય હોય છે; એટલે એને જે દૈવી સંપત્તિ છે તે સંસર્ગથી એનામાં આવી જશે ઓટોમેટિક, કશું કરવાનું નથી. ટ્રાન્સફર ઓફ પાવર (Transfer of power) જેમ થતો હોય છે ને, એવી રીતનો થયા જ કરશે, ટ્રાન્સફર ઓફ નોલેજ બી થયા કરશે બંને સાથે.

હવે વૈશ્ય શ્રેણીમાં આવી ગયો ખાસું બધું કર્યા પછી, ત્યાંથી આગળ જાઓ તો વૈશ્ય શ્રેણીનો જે સાધક છે, તે ક્ષત્રિયો તેની આગળ છે એટલે પછી તેમના સંપર્કમાં આવશે. અને આમેય ખેતી, વેપાર, એજ્યુકેશન — આ બધી વસ્તુઓ એણે જે બધી કરી હોય, એટલે પછી એ એના ઉપભોક્તા કોણ છે, સ્વામી કોણ છે? તો કે ક્ષત્રિયો છે; એટલે પછી એમના સંપર્કમાં આવ્યા કરશે અને એમના ગુણો ગ્રહણ કરશે. હવે આમના પાસેથી એમણે લીધું ક્ષત્રિયોએ — વૈશ્યો પાસેથી અને શુદ્રો પાસેથી, અને પોતે ક્ષત્રિય છે એટલે પછી આપવાનું જ્યારે એમને આવશે, ક્ષત્રિય છે એટલે આપવામાં માને, સ્વામિત્વ છે એનામાં એટલે એણે આપવું પડે. એ જેમ જેમ આપે તેમ તેમ એનો અહંકાર ડાઉન થાય, જેમ-જેમ આપતો જાય એમ-એમ એનો અહંકાર ડાઉન થાય. ઘણા ક્ષત્રિય જે છે તે લોકો પણ ઘણા સારા એજ્યુકેટોર્સ છે, બહુ સુંદર-સુંદર શીખવે આપણને.

એ લોકો બહુ અદ્ભુત વસ્તુઓ શીખવા મળે એમના સંપર્કમાં આવીએ તો. એટલે એવી રીતના તો એ લોકો આપે, કોને આપે? એ લોકો બધાને આપે, પણ સૌથી વધુ બ્રાહ્મણોને આપે અને એમના સંપર્કમાં એ લોકો વધુને વધુ રહેવાનો પ્રયત્ન કરે. દરેક રાજા ઋષિમુનિના આશ્રમોમાં જા-જા કરતા હતા, સમાજમાં બધે તો ફરતા હતા પણ આ જગ્યાએ પણ જતા હતા. અરણ્ય શરણ્ય: અરણ્યમાં જેણે શરણ લીધેલું છે તેવા બધાની પાસે જાય અને બ્રાહ્મણો પાસેથી બધું વિદ્યા ગ્રહણ કરતો થયો. પછી વિશ્વામિત્ર રાજર્ષિ થાય અને આગળ ઉપર બ્રહ્મર્ષિ થાય, એ જે વાત છે આ કીધી એવી રીતે. ધીમે-ધીમે વૈશ્ય, ક્ષત્રિય અને પછી આવી રીતે બ્રાહ્મણ શ્રેણીમાં આવી જાય છે. આવી રીતે અંતે વર્ણોને પાર કરીને તે બ્રહ્મમાં પ્રવેશ કરી શકે છે. સ્વભાવ પરિવર્તનશીલ છે, એમ કહો કે આનો સ્વભાવ બદલાય જ નહીં, એવું નથી હોતું; સ્વભાવ પરિવર્તનશીલ છે.

સ્વભાવના પરિવર્તનની સાથે-સાથે વર્ણ પણ પરિવર્તિત થઈ જાય છે, એ પણ વર્તન પામી જાય છે. યાદ રાખો, આ ચાર સ્ટેપની સીડી જેવું જ છે. અહીં કર્મ એક જ છે — નિયત કર્મ, ચાહે કોઈ પણ શ્રેણીમાં તમે હો. શ્રીકૃષ્ણ કહે છે કે પરમ સિદ્ધિની પ્રાપ્તિ માટે આ એક જ રસ્તો છે કે સ્વભાવમાં જેવી યોગ્યતા હોય ત્યાંથી આરંભ કરો. તમે જુઓ કે તમારા ગુણો કેવા છે, તમે કઈ જગ્યાએ કયા સ્લોટમાં ફિટ થઈ આવો છો, અને પછી એ પ્રમાણે તે લેવલથી તમે તમારી સાધના શરૂ કરશો તો ચોક્કસ તમે સફળ થશો.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.